Thursday, September 17, 2009

ગુજરાતના સિંહ ગીરમાં જ રહેશે.

Wednesday, September 16, 2009 17:49 [IST]

ગુજરાતના ગૌરવ સમા જૂનાગઢના ગીરના સિંહોને પર્યાવરણ અને પ્રદુષણને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં ખસેડવાનો ચુકાદો બુધવારે થવાનો હતો. જો કે હાલ પુરતું સિંહોનું સ્થળાતંર અટકાવી દેવામાં આવતા ગુજરાતના સિહં ગીરના જંગલમાં જ રહેશે.

ગીરનાં સીંહોને મઘ્યપ્રદેશનાં કુનો પાલપુર અભ્યારણ્યમાં ખસેડવા અંગેનાં ટેકનીકલ મુદ્દાઓની ચર્ચા બુધવારે નવી દિલ્હી ખાતે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં કરવા આવી હતી. જો કે આ અંગે હજૂ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. અને હાલ પરુતુ આ સ્થળાંતર અટકાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગીરના સિંહોને જે અભ્યારણ્યમાં ખસેડવાની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઈ રહી છે ત્યાં વાઘોની સંખ્યા પણ વધારે છે. અને બન્ને પ્રાણીઓ માસ ભક્ષીઓ હોય એક બીજા માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે. જેથી હાલ પુરતા સિંહના સ્થળાંતર પર રોક લગાવી દેવાઈ હતી.
Source: http://www.divyabhaskar.co.in/2009/09/16/090916175151_gujarat_lion.html

કેન્દ્રીય વનમંત્રી આગામી માસે જૂનાગઢ આવશે.

Bhaskar News, Junagarh
Thursday, September 17, 2009 01:55 [IST]

દિલ્હી ખાતે મળેલી બેઠકમાં મેયર, ડે.મેયર ઉપસ્થિત રહ્યા : કેન્દ્રનું હકારાત્મક વલણ

girnarગીરનાર રોપ-વે પ્રશ્ને આજરોજ નવી દીલ્હી ખાતે કેન્દ્રિય વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં ગીરનાર રોપ-વે અંગેનો નિર્ણય કેન્દ્રિય વનમંત્રી જૂનાગઢ અને ગીરનારની મુલાકાત બાદ લેનાર હોવાનું જાણવા મળ્યું છે.

વાઈલ્ડ લાઈફ બોર્ડની આજની બેઠક વખતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત જૂનાગઢના મેયર ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત રહ્યાં હતા. રોપ-વે પ્રશ્ને આ તકે ઘણી દલીલો થઈ હતી. જો કે, કેન્દ્રએ આ મામલે હકારાત્મક વલણ દાખવ્યાનું પણ જાણવા મળ્યું છે.

વર્ષોથી ટલ્લે ચડેલી ગિરનાર રોપ-વે યોજના અંગે આજે દિલ્હી ખાતે કેન્દ્રીય વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિઘ્ધાર્થ પટેલ, જૂનાગઢ મનપાનાં મેયર સતિષ કેપ્ટન, ડે.મેયર ગિરીશ કોટેચા, સંકલન ચેરમેન પ્રવિણટાંક વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. રોપ-વે પ્રશ્ને બપોરે ત્રણ કલાકે સુનાવણી હાત ધરવામાં આવી હતી. જેમાં ૩૦ થી ૩૫ જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠકમાં કેટલાક લોકોએ ગીધ પર્યાવરણ, અભ્યારણ્ય વગેરે મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી હતી. સામે તેટલી દલીલો પણ કરવામાં આવી હતી. અંતે કેન્દ્રીયવન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશ આગામી માસની તા.૮ અથવા ૯ ના રોજ જૂનાગઢ ખાતે આવશે અને જાત પરિક્ષણ કરશે તેવુ નક્કી થયું છે.

આ અંગે મેયર સતિષ કેપ્ટન તથા ડે.મેયર ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે, અમે બપોરે ૨ કલાકે જયરામ રમેશ સમક્ષ રોપ-વે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બાદ બેઠકમાં પણ રોપ-વેથી પર્યાવરણને કોઈ નુકસાન થવાનું નથી તેવી દલીલો પણ કરી હતી જેમાં પગલે તેઓએ હકારાત્મક વલણ દાખવ્યું છે અને જયરામ રમેશ આ માટે આગામી મહીને જૂનાગઢ આવી રહ્યાં છે. તેઓ સાસણ પણ જશે.

રોપવે સામે જામનગરના મહારાજના બહેને પણ વાંધો રજૂ કર્યોહોવાનું પદાધિકારીઓને કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી દ્વારા જાણવા મળ્યું છે.

રોપ-વે સામે અનેક વાંધા

મેયર સતિષ કેપ્ટને કહ્યું હતું કે, જયરામ રમેશે અમને જણાવ્યું હતું કે, રોપ-વે તરફેણમાં ઘણી અરજીઓ આપી છે. બીજી તરફ તેની સામે અનેક લોકોએ વાંધા પણ રજૂ કર્યા છે. ઘણા લોકોના મેઈલ પણ આવ્યા છે.

સિંહોના સ્થળાંતર અંગે યથાવત સ્થિતિ

આજની બેઠકમાં સોરઠના સિંહોને મઘ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં જયરામ રમેશે હાલ સિંહો અંગે કોઈ જ નિર્ણય કરવાનો નથી. તેમ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/09/17/090917015556_central_forest_minister_will_visit_junagarh_next_month.html

સિંહ - પર્યારણપ્રેમીઓ દ્વારા સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ.

જૂનાગઢ,તા.૧૫

એશિયા ખંડમાં એકમાત્ર ગિર વન વિસ્તારમાં વસવાટ કરતા સિંહોનું મધ્યપ્રદેશના કૂનો જંગલ વિસ્તારમાં સ્થળાંતર અંગે વર્ષોથી પ્રયાસરત કેન્દ્ર સરકાર દ્વારા ગિરના સિંહોના સ્થળાંતર અંગે આગામી તા.૧૬ ના રોજ ગિરનાર રોપ-વે યોજનાની સુનાવણી સાથે સિંહના સ્થળાંતર અંગે પણ કોઈ નિર્ણય લેવાની શક્યતા જણાતા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ સહિત સિંહપ્રેમીઓ દ્વારા કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય ખાતે ઈ-મેઈલ અને પત્રોનો મારો ચલાવી સિંહોના સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે.

* મધ્યપ્રદેશમાં ગિરનાં સિંહોની સલામતી કેટલી?

સોરઠની શાન અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ગિરના સિંહોનું મધ્યપ્રદેશના કૂનો જંગલ વિસ્તાર ખાતે સ્થળાંતર અંગે કેન્દ્ર સરકારની પાછલા બારણાની ગતિવિધી અંગે સમગ્ર સોરઠમાંથી વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. જે અંતર્ગત રૈવતગીરી નેચર ક્લબ જૂનાગઢના પ્રમુખ ડી. આર. બાલધા, પ્રભુ જે. અઘેરા, રામભાઈ પિઠીયા સહિતના હોદ્દેદારોએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, મધ્યપ્રદેશના શિકારીઓ ગુજરાતના ગિર જંગલ ખાતે પહોંચી સિંહોના નિર્મમ શિકાર કાંડ સર્જતા હોય ત્યારે મધ્યપ્રદેશ ખાતે સિંહોની સલામતી કેટલી? તેવા અણીયારા પ્રશ્ન સાથે નેચર ક્લબે કેન્દ્ર સમક્ષ આ નિર્ણય સ્થગીત કરવાની માંગણી કર્યા સાથે આ પ્રશ્ને રાજ્યની પ્રજાના જન આંદોલન સામે ટક્કર લેવા તૈયારી દાખવવાની ચિમકી ઉચ્ચારી છે. તેમજ આ અંગે જૂનાગઢ જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન ડો.કૌશિક ફડદુએ ગિરના સિંહોને ગુજરાતની આગવી ઓળખ બતાવી સ્થળાંતર રોકવા પત્ર પાઠવી માંગણી કરી છે. તેમજ પ્રકૃતિ પરિવાર ટ્રસ્ટ કોડીનારના પ્રમુખ દિનેશ ગૌસ્વામીએ કેન્દ્ર સમક્ષ રજુઆત કરી સિંહોનું મધ્યપ્રદેશ ખાતે સ્થળાંતરનો વિરોધ નોંધાવ્યા સાથે શાળા-કોલેજોમાં સિંહ બચાવ ઝૂંબેશ હાથધરી જાગૃતિ અભિયાન હાથ ધરેલ છે. તેમજ આ પ્રશ્ને સી.પી.એમ. જૂનાગઢના બટુક મકવાણાએ ગિર વન વિસ્તારમાં હજારો વર્ષથી વસતા સિંહો માટે ગિરનું જંગલ જ સુરક્ષીત હોવા સાથે આ વન્ય જીવો પ્રકૃતિનું એક અંગ બની ગયેલ હોવાનું જણાવી કેન્દ્રીય વન મંત્રીને પાઠવેલ પત્રમાં સિંહોનું સ્થળાંતર રોકવા માંગણી કરી છે. સ્થળાંતરની આ ગતિવિધીને કારણે સોરઠમાં હલચલ મચાવી દીધી છે. આ અંગે વિરોધ દર્શાવતા જૂનાગઢના શિક્ષક પ્રભુ જે. અઘેરા સહિતના પ૦૦ થી વધુ સિંહ પ્રેમીઓ દ્વારા ગઈ કાલથી આજ સુધીમાં કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ઉપર ઈ-મેઈલ, પત્રો અને એસ.એમ.એસ.નો મારો ચલાવી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તેમજ આ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવી લોકોને આ અંગે વિરોધ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી સાથે બેઠક યોજાઈ

જૂનાગઢ,તા.૧૫: આગામી તા.૧૬ ના રોજ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની યોજાનાર બેઠકમાં ગિરના સિંહોનું મધ્યપ્રદેશ ખાતે સ્થળાંતર અંગે કોઈ નિર્ણયની શક્યતા વચ્ચે આજે કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયરામ રમેશ સાથે યોજેલ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલીયા, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કરશનભાઈ ધડુક સહિતના જૂનાગઢના પ્રતિનિધિ મંડળે સિંહોના ગિરમાંથી સ્થળાંતર પ્રશ્ને ચર્ચા કરી એમ.પી.ના વાઘ સાથે સિંહોનો વસવાટ શક્ય નહિ હોવાનું જણાવી સોરઠના વાતાવરણ અને પ્રકૃતિ સાથે હજારો વર્ષોથી જોડાયેલ સિંહો ગિર સિવાય બીજે ક્યાંય જીવી ન શકે તેમ જણાવી કેન્દ્રીય મંત્રીને સ્થળાંતર રોકવા રજુઆત કરી છે.

ધારાસભ્ય મશરૃ અને પ્રતિનિધિ મંડળે સ્થળાંતર અટકાવવા કરેલી રજૂઆત

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=113684