Tuesday, March 29, 2011

ઝેરી મારણ ખાવાથી બબ્બે સિંહણનાં મોત થયાની શંકા.

Tuesday, March 29

- ભૂંડે ઝેર ભેળવેલા લાડવા ખાધા બાદ તેનું
- મૃત્યુનું કારણ સ્પષ્ટ થયા બાદ પગલાં : ડીએફઓ
- અન્ય પાંચ સાવજો સલામત
ગીરપૂર્વની તુલશીશ્યામ રેન્જમાં કંટાળા ગામની સીમમાં ૨૪ કલાકનાં ગાળામાં બે સિંહણના મૃતદેહ મળી આવ્યા બાદ બન્ને સિંહણના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે. બન્ને સિંહણે ભૂંડનું મારણ કર્યું હોય કોઇએ ભૂંડને ઝેરી પદાર્થ ખવડાવ્યો હોય તેવી શક્યતા પણ વનતંત્ર માની રહ્યું છે. અહિંથી ભૂંડના અવશેષો પણ મળી આવ્યાં હતાં.
કંટાળાની સીમમાં માલણ નદીનાં કાંઠેથી બે સિંહણનાં મૃતદેહો મળવાની ઘટનાએ વનતંત્રને દોડતુ કરી દીધુ છે. બન્ને સિંહણનાં મોતનું કારણ સ્પષ્ટ થઇ ન શકતા આ ઘટના અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે. બન્ને સિંહણનું મોત કઇ રીતે થયું તે અંગે તરેહતરેહની ચર્ચા જાગી છે.
જે સિંહણનો મૃતદેહ ચેકડેમનાં પાણીમાંથી મળી આવ્યો છે. તે સિંહણનું મોત ડૂબી જવાનાં કારણે થયું ન હતું. વળી બન્ને મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન ન હતાં કોઇ ગંભીર બિમારીનાં ચિહ્નો પણ દેખાયા ન હતાં. બન્ને સિંહણ યુવાન હોય વૃધ્ધાવસ્થાથી મોત થવાનો પણ કોઇ સવાલ રહેતો નથી. પોસ્ટ મોર્ટમ દરમીયાન પ્રાથમિક દ્રષ્ટિએ પણ મોતનું કારણ સ્પષ્ટ ન થતાં હવે વિશેરાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આગામી ત્રણ દિવસમાં આ રિપોર્ટ આવી જવાની શક્યતા છે.
ધારીના ડીએફઓ મનિશ્વર રાજાએ જણાવ્યુ હતું કે બન્ને સિંહણના પેટમાંથી ભૂંડના માંસના અવશેષો મળી આવ્યા હતાં. વળી એક સિંહણ પાણીમાં ગઇ હોય તેવા પગના નિશાન મયા હતાં. ઘટનાસ્થળેથી ભૂંડના અવશેષો પણ મળી આવ્યા હતાં. વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ ભૂંડનું મારણ કરવાના કારણે બન્નેનું મોત થયું હતું કે કેમ તે સ્પષ્ટ થશે.
દરમ્યાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિં ખેડૂતોએ સિંહણોને ભૂંડનું મારણ કરતા જોઇ હતી. ઘણી વખત ખેતિવાડીમાં ભૂંડનો ત્રાસ રહેતો હોય ખેડૂતો ભૂંડને ઝેરી લાડવા કે અન્ય ખાદ્યપદાર્થો ખવડાવતા હોય તેવું બને છે જ્યારે અહિં આ પ્રકારની ઘટના બની છે કે કેમ તે દિશામાં તંત્રએ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ગાંધીનગરથી એસીએફ પણ ખાંભા દોડી આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
અન્ય પાંચ સાવજો સલામત
આ વિસ્તારમાં સાત સાવજોનું ગ્રુપ આટા મારે છે. બે સિંહણોનું ભેદી સંજોગોમાં મોત થયા બાદ વનતંત્રની તપાસમાં અન્ય પાંચ સાવજો સલામત મળી આવ્યા હતાં. બીજી તરફ જો ભૂંડના શિકારમાં કોઇ ઝેરી પદાર્થ હોય તો અન્ય પાંચ સાવજોને કેમ કોઇ અસર ન થઇ તે સવાલ વન અધિકારીઓને મુંજવી રહ્યો છે.
મૃત્યુનું કારણ સ્પષ્ટ થયા બાદ પગલાં : ડીએફઓ

બે સિંહણોના મોત અંગે કોઇ વન કર્મચારી સામે પગલા લેવાશે કે કેમ તેવા સવાલનો જવાબ આપતા ડીએફઓ મનશિ્ર્વર રાજાએ જણાવ્યુ હતું કે મૃત્યુના કારણ સ્પષ્ટ થાય પછી કોઇની જવાબદારી નકકી કરી પગલા લેવા માટે વિચારણા કરાશે.

સિંહોની તરસ છીપાવવા માટે ૩૭પ કૂંડીઓમાં ભરાતું પાણી.

જૂનાગઢ, તા.૨૮
ઉનાળો બેસતા જ આકરો તાપ અનુભવાઈ રહ્યો છે.  ગિર અને ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહો સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા વનવિભાગ દ્વારા કૃત્રિમ રીતે બનાવેલા ૩૭પથી વધુ કુંડીઓમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. આવતા દિવસોમાં હજૂ પણ ૭પ વધારાના સ્ત્રોત્રમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવશે. ઉનાળામાં જંગલ વિસ્તારમાં નદી-નાળા સુકાઈ જતા હોય છે. ડેમ અને નાના તળાવો પણ ખાલી થઈ જાય છે. ગિર જંગલ અને ગિરનાર જંગલમાં વિહરતા વનરાજો સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા માટે વનવિભાગ દ્વારા દર વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ૧૪૧ર ચો.કિ.મી.માં પથરાયેલા ગિર જંગલમાં પાણીના ૪પ૦ જેટલા કૃત્રિમ સ્ત્રોત્ર બનાવવામાં આવ્યા છે. ડી.સી.એફ. ડો. સંદિપકુમારે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી માસની શરૃઆતથી જ તબક્કાવાર કૃત્રિમ સ્ત્રોત્રમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. પાણીના કુદરતી સ્ત્રોત્ર જ્યાં વહેલા સુકાઈ ગયા છે, ત્યાં શરૃઆતથી કૃત્રિમ સ્ત્રોત્રમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. હજી પણ આગામી સમયમાં વધારની જરૃરિયાત પ્રમાણે પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવશે. ગિરનાર જંગલમાં પાણીના ૬ર કૃત્રિમ સ્ત્રોત્ર ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. એ.સી.એફ. કે.એ.ગાંધીએ જણાવ્યું છે કે, વન્યપ્રાણીઓને પાણીની અછત ન વર્તાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તથા પાણીના તમામ સ્ત્રોત ભરવાની બે દિવસથી શરૃઆત કરી દેવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275350

ખાંભા પંથક્માં બે સિંહણનાં મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બન્યુ.

જૂનાગઢ, તા.૨૮ :
ખાંભા પંથકમાંથી રહસ્યમય સંજોગોમાં બે સિંહણના મૃતદેહ મળી આવ્યા બાદ તેના પી.એમ. રિપોર્ટમાં પણ મોત પાછળનું કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી. પરિણામે, સિંહણનાં મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બન્યું છે. ખાંભા પંથકના કંટાળા નજીક માલણ નદીના કાંઠેથી નવ અને સાત વર્ષની સિંહણના મૃતદેહો મળી આવવાની ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે. ગઈ કાલે પ્રાથમિક તપાસમાં પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નહોતું. દરમિયાનમાં વનવિભાગના સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર બન્ને મૃતદેહના પી.એમ. રિપોર્ટમાં પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. માટે હવે એફ.એસ.એલ.ના રિપોર્ટ પર મદાર રાખવામાં આવી રહ્યો છે. મૃત્યુનું રહસ્ય વધુ ઘેરૃ બનતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275339

બચ્ચાં દીપડીના બદલે બિલાડીના નિકળ્યા.

વેરાવળ તા.૨૮
પશુઓ પણ એપ્રિલફુલ બનાવી શકે છે તેમ હજુ તો પહેલી એપ્રિલ આવી નથી ત્યાં વેરાવળ નજીક પંડવા ગામે એક ખેડુતની વાડીમાં બે બચ્ચા જોવા મળતા વનવિભાગને દીપડીના બચ્ચાં છે તેવુ જણાવતા વનવિભાગે ત્યાં દોડી જઇ એક દિવસ સુધી પાંજરામાં રાખ્યા હતા પણ આ બચ્ચાં દીપડીના બદલે બિલાડીના  નિકળ્યા હતા.વનવિભાગના જણાવ્યા અનુસાર બિલાડી અને દીપડીના બચ્ચાં જોવામાં સરખા લાગતા હોય છે તેથી વાડી માલિકના પરિવારની શંકાનુ સમાધાન કરવા માટે જ પાંજરામાં રાખ્યા હતા.
હજુ તો ૧લી એપ્રિલ આવી નથી ત્યાં જ વનવિભાગને એપ્રિલફુલ બનાવાનો વારો આવ્યો હોય તેમ ગઇ કાલે પંડવા ગામે વાડી વિસ્તારમાં રામશી નારણ વાળાની વાડીમાં  દીપડા જેવા લાગતા બે બચ્ચા મળી આવ્યા હતા.
જેના પગલે વેરાવળ વનવિભાગને જાણ કરાતા સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને આ બચ્ચાંને પાંજરામાં રાખવામાં આવ્યા હતા.બાદમાં આ પાંજરા ફરતે એક બિલાડી ચક્કર લગાવતી હતી પરંતુ દીપડી ક્યાંય નજરે ચડી ન હતી. ત્યારે આજરોજ આ બચ્ચાંને બિલાડી ભગાડીને લઇ ગઇ હતી અને આજુબાજુ વનવિભાગે તપાસ કરતા ક્યાંય પણ કોઇ અવશેષ ન જણાતા અંતે આ બચ્ચાં બિલાડીના હોવાનુ સ્પષ્ટ થયું હતું.
ફોરેસ્ટર વિનુભાઇ અપારનાથીના જણાવ્યા અનુસાર અમે ગઇકાલે સ્થળે ગયા બાદ વાડી માલિકને જણાવ્યા છતાં નવી માનતા  તેમની શંકાનુ સમાધાન કરવા માટે આ બચ્ચાંને પાંજરામાં મુક્યા હતા.પરંતુ દીપડી આવી ન હતી અને આજે કોઇ બિલાડી આ બચ્ચાંને લઇને ત્યાંથી નાસી ગઇ હતી.
એક બિલાડી બીજી બિલાડીના બચ્ચાંને મારી નાખે  છે તેથી બચ્ચાં હતા તેની નજીક દરેકમાં તપાસ કરી પણ અવશેષ ન મળતા બચ્ચાંની માતા બિલાડી જ બચ્ચાંને લઇ ગઇ હતી તેવુ સ્પષ્ટ થયુ હતુ. આમ, બચ્ચાં  બિલાડીના નિકળતા વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275318

સુરવા (ગીર)માં દીપડો પાંજરામાંથી બે બકરાનું મારણ કરી ગયો.

તાલાલા (ગીર), તા.૨૮
તાલાલા તાલુકાના સુરવા (ગીર)માં આતંક મચાવતા દીપડાને પકડવા મુકેલ પાંજરામાંથી પણ દીપડો બે બકરા ઉઠાવી જતા છેલ્લા એક વર્ષથી દીપડાનો ભોગ બની રહેલ સુરવા (ગીર) ગામની પ્રજા હતાશ થઈ ગઈ છે.
સુરવા (ગીર)ની સરકારી મંડળીના સદસ્ય છગનભાઈ વેકરીયાના જણાવ્યા પ્રમાણે સુરવા (ગીર)ની હડમતીયા રોડ વિસ્તારની સીમમાં છેલ્લા એક વર્ષથી એ ખુંખાર દીપડો પડાવ નાખીને બેઠો છે. આ દીપડો રાત પડે તુરંત ગામમાં આવી ગામના ખેડૂતોની ૧૨ થી ૧૫ ફુટ ઉંચી દિવાલો ટપી ખેડૂતોના ફળીયામાંથી પશુઓના મારણ કરે છે. આ ખુંખાર દીપડાએ અત્યાર સુધીમાં ગામમાંથી કુલ ૫૦ થી ૬૦ નાના વાછડા-વાછડી અને પાડરૃના મારણ કર્યા છે. આ દીપડાના આતંકથી ગામ લોકો ભયભીત થઈ ગયા છે.
છગનભાઈના જણાવ્યા પ્રમાણે આ દીપડાને પકડવા જંગલખાતા દ્વારા આઠ થી દશ મહીનાથી મારા બગીચાની અંદર જંગલ ખાતાએ પાંજરૃ મુકયુ છે. પાંજરામાં મચ્છીના ટુકડા રાખવામાં આવેલ છે. છતાં દીપડો પાંજરામાં આવતો નથી.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન જંગલખાતાએ પાંજરામાં બે બકરા રાખ્યા હતા. પાંચ દિવસ દરમિયાન બંને બકરાઓને પાંજરામાંથી ઉઠાવી ચાલક દીપડો મારણ કરી ગયો છે. આ દીપડો હવે પાંજરામાંથી પણ મારણ કરવા લાગતા છેલ્લા એક વર્ષથી સુરવા ગીર ગામને બાનમાં લેનાર દીપડો ચપળ અને ચાલક હોય હવે પડડાશે કે કેમ? તેવા સો મણના સવાલ સાથે ગામને આશા છોડી દીધી છે. સુરવા (ગીર) ગામના દીપડાને પકડવા એક વર્ષથી પરસેવો પાડતુ જંગલખાતા સમક્ષ ગામ લોકો ચાલક અને ખુંખાર દીપડાને એક વર્ષમાં કરેલ મારણોની સંપૂર્ણ વિગતો સાથે વન વિભાગની તાલાલા ખાતેની કચેરીએ રજુઆત કરનાર છે. તેમ ગામના ખેડૂત છગનભાઈ એ જણાવ્યું હતું.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275315

ગીરમાં બિરાજતા પાતળેશ્વર મહાદેવનું અસ્તિત્વ જોખમમાં.


ડોળાસા, તા.ર૯ 
સોરઠના ગીર મધ્યે બિરાજતા પાતળેશ્વર મહાદેવ અને મથુરાદાસ બાપુનું નામ શિવભકતો કયારેય વિસરી શકે તેમ નથી પણ જંગલખાતાની અવળચંડાઈના કારણે આ મહાદેવ મંદિર અને મંદિર પરિસરની કાયદેસરની મિલકતનું અસ્તિત્વ મટી જવાના આરે છે.  પાતળેશ્વર મહાદેવ ગીર પંથકના બાબરીયા નેશથી છ કિ.મી. ગીરમાં આવેલું છે. આ મંદિર વર્ષા જૂનું અને શ્રધ્ધાળુઓની સતત અવરજવરથી ધબકતું રહે છે. પણ છેલ્લા બે વર્ષથી જંગલખાતાની મનમાનીના કારણે અહીં પ્રવેશબંધી ફરમાવાતા પાતળેશ્વર મહાદેવના ભકતોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં અહીં પૂજારી તરીકે સેવા પૂજા કરતા ગંગદાસ બાપુને પણ મંદિર પરિસરમાંથી હાંકી કઢાતા શિવ મંદિરમાં સેવા પૂજા પણ બંધ થઈ ગઈ છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવતા ગત સાલથી શ્રાવણ માસ અને શિવરાત્રિ પર્વ નિમિત્તે આઠ દિવસ સેવા પૂજાની છૂટ મળી છે. પણ રાત્રિ રોકાણ પર હજુ પ્રતિબંધ જ છે.
મંદિર પરિસરની માલિકીની ઉપજાવ જમીન હોવા ઉપરાંત માલ મિલકત છે. આ સ્થળેથી હટી જવા જંગલખાતા દ્વારા બળ પ્રયોગ કરાતા સાધુઓ જગ્યા છોડી બાબરીયા ગામે જતા રહ્યાં છે. પરિણામે મંદિરની જગ્યા વેરાન વગડો બની ગઈ છે. મંદિર અને મકાન જર્જરિત અવસ્થામાં ફેરવાઈ જવા પામ્યા છે. મંદિરના પૂજારી ગંગદાસબાપુ અને હરમડીયાના સેવક રાણાભાઈ ચૌહાણે મંદિરને પ્રતિબંધ મુક્ત કરવા માગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275289

Monday, March 28, 2011

અબોલ પશુ પંખી માટે રૃ. ૩૧ હજાર એકત્ર.

તાલાલા,તા,ર૭
તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે ગૌસેવા સમિતિના યુવાનોએ ધુળેટીની અનોખી ઉજવણી કરી હતી અને અબોલ પશુ પંખીઓ માટે રૃ. ૩૧ હજાર એકત્ર કરી  નવો રાહ ચીંધ્યો છે. ગૌસેવા સમિતિના નેજા હેઠળ રાની સવારી કાઢી પશુ પંખીઓના નિભાવ માટે ગોઠ ઉઘરાવવામાં આવી હતી. ગામના યુવાન નરેન્દ્વ રાબડીયાએ રા બની ઉંધા ગધેડા પર બેસી ડુંગળીનો મીંઢોળ બાંધી ગળામાં જુતાનો હાર, ફાટેલા કપડા પહેરી કુરૃપ ધારણ કરી ગૌસેવા અને કબુતરના ચણ માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. ગામની શેરીએ શેરીએ મહિલાઓ દ્વારા ઉત્સાહપૂર્વક વધામણા કરવામાં આવ્યા હતા

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274905

ચિત્રાવડ-સાંગોદ્રા વચ્ચેના પાકો રસ્તો કયારે થશે?

તાલાલા,તા,ર૭
તાલાલા તાલુકાના ચિત્રાવડ અને સાંગોદ્વા ગીર ગામને જોડતો રસ્તો પેવરથી પાકો બનાવવા તથા આ રસ્તા વચ્ચે આવતા નાના મોટા પુલીયાનું કામ કરવા જિલ્લા પંચાયતનની ગ્રાન્ટમાંથી બે વર્ષ પહેલાં સીતેર લાખ મંજુર થયા છે. કામ શરૃ કરવા માટે બન્ને ગામના લોકોએ વારંવાર રજુઆતો કરવા છતાં કામગીરી શરૃ કરવામાં આવી નથી.
આ બાબતે ત્વરીત યોગ્ય કરવા ચિત્રાવડ સહકારી મંડળીના પ્રમુખ નિજારભાઈ સમનાણી અને મંત્રી મદનભાઈ સમનાણીએ જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સમક્ષ રજુઆત કરી છે. ચિત્રાવડ ગીરમાં ઘણાં બાળકો અભ્યાસ માટે જાય છે રસ્તો બિસ્માર હોવાના કારણે બાળકો અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં નદીમાં પુર આવે છે ત્યારે લોકોને લાંબા સમય સુધી વાહનો રોકી રાખવા પડે છે.
 આ સ્થિતિ દર ચોમાસે નિર્માણ થતી હોય રસ્તાની કામગીરી તુરત શરૃ કરવામાં આવે તેવી માગણી અંતમાં કરવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274899

સિંહણોનાં મોતે વન ખાતાની પોલ ખોલી.

Monday, March 28 
- નિયમિત ફેરણ ન થતાં હોવાનું ખુલ્યું
- વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોવાનું ઉપસતું ચિત્ર
ખાંભા નજીક કંટાળા ગામની સીમમા બે દિવસમાં બે સિંહણનાં મોતની ઘટના પાછળ જંગલખાતાનાં કર્મચારીઓની ઘોર બિનકાળજી સાને બહાર આવી છે. નિયમિત ફેરણુ કરવાની જવાબદારી હોવા છતાં કામચોર કર્મચારીઓ ઘરે પડ્યા રહેતા હોય સિંહણનાં મોતથી અજાણ હતા. હપ્તાખોરી અને પૈસા ઉઘરાવવા સતત વ્યસ્ત રહેતો જંગલખાતાનો સ્ટાફ વન્યપ્રાણીઓનાં રક્ષણ માં સરેયામ નિષ્ફળ જઈ રહ્યો છે. આગલા દિવસે ખુદ અધિકારીઓ જે સ્થળે હાજર હતા ત્યાથી જ બીજા દિવસે બીજી સિંહણનો મૃતદેહ મળે તે વાત જ તંત્ર કેટલુ નભિંરતાથી કામ કરી રહ્યું છે. તે સાબિત થઈ ગયું છે.
ગીર જંગલનાં રક્ષણ માટે મસમોટો સ્ટાફ ફરી રહ્યો છે. ફોરેસ્ટર-બિટગાર્ડ સહિતનો સ્ટાફ જંગલમાં ખુણેખુણાનું ધ્યાન રાખી રહ્યો હોવાનો દાવો કરાય છે. દર બુધવારે આ સ્ટાફ દ્વારા સિંહ-સિંહણોનું લોકેશન પણ મેળવાય છે. જો ક્યાંય સિંહ-સિંહણ માંદા જણાય તો તુરત ઉપરી અધિકારીઓને જાણ કરી તેની સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે.
કંટાળામાં એક સાથે બે સિંહણનાં મોતની ઘટના ફેરણું કરતા સ્ટાફનાં ધ્યાનમાં કેમ ન આવી ? તે સવાલનો જવાબ ખુદ વનતંત્ર પાસે નથી. હકીકતમાં વનખાતાનો સ્ટાફ નિયમીત ફેરણું કરવા જતો જ નથી. અમુક કર્મચારીઓનો ખેડૂતો કે ગામલોકો સિંહોનું લોકેશન પૂછી લઈ તેનું પત્રક બનાવી ઉપર મોકલી દે છે. અહિં બે સિંહણની હાજરી હતી. ત્યારે છેલ્લે તંત્રનાં ચોપડે બંનેનું લોકેશન ક્યાં બોલતુ હતુ તે પણ તપાસનો વિષય છે.
જંગલ ખાતાનાં અમુક પેધી ગયેલા કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં જ વ્યસ્ત રહે છે. પ્રતિબંધીત વિસ્તારમાં માલઢોર ચરાવતા માલધણીઓ પાસેથી હપ્તા લેવા કે મફતમાં દૂધ-છાશ-ઘી લેવા. રિયમલીંગ કરતા ઝડપાયેલા લોકો પાસેથી તોડ કરવો. મારણ કે બાંધકામ જેવા કિસ્સામાંથી મલાઈ તારવવામા જ વ્યસ્ત રહે છે. વન્યપ્રણીનું મોત થાય કે માંદા પડે ત્યારે આમ જનતા જાણ કરે ત્યારે જ તેમને ખબર પડે છે. આવા પેધી ગયેલા કર્મચારી જાત નિરીક્ષણ માટે ભાગ્યે જ પરસેવો પાડે છે. ઉપરી અધિકારીઓ પણ આવા કર્મચારીઓને પગલા નહી લઈ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
રહસ્યમય ઘટનાનો ભેદ છુપાવવા તંત્રના હવાતિયા : પત્રકારોને પણ અટકાવ્યા –
કંટાળામાં બીજા દિવસે બીજી સિંહણનાં મોતની ઘટનાની જાણ થતા અહિં દોડી ગયેલા પત્રકારો ઘટનાને પૂરેપૂરી જાણકારી ન મળે તે માટે વન કર્મચારીઓએ પત્રકારોને અટકાવ્યા હતા. આ કરતા ચા કરતા કીટલી ગરમનાં ન્યાયે બે કર્મચારીઓ તો રીતસર માથાકૂટ પર ઉતરી આવ્યા હતા. આખરે ઉપરી અધિકારીઓની દરમિયાનગીરી બાદ પત્રકારો ઘટના સ્થળે પહોંચી શક્યા હતા. ઘટના પાછળ તંત્રનો ક્યાંય દોષ ન હોય તો શા માટે પારદર્શક રીતે માહિતી જાહેર કરાતા નથી તેવો સવાલ સ્થાનિક પત્રકારોએ ઉઠાવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-death-open-forest-department-mismanagement-1969550.html

ખાંભા નજીક બીજે દિવસે પણ સિંહણનો મૃતદેહ મળ્યો.


Monday, March 28
- ભેદી સંજોગોમાં બે-બે સિંહણનાં મોતથી રહસ્યના તાણાવાણા
ગિર પૂર્વમાં વન્ય પ્રાણીઓની જાણે માઠી બેઠી છે. ખાંભાના કંટાળા ગામની સીમમાંથી ગઇકાલે એક યુખ્ત સિંહણનો મૃતદેહ મળ્યા બાદ આ જ સ્થળથી થોડે દૂર ચેકડેમના પાણીમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બન્નેમાંથી એકપણ સિંહણના મૃત્યુનું ચોક્કસ કારણ મળી ન શકતા તેના શરીરના જરૂરી નમૂનાઓ પ્úથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. ભેદી સંજોગોમાં બન્ને સિંહણના મોતે અનેક શંકા-કુશંકા જન્માવી છે.
જાણે ફરી એકવાર ગીરપૂર્વ જંગલમાં સાવજોની માઠી બેઠી છે. બે દિવસમાં બે સિંહણના મોતે વનતંત્રને દોડતું કરી દીધું છે. ખાંભા તાલુકાના કંટાળા ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતા વનતંત્ર ઊંધામાથે થયું છે. ગઇકાલે માલણ નદીના કાંઠેથી નવ વર્ષની ઉંમરનો સિંહણનો મૃતદેહ મળ્યા બાદ આજે તેનાથી માત્ર ૨૦૦ મીટર દૂર માલણ નદીના ચેકડેમના પાણીમાં સિંહણનો મૃતદેહ તરતો હોવાની બાતમી મળતા જંગલ ખાતાના અધિકારીઓ જંગી કાફલા સાથે અહીં દોડી ગયા હતા.
અહીં આશરે સાત વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ પાણીમાં તરતો હતો. જંગલખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંહણના મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જણાયા ન હતા. ઉપરાંત તેના તમામ નખ પણ ...... હતા. આ સિંહણનો મૃતદેહ ખૂબ જ ફૂલી ગયો હોય, બે ત્રણ દિવસ પહેલાં તેનું મોત થયું હોવાનું મનાઇ રહ્યું છે.
ધારીમાં વેટરનરી ડોક્ટરની જગ્યા ખાલી હોય, પોસ્ટમોર્ટમ માટે સાસણથી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. આ સિંહણના મોતનું કારણ સ્પષ્ટ થઇ ન શકતા તેના શરીરના જરૂરી નમૂના લઇ પ્રુથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. બે-બે સિંહણનો ભેદી સંજોગોમાં મોત વનતંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા છે. ઘટનાને પગલે ડીએફઓ રાજા પણ કંટાળા દોડી ગયા હતા. આ બન્ને સિંહણની કઇ રીતે હત્યા થઇ છે કે કેમ? તે તપાસ માગતો વિષય બન્યો છે.
બન્ને સિંહણનાં મોતનું કારણ અસ્પષ્ટ -
કંટાળાની સીમમાંથી મૃત હાલતમાં મળેલી બન્ને સિંહણો કઇ રીતે મૃત્યુ પામી તે પોસ્ટમોર્ટમ બાદ પણ નક્કી થઇ શકતું ન હતું. ડીએફઓ મનીશ્વર રાજાએ જણાવ્યું હતું કે, વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ બન્નેના મોતનું કારણ સ્પષ્ટ થશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-dead-body-got-near-khambha-of-second-day-1968107.html

કરમદડી જંગલ આઠમી વાર દવની લપેટમાં

Monday, March 28
- ટૂંકા ગાળામાં દવની આઠ ઘટનાઓએ શંકા ઉભી કરી
- પ્રેટ્રોલીંગ ન થતું હોવાની ફરીયાદ
ઉનાળાના પ્રારંભ સાથે જ ગીરજંગલ અને ગીરકાંઠાનાં વિસ્તારમાં દવની ઘટનાઓ શંકાસ્પદ રીતે વધવા પામી છે થોડા દિવસોનાં સમયગાળામાં જ જુદા જુદા આઠ સ્થળે દવ લાગ્યાની ઘટના બની છે. તેમાં પણ એકલા કરમદડી રાઉન્ડમાં જ ચાર દિવસમાં ચાર વખત દવ લાગતા અનેક ચર્ચા ઉઠી છે. દવની ઘટનાનાં આ સીલસીલની ઉંડી તપાસ થવી જોઈએ તેવું પ્રકૃતિ પ્રેમીઓ માંની રહ્યાં છે.
ગીર જંગલમાં દવની ઘટનાઓ આમ તો દર વર્ષે બને છે. પરંતુ અસાધારણ રીતે આવી ઘટનાઓ વધી પડે તેવું ભાગ્યે જ બને છે. વળી અનેક શંકાઓ પણ જન્માવે છે. ગીરપૂર્વ વનવિભાગ હેઠળનાં વિસ્તારમાં ખૂબ જ ટૂંકા ગાળામાં દવની આઠ ઘટના નોંધાતા જંગલ ખાતાનો સ્ટાફ પણ દોડતો થઈ ગયો છે. ભૂતકાળમાં ઘાસચારો બારોબાર પગ કરી જતો હોય તે કૌભાંડને ઢાંકવા દવની ઘટનાઓ ઉભી કરાયાનાં આક્ષેપ થયા હતા. રોપાઓનાં ઉછેરમાં કૌભાંડને છૂપાવવા પ્લાન્ટેશનમાં આગની ઘટનાઓ ઉભી કરાયાનાં આક્ષેપો પણ થયા હતા. ત્યારે હવે ફરી દવની ઘટનાઓ વધી પડતા લોકોમાં અનેક ચર્ચા જાગી છે.શિયાળો ઉતરતા ગીરમાં ઘાસ સુકાવા લાગે છે. ઝાડ-વેલાનાં સુકા પાદડાઓથી પણ જંગલ ઉભરાવા લાગે છે. ઊનાળાનાં પ્રારંભના સમયમાં દર વર્ષે દવની ઘટના બને છે.
ગીર પૂર્વમાં થોડા સમય અગાઉ તુલશીશ્યામ રેંજમાં બોરાણા નજીક દવ લાગતા આઠ હેકટર વિસ્તારમાં ઝાડ પાન બળી ગયા હતા. ત્યાર બાદ લાયાળા વિસ્તારમાં પંદર દિવસ પહેલા નાનુડી નજીક-ડુંગરમાં દવ લાગ્યો હતો. ખાનગી વીડીમાં લાગેલા આ દવે ઘણા વિસ્તારને તેની ઝપટમાં લીધો હતો. આ દવ તેની મેળે જ ઠરી ગયો હતો.હડાળા રેન્જમાં વાંકાજાબું જંગલમાં જંગલખાતાનો સ્ટાફ ફાયર કરતો હતો ત્યારે દવ લાગતા પાંચેક હેકટર વિસ્તારમાં ઘાસ બળી ગયું હતું. જ્યારે દલખાણીયા રેન્જમાં સુયાપુર વીડીમાં રોપાઓ વાવેલા હતા ત્યાં ભેદી સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. વનખાતાનાં સુત્રોએ વજિતારમાંથી તણખા ઝરતા આગ લાગ્યાનો લૂલો બચાવ કર્યો હતો. પાછલા ચાર દિવસથી દલખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં તો દવની હારમાળા સર્જાઈ છે.
ગૂરૂવારે અહી સવારે અને સાંજે એમ બે વખત દવની ઘટના બની હતી. જેમાં બાર હેકટર જંગલ નાશ પામ્યું હતું. શુક્રવારે ફરી દવની ઘટના બની હતી. મજુરોએ અહિં જો કે તુરંત દવને કાબુમાં લીધો હતો. આમ છતાં ત્રણેક હેકટર જંગલ બળી ગયું હતું. રવિવારે ચોથી વખત દવ લાગતા ખાતાનો જંગી કાફલો દવને કાબુમાં લેવા સવારથી કામે લાગ્યો હતો. ગામનાં સરપંચ લાલાભાઈ પાટડીયાએ ગામનાં ૨૫ જેટલા યુવાનોને વનતંત્રની મદદે મોકલ્યા હતા. રવિવાર સાંજ સુધી આ દવ કાબુમાં આવ્યો ન હતો. જંગલનાં દરેક વિસ્તારમાં સ્ટાફ નિયમિત પેટ્રોલીંગ કરવાનો નિયમ છે. આમ છતાં ટૂંકાગાળાનાં દવની આઠ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
અધિકારીઓને અજાણ રખાતા ખૂલાસો પૂછાયો –
અડાણા રેન્જમાં વાંકા જાંબૂ વિસ્તારમાં વનખાતાનો સ્ટાફ ફાયર કરતો હતો. ત્યારે દવ લાગતા જતા અહીં ઘાસચારો અને ઝાડપાન બળી ગયા હતા. પાંચ હેકટર જંગલ નાશ થવા પામ્યો હોવા છતાં નીચેનાં સ્ટાફ દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરાઈ ન હતી. ડી.એફ.ઓ. દ્વારા આ અંગે નીચેના સ્ટાફનો ખૂલાસો પૂછવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-8th-time-fire-in-forest-in-karamadadi-forest-1969542.html

Sunday, March 27, 2011

ખાંભાના ભાડમાં વીજશોક લાગવાથી બે મોરનાં મોત.

Sunday, March 27
ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં વીજળીના તારમાં અચાનક શોટસિર્કટ થતાં બે મોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વીજશોકથી બન્ને મોરના મૃતદેહ પણ બળી ગયા હતા. અહીં આગલા દિવસે પણ એક મોરનું મૃત્યુ થયાનું કહેવાય છે. વનતંત્રનો નિંભર સ્ટાફ અહીં કલાકો પછી દેખાયો હતો.
ગીર પૂર્વની તુલશીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના ભાડગામની સીમમાં આ ઘટના બની હતી. અહીં શનિવારે વીજ કંપનીના થાંભલા પર બે મોર બેસવા જતા હતા ત્યારે અચાનક જ બે તાર એકઠા થતાં બન્ને મોરને વીજશોક લાગ્યો હતો.
અહીં બન્ને મોરને વીજળીના એટલા જોરદાર આંચકા લાગ્યા હતા કે પલવારમાં જ મોતને ભેંટયા હતા. એટલું જ નહીં બન્નેના મૃતદેહ પણ તદ્દન બળી ગયા હતા. માત્ર થોડા અવશેષો નીચે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પ્રકૃત્તિ પ્રેમીઓ દ્વારા વનવિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ કલાકો બાદ બીટગાર્ડ અહીં પહોંચ્યા હતા. બાદમાં વેટરનરી ડોક્ટરોને અહીં બોલાવાયા હતા.
જો કે વનતંત્રને મોરના મૃતદેહને બદલે માત્ર અવશેષો જ મળ્યા હતા. તંત્ર દ્વારા અહીં દાખવાયેલી નિષ્કાળજી સામે રોષે ભરાયેલા પ્રકૃતિપ્રેમીઓએ વનમંત્રી સુધી રજુઆત પણ કરી હતી. એવું પણ કહેવાય છે કે, ગઈકાલે પણ અહીં આજ રીતે એક મોરનું મોત થયું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-peacock-dies-in-elec-1965520.html

દલખાણીયા રેન્જમાં ૪૮ કલાકમાં ત્રીજી વખત દવ લાગ્યો.

Sunday, March 27
- વનતંત્રનાં મજૂરોએ લાંબી મથામણે આગ પર કાબુ મેળવ્યો
ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં ૪૮ કલાકમાં ત્રીજી વખત દવ લાગ્યો હતો. ગઇ કાલે લાગેલા આ દવમાં અઢી હેકટર ઘાસ બળીને રાખ થઇ ગયું હતું. જંગલખાતું સતત બની આવી ઘટના માજ્ઞે વિઘ્નસંતોષીઓ પર દોષનો ટોપલો વોળી રહ્યું છે.
દવની આ ઘટના દલખાણયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં બની હતી. અહીં અચાનક પારેવડા વિસ્તારમાં દવ ફાટી નિકળ્યો હતો. જો કે દવ આગળ વધી વધુને વધુ વિસ્તારને ઝપેટમાં લે તે પહેલા વન તંત્રનાં મજૂરોએ તેના પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ પ્રતીબંધીત વિસ્તારમાં દવની આ ઘટનાએ અનેક શંકા ઉભી કરી છે.કરમદડી રાઉન્ડમાં આગલા દિવસે એટલે કે, ગુરૂવારે પણ દવની બે ઘટના બની હતી. સવારે અને સાંજે બનેલી બે અલગ-અલગ ઘટનામાં ૧૨ હેકટરથી વધુ વિસ્તારમાં ઘાસનો જથ્થો બળી ગયો હતો.
આમ માત્ર ૪૮ કલાકના ગાળામાં દવની ત્રીજી ઘટનાએ છેવટે વન તંત્રને દોડતું કરી મુકર્યું છે. વન તંત્રનાં કર્મચારીઓ અંદરખાને આવી ઘટનાઓ માટે વિઘ્નસંતોષીઓને જવાબદાર ગણી રહ્યા છે.
દોષનો ટોપલો અસામાજીક તત્વોને માથે ઢોળાવાના બદલે જો વનખાતાનો સ્ટાફ નિયમિત પેટ્રોલીંગ કરે તો ચોકકસ પણે આવા બનાવો અટકી શકે તેમ છે પરંતુ ઉપરી અધિકારીઓ પણ ઢીલું વલણ અપનાવતા હોય કર્મચારીઓની કામચોરીનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-third-time-fire-in-forest-in-48-hour-in-dalkhania-renge-1965547.html

વન વિભાગને મોબાઈલવાનની સુવિધા: ખાસ ટીમની રચના.

  Sunday, March 27
- સંરક્ષણ, નિરિક્ષણ અને રંજાડ નિવારણની કામગીરી કરશે
ગીર જંગલ બોર્ડરનાં ગામોમાં વન્યપ્રાણીઓનાં વધતા હુમલાઓનાં બનાવને પગલે વન વિભાગને મોબાઈલ વાનની સુવિધા આપી ખાસ ટીમની રચના કરાઈ છે. આ ટીમ વન્યપ્રાણી સંરક્ષણ, નિરીક્ષણ અને રંજાડ નિવારણ અંગેની કામગીરી કરશે.
છેલ્લા કેટલાંક સમયથી ગીર જંગલનાં સરહદીય ગામોમાં માનવ અને વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે વન્યપ્રાણીઓ દ્વારા કરવામાં આવતા મારણ અને તેની હેલ્થની મોનીટરિંગની કામગીરી માટે એક ખાસ ટીમની રચના કરાઈ છે. આ મોબાઈલવાન ટીમનો ગત તા.૨૫નાં મુખ્યવનસંરક્ષક જુનાગઢનાં હસ્તે પ્રારંભ કરાયો છે.
આ ટીમ જંગલ વિસ્તાર અને તેની બાજુનાં રેવન્યું ગામોમાં ક્રમવાર મુલાકાત લઈ વન્યપ્રાણી મીત્ર, સરપંચ અને આગેવાનોેને મળી ગામમાં આવતા વન્યપ્રાણીઓ વિષે જાણકારી મેળવશે. તેમજ જો વન્યપ્રાણી દ્વારા રંજાડની રજુઆત આવશે તો તેની નોંધ કરી તે દુર કરવાની કામગીરી માટે રિપોર્ટ કરશે. આ ઉપરાંત વન્યપ્રાણી બિમાર હશે તો તેની સારવારની કાર્યવાહી કરશે.
આ ટીમ એક રજીસ્ટર રાખશે જેમાં મુલાકાતની તારીખ, રાઉન્ડ, બીટ, ગામનું નામ પદાધિકારી આગેવાનનું નામ, તેનો હોદ્દો, ફોન નંબર, રજુઆતની વિગત,સહીતની તમામ માહિતીઓની વિસ્તૃત નોંધ કરાશે. આ મોબાઈલવાનમાં એક બોલેરો કેમ્પર, બે ફોરેસ્ટર, એક ફોરેસ્ટગાર્ડ, બે ટ્રેકર્સ રહેશે.
ગામમાં વન્યપ્રાણીઓ શા કારણે આવે છે ?
અગાઉ વન્યપ્રાણીઓ ખાસ કરીને સિંહ અને દિપડા ગામમાં આવતા ન હતા પરંતુ હવે આવવાનાં શરૂ થયા હોય તે શા માટે આવે છે અને તેના કારણોમાં પાણીની વ્યવસ્થાનો અભાવ કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ કરશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-mobile-van-service-given-to-forest-department-1965561.html

ખાંભાના કંટાળા નજીકથી સિંહણનો મૃતદેહ મળ્યો.

ખાંભા/અમરેલી તા.ર૬
ખાંભાના ગીર કાંઠાના કંટાળા ગામ નજીક માલણ નદી ઉપર આવેલા ડેમના પાળા નજીકથી પુખ્ત ઉમરની સિંહણનો મૃતદેહ મળી આવતા જંગલખાતામાં દોડધામ મચી
ગઈ હતી. સિંહણના મૃતદેહના પી.એમ. માટે સાસણથી ડોકટર બોલા વવામાં આવ્યા હતા.
ડી.એફ. ઓ. મુનિશ્વર રાજાએ આ અંગે જણાવ્યું હતું કે, માલણ નદીના કાંઠેથી નવ વર્ષની એક સિંહણનો મૃતદેહ મળી આવતા ડોકટરોની ટીમ મોકલવામાં આવી હતી. ડોકટરના જણાવ્યા મુજબ સિંહણનું મોત વધારે પાણી પી જવાથી થયું હતું. જંગલ વિસ્તારમાં અવારનવાર જંગલી પશુઓના અકુદરતી મોત થતા હોઈ જંગલ ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ જંગલ અને વન્યપ્રાણી સંપદાના રક્ષણ માટે નિયમિત ફરેણા કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.
source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274745

કેસરના પાકમાં નૂકસાનીનો વૈજ્ઞાનિકોનો સત્તાવાર સ્વિકાર.

જૂનાગઢ, તા.૨૫
પ્રતિકૂળ વાતાવરણના કારણે કેસર કેરીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નૂકશાની પહોંચી હોવાની બાબતને જૂનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો દ્વારા પણ સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ ખરણ અટકાવવા પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરાયો છે. કેસર કેરીના પાકના નિરીક્ષણ માટે કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો દ્વારા મેંદરડા પંથકમાં બગીચઓની મૂલાકાત પણ લેવામાં આવી હતી. જેના આધારે કૃષિ. યુનિ.એ જણાવ્યું છે કે, એક તો મોડો મોર આવતા તથા વધુ પ્રમાણમાં મોર આવતા તેમજ મોર ફૂટવાના સમયે તાપમાનના અસામાન્ય ફેરફારોને કારણે ફલીનીકરણનું પ્રમાણ ઓછું થયું છે. આ વર્ષે અંદાઝે ર૦ થી રપ ટકા જેટલુ નૂકશાન થયેલું ગણી શકાય તેમ છે. વધારે ગરમીથી થતું ખરણ અટકાવવા આંબાવાડીયામાં પાણી આપવા તેમજ પ્લેનોફીક્સ પ મી.લી. અને યુરીયા ર૦૦ ગ્રામ/૧૦ લી. પાણીમાં ઓગાળીને છંટકાવ કરવા બાગાયતકારોને અપીલ કરવામાં આવી છે. તેમજ આંબાના ઝાડ દીઠ બે કિગ્રા એમોનીયમ સલ્ફેટ આપી પાણી આપવાની ભલામણ કરાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274685

વન્યપ્રાણીઓ અને માનવી વચ્ચેનું ઘર્ષણ ટાળવા ખાસ ટીમની રચના

જૂનાગઢ, તા.ર૬:
વન્યપ્રાણીઓ અને માનવી વચ્ચેના વધી રહેલા ઘર્ષણના બનાવોને લઈને વનવિભાગ સક્રિય બન્યું છે. તથા ખાસ એક મોબાઈલ વાન સાથેની ટીમની રચના કરવામાં આવી છે. જંગલની બહાર નિકળી રહેલા વન્યપ્રાણીઓ અંગે પાયાના કારણો શોધીને આવા બનાવો અટકાવવા માટે આ ટીમ કાર્યરત રહેશે. તથા ગિર જંગલની બોર્ડર વિસ્તારના તમામ ગામડઓની મૂલાકાત લઈને ઉંડાણ પૂર્વકની જાણકારી મેળવશે. સિંહ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓ જંગલની બહાર નિકળીને પશુઓનું મારણ કરી રહ્યા છે. તેમજ છેલ્લા થોડા સમયથી માનવી સાથેના ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. પરિણામે વનવિભાગ દ્વારા આવા બનાવો નિવારવા માટે મોબાઈલ વાન સાથેની ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ વન્યપ્રાણીઓ દ્વારા જંગલની બહારના વિસ્તારમાં કરવામાં આવતા મારણ અને હેલ્થના મોનીટરીંગની કામગીરી કરશે. ગિરનાર સરહદિય વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આ ટીમ ક્રમશઃ સામેથી જઈને મૂલાકાત લેશે.તથા આગેવાનોને મળી અહી કાયમી આંટાફેરા મારતા વન્યપ્રાણીઓ વિશેની વિગતો મેળવશે.
વન્યપ્રાણીઓ દ્વારા થતા રંજાડની ફરિયાદો પણ આ ટીમ એકત્ર કરશે. તેમજ તેની નોંધ કરીને તેને દૂર કરવા રિપોર્ટ કરશે. ગામમાં કાયમી આંટાફેરા મારતા વન્યપ્રાણીઓની જાણકારી મેળવશે. મુખ્ય વન સંરક્ષક દ્વારા આ વાનનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા ટીમ દ્વારા કામગીરી શરૃ પણ કરી દેવામાં આવી છે.
 કોઈ વિસ્તારમાં મારણ થયું હોય તો આ ટીમ ત્યાં પહોંચી જઈને મારણનું નિરિક્ષણ કરશે. તથા મારણ કરનાર વન્યપ્રાણીઓનું મોનીટરીંગ કરશે. વન્યપ્રાણીઓ અને માનવીઓ વચ્ચેનું વધેલુ ઘર્ષણ નિવારવા માટે આ ટીમ કાર્યરત રહેશે.
ટીમ દ્વારા ખાસ રજીસ્ટર નિભાવવામાં આવશે
જૂનાગઢઃ મોબાઈલ વાન સાથેની આ ટીમ દ્વારા મૂલાકાત અંગેનું ખાસ રજીસ્ટર નિભાવવામાં આવશે. જેમાં મુલાકાતની તારીખ, રેન્જ, રાઉન્ડ, બીટ, ગામનું નામ, મૂલાકાત લીધેલ પદાધિકારી/આગેવાનનું નામ અને હોદ્દો, ફોન નંબર, રજૂઆતની વિગત, મારણની વિગત, વન્યપ્રાણી અંગેના અવલોકનની વિગત, વન્યપ્રાણીઓ દ્વારા કરાતા રંજાડની વિગત, અગાઉ કોઈ માનવી સાથે ઘર્ષણનો બનાવ બન્યો હોય તો તેની વિગત વગેરેની વિસ્તૃત નોંધ કરવામાં આવશે. તથા એક પ્રકારનો ડેટા ઉભો કરવામાં આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274681

Saturday, March 26, 2011

ગીરમાં બે ગામની વચ્ચે સાવજોએ કરેલાં મારણ.

Saturday, March 26
- ભોજદે અને નાની મોણપરીમાં સાવજોનો આતંક
- બળદને પણ ઘાયલ કરી દીધો : વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ
ગીરમાં માનવ વસ્તીમાં ઘૂસી જઇ સાવજો તથા અન્ય જંગલી પશુઓ દ્વારા શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે. શુક્રવારે એક જ દિવસમાં ગીરના બે ગામમાં અંદર સુધી ઘૂસી જઇ સાવજોએ હુમલા કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વિસાવદર તાલુકાનાં નાની મોણપરીમાં ગામની વચ્ચે જ સિંહે વાછરડાનું મારણ કરતાં અને એક બળદને ઘાયલ કરી દેતાં ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો. વન્ય પ્રાણીઓની અવર-જવરને રોકવામાં વન વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફેલાયો છે.
આ બનાવની મળતી વિગત મુજબ વિસાવદરથી ૧૫ કિ.મી.ના અંતરે નાની મોણપરી ગામમાં ગત રાત્રીનાં સિંહે આવી ચઢી બળદ ઉપર હુમલો કરતાં બળદનાં ભાંભરડાથી ખીમાભાઈ જાગી ગયા હતા. અને તેઓએ ઘરની બહાર શેરીમાં બાંધેલા બળદને સિંહ બટકાં ભરી રહ્યાંનું દ્રશ્ય નિહાળતાં ગભરાઇ ગયા હતા. દરમિયાન બે પાડોશી પણ આવી જતાં હાકલા-પડકારા કરી સિંહને ભગાડી દીધો હતો.
જો કે, આ સિંહે ત્યારબાદ નદીનાં સામેનાં વિસ્તારમાં એક ભરવાડનાં મકાનના ફિળયામાં ત્રાટકી વાછરડાનો શિકાર કરી તેને બાજુનાં ખેતરમાં ઢસડીને લઇ ગયો હતો. દરમિયાન માલઢોરનાં ભાંભરડાથી ભરવાડ પરિવાર જાગી જતાં અને હોહા દેકારો કરી મુક્તાં સિંહ ત્યાંથી પણ ભાગી ગયો હતો. ગત રાત્રીનાં આ બનાવથી લોકોમાં ભયની લાગણી છવાઇ જવા પામી હતી. છેલ્લાં ઘણાં સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવર-જવર અને હુમલાનાં બનાવ વધવા પામ્યા છે. ત્યારે તેને રોકવામાં વન વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ભોજદેમાં બે સાવજોએ વાછરડાનું મારણ કર્યું –
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામે ગુરૂવારે રાત્રે બે વનરાજો ત્રાટક્યા હતા. પીવાનું પાણી અને ખોરાકની શોધમાં બે સિંહોએ ગામમાં આવી ચઢી વાછરડાનું મારણ કર્યું હતું. ગામની બજારમાં રહેતા સુમારભાઈ આબાભાઈના વાછરડાનો વનરાજાએ શિકાર કરી નિરાંતે તેનું મારણ કરી વહેલી સવારે જંગલ તરફ ચાલ્યા ગયા હતા. ગીરનાં જંગલમાં ઉનાળાનાં કપરા દિવસોમાં પીવાનું પાણી અને ખોરાક વગર ટળવળતા વનરાજો માનવ વસતી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
ત્યારે ઉનાળાની મૌસમ જેમ જેમ આગળ વધશે તેમ ભારે ગરમીથી બચવા હિંસક પ્રાણીઓની અવર-જવર ગામોમાં વધવાની સંભાવના છે. ગીરનાં બોર્ડર ઉપરનાં ગામોમાં જંગલી જાનવરોનાં હુમલા વધશે તેવી ભીતી તાલાલા પંથકની ગ્રામ્ય પ્રજા વ્યક્ત કરી રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-hunting-between-girs-two-village-1962536.html

વન્ય પ્રાણીના વધતા હુમલાથી લોકોમાં ભય.

Saturday, March 26
- પાંચ દિવસમાં માનવી પર હુમલાના બે અને મારણના પાંચ બનાવો બન્યા
સોરઠ પંથકમાં ગીરનું જંગલ વધુ ગાઢ બન્યું છે. સાવજોની વસ્તી પણ વધી છે. માલધારીઓનાં નેસડાની સંખ્યા ઘટી છે. ત્યારે સાવજોનાં માનવ વસ્તી તરફ પ્રયાણનાં બનાવોમાં વધારો થયા છે. છેલ્લા પાંચ દિવસોમાં મારણનાં પાંચ અને માનવી પર હુમલાનાં બે બનાવો બનતાં લોકોમાં ભય ફેલાયો છે.
જૂનાગઢ જિલ્લામાં ગત સોમવારથી લઇને શુક્રવાર સુધીમાં વન્ય પ્રાણીઓની રંજાડનાં સાત બનાવો નોંધાયા છે. જેમાં મોરૂકાની મહિલાને સિંહે ફાડી ખાધાનાં અને જામકા ગામે દીપડાએ ૩ વ્યક્તિને બચકાં ભર્યાનાં બનાવનો સમાવેશ થાય છે. જ્યારે મારણનાં પાંચ બનાવોમાં સુરવા ગામે દીપડા દ્વારા પાડીનું મારણ, ઊનાનાં ગુંદાળામાં સિંહ પરિવારે ગાયનું કરેલું મારણ, મેંદપરાની સીમમાં સિંહ દ્વારા ભેંસનું મારણ, વીસાવદરનાં મોણપરીમાં ભર બજારે સિંહે વાછડાનું કરેલું મારણ અને ભોજદે ગામમાં બે સાવજોએ કરેલા વાછડાનાં મારણનો સમાવેશ થાય છે. પાંચ જ દિવસમાં બનેલા આ બનાવોને પગલે લોકોમાં ભારે ભયનું સામ્રાજ્ય ફેલાયું છે.
આ અંગે વનવિભાગને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને લોકો દ્વારા રજૂઆતો કરાઇ છે. તાલાલા પંથકનાં ખેડૂતો આ મામલે આંદોલનનાં મૂડમાં આવી ગયા છે. દરમ્યાન વીસાવદરનાં મોણીયા સ્થિત બેરોદગાર નિવારણ દુરાચાર નાબુદી ચળવળ સંગઠને રાજ્યપાલને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, એક તરફ હરણ, નીલગાય, રોઝ, વગેરે ખેતીનાં પાકને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોની હાલત દયનીય છે. વન્ય પ્રાણી ખેડૂતનાં ખેતરોમાં અગમ્ય કારણોસર મૃત્યુ પામે તો ખેડૂતો પર અમાનુષી અત્યાચાર કરાય છે.
બીજી તરફ સિંહ કે દીપડા ખેડૂતોનાં ફિળયા કે ઘરમાં ઘુસીને માણસને મારી નાંખે. લોકશાહીમાં પણ ખેડૂતો થરથર કાંપી રહ્યા છે. ખેડૂતોની માંગણી સત્વરે ધ્યાને નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ અપાઇ છે.
દીપડાની વસ્તી નિયંત્રિત કરવા માંગ –
તાલાલા તાલુકા કિસાન સંઘનાં પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ જણાવ્યું છે કે, છેલ્લા ૩ વર્ષ દરમ્યાન દીપડાની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની વસ્તી હજુયે વધી રહી છે. જો તેના પર સમયસર નિયંત્રણ કરવામાં નહીં આવે તો આવતા પાંચ વર્ષમાં ગીરની બોર્ડર પર આવેલા ગામડાં અને શેરીઓમાં કૂતરાને બદલે દીપડાઓ જોવા મળશે.
ફેનિં્સગ યોજનાના નિયમો ફેરવો –
બિલખાનાં એકલવ્ય ખેડૂતો સેવા સંઘનાં હરિભાઇ મોવલીયાએ જણાવ્યું છે કે, જંગલ વિભાગની ફેન્સીંગ યોજના છે. તેનાં નિતી નિયમોમાં ફેરફાર જરૂરી છે. ખેડૂતો ઇચ્છે છે કે, જે થાંભલી ૧૦ ફૂટનાં અંતરે નાંખવાની છે. તેમાં ૨૦ ફૂટ માપ રાખવું. અને ૯ તારની જોડવામાં ખેડૂતની જરૂરિયાત મુજબની રાખવી. સબસીડીમાં પણ ૫૦ ને બદલે ૭૦ ટકા અપાય તો ખેડૂતો તે અપનાવી શકે.
વેરાવળ તાલુકામાં રાની પ્રાણીનો ત્રાસ રોકો –
વેરાવળ તાલુકામાં હિરણ નદી આસપાસનાં ગામોમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ વધી ગયો છે. અવાર નવાર જંગલી પ્રાણીઓ હુમલા કરતા હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ છવાઇ ગયું છે.વેરાવળ તાલુકાના મંડોર, ભેરાળા, અવની, ઇશ્વરીયા સહિત હિરણ નદી વિસ્તારમાં ગામોમાં જંગલી પ્રાણીઓ દ્રારા થતા હુમલાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે. આ વિસ્તારના ગામોનાં મોટા ભાગનાં લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી ખેતરોમાં પિયત માટે રાતવાસો પણ કરવો પડે છે. જેથી તેઓના જાનનું જોખમ રહેતું હોવાથી વેરાવળ તાલુકા પંચાયત સભ્ય કરશનભાઇ બારડે તાલાલા ધારાસભ્ય તથા જંગલ ખાતાને આ પ્રાણીઓને પકડવા રજુઆત કરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-fear-of-people-for-wild-animal-attack-1962523.html?HT1=

ખાંભામાં છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ ગાયોનાં મોત.

ખાંભા, તા. ર૫:
ખાંભામાં રસ્તાઓ પર પડી રહેલા કચરા અને પ્લાસ્ટિકના ઝબલાઓ ખાવાથી ગૌમાતાઓ મોતને ભેટી રહી છે. છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ ગાયો આ રીતે મોતને ભેંટી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં નહીં આવતા ગૌભકતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ખાંભામાં ભગવતીપરા, આશ્રમપરા, જીનવાડી તથા ગાંધી ચોકમાં અંદાજે એક હજાર ગૌમાતાઓ રખડતી ભટકતી કચરો, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ ખાઈને જીવન ટકાવવા હવાતિયા મારી રહી છે. અખાદ્ય પદાર્થા ખાવાથી છાશવારે મોતને ભેટી રહી છે.
છેલ્લા એકાદ વર્ષમાં લગભગ ૧૦૦ જેટલી ગાયો આફરો ચડવાથી, ફૂડ પોઈઝન થવાથી, પ્લાસ્ટિક પેટમાં જવાથી તેમજ સડી ગયેલા અને જીવાતવાળા, બગડેલા શાકભાજી ખાવાથી મોતને ભેટી છે. ખાંભા પોલીસ અને ખાંભા ગૌસેવાના પ્રમુખ ચંદ્રસિંહ રાઠોડ, દશરથસિંહ રાઠોડ વગેરે દ્વારા અનેક વખત પગલાં લેવા માટે રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. પગલાં લેવામાં આવતા નહીં હોવાથી રસ્તા પર અડિંગો જમાવીને બેસેલી ગાયો મોટા વાહનોનો ભોગ બને છે. અવારનવાર ટ્રાફિક સમસ્યા અને નાના મોટા અકસ્માતના બનાવો બને છે.
ગૌમાતાઓના મૃતદેહની સંભાળ રાખનારા લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ ગૌમાતાઓના મોત બાદ તેના શરીરમાંથી આઠથી દસ કિલો પ્લાસ્ટિક, બસ્સોથી અઢીસો ગ્રામ વાળ તેમજ ચારસોથી પાંચસો ગ્રામ ખીલી, બ્લેડ, પીન, ટાંચણી અને લોખંડ નિકળે છે. ખાંભામાં રખડતી ભટકતી ગાયોના રક્ષણ માટે ઘટતાં પગલાં લેવા માગણી ઉઠવા પામી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274301

દીપડાનાં ત્રાસ પાછળ વધતી સંખ્યા જવાબદાર.

તાલાલા તા.૨૫:
તાલાલા તાલુકામાં દિવસે - દિવસે હિંસક દીપડાનો ત્રાસ વધી રહ્યો હોય ગ્રામ્ય પ્રજાની સલામતી સામે ગંભીર ખતરો ઉભો થયો છે. આ અંગે ત્વરીત કાર્યવાહી કરવામાં નહી આવે તો હવે ગ્રામ્ય પ્રજા પોતાના રહેણાંક મકાનમાં પણ સલામત રહેશે નહી. તેમ, તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જંગલી હિંસક દીપડાઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં માનવ વસતિમાં આવી રહ્યા છે. છેલ્લા ૩ વર્ષ દરમિયાન દીપડાની વસતિમાં નોંધપાત્ર વધારો છે. તે ચિંતાજનક છે.
દીપડાની વસતિ વધારામાં થયેલ વધારાને સમયસર નિયંત્રણ કરવામાં નહી આવે તો આવતા પાંચ વર્ષ પછી ગીરની બોર્ડર ઉપર આવેલા ગામડાઓની શેરીઓમાં કૂતરાને બદલે દીપડાઓ જોવા મળશે. કારણ કે, ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં જંગલમાંથી આવેલ હિંસક દીપડાઓ માનવ વસતિ ઉપર હુમલાઓ કર્યા હોવાના અત્યારે દરરોજ પાંચથી સાત બનાવો બની રહ્યા છે. જેમાં ઉતરોતર વધારો થતો જાય છે.
માનવ વસતિ ઉપર દીપડાના વધી રહેલ હુમલા તાલાલા પંથક માટે ચિંતા જનક હોય દીપડાની વધી રહેલ વસતિ તુરંત નિયંત્રણમાં લેવા વન વિભાગે વિના વિલંબે ઠોસ કાર્યવાહી કરવા કિસાન સંઘના પ્રમુખે માંગણી કરી છે.
જંગલ ફરતે મજબૂત વાડ બનાવવી જરૃરી
ગિર અને ગિરનાર જંગલમાંથી વન્યપશુઓ બહાર નિકળીને અત્યાર સુધી ખેડૂતોના પાલતુ પશુઓ પર હૂમલા કરતા હતાં. પરંતુ હવે તો હિંસક પશુઓ ખેડૂતો પર પણ હૂમલા કરી રહ્યા છે. ખાસ કરીને દીપડાઓનો રંઝાડ ખુબ જ વધી ગયો છે. સામાજીક કાર્યકર વલ્લભભાઈ કુંજડીયાએ રાજ્યપાલ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ખેડૂતના ખેતરમાં કોઈ પણ કારણસર વન્યપ્રાણી મૃત્યુ પામે ત્યારે પણ ભોગવવાનો વારો ખેડૂતોને જ આવે છે. વનવિભાગ દ્વારા નાહકના પરેશાન કરવામાં આવે છે. અન્નદાતાને આવી વિકટ સ્થિતિમાંથી છોડાવવાનો એક માત્ર વિકલ્પ છે. જંગલ ફરતે મજબૂત અને ઉંચી વાડ બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી ઉકેલાય જાય તેમ છે. માટે સરકાર દ્વારા આ દિશામાં સત્વરે પગલા લેવામાં આવે તેવી માગણી સાથે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા આંદોલનાત્મક પગલા લેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274335

હડમતીયા(ગીર)માં કર્ફયુ જેવી સ્થિતિનું નિર્માણ, લોકોમાં ભય.

તાલાલા તા.૨પ
તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામની સીમમાં સંવનન પ્રક્રિયામાં મશગુલ એક સિંહણ અને બે સિંહોએ છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખ્યા હોય આ વિસ્તારમાં વનરાજોની બીકથી ર્કફયુ જેવ સ્થિતિ નિર્માણ થઈ છે. આ અંગે ત્વરીત તપાસ કરી ગામની સીમમાંથી જંગલી જાનવરોને જંગલમાં ખસેડવા તાલાલા વન કચેરી સમક્ષ લેખિત માંગણી કરવામાં આવી છે. તાલાલા વન કચેરીને કરેલ રજુઆતમાં જણાવ્યુ છે હડમતીયા ગીર ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી એક સિંહણ બે સિંહના પડાવથી ખેડૂતોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું છે. સંવનન પ્રક્રિયામાં મશગુલ વનરાજોના ભયથી ગામની સીમમાં જવું જાનને જોખમ હોય ખેડૂતોએ સિંહ યુગલોને કારણે ઉભી થયેલ સ્થિતિમાંથી ખેડૂતોને મુક્ત કરવા હડમતીયા ગીર ગામની સીમમાંથી  સિંહ યુગલોને જંગલમાં ખસેડી હડમતીયા તથા આજુ-બાજુના ગામોની સીમમાં ઉભુ થયેલ ભયનું વાતાવરણ દુર કરવા માંગણી કરવામાં આવી છે.
મોરૃકા ગીર ગામની સીમમાં દીપડી પકડાઈ
તાલાલા તાલુકાના મોરૃકા ગીર ગામની સીમમાં એક સિંહે એક નિદોર્ષ ખેડૂત પુત્રીને ફાડી ખાધી હતી તે વિસ્તારમાં આગામ ચેતીના પગલાં તરીકે જંગલખાતાએ એક પાંજરૃ રાખ્યુ હતું. આ પાંજરામાં રાખેલ મારણ ખાવા જતા એક દીપડી પાંજરામાં પુરાઈ ગઈ હતી. જંગલખાતાનો સ્ટાફે આ દીપડીને સાસણ ગીર ખાતે લઈ ગયા હતા.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274334

Friday, March 25, 2011

કરમદડની વીડીમાં આગ, દસ હેકટરમાં ઘાસ ખાખ.

Friday, March 25
- અઢી કલાકના અંતે આગ કાબૂમાં આવી
ગીર પૂર્વની દલખાણિયા રેન્જની કરમદડીની વીડીમાં ગુરૂવારે બપોરે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી અને આગને અઢી કલાકના અંતે વનવિભાગના સ્ટાફે કાબૂ કરી હતી. આ દરમિયાન દસ હેકટરમાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું.
ધારી પાસેના ગીરપૂર્વની દલખાણિયા રેન્જમાં આવેલી કરમદડની વીડીના જંગલ વિસ્તારમાં ગુરૂવારે બપોરે અઢી વાગ્યા આસપાસ અચાનક જ આગ-ભભૂકી ઊઠી હતી. જંગલમાં દવ લાગ્યાની જાણ થતાં જ ડી.એફ.ઓ. રાજા અને વન વિભાગના ૩૫ કર્મચારીએ જંગલમાં દોડી ગયા હતા. અઢી કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
આ આગ અંદાજે દસ-હેકટરમાં પ્રસરી જતાં બે ડુંગરા સહિત તમામ વિસ્તારનું ખાસ બળીને ખાખ થઈ ગયું હતું. જો કે આ દવમાં સરિસૃપ જીવો પણ આવી ગયા હશે પરંતુ હાલ તો ઘાસ બળી ગયું હોવાની વિગતો જ જાણવા મળી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-fire-in-karamadadis-vidi-grass-burnt-in-ten-hectors-1960810.html

સિંહણ બે સિંહ બાળ સાથે પાંજરે પૂરાઇ.

Friday, March 25
ઊના તાલુકાનાં ગુંદાળામાં ધોળે દિવસે ગાયનું મારણ કરી મિજબાની માણનાર સિંહણ પોતાનાં બે સિંહબાળ સહિત આજે પાંજરે પુરાઇ ગઇ છે. જોકે, હાલની શાંતિને ગ્રામજનો કામચલાઉ માની રહ્યા છે.
ઊના તાલુકાનાં ગુંદાળા ગામે એક દિવસ પહેલાં સિંહણ અને તેનાં બે સિંહ બાળ ગામની સીમમાં આવી ચઢ્યા હતા. અને બપોરનાં સમયે એક રેિઢયાળ ગાયનું મારણ કર્યું હતું. વનવિભાગે તુર્તજ તેનું લોકેશન મેળવી રાત્રિનાં સમયે પાંજરૂં મુકી દીધું હતું. શિકારની શોધમાં નીકળેલી સિંહણ મોડી રાત્રે પોતાનાં બે બચ્ચાં સાથે પાંજરામાં કેદ થઇ જતાં વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગનાં સૂત્રોનાં કહેવા મુજબ, પાંજરે પુરાયેલી સિંહણે ૩ દિવસ પહેલાં ખિલાવડ ગામનાં ખેડૂત પર હુમલો કર્યો હતો. જેને પાંજરે પુરવામાં આખરે સફળતા મળી છે. જ્યારે ગ્રામજનોનાં કહેવા મુજબ, વનવિભાગ દ્વારા સાવજો પકડાય એ મહત્વનું નથી.
આજે પકડાયેલી સિંહણ પાછી માનવ વસાહત તરફ આવી જશે. પરંતુ વનખાતા દ્વારા નિયમિત ફૂટ પેટ્રોલિંગ થાય એ મહત્વનું છે. કારણકે, સિંહો જંગલમાં જેટલો સમય પસાર કરે છે તેના કરતાં વધારે સમય માનવ વસાહતમાં પસાર કરે છે. આ રીતે ઊના તાલુકાનાં જંગલની સરહદને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વનવિભાગે નિયમિત ફૂટ પેટ્રોલિંગ રાખવું જોઇએ.
જેથી ગ્રામજનોને સુરક્ષિતતાનો અહેસાસ થાય. હજુ ગ્રામ્ય પંથકમાં સિંહ દર્શન થતાં હોય છે ત્યાંજ ગત રાત્રિનાં સ્યુગર ફેક્ટરી નજીક આવેલી વાડીમાં એક દીપડાએ ગાયનું મારણ કરતાં આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભયનું મોજું ફેલાયું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-cage-with-two-child-lion-1959456.html

મેંદપરાની સીમમાં સિંહ પરિવારે મારણ કર્યું.

Friday, March 25, 2011
 ભેંસાણના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવો અવારનવાર આવી ચઢતા હોવાથી લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. ત્યારે મેંદપરા ગામે રહેતા બાબુભાઇ જેરામભાઇ સાવલીયાની વાડીએ. ચાર જેટલા સિંહોનું ટોળું આવી ચડ્યું હતું. બાબુભાઇની ભેંસનું મારણ કર્યું હતું.
જ્યારે રવજીભાઇ સાવલીયાના બળદને ઇજા પહોંચાડી હતી. આ અંગે ભેંસાણ તાલુકા કોંગ્રેસ અગ્રણી હંસરાજભાઇ સોજીત્રાએ ખેડૂતોને સાથે રાખીને વન વિભાગને રજુઆત કરતા જણાવ્યું હતુ કે, આ વિસ્તારમાં વન્યજીવો અવાર નવાર આવી ચઢતા હોવાથી ખેડૂતોની જીવદોરી સમાન પશુધનની સલામતી રહેતી નથી.
જેથી જંગલની બોર્ડર ફરતે ફેસીંગ કરી નાખવામાં આવે તો વન્યજીવો રહેણાંક અને સીમ વિસ્તારમાં રજુઆતો છતા વનમંત્રની નિષ્ક્રિયતાથી રોષ ફેલાયો છે

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-hunting-in-mendaparas-farm-1959441.html

ધોળા દિવસે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યું.

Thursday, March 24,
- ગ્રામ્ય વિસ્તારોમાં બીટ ગાર્ડોનું પેટ્રોલિંગ રાખવા લોકોની માંગ
ઉના પંથકનો ગ્રામ્ય વિસ્તાર ગીર અભ્યારણમાં ફેરવાયો હોય તેમ ઉનાળાનાં પ્રારંભ સાથે જ સિંહ પરિવાર માનવ વસાહતમાં પહોંચી જવાનાં બનાવો વધી રહ્યા છે ત્યારે ગુંદાળાની સીમમાં ધોળા દિવસે સિંહ પરિવારે એક ગાયનો શિકાર કરી બે કલાક સુધી નિરાતે મારણની મિજબાની માણી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ ઉના તાલુકાનાં ગુંદાળા ગામની સીમમાં ખેતરમાં ચરતી ગાય ઉપર સિંહ પરિવારે ધોળા દિવસે હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. સિંહણે તેનાં બે બચ્ચા સાથે બે કલાક સુધી નિરાંતે મજિબાની માણી હતી. સિંહણ તેનાં બચ્ચાનું પણ ચાલાકીથી ધ્યાન રાખે છે. બચ્ચા મારણ કરતાં હોય ત્યારે આસપાસ આંટા મારતી રહે છે. ધોળે દિવસે મારણ કર્યાની વાત ગામમાં ફેલાતા આ સિંહ પરિવારને નિહાળવા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ગુંદાળા ઉપરાંત ખિલાવડ,જુડવડલી, ખાપર, સરસર, વડવીયાળા જેવા જંગલ બોર્ડરનાં ગામોમાં સિંહણ તેનાં બચ્ચા સાથે જોવા મળી રહી છે. ત્યારે બચ્ચાનાં રક્ષણ માટે સિંહણ આક્રમક બની શકે છે. આવા સમયે બીટગાર્ડોનું સતત પેટ્રોલીંગ વનખાતાએ રાખવું જોઇએ તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે.
ખિલાવડમાં પાંજરે પૂરાયેલી સિંહણને મુક્ત કરવી પડી!
થોડા દિવસ પહેલાં ખિલાવડગામની સીમમાં એક સિંહણે ખેડૂતને ધાયલ કર્યો હતો. ત્યારબાદ વનવિભાગને આ સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. પરંતુ આ સિંહણને વનવિભાગે પાંજરામાંથી મુક્ત કરી દીધાનું ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યું છે. આ અંગે તજજ્ઞો પાસેથી જાણવા મળ્યા મુજબ સિંહણ બચ્ચા સાથે જ પાંજરે પુરાવવી જોઇએ. જો એકલી સિંહણ પાંજરે પુરાયતો અન્ય સિંહણ તથા બચ્ચાઓનો મિજાજ આક્રમક થાય અને કોઇ પણ ઉપર હિંસક હુમલો કરી શકે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-family-hunting-cow-on-day-near-una-1957907.html

તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક નિષ્ફળ.

Friday, March 25, 2011
- પ્રતિકૂળ આબોહવાએ અસર બતાવતાં આફત સર્જાવાનાં એંધાણ
- કૃષિ ખાતા દ્વારા તાકીદે સર્વે કરાવવા માંગ
તાલાલા પંથકની સુપ્રસિધ્ધ કેસર કેરીનો મોટાભાગનો પાક અનુકુળ આબોહવાનાં અભાવે નિષ્ફળ જતા બાગાયત ખેડૂતો પર આફત સર્જાઇ છે. જેના પગલે ભૂમિપુત્રોની સ્થિતિ દયાજનક બની છે. ખેડૂતોએ પાક ધિરાણનાં વ્યાજમાં રાહત આપવા સહીતની સહાય આપી મદદરૂપ થવા રાજ્યનાં કૃષિ ખાતા દ્વારા સર્વે કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
આ અંગે ગીર પંથકનાં વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ અનુકુળ આબોહવાના અભાવે તાલાલા પંથકની મીઠી ખુશ્બુદાર કેસરકેરીના બગીચાઓમાં આંબા ઉપર શરૂઆતમાં ખુબ જ મોર આવતા આંબાનાં પાંદડા દેખાતા બંધ થઈ ગયા હતા. જેનાં કારણે કિસાનોને કેસર કેરીના વિપુલપાકની આશા બંધાઈ હતી. પરંતુ આંબા ઉપર મોર આવ્યા બાદ અનુકુળ આબોહવાના અભાવે જે બંધારણ થવુ જોઈએ તે ન થતાં ધીમે ધીમે આંબા ઉપરથી મોર ખરવા લાગ્યા હતા.પરીણામે કેસરકેરીનો ૭૦ થી ૭૫ ટકા જેટલો મોટા ભાગનો પાક નિષ્ફળ જવાની સ્થિતી ઉભી થતા તાલાલા પંથકના બાગાયત કિસાનો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
તાલાલા પંથકમાં ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં દસ કિલોગ્રામ વાળા ૧૪ લાખ ૮૭ હજાર કેસર કેરીનાં બોક્સ વેંચાણમાં આવ્યા હતાં અને અંદાજે ૩૫થી ૪૦ લાખ બોક્સસૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાડોg, કેનીંગ પ્લાન અને ફુટ માર્કેટમાં વેચાણ માટે ગયા હતા. અને સીઝનમાં તાલાલા પંથકમાં ૫૦ લાખથી પણ વધુ કેસરકેરીનાં બોક્સનું ઉત્પાદન થયું હતું.
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલા ૧૪ લાખ ૮૭ હજાર કેસરકેરીનાં બોક્સ પૈકી એક બોક્સનો ભાવ સરેરાશ ૧૪૩ આસપાસ રહ્યો હતો. જ્યારે અન્ય સેન્ટરોમાં એવરેજ ભાવ ૧૪૩ થી વધુ રહ્યો હતો. તાલાલા પંથકમાં ગયા વર્ષે અંદાજે ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયાનો કેરીનાં પાકનો અંદાજ અનુભવીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
જાણકારોનાં મત પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો પાક માંડ માંડ ૨૫ ટકા જેટલો થવાનું જણાવ્યું છે. તાલાલામાં કુલ ખેતીની જમીનમાંથી ૮૦ ટકા જમીનમાં કેરીના બગીચા પથરાયેલ છે. જે પૈકી કેરીના ઉત્પાદક ૭૦ થી ૭૫ કિસાનોના બગીચામાં જુજ પ્રમાણમાં કેરીનો પાક છે. જ્યારે બાકી ૨૫ ટકા કિસાનોના બગીચામાં સારો પાક છે. પણ ગયા વર્ષ જેવો નથી.
તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો મોટા ભાગનો પાક નિષ્ફળ જતાં કિસાનોને આર્થિક પાયમાલીમાંથી ઉગારી લેવાની માંગણી સાથે રજુઆત કરવા તાલાલા ભાજપ પ્રમુખ રાકેશભાઈ વેકરીયા, મહામંત્રી વિજયભાઈ કનેરીયાની રાહબરી હેઠળનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર જશે અને કિસાનોને પાક ધિરાણના વ્યાજમાં રાહત આપવા સહીતની રજુઆત કરશે.
કેસર કેરીની સીઝન એક માસ મોડી..
તાલાલા પંથકમાં ગયા વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીની સીઝન એક માસ મોડી શરૂ થશે. ગયા વર્ષે પંથકમાંથી ૨૦મી માચેઁ પછી ગીર પંથકનાં વિવિધ ગામોમાંથી કેસરકેરીનો આગોતરો પાક વેંચાણ માટે જુનાગઢ- રાજકોટ સહીત સૌરાષ્ટ્રનાં અન્ય સેન્ટરમાં જશે. ગયા વર્ષે એપ્રિલ માસનાં પ્રારંભથી કેસર કેરીની હરરાજી શરૂ થઈ ગઈ હતી. તેની સરખામણીએ આ વર્ષે મે માસમાં કેરી વેચાણ માટે બજારમાં આવશે.

રે મારા પ્રિયતમ..21 વર્ષ સાથ આપ્યો અને હવે!

Friday, March 25, 2011
Source: Agency, New York
- સિંહને ‘દયામૃત્યુ’ અપાતાં ર૧ વર્ષ સાથે રહેલી સિંહ-સિંહણની જોડી વિખૂટી પડી - સિંહ જુમાના અંતિમ સમય સુધી સિંહણ શિબાએ રાત-દિન દરકાર લીધી : જુમાના વિરહમાં શિબાએ ખોરાકનો ત્યાગ કર્યોવર્તમાન સમયમાં પરિણીત દંપતીઓ વચ્ચે લાગણી શૂન્યવત થતી જાય છે ત્યારે અમેરિકાના એક ઝૂમાં ર૧ વર્ષ સાથે રહેલા સિંહ (જુમા) અને સિંહણ (શિબા) વચ્ચેનો પ્રેમ દાખલારૂપ બન્યો.
અમેરિકાના ઓહિયો રાજ્યના પિટ્સબર્ગ ઝૂનું સિંહ જુમાનું ઉંમરને લીધે થતો રોગ ડિમેન્સિઆથી મૃત્યુ થયું. જુમાને ૧૯૯૦માં પિટ્સબર્ગ લવાયો હતો. ૧૯૯૧થી જુમા અને શિબા સાથે હતા. ત્યારથી બન્ને એક બીજાની ખુબ દરકાર લેતા હતા.
જુમાનું ડિમેન્સિઆ સહિત વૃધ્ધત્વમાં થતી વિવિધ બીમારીથી શરીર નખાઇ ગયું હતું. અતિ અશક્ત થઇ ગયેલા જુમા પર કોઇ સારવાર કે દવા કારગત ન નિવડતાં અંતે તેને દયામૃત્યુ (દર્દીને પિડાથી મુક્તિ આપવા સામેથી મૃત્યુ આપવું) અપાયું હતું.
જુમાના મુત્યુ બાદના અઠવાડિયાઓ સુધી શિબા પતિના વિરહમાં ઝૂરી હતી. તેણે ભાગ્યે જ કંઇ ખાધું હતું. તેણે પતિ જુમાની સાથે જ તેના અંતિમ દિવસોમાં ખૂબ સેવા કરી હતી. તે ઘડીભર પણ જુમાને એકલો છોડતી નહીં. બન્નેના સૂવાના પ્લેટફોર્મ અલગ હોવા છતાં તે જુમા પાસે રાતભર જાગતી પડી રહેતી.
અંતિમ દિવસોમાં બીમાર જુમા કંઇ ખાઇ શકતો નહીં. આથી પતિને થતી પીડા પોતે પણ વેઠવાના ભાગ રૂપે શિબાએ પણ ખોરાકનો ત્યાગ કર્યો હતો. ઝૂના અધિકારીઓએ કહયું કે, બન્ને એક બીજાને હંમેશા અનુકૂળ થઇને રહેતા.
છેલ્લે છેલ્લે તો બન્ને ખૂબ જ પીઢ યુગલની માફક વર્તન કરતા હતા. જેનું અમને સુખદ આશ્ચર્ય થતું. જુમા આથ્રૉઇટિસનો ભોગ બન્યો ત્યારે તેના માટે વાંસની સળીની ખાસ પથારી બનાવાઇ હતી. શિબા પણ પતિને સાથ આપવા પ્લેટફોર્મ છોડીને તેની સાથે જ રાતના આરામ કરતી અને દેખભાળ રાખતી હતી.
જુમાના મૃત્યુ બાદ શિબા એ અઠવાડિયા સુધી પોતાના પીંજરામાં સૂનમૂન કેદ રહી હતી. જોકે હવે તે નોર્મલ થતી જણાય છે.
અંતે દયામૃત્યુ આપવાનો આકરો નિર્ણય લેવો પડ્યો
પિટ્સબર્ગ ઝૂના બ્લોગમાં જુમાના મૃત્યુના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે , પીટ્સબર્ગ ઝૂ ઘોષણા કરે છે કે જુમા હવે આપણી વચ્ચે નથી. તે વિવિધ રોગથી પીડાતો હોય તેને દયામૃત્યુ આપવાનો આકરો નિર્ણય લેવો પડયો હતો.
ઝૂના કર્મચારીઓ પણ વ્યથિત
ઝૂકી પર કેથી સુથાર્ડે કહયું કે જુમાની વિદાયથી માત્ર શિબા જ નહીં ઝૂના સમસ્ત કર્મચારીઓને ભારે દુ:ખ થયું હતું. જુમાની ખાસિયત એ હતી કે, તે મુલાકાતીઓને પ્રેમથી તસવીરો લેવા દેતો. તે ઝૂનું આકર્ષણરૂપ બની ગયો હતો. મુલાકાતીઓને પણ અન્ય પ્રાણીઓની તુલનામાં જુમા અને શિબાનો ઈતિહાસ જાણવાની વધુ ઉત્સુકતા રહેતી.

ગિરનાર રોપ-વે હાલની સાઈટ પર જ બનાવાશે.

જૂનાગઢ, તા.૨૪
ગિરનાર રોપ વે માટે દોઢેક માસ અગાઉ કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ પ્રથમ નંબરની મુખ્ય શરત સહિતની તમામ બાબતો માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરી લેવામાં આવ્યો છે. તથા કેન્દ્રની સુચના પ્રમાણે રાજ્ય સરકારે કરેલા રિપોર્ટમાં સ્પષ્ટ નિર્ણય લેવાયો છે કે, ગિરનાર રોપ વે તેની વર્તમાન સાઈટ પરથી જ બની શકે છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે કેન્દ્ર સરકારની આખરી મંજૂરી તરફ સૌરાષ્ટ્રના પ્રજાજનોની મીટ મંડાઈ છે.
ગિરનાર રોપ વે માટે ગત તા.૭ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા છ શરતો સાથે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પ્રથમ શરતમાં ગિરનાર રોપ વે દાતાર કે ભેંસાણ તરફથી શક્ય હોય તો તેની ચકાસણી કરવા જણાવાયું હતું. તેમજ યોજના માટે બે માસમાં રિપોર્ટ તૈયાર કરીને મોકલવા માટે કેન્દ્ર સરકારને સુચના આપવામાં આવી હતી.
છ પૈકીની સૌથી મહત્વની એવી પ્રથમ શરત માટે તો ઘણા સમય પહેલા જ ઉષા બ્રેકોએ નિર્ણય જણાવી દીધો હતો કે, રોપ વે અન્ય સાઈટ પરથી શક્ય નથી. દરમિયાનમાં ઉષા બ્રેકોએ ગઈકાલે રાજ્ય સરકારને યોજના માટેનો સર્વેનો આખરી રિપોર્ટ આપી દીધો છે. આ વિશે જૂનાગઢના અગ્રણી પ્રદિપભાઈ ખિમાણીએ જણાવ્યું છે કે, ગઈકાલે વનવિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી એસ.કે.નંદાએ તેના નિવેદનમાં કહ્યું છે કે, ગિરનાર રોપ વે તેની ઓરીજનલ સાઈટ પરથી જ બનવો જોઈએ. હવે રાજ્ય સરકાર એકાદ દિવસમાં કેન્દ્ર સરકારને રોપ વે નો રિપોર્ટ મોકલી દેશે. એટલે કેન્દ્ર સરકાર આખરી મંજૂરીની મહોર મારશે. રાજ્ય સરકારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને સૌરાષ્ટ્ર માટે મહત્વકાંક્ષી એવા આ પ્રોજેક્ટ માટે કેન્દ્રના નિર્ણય તરફ લોકોની મીટ મંડાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274053

આ વર્ષે કેસર કેરી મહિનો મોડી આવશે, મોંઘી રહેશે.

તાલાલા ગીર તા.૨૪
દેશ અને દુનિયામાં પ્રખ્યાત તાલાલા ગીર પંથકની કેસર કેરીનું ઉત્પાદન ગત વર્ષ કરતા આ વર્ષે ખૂબ જ ઓછું થવાની ધારણા છે. જેના કારણે આ વર્ષે કેસર કેરી એક માસ મોડી આવશે. તેમ જ ગત વર્ષની સરખામણીમાં ભાવો પણ વધુ રહેવાની શક્યતા છે.
અનિશ્ચિત અને પ્રતિકુળ વાતા વરણના કારણે કેસર કેરીનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે. ગીર વિસ્તારના ગામોમાંથી મળતા અહેવાલો મૂજબ થોડા સમય પહેલા કેસર કેરીના બગીચાઓમાં ફલાવરિંગ ખૂબજ થયુ હતું અને આંબામાં પુષ્કળ મોર આવ્યા હતાં. એ જોઈને ખેડૂતોનો અંદાજ હતો કે, આ વર્ષે કેસર કેરીનો હોબેશ પાક થશે. પરંતુ મોર આવ્યા બાદ જે વાતાવરણ જોઈએ એ ન મળતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યુ છે. ખરાબ વાતા વરણના કારણે મોરમાંથી ફળ બનવા માટે જે ફોર્મેશન થવું જોઈએ એ નથી થતાં કેરીનું બંધારણ ન બનતા ઉત્પાદન પર માઠી અસર પડશે.જાણકારો કહે છે કે, કેસર કેરીનો ૭૦ ટકા પાક નિષ્ફળ ગયો છે. ગત વર્ષની સર ખામણીમાં માંડ ૨૫-૩૦ ટકા ઉત્પાદન થશે. જે પાક થશે એ પણ એક માસ મોડો થશે. આથી, પાકનો સર્વે કરી કિસાનોને આર્થિક પાય માલીથી ઉગારી લેવા માંગણી ઉઠી છે. ખેડૂતો પાક ધીરાણના વ્યાજમાં મુકિત અને રાહત માંગી રહ્યા છે. તાલાલા ભાજપ પ્રમુખ અને મહામંત્રીની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ ટૂંકમાં ગાંધીનગર રજુઆત કરવા જશે.
ગત વર્ષે ૧૦૦ કરોડનો પાક થયો હતો
રાજકોટ :  ગત વર્ષે ૬ એપ્રિલથી તાલાલા મેંગો મારકેટમાં કેરીની આવક શરૃ થઈ ગઈ હતી. ૧૪મી જુન સુધી સિઝન ચાલી હતી. ગત સિઝનમાં તાલાલા યાર્ડમાં દશ કિલો વજનના ૧૪ લાખ ૮૭ હજાર બોકસ વેચાણમાં આવ્યા હતા. આ ઉપરાંત અંદાજે ૩૫ થી ૪૦ લાખ બોકસ સોૈરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડોમાં અને કેનીંગ અને ફ્રુટ મારકેટમાં વેચાણ માટે ગયા હતા. ગત સિઝનમાં તાલાલા પંથકમાં ૫૦ લાખથી વધુ બોકસનું ઉત્પાદન થયુ હતું. યાર્ડમાં વેચાણમાં આવેલા ૧૪ લાખ ૮૭ હજાર બોકસ પૈકી એક બોકસના ભાવ સરેરાશ ભાવ ૧૪૩ આસપાસ રહ્યો હતો. જયારે અન્ય સેન્ટરોમાં ભાવ સરેરાશ ૧૪૩ થી વધુ રહ્યો હતો.  ગત વર્ષે ૯૦ થી ૧૦૦ કરોડ રૃપિયાનો પાક થયો હતો. આવકની શરૃઆતમાં દશ કિલો વજનના બોકસના ભાવ અનુક્રમે રૃ.૧૫૦ થી ૩૦૦ અને આખરમાં રૃ.૧૧૫ થી ૨૭૫ સુધી બોલાયા હતા.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274051

જૂનાગઢના જામકામાં દીપડાનો આતંક, ત્રણ ખેડૂતો પર હુમલો.

જૂનાગઢ, તા.૨૩
જૂનાગઢ તાલુકાના છેવાડાના ગામ જામકામાં આજે સવારમાં ધોળા દિવસે આવી ચડેલા એક દીપડાએ ખેતરમાં પાણી વાળી રહેલા ત્રણ ખેડૂતો પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા સમગ્ર પંથકમાં ભયનું મોજુ પ્રસરી ગયું છે. ઈજાગ્રસ્ત ત્રણેય ખેડૂતને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે. જ્યારે બનાવને પગલે વનવિભાગે પણ ઘટનાસ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી છે. વિગત મૂજબ જામકાની સીમના ત્રણ વોકળી વિસ્તારમાં આવેલ ખેતરમાં તલના પાકમાં પાણી વાળી રહેલા રમેશભાઈ નાથાભાઈ ઠુંમર નામના ૪૦ વર્ષના ખેડૂત પર ક્યાંકથી આવી ચડેલા એક દીપડાને ઢોર તરફ જતો રોકવા માટે રાડો પાડતા દીપડાએ અચાનક જ હુમલો કરી દીધો હતો. બચાવામાં રમેશભાઈએ વચ્ચે બે હાથ નાખતા દીપડાએ તેના હાથ મોઢામાં પકડી લીધા હતાં.
  • પાણી વાળી રહેલા ખેડૂતના બન્ને હાથ મોઢામાં પકડી લીધા 
દરમિયાન, આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા વજૂભાઈ લાલજીભાઈ રાદડીયા નામના ૪૦ વર્ષના ખેડૂત બચાવમાં દોડી આવતા દીપડાએ તેના પર પણ હુમલો કરીને માથામાં જોરદાર પંજો મારી દીધો હતો. દરમિયાન, મૂળાભાઈ હમીરભાઈ ગોહિલ નામના પ૦ વર્ષના ખેડૂત પણ મદદ માટે દોડી આવતા દીપડાએ તેના પર પણ હુમલો કરીને હાથમાં ઈજા પહોંચાડી હતી. ત્રણ ખેડૂતોને ઈજા પહોંચાડયા બાદ દીપડો નાસી છૂટયો હતો. તથા ત્રણેય ઈજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે જૂનાગઢ વનવિભાગના આર.એફ.ઓ. દીપક પંડયા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273865

ગીર જંગલમાં હજારો કહેવાતા પ્રવાસીઓનો અનઅધિકૃત પ્રવેશ.

જૂનાગઢ, તા.૨૩
વન્યપશુઓ જંગલની બહાર આવીને માનવી પર હૂમલા કરી રહ્યા હોવાના બનાવોની સંખ્યા રાજાની કુંવરીની પેઠે દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે વધી રહ્યા છે. આવા બનાવો પાછળ એક વાત સ્પષ્ટ છે કે, હિંસક વન્યપશુઓને પહોંચાડવામાં આવતી ખલેલના કારણે આવા બનાવો બની રહ્યા છે. દરમિયાનમાં બહાર આવેલી ચોંકાવનારી હકિકતો અનુસાર તાજેતરમાં ગયેલા હોળીના પર્વના દિવસોમાં ગિર જંગલ અને બોર્ડર વિસ્તારમાં બેફામપણે શરાબ અને કબાબની મહેફિલો યોજાઈ હતી. જેને લીધે સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓ ભયંકર હદે ડિસ્ટર્બ થઈ ગયા છે. અને આ બાબત ખુદ વનખાતાના સુત્રોએ ખાનગીમાં સ્વિકારી છે. સિંહોના નિવાસસ્થાન તરીકે ગિર જંગલ વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે. એક તરફ સિંહોના રક્ષણ માટે ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ તહેવારોના સમયે સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓને ગેરકાયદેસર રીતે વનપ્રવેશ કરીને ભારે ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગયેલા હોળીના તહેવારોની રજામાં ગિર જંગલમાં મોટી સંખ્યામાં કહેવાતા પ્રવાસીઓએ અનઅધિકૃત રીતે ધામા નાખ્યા હતાં. ખુદ વનવિભાગના જ સુત્રોએ આપેલી વિગતો અનુસાર બે દિવસની રજામાં ગિર જંગલ અને બોર્ડર વિસ્તારના ગામડાઓમાં મોટા પ્રમાણમાં લોકો વાહનો લઈને ગેરકાયદેસર સિંહ દર્શન માટે પહોંચી ગયા હતાં.
  • વન્યપ્રાણીઓને ભારે ખલેલ પહોંચી : કડક પગલા લેવા ઉચ્ચ અધિકારી સમક્ષ માગણી
ખાસ કરીને જંગલમાં આવતા તાલાળા તથા ધારી તાલુકા અને બોર્ડર સાથે જોડાયેલા મેંદરડા, વિસાવદર, માળિયા, સુત્રાપાડા, કોડીનાર વગેરે તાલુકાના અનેક ગામડાઓમાં સગા વહાલાઓ શોધીને લોકો રજાઓ ગાળવા માટે પહોંચી ગયા હતાં. બોર્ડર વિસ્તારમાં આવેલા અનેક ફાર્મ હાઉસમાં મટન અને શરાબની મહેફિલો યોજાઈ હતી. દિવસે આરામ કરીને લોકો રાત્રીના સમયે જંગલમાં ઘુસણખોરી કરી હતી. વનવિભાગના હાથે ઝડપાઈ ન જવાય તેની તકેદારી માટે કેટલાક લોકો પગપાળા જંગલમાં પ્રવેશ્યા હતાં.
આવી રીતે અનઅધિકૃત જંગલમાં પ્રવેશેલા લોકોએ બેલગામ બનીને બેફામપણે વન્ય પ્રાણીઓને પરેશાન કર્યા હતાં. પરિણામે જંગલમાં શાંતિથી રહેતા સિંહ, દીપડા સહિતના પશુઓ ડિસ્ટર્બ થયા છે.
એક તબક્કે ગિર જંગલ તહેવારોના સમયે આવી રીતે ફરવા માટે લોકોમાં કૂખ્યાત બની રહ્યું છે. કાયદેસર રીતે તો જંગલમાં ચોક્કસ સંખ્યામાં જ પ્રવાસીઓને પ્રવેશવા દેવાય છે. તથા સાંજે ૬ વાગ્યા પછી પ્રવાસીઓને ફરજીયાત બહાર નિકળી જવાનું હોય છે. પરંતુ બોર્ડર વિસ્તારમાંથી છીંડા શોધીને અનઅધિકૃત રીતે પ્રવેશેલા લોકો માટે કોઈ રોકટોક હોતી નથી. સિંહો દેખાયા હોવાની વાત તરત જ આસપાસના વિસ્તારોમાં વગેવગે પહોંચી જતી હતી. અને બાદમાં આસપાસમાંથી અહી લોકોના ટોળા એકત્ર થઈ જતા હતાં.
વનવિભાગના  અધિકારીઓ પર રખાતી ખાસ વોચ
જૂનાગઢઃ ગિર જંગલમાં અનઅધિકૃત રીતે પ્રવેશનારા તત્વો દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પર ખાસ વોચ રાખવામાં આવતી હતી. ઉચ્ચ અધિકારીઓ અચાનક ચેકિંગ માટે નિકળે અને ઝડપાઈ ન જવાય તે માટે બાતમીદારો સક્રિય રાખવામાં આવે છે. અને અધિકારી ચેકિંગ માટે નિકળે એટલે તરત જ જે તે વિસ્તાર ખાલી થઈ જાય છે. આ બાબતમાં સ્થાનિક સ્ટાફની મિલીભગત હોવાનો આક્ષેપ પણ સુત્રો કરી રહ્યા છે.
સિંહ જોવા એક સાથે રપ૦ લોકો એકત્ર થતાં હતાં
જૂનાગઢઃ જંગલમાં કોઈ સ્થળે સિંહ કે ગૃપ દેખાયું હોવાનું વાત વાયુવેગે પ્રસરી ગયા પછી ગણતરીના સમયમાં જ અહી ર૦૦ થી રપ૦ લોકોના ટોળા એકત્ર થઈ જતા હતાં. કોઈ સિંહ જંગલની બહાર આવી ગયો હોય ત્યારે પણ આવી હાલત સર્જાતી હતી. સિંહોનું મેટીંગ અત્યારે સિઝનલ રહ્યું નથી. પરિણામે મેટીંગમાં રહેલા સિંહોને જોવા માટે પહોંચી જતા લોકો સિંહ યુગલને ખલેલ પહોંચાડે છે.
ખાનગી ફાર્મ હાઉસોમાં મહેફિલો મંડાઈ હતી
જૂનાગઢ : ગિર જંગલની બોર્ડર પર આવેલા ખાનગી ફાર્મ હાઉસોમાં મહેફિલો મંડાઈ હતી. સંબંધો શોધીને અહી લોકો પહોંચી જતા હતાં. અને કેટલાક ફાર્મ હાઉસોમાં તો દરરોજ ૧પ ફોરવ્હિલ જોવા મળતી હતી. આ તમામ લોકો રાત્રીના સમયે શામ, દામ, દંડ અને ભેદના નિયમને અનુસરીને જંગલમાં પ્રવેશ મેળવી લેતા હતાં. ગિર જંગલની બોર્ડરમાં અનેક ફાર્મ હાઉસો છેલ્લા થોડા સમયમાં બની ગયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273846

સિંહનો કોળિયો બનેલી ખેડૂત મહિલાના પરિવારને રૃપિયા એક લાખનું વળતર.

તાલાલા, તા.૨૩
તાલાલા તાલુકાના મોરૃકા (ગીર)માં એક ખેડૂતપુત્રીને પોતાના કેસર કેરીના બગીચામાં સોમવારે એક સિંહે હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારતા આ બનાવના પગલે મોરૃકા સહિત સમગ્ર ગીર પંથકમાં લોક રોષ ભભુકી ઉઠયો હતો. આ બનાવ બાદ હિંસક વન્ય પ્રાણીઓનો ભોગ બનેલ મોરૃકા (ગીર)ની ખેડૂતપુત્રી સરોજબેન મોહનભાઈ અકબરીના પતિને તુરત રૃ. એક લાખની સહાયનો ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખ આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં ધારી-બગસરાના ધારાસભ્ય મનસુખભાઈ ભુવાના હસ્તે આપવામાં આવ્યો હતો. આ વખતે તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ નરસીભાઈ વાગડીયા સરપંચ વલ્લભભાઈ ચોથાણી, કિસાન સંઘ પ્રમુખ ભરતભાઈ સોજીત્રા ઉપરાંત તાલાલા તાલુકા ભાજપ પ્રમુખ રાકેશભાઈ વેકરીયા, વિવિધ ગામના અગ્રણીઓ તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલાના પરિવારને મળી સાંત્વન આપતા આગેવાનો-અધિકારીઓ
પ્રદેશ ભાજપ પ્રમુખ તથા ધારી-બગસરાના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ વન વિભાગના અધિકારીઓએ વન્ય પ્રાણીનો ભોગ બેલ મહિલા પરિવારની મુલાકાત લઈ ધરપત સાથે દિલાસોજી આપી હતી.
હિંસક પાણીઓ ઉપર વોંચ નહીં રખાય તો હવે ખેડૂતો લાશ લઈ સચિવાલય લઈ જશે
વનવિભાગની નિષ્ફળતા સામે તાલાલા પંથકમાં રોષ
 તાલાલાઃ તાલાલા પંથકમાં દિવસે દિવસે જંગલી જાનવરોનો ત્રાસ વધતો જાય છે. છેલ્લા એક માસમાં તાલાલા પંથકમાં બે નિર્દોષ્ માનવીને વન્ય પ્રાણીઓ કોળીયો કરી ગયા હોય વન વિભાગની નિષ્ફળતા સામે તાલાલા પંથકમાં લોક રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. બનાવ બાદ મોરૃકા (ગીર)માં આવેલા વન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ ગીર પંથક કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા સહિતના ઉપસ્થિત અગ્રણીઓએ જંગલી જાનવરોના ત્રાસ અંગે રજૂઆતો કરી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273867

Wednesday, March 23, 2011

જંગલ અને વીડીઓમાં ગેરકાયદે થતાં લાયન શો.

ખાંભા ગીર તા.૨૨ :
ખાંભા અને આસપાસની વીડી વિસ્તારમાં વસતા આશરે ૩૦ જેટલા સિંહ સિંહણ અને બચ્ચાઓ જયારે જયારે મારણ કરે છે ત્યારે વનખાતાની મીઠી નજર હેઠળ લોકોને આમંત્રણ આપી કર્મચારીઓ રોકડીયા વહેવાર કરીને લાયન શો યોજે છે.
૩૦ જેટલા સિંહ સિંહણ અને બચ્ચાઓને મારણ વખતે થતી ખલેલ
 જેના કારણે વનરાજોને શિકારના મારણની મીજબાની માણવામાં ખલેલ પહોંચે છે અને એનેક વાર શિકારને છોડીને ચાલ્યા જવું પડે છે. આ બાબતની ઉચ્ચ અધિકારીઓને જાણ હોવા છતાં આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. જેને અટકાવવા ગીર નેચર યુથ કલબ દ્વારા કેન્દ્રીય વન મંત્રીને જાણ કરવામાં આવી છે.  ગીર નેચર યુથ કલબના મોહિત ગોંડલિયાએ જણાવ્યા મુજબ ખાંભા નજીકના ગીર વન વિસ્તારમાં  મીતીયાળા અને આંબલિયાળા વીડી વિસ્તારમાં આશરે ૩૦ જેટલા સિંહ સિંહણ અને બચ્ચાઓનો વસવાટ છે. આ સિંહ પરિવાર જયારે જયારે મારણ કરે ત્યારે વન વિભાગના કર્મચારીઓને જાણ થઈ જાય છે. અને આ કર્મચારીઓ મારણ ખાઈ રહેલા વનરાજો અને પરિવારના લાયન શો કરે છે અને આ માટે રોકડા નાણા લે છે. લોકો પણ આવો મોકો ચૂકતા નથી અને એડવાન્સ બુકિંગ કરાવી રાખે છે આથી જયારે મારણ થાય ત્યારે વનકર્મચારી મોબાઈલથી જાણ કરી લોકેશન પર આવી જવા સૂચવી દે છે. એ સ્થળે લોકો બાઈક જીપ અને ફોરવ્હીલમાં પહોંચી જાય છે. બે દિવસ પહેલા તા.૧૭મીએ રાતે પીપળવા ખાંભા ચતુરી રોડ પર એક સિંહણ અને ત્રણ બચ્ચાએ બે ગાયનું મારણ કર્યુ હતુ. એ નિરાંતે મારણ આરોગતા હતા અને પેટની આગ ઠારતા હતા એ સમય કર્મચારીઓએ લાયન શો માટે લોકોને બોલાવતા આશરે સો જેટલા લોકો જૂદા જૂદા વાહનો દ્વારા આવી ગયા હતા. એ પૈકી કેટલાકે પથ્થરોના ઘા કરતા અને કાંકરી ચાળો કરતા વનરાજો વારે વારે મારણ છોડીને જતાં રહેતા હતા આમ એને ભારે ખલેલ પહોંચી હતી. આ બાબતે વન વિભાગના આર.એફ.ઓ રાણપરિયાને વાકેફ કરતા તેણે કોઈ કાર્યવાહી કરી ન હતી. આમ વન કર્મચારીઓને જાણે કે મુક સંમતિ દ્વારા આ શો કરવાની જાણે કે અધિકારીઓએ પરમિશન આપી દીધી હોય એવો તાલ સર્જાયો છે.
સિંહદર્શન માટે ઘૂસેલા ૩ કારનાં ચાલકો પકડાયા, દંડ વસૂલાયો
અમરેલી તા.૨૨ : ધારી તરફના ગીરના જંગલમાં જાણે કે, સાવ રેઢું પડ હોઈ અને વન કર્મચારીઓની જાણે કે, કોઈને રોકટોક ન હોય એમ રાતના સમયે પ્રતિબંધિત વિસ્તારમાં સિંહ દર્શન કરવા વાહનચાલકો ઘૂસી જાય છે. જેને ચેકપોસ્ટના કર્મચારીઓ રોકતા નથી. એમ, સ્પષ્ટ ફલિત કરતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ખૂદ ડી.એફ.ઓ મુનિશ્વર રાજાએ રાતે સાડા બાર વાગ્યે જંગલમાં ચેકિંગ હાથ ધરતા ત્રણ વાહનો પ્રતિબંધિત વિસ્તારમાં સિંહ દર્શન કરવાના ઈરાદે રખડતા મળી આવ્યા હતાં. આ ત્રણેય વાહનોને ૩૧હજારનો દંડ ફટકારી વસૂલાત કરી હતી.
ગીરના જંગલમાં સાવ રેઢું પડ હોય એમ અવારનવાર વાહનો ઘૂસી જાય છે. જેમાં ચેકપોસ્ટ પરના કર્મચારીઓ આંખમિંચામણા કરે છે. આવા અવારનવાર બનાવો બને છે જેમાં ભાગ્યે જ દંડનીય કાર્યવાહી થાય છે. બાકી બધા છટકી જાય છે. ગઈ કાલે ઉપરોકત અધિકારીએ હડાળા અને ટિંબરવા સેન્ચ્યુરી વિસ્તારમાં ચેકિંગ કરવા નિકળતા રાતે સાડા બાર વાગ્યે જૂનાગઢ વિસ્તારની ત્રણ કારો વનવિસ્તારમાં ઘૂસી હતી. જે તમામને પકડી પાડી દંડ વસૂલ્યો હતો. 
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273482

Tuesday, March 22, 2011

ફળોમાં ઉત્તમ ખાટીમીઠી દ્રાક્ષના ગવાય એટલા ગુણ.

- કેતન ત્રિવેદી
મોંમા પાણી આવે તેવી મનમોહક ખટમીઠી દ્રાક્ષ હવે સર્વત્ર મળે છે. સરખામણીમાં સોંઘી પણ મળે છે. તમને જાણીને આનંદ થશે કે દ્રાક્ષને આયુર્વેદે ‘ફલોત્તમ’ કહીને બધાં ફળમાં સર્વોત્તમ કહી છે. રોજંિદા આહારમાં હંમેશા લીલી કે સુકી દ્રાક્ષ ખાવાનું પણ ‘અષ્ટાંગ હૃદય’માં કહેવામાં આવેલું છે.
કુદરતે માનવજીવનની રક્ષા અને ઉપકારરૂપે અનેક ભેટો આપી છે. બદલાતી ૠતુઓ મુજબ જાત-જાતનાં ફળોનો રસથાળ ઉભરાય છે. જેના ગુણકર્મો અને ગુણધર્મો જેતે ૠતુમાં થતા રોગો સાથે સંબંધિત હોવાનું અનુમાન કરી શકાય. અનેક જાતનાં ફળોમાંથી ઘણાંને અમુક જ ફળો ભાવે તેવું બની શકે. પરંતુ દ્રાક્ષ એક એવું ફળ છે જે મોટાભાગે બધાને ભાવતું જ હોય છે. બાળકથી માંડીને વૃદ્ધસ્ત્રી- પુરૂષ, અમીર-ગરીબ તમામ વર્ગના લોકોને દ્રાક્ષ અતિપ્રિય અને સુલભ પણ છે. કુદરતી મેવામાં ગણાતી આ દ્રાક્ષ, કાજુ, બદામ જેવા સૂકા મેવા કરતા પ્રમાણમાં સસ્તી હોવાથી તે બધાનાં નસીબની મર્યાદામાં આવી શકે છે. બાકી અમુક વર્ષો બાદ તો એવું બનશે કે કાજુ-બદામ કે અંજીર જેવા મેવાનો ભાવ પૂછીશું તો યે પૈસા આપવા પડશે. ટૂંકમાં મોંઘવારીની અતિ ઝડપી સવારી જે રીતે આગળ વધે છે તે રીતે જોતા અમુક સમયબાદ આજે આપણે સરળતાથી જોઇ, ખાઇ શકીએ છીએ. તેમાનું ઘણું બઘું ભવિષ્યમાં માત્ર જોઇ જ શકીશું. દ્રાક્ષની આવી સ્થિતિ આવે તે પહેલાં ખાઇ લેવાની તક મેળવી લેવા જેવી છે. દ્રાક્ષની મીઠાશની બાબતમાં વઘુ જણાવવાની એટલા માટે જરૂર નથી રહેતી કે અન્ય મીઠી (ગળી) વસ્તુને દ્રાક્ષની ઉપમા આપી તેની મીઠાશ દર્શાવવામાં આવે છે.
યુરોપ અને અમેરિકામાં દ્રાક્ષનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. દુનિયાભરમાં સૌથી વઘુ દ્રાક્ષ ફ્રાંસના દક્ષિણ ભાગમાં થાય છે. ત્યાં વિશાળ, લીલાછમ બગીચાઓ જોવા મળે છે. ભારતમાં દ્રાક્ષનું વાવેતર પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઘણા સમયથી થતું રહ્યું છે. પૂના, સતારા, નાસિક અને ખાનદેશ તેનો મુખ્ય પ્રદેશ મનાય છે. હવે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ છૂટક છૂટક દ્રાક્ષનું વાવેતર થાય છે. તેમાં ખેડા જિલ્લો મુખ્ય છે. દ્રાક્ષનું વાવેતર સારી કમાણી આપી શકે છે. તેના વેલા બે-ત્રણ વર્ષે ફળવા લાગે છે. જોકે વર્તમાન જગતની સંશોધન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમથી આ ગાળો ઘટી શક્યો હોવાનું જોવા મળ્યું છે. ફેબુ્રઆરી અને માર્ચમાં લીલી દ્રાક્ષ-કાળી દ્રાક્ષ પુષ્કળ જોવા મળે છે. અને લોકો તેને મન અને પેટ ભરીને માણતા પણ જોવા મળે છે.
દ્રાક્ષની ઘણી જાતો છે. બેદાણા, મુનક્કા, કિસમીસ એ દ્રાક્ષની મુખ્ય જાતો છે. આ નામો સૂકી દ્રાક્ષ માટેના છે. લીલી દ્રાક્ષ એ સર્વસામાન્ય અને સુપાચ્ય જાત છે. કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ અને ધોળી દ્રાક્ષ તેવા પણ પ્રકારો જોવા મળે છે. તેમાંથી ધોળી દ્રાક્ષ વઘુ મીઠી અને મોંઘી હોય છે અને તે અપ્રાપ્ય કે સામાન્ય માણસોને ઓછી જોવા મળતી જાત છે. કાળી દ્રાક્ષ બધી જ પ્રકૃત્તિવાળા લોકોને, સર્વ રોગોમાં લાભપ્રદ અને ગુણકારી ગણાય છે. કાળી દ્રાક્ષમાંથી અનેક જાતની દવાઓ બનાવી શકાય છે. બે દાણા નામની જાત કંઇક અંશે ધોળી હોય છે અને તેમાં બી હોતા નથી. કિસમિસ બે દાણા જેવી જ પરંતુ પ્રમાણમાં નાની હોય છે. ભારત જેવા ગરમીવાળા દેશના લોકોની તરસ અને ભૂખનું શમન કરવામાં દ્રાક્ષ અમૃતનું કાર્ય કરે છે. વ્યાપકપણે જોવા અને ખાવા મળતી લીલી (તાજી) દ્રાક્ષ કંઇક અંશે કફકારક ગણાય છે. પરંતુ મીઠું અથવા સંિધવ સાથે ખાવાથી કફ થવાનો ભય રહેતો નથી. દ્રાક્ષ બધાને ખાવી ગમે છે. માંદા-સાજા અને સગર્ભા તથા પ્રસૂતા પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે.
દ્રાક્ષના ગુણઃ
આયુર્વેદના ગ્રંથોમાં દ્રાક્ષની જાતો અને ગુણોનું ઠીકઠીક વર્ણન જોવા મળ્યું છે. દરેક ક્ષેત્રમાં થયેલી વૈજ્ઞાનિક ક્રાંતિ અને સાધન-સવલતોની ઉપ લબ્ધિઓના કારણે અનેક નવા સમીકરણો અને ઉત્પાદનો સર્જાયા છે. વનસ્પતિ ફળફળાદિ વગેરેના બિયારણોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે તેથી તેના ફળની ગુણવત્તા પર શું અસરો થઇ તે જોવું અને જાણવું એ અનુસંધાનનો વિષય છે. શાસ્ત્રીય મત મુજબ દ્રાક્ષ સારક ગુણવાળી, સ્વર (અવાજ)ને સારો કરનારી, મીઠા રસવાળી ને ચીકાશયુક્ત શીતળ ગુણ યુક્ત છે તે ઉત્તમ પથ્ય છે. તેથી કોઇપણ સ્થિતિમાં તે યુગોથી અપાતી આવી છે. તાવ, ક્ષય વગેરે રોગોમાં આવેલી અશક્તિમાં દ્રાક્ષ અને તેની બનાવટો અમૃત સમાન ફાયદાકારક છે. દ્રાક્ષ શીતવર્ય, રસ તથા વિપાકમાં મઘુર, પાછળથી સહેજ તૂરી, હર્ષદાયક, રોચક, તર્પણ (તૃપ્તિ કરનાર), વાયુનું અનુલોમન કરનાર, સ્નિગ્ધ, આંખોને હિતકર, કંઠ્ય તથા શ્રમહર છે. દ્રાક્ષ, તરસ, દાહ, તાવ, શ્વાસ, રક્તપિત, ક્ષત, ક્ષય, વાયુપ્રકોપ, પિતપ્રકોપ, ઉદાવર્ત, સ્વરભેદ, મહાભય, મોઢાની કડવાશ, મૂળશોખ, ઉધરસ, ઉલ્ટી, ભ્રમ, શોષ અને મૂત્રાવરોધનો નાશ કરનારી છે. શરીરને તુરંત શક્તિ અને તાજગી તથા તૃપ્તિ દ્રાક્ષથી મળે છે. હોજરી અને આંતરડામાં કે શરીરમાં અન્યત્ર થયેલા ચાંદાને (અમુક સ્થિતિએ હોય ત્યાં સુધી) દ્રાક્ષ રૂઝવી શકે છે. ત્વચા અને લોહીના રોગોને મટાડે છે. લોહીમાં રહેલી ખોટી ગરમી તથા વિકૃતિ દૂર કરી લોહીને સ્વસ્થ, નીરોગી અને શરીરને તાકાતવાન તથા સક્ષમ બનાવે છે.
યુનાની વૈદ્યોના મત મુજબ દ્રાક્ષ કફને પાતળો કરીને બહાર કાઢનાર મુખ્ય દવા છે. તે ઉપરાંત સ્ત્રીઓના માસિક ધર્મને તે નિયમિત કરે છે, કબજીયાત દૂર કરે છે. લોહી તથા માંસને વધારે છે. ખાટી-મીઠી અને દીપન-પાચનનું કામ કરતી દ્રાક્ષ ફેંફસા, યકૃત તથા મૂત્રાશયના રોગો અને જીર્ણજવરમાં લાભદાયક છે. દ્રાક્ષના બી શીતળ, કામોત્તેજક અને ગ્રાહી છે. તેના પાન હરસને મટાડે છે. દ્રાક્ષના વેલાની ડાળીઓ મૂત્રાશય, અંડકોષના સોજામાં ફાયદાકારક છે. તેના વેલાની ભસ્મ મૂત્રાશયની પથરીને ઓગાળીને કાઢવામાં મદદરૂપ થાય છે તેમ જ સાંધાની પીડા મટાડનાર તથા અર્શ - મસાના ભરાવા કે સોજાને માટે હિતકારી છે. આઘુનિક વિજ્ઞાનના મત મુજબ દ્રાક્ષમાં વિટામીન એ, બી અને સી તથા લોહતત્વ રહેલું છે. અન્ય પૌષ્ટિક દ્રવ્યોની સાથે-સાથે તેમાં પોટેશિયમ, સેલ્યુલોઝ, શર્કરા તથા કાર્બનિક અમ્લ હોવાથી તે કબજીયાત દૂર કરે છે. દ્રાક્ષના રસનું સેવન યકૃતને બળ આપે છે. દ્રાક્ષમાં શર્કરા અને કાર્બોહાઇડ્રેટ વિપુલ પ્રમાણમાં હોવાથી તેની પૌષ્ટિકતા અન્ય ફળોની સરખામણીએ ચઢિયાતી છે. વૈજ્ઞાનિકોમાં તે બાબતે થોડો વિખવાદ છે. અમુક નિષ્ણાતો દ્રાક્ષનાં પોષણમૂલ્યને ઊચું નથી ગણતા. પરંતુ તે મુદ્દો અત્રે અગત્યનો નથી.
જૂની કબજીયાતના દર્દીઓ માટે દ્રાક્ષનું સેવન એક ઉત્તમ ઔષધનું કાર્ય કરે છે. નિયમિતરૂપે દ્રાક્ષ ખાવાથી પાચક રસોના આલ્પતર સ્ત્રાવ યથાર્થ રીતે ઝરવાથી પાચન પણ સારી રીતે થાય છે અને કબજીયાત દૂર થાય છે. આજ કારણે ગુદાભંશ કે મસાના દર્દીઓને પણ દ્રાક્ષથી ફાયદો કે રાહત રહે છે. મસાએ કબજીયાતનું મુખ્ય પરિણામ છે. કબજીયાત ન રહે તો મસાનું દર્દ સહન થઇ શકે તેવું મર્યાદિત રહે છે. પરંતુ કબજીયાતની સ્થિતિમાં તે ભયંકર વેદનાનું છે, પરંતુ કબજીયાતનું નિવારણ થઇ જાય તો તેનો દુઃખાવો ઓછો કે નગણ્ય સ્થિતિમાં આવી જવાથી તેને કઢાવવાનું મોકૂફ રહી શકે છે. કદાચિત બંધ પણ રાખી શકાય છે. પિત્ત એ ગરમીયુક્ત શારીરિક દોષ છે. જે લોકોને પિત્તપ્રકોપ થયો હોય તેમણે દ્રાક્ષ ખાવાથી શરીરમાં થતી બળતરા મટે છે. ઊલ્ટી થતી હોય તો બંધ થાય છે. શરીરની નબળાઇ વઘુ હોય, વજન વધતું ન હોય, ચામડી શુષ્ક બની ગઇ હોય, આંખોમાં ઝાંખપ લાગતી હોય અને બળતરા રહેતી હોય તો દ્રાક્ષ ખાવાથી એ બધી ફરિયાદો દૂર થાય છે. દ્રાક્ષમાં રહેલ વિટામીન ‘સી’ના લીધે ચામડીના રોગો તથા સ્કર્વી જેવા રોગો સામે રક્ષણ મળે છે. મનોવૈચિત્ય શ્વાસ જેવા ફેંફસાના રોગોની સ્થિતિમાં અન્ય જે કંઇ દવા ચાલુ હોય તે ચાલુ રાખી સાથે સાથે દ્રાક્ષ કે તેની અન્ય કોઇપણ બનાવટોનું સેવન કરાવવું જોઇએ. અહીં દ્રાક્ષ ઔષધહારનું કાર્ય કરશે.
બધા ફળોમાં શ્રેષ્ઠ ગણાવાયેલી દ્રાક્ષ અમુક સ્થિતિમાં ન ખાવાની પણ સૂચના ઘણા શાસ્ત્રકારોએ આપેલી છે. જે લોકોને કફ, શરદી સળેખમ લાંબા સમયથી રહેતા હોય તેમણે દ્રાક્ષનો ઉપયોગ ન કરવો કે વિચારપૂર્વક મર્યાદિત માત્રામાં કરવો તેવી સલાહ છે. કેમકે દ્રાક્ષ સ્વભાવતઃ ઠંડી છે. તેથી જેને ઠંડી વસ્તુ માફક જ ન આવતી હોય તેમણે આવી બાબતે પોતાની શરીર પ્રકૃતિ અને જીવનપદ્ધતિ મુજબ મર્યાદિત પ્રમાણમાં દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત ખાટી અને કાચી દ્રાક્ષ ન ખાવાનું પણ વિધાન છે. એકલી ખાવાની પણ સલાહ નથી કેમ કે તે સારક અને મૂત્રલ ગુણ ધરાવે છે તેથી અન્ય નિયમિત ખોરાકની સાથે-સાથે લેવાથી વજન વધારી શકે છે. પરંતુ માત્ર તે જ લેવાથી શરીરને કૃશ કરે છે. ધોયા વિનાની દ્રાક્ષ ન ખાવી. બને તો ગરમ પાણીથી ધોયા પછી જ તેનો ઉપયોગ કરવો જોઇએ. જેથી કચરો અને જંતુઓ તથા તેના ઉપર છાંટેલી દવાઓના અંશો નીકળી જાય.
ઔષધરૂપે દ્રાક્ષ
એક તોલો સૂંઠ, એક તોલો મરી, એક તોલો પીપર અને એક તોલો સંિધવ લઇ તેને ખાંડી તેનું કપડાથી ગાળેલુ ચૂર્ણ તૈયાર કરવું, પછી ચાલીસ તોલા કાળી દ્રાક્ષ (બી કાઢેલી) સાથે મેળવી ચટણીની માફક પીસીને બરણીમાં ભરી લેવું. આ તૈયાર થયેલ ચાટણને ‘પંચામૃત ચાટણ’ કહેવાય છે. આ ચાટણ અડધા તોલાથી બે તોલા જેટલું સવાર-સાંજ ચાટવાથી અરૂચિ, વાયુ, મંદાગ્નિ, કબજીયાત શૂળ, મોળ કફ વગેરે મટે છે.
ધોળી (બી વિનાની) દ્રાક્ષ તોલા લઇ તેને લીંબુના રસમાં વાટી તેમાં એટલું જ પાણી મેળવી એકરસ કરી વસ્ત્રથી તેનો રસ ગાળી લેવો. પછી તેમાં પાકા દાડમના દાણાનો ચાળીસ તોલા રસ મેળવવો. પછી તેમાં એંસી તોલા સાકર નાંખી ચાસણી કરીને શરબત બનાવવું. આ શરબત બે-અઢી તોલા પીવાથી રૂચિ પેદા થાય છે, પિત શમે છે અને મંદાગ્નિ મટે છે. કાળી દ્રાક્ષ રાત્રે પલાળી રાખવી. સવારે મસળી તેને ગાળીને તેમાં જીરાની ભૂકી અને સાકર નાંખીને પીવાથી શરીરની બળતરા મટે છે. એસિડિટી એ વર્તમાન સમાજનો વ્યાપક વ્યાધિ છે. આમ તો તે આઘુનિકતાની દોડાદોડની આડપેદાશ છે તેવું કહી શકાય. તેમાં પાછા જીભના અમર્યાદિત સ્વાદની ઝંખના તેને વધારવામાં મદદ કરે છે. દ્રાક્ષ અને વરિયાળી બબ્બે તોલા લઇ રાત્રે અડધા રતલ પાણીમાં ભીંજવી રાખવું. સવારે મસળીને ગાળી લેવું અને તેમાં એક તોલો સાકર નાખી પીવું. આવું થોડા દિવસ નિયમિત રીતે કરવાથી અમ્લપિત્ત- ખાટા ઓડકાર, ખાટી ઉલ્ટી, મોંના ચાંદા, છાતીની બળતરા તથા પેટનું ભારેપણુ વગેરે લક્ષણો શમી જાય છે. કબજીયાતના કાયમી દર્દીઓ જાતજાતની દવાઓના અખતરા કરતા રહે છે. તેમાં દવાના નામ બદલાયા કરે છે. રોગી અને રોગ જેના તે જ રહે છે. પરંતુ ત્રણ-ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી-ગાળીને પીવાથી લાંબા ગાળે કાયમી ફાયદો કરે છે. આયુર્વેદિક ઉપચારો એ એક-બે દિવસની રમત નથી તેનું અનુશીલન જરૂરી છે. બે દિવસ લઇને ‘‘આમાં મજા ન આવી’’ તેવું નિવેદન કરવાવાળા માટે અન્ય શાસ્ત્રીય કે શાસ્ત્ર બહારના થીગડાં મારવા એ જ ઉપાય છે. હવે બજારમાં મળતી દ્રાક્ષને ઘરમાં લાવશો અને આરોગ્ય જાળવશો તો આ લેખ વાંચ્યો સાર્થક ગણાશે.
Source: http://www.gujaratsamachar.com/20110320/purti/ravipurti/ravi31.html

ગિરનારની પરિક્રમા

 - અંશુમાન
દવનાં નિવાસસ્થાને પરિક્રમા કરવાનું અનેરૂં માહાત્મ્ય છે. તેથી જ શ્રદ્ધાળુઓ મંદિરોને પ્રદક્ષિણા કરે છે.ગિરનાર ક્ષેત્રની પરિક્રમાની માફક યાત્રિકો ગોકુળ મથુરાનાં પ્રવાસ વેળાએ ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરે છે. તો વળી બીજી પરિક્રમા નર્મદા મૈયાની થાય છે. ગિરનાર ક્ષેત્રમાં નવનાથ ચોરાસી સિદ્ધનું બેસણું છે જેની પરિક્રમા કરવાથી ગીરીનારાયણ ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ પહેલાં જ્યાં એક દોઢ લાખ યાત્રિકો પરિક્રમા અર્થે આવતાં હતાં ત્યાં આજે પાંચ-છ લાખ લોકો ઉમટી પડે છે. બદલાતા સમયની સાથે પરિક્રમામાં પણ ઘણું પરિવર્તન જોવા મળે છે.
ઓછા પડાવ વઘુ પ્રવાસ
આજના વિકસતા યુગમાં સૌની પાસે સમયનો અભાવ છે. પછી તે ગ્રામ્ય પ્રજા હોય કે શહેરી. અરે કોઇની મહેમાનગતી પણ પહેલાં દિવસોમાં થતી તે આજે ટંક બે ટંક કે કલાકોમાં થવા લાગી છે. સમયની કટોકટીની અસર પરિક્રમામાં પણ દેખાય છે. પહેલાં જે યાત્રા ચાર રાત્રી અને પાંચ દિવસમાં પૂર્ણ થતી તે આજે ઘણાં લોકો તળેટી અને માળવેલાની બે રાત્રી સાથે પૂર્ણ કરે છે. તો વળી, કોઇ શ્રદ્ધા નહીં પણ સાહસિકતા ચકાસવા નીકળેલાં હોય તેઓ એક દિવસમાં અંદાજે ત્રીસ કિ.મી.નું ટ્રેકીંગ પણ પૂર્ણ કરે છે. અગિયારસને દિવસે શરૂ કરવાની અને કાર્તિકી પૂનમે પૂર્ણ કરવાની આ યાત્રાની પ્રણાલિકા પણ હવે તૂટી છે. ઘણાં લોકો અગિયારસ પહેલાં યાત્રા આરંભી દે છે અને તેરસ ચૌદસનાં તો પૂર્ણ કરી દે છે જેથી પડાવની સમસ્યા અને દેવભૂમિમાં ફેલાયેલી ગંદકીથી બચી શકે.
સગવડતામાં વધારો શ્રદ્ધામાં ઘટાડો
કુદરતનો એક નિયમ છે કે જ્યાં કષ્ટ છે ત્યાં સિદ્ધિ છે. ગિરનાર કે પાવાગઢની યાત્રા રોપવે મારફત કરનાર અને પગે ચાલીને કરનારની શ્રદ્ધામાં ઘણો ફરક વર્તાય છે. એવું જ આજે પરિક્રમાનું છે. પહેલાં કોઇ યાત્રિક ખાવા પીવાનાં કે ઓઢવા-પાથરવાના પોટલા વિના નહોતા જોવા મળતા તેને બદલે આજે ખભે માત્ર એક થેલો ટીંગાડીને નીકળતા ઘણાં લોકો જોવા મળે છે. કારણ કે પહેલાં પરિક્રમાનાં ઉતારા દુર્ગમ સ્થાન ગણાતા. આજે તો જીણાબાવાની મઢી અને બોરદેવીથી નળપાણી સુધી તો વાહનો જાય છે.જેને લીધી ખાવાપીવાની સગડવાળી હોટેલો અને અનેક અન્નક્ષેત્રો પ્રત્યેક ઉતારે જોવા મળે છે. આજનાં ઇસ્ટંટ યુગમાં તૈયાર ચા-નાસ્તા કે ભોજનની સાથે કોઇને અહીં જાતે રસોઇ બનાવવી હોય તો ચા,દૂધ,કોફી, ખાંડ, ખીચડી, લોટ, મસાલો, તેલ અને લીલા શાકભાજી આજે દુર્ગમ ગણાતા માળવેલાનાં ઉતારે પણ મળે છે. ડીટર્જન્ટ સાબુ કે પાવડરવાળું કે ક્યાંક ક્લોરીનયુક્ત પાણી અને જંગલનું લીલું સૂકું બળતણ મળી જાય એટલે ભોજનનો થાળ તૈયાર. અને કશું જ ન કરવુ ંહોય તો પૈસા દઇ પરોઠા હાઉસમાં જમી શકાય છે અને હોટેલમાં ચા-નાસ્તો લઇ શકાય છે. એ પણ ન કરવું હોય તો અનેક સેવાભાવી સંસ્થાઓ ચા-નાસ્તો અને ભોજન આગ્રહપૂર્વક સૌ ભાવિકજનોને કરાવે છે.તેનો લાભ પણ લઇ શકાય છે. અલબત, વધતી જતી સઘળી સવલતોમાં શ્રદ્ધા ઓસરતી હોય તેવું સ્પષ્ટ અહીં વર્તાઇ આવે છે.
પરિક્રમાના માર્ગે બમણા ભાવ સાથે બટાકા તથા બિસ્કિટ સહિત અન્ય ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ છે. અરે તૂટેલાં બૂટ ચપ્પલ રીપેર કરનાર કે નવાં ચપલ સ્લીપર વેચનાર પણ મળી રહે છે, તો વળી નાનકડા હેર કટીંગ સલૂનો પણ હોય છે.સાબુ, પાવડર અને કાચો સીધો વેચનારની હાટડીઓ પણ અહીં હોય છે. લીલા શાકભાજી અને ફળફળાદી પણ અહીં મળે છે. અરે બિમાર પડો તો સારવાર માટે ડોકટરો પણ અહીં હાજર હોય છે. બસ, સાથે લઇ જવાના માત્ર એક જોડી કપડાં અને ઓઢવા-પાથરવાનું. કહો, આટલી સગવડ જ્યાં હોય ત્યાં શ્રદ્ધા અને કુતુહલ સાથે પાંચ-છ લાખ માણસો કેમ ઉમટી ન પડે ! આવતીકાલે કોઇ કોઇ સ્થળે ભાડેથી ઓઢવા-પાથરવાનું પણ મળી રહે તો આશ્ચર્ય ન પામશો. અલબત, આ સઘળી સવલતોની સાથે શ્રદ્ધા અને ભક્તિ વધતી રહે તે જરૂરી છે.
પ્રદૂષિત ધાર્મિકતા
લાખો માણસો નિર્મળ ભક્તિ ભાવના સાથે ભેગા થાય તેનો આનંદ અદભૂત હોય તે સ્વાભાવિક છે. પચ્ચીસ પચાસ માણસોની સમૂહ પ્રાર્થનાનું પણ અનેરૂં મહત્વ છે. ત્યાં શ્રદ્ધા સાથે લાખો લોકો એકત્રિત બની ભક્તિ કરે તો દેવોને પણ દિવ્ય સ્વરૂપે પધારવું પડે. પરંતુ આજની પરિક્રમાને પણ આઘુનિકતાનો રંગ લાગ્યો છે તે દુઃખદ છે. પહેલાં જ્યાં યાત્રિકો રામઘૂન બોલાવતા પરિક્રમાની વાટ કાપતા ત્યાં આજે અંતાક્ષરી રમાય તે કેવું ? ઉતારા પર રહેલાં જ્યાં રાસ-ગરબા અને ભજનોની રમઝટ બોલાતી તે આજે ઓસરતી જોવા મળે છે. તેને બદલે હોટેલોમાં અને પાન માવાનાં થડા ઉપર ગાજતું ફિલ્મી સંગીત વાતાવરણને વઘુ ઘોંઘાટવાળું બનાવે છે. વનને અને પરિક્રમાના વાતાવરણને પ્રદૂષિત કરતી કોઇ પણ પ્રવૃત્તિ પર નિયંત્રણ જરૂરી છે. એ માટે સરકાર અને સંતો સાથે બેસી પરિક્રમા પહેલાં તંદુરસ્ત આયોજન કરે તે અત્યંત જરૂરી છે.
વિનાશ પામતી વન્ય સંપત્તિ
ગુજરાતમાં જ્યાં આજે જૂજ જંગલો બચ્યા છે ત્યાં તેના વિકાસને લગતા કામો સરકાર અને સમાજે કરવા જરૂરી બને છે. તેને બદલે લાખો માણસો પ્રકૃતિમાં પણ શિવ છે તે ભૂલી તેનાં વિનાશમાં સહભાગી બને તે યોગ્ય નથી. ઉતારા કરવા માટે લાખો લોકોએ કૂમળા છોડને જડમૂળથી ઉખેડી નાખ્યા. તો વળી, કેટલાંય લોકોએ કૂહાડી લઇ માળવેલાનાં ઘટાટોપ વાંસનાં જંગલનો ખૂડદો બોલાવી દીધો. જેનો અણસાર તળેટીમાં જંગલ ખાતાની રાવટી પાસે એકઠી કરાયેલી લાકડીનાં ઢગલાં ઉપરથી સૌ કોઇને આવી શકે. હજારો માણસો શરીર ઘસીને સાબુથી નદી-ઝરણામાં નહાય છે. જાણે પ્રત્યેક પરિક્રમાએ જ નહાતા ન હોય ! કેટલાયે સાબુથી કપડા ધોવાથી ધોણ કાઢે છે. હોટેલોવાળાએ ઘસી ઘસીને તેમનાં ટોપ, તપેલા, છીબા, ઝારો, કડાઇ, તાવીથા અને ચોકીઓ ઘુએ છે. એ જ પાણી નજરે જોવા છતાં લાખો લોકોએ જળમાં મળ ન હોય તેમ માની પીએ છે. જેતપુર પાસેનાં પીઠડીયા ગામનાં ૬૫ વર્ષના ઉંડી આંખ ઉતરી ગયેલાં શંભુભાઇ ગોંડલીયા તેમનાં ૩૦ વર્ષની પરિક્રમાના સંસ્મરણોને યાદ કરતાં કહે છે કે પહેલાં તો અહીં નદીઓમાં સાબુથી નહાવાની મનાઇ હતી. પોલિસ અને જંગલ ખાતાની ઘણી કડકાઇ હતી. આજે આટલા માણસોમાં કોણ કોને કહેવા જાય ? સત્તર વર્ષથી તેમનાં પિતાને યાત્રા કરાવવા સામાન ઉપાડવા સાથે આવતા તેમનાં ભજનિક પુત્રએ કહ્યું કે અમે તો આજે પણ કાચો સીધો સામાન લઇ આવી જાતે જ રસોઇ બનાવી જમીએ છીએ. કષ્ટ વિના સાધના ન હોયજ!
સંતો અને સંગઠનોની અપીલ જરૂરી
આજના બદલાતા યુગમાં પ્રકૃત્તિની રક્ષા અને પરિક્રમાની સંસ્કૃતિની સુંદરતા ટકાવી રાખવાની સૌ કોઇની ફરજ છે. પ્રકૃતિની રક્ષા કાજે ગિરનારને સુંદર રાખવા જૂનાગઢની એક નેચરલ નેચર એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા સેંકડો કિલો કચરો પરિક્રમા બાદ એકઠો કરી નાનકડું પણ ઉમદા કાર્ય કરે છે.પરંતુ લોકો જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા તે સૂત્ર જાતે સમજી તેનો અમલ નહીં કરે ત્યાં સુધી સઘળું અર્થહિન છે.
ગિરનારનાં પ્રાકૃતિક સૌંદર્યને ટકાવી રાખવા બજરંગદાસ બાપાના ટ્રસ્ટ દ્વારા તેમની ગિરનાર પરિક્રમા માહાત્મ્ય નામની બૂકલેટમાં સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આના પરથી દસેક સંસ્થા અને સંગઠનોએ તેમના ઉતારામાં તપોભૂમિ ગિરનારની સુંદરતા જાળવી રાખવાની પ્રતિજ્ઞા ભોજનપ્રસાદી પીરસ્યા પહેલાં જ લેવડાવે તે જરૂરી છે.
ભજન મંડળીઓ અને ભજનિકો પણ તેમનાં ઉતારાના ભાવિકોને પરિક્રમા માહાત્મ્ય સમજાવી પ્રકૃતિ સંરક્ષણનો બોધ આપે તે આવશ્યક છે. એટલું જ નહીં સર્વે સંતો, મહંતો પરિક્રમા પહેલાં ગિરનારનાં પ્રાકૃતિક સૌંદર્યને અને પરિક્રમાના માહાત્મ્યને ટકાવી રાખવા ભક્તિ ભાવના સાથે અખબારોમાં અને પરિક્રમાનાં સ્થળે જાહેર અપીલ કરે તો જ વનનો વિનાશ અને ધાર્મિકતાનો થતો લોપ આપણે અટકાવી શકીશું. એ સાથે પ્રજા સ્વયંશિસ્ત જાળવી ધાર્મિક માહાત્મ્યને સમજે અને તેને અનુસરે તો જ તપોભૂમિ ગિરનાર સાચા અર્થમાં દેવભૂમિ બની રહેશે.ે
Source: http://www.gujaratsamachar.com/20110320/purti/ravipurti/ravi33.html

ખેતરમાં કામ કરતી મહિલાને સિંહે ફાડી ખાધી.

 Tuesday, March 22, 2011
Source: Bhaskar News, Talala
- મોરૂકા ગીર ગામે એકઠા થયેલ ખેડૂતોએ મહિલાની લાશ પાસે સત્યાગ્રહ કર્યો
- માનવભક્ષી સિંહ પકડાયો
તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામે એક શ્રમજીવી પરીવારની માતાની ગોદમાંથી હિંસક દિપડો માસુમ બાળકને ઉઠાવી જઇ બાળકને મોતને ઘાટ ઉતાર્યાનાં બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાંજ આજે મોરૂકા ગીર ગામે સવારે પોતાની વાડીએ ઢોર મુકવા ગયેલી મહીલા ઉપર એક સિંહ ત્રાટકયો હતો. અને ગળાના ભાગે તથા સાથળમાં બચકાં ભરી લેતાં તેણીનું ઘટના સ્થળે જ મરણ થયું હતું. બાદમાં મોડીસાંજે એ માનવભક્ષી સિંહને વનતંત્રએ પકડીને પાંજરે પૂર્યો હતો.
પ્રાપ્તવીગતો મુજબ, તાલાલા તાલુકાનાં મોરૂકા ગીર ગામની સરોજબેન મોહનભાઇ અકબરી (ઉ.૫૦) નામની પટેલ મહીલા આજે સવારે ઢોર મુકવા પોતાની વાડીએ ગઇ હતી. તેણી ઢોર બાંધી બાદમાં કેરીનાં બગીચામાંથી મોરલા ઊડાડતી હતી. ત્યારે બગીચામાં આવી ચઢેલો એક સિંહ સરોજબેન ઉપર ત્રાટકયો હતો. મહિલાને તેણીનાં ગળા અને સાથળમાં બચકાં ભરી લેતાં તેણીનું ઘટનાસ્થળેજ મોત થયું હતું. મહીલાની મરણ ચીંસો સાંભળી આજુ બાજુની વાડીઓમાંથી લોકો દોડી આવ્યા હતા. પરંતુ તે પહેલા તો મહીલા ખેડુતનો સિંહે કોળીયો કરી નાખ્યો હતો. વહેલી સવારે બનેલ આ બનાવની જાણ ગામમાં થતા ગામના સરપંચ શ્રી વલ્લભભાઇ ચોથાણી સહિતના લોકો બનાવનું સ્થળ ગામની સીમમાં દોડી ગયા હતા. આ બનાવથી ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.
દરમ્યાન મોરુકા ગીર ગામની સહકારી મંડળીના પ્રમુખશ્રી હરસુખભાઇ ભાલોડીયા ના જણાવ્યા પ્રમાણે છેલ્લા બેથી ત્રણ માસ દરમ્યાન જંગલી હિંસક દિપડાનો ત્રાસ મોરુકા ગીર ગામમાં માઝા મુકી રહ્યો છે. મોરૂકા ગીર ગામનાં પરવાડે રહેતા તમામ પરીવારોના રહેણાંક મકાનની આઠ થી દશ ફુટ ઉંચી દિવાલ કૂદી દીપડો ફળીયામાં પ્રવેશ કરી બાંધી રાખેલ પશુઓ ઉપર હુમલા કર્યા છે. મોરૂકા ગીર ગામના દિપડાના ત્રાસના બનાવોથી જંગલખાતાનો સ્ટાફ પણ બધુ જાણે છે છતા પણ આજ સુધી કોઇ પરીણામ લક્ષી કાર્યવાહી થઇ નથી. તાલાલા પંથકમાં દિવસે દિવસે જંગલી જાનવરો નો ત્રાસ માઝા મુકી રહ્યો છે. જેમાં છેલ્લા દિવસોમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.
વન સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચ્યો -
મોરુકા ગીર ગામે બનેલ બનાવના સમાચાર વાયુવેગે આખા તાલાલા પંથકમાં પ્રસરી જતા વન વિભાગની બેદરકારી સામે ભારે લોક રોષ સાથે જંગલ ખાતા સામે ભારે ફીટકાર વરસી રહ્યો હતો. છેલ્લા એક માસથી ઉનાળાની શરૂઆતમાં જંગલમાં પીવાના પાણીના સાંસા થઇ ગયા હોય જંગલી જાનવરો ખોરાક અને પાણી માટે જંગલ માંથી માનવ વસ્તી તરફ પ્રયાણ કરી નિદોર્ષ લોકો અને પશુઓ ઉપર હિંસક હુમલા કરે છે. પ્રથમ ભોજદે ગીર અને ત્યાર બાદ મોરુકના બનાવથી જંગલખાતા સામેનો લોક રોષ ચરમ સીમાએ પહોંચ્યો હોય ઘટનાસ્થળે જવા માટે તાલાલા સહીતના વન વિભાગનો સ્ટાફ ભારે મુંઝવણમાં હતો. ત્યાર બાદ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ૪ કલાક બાદ જંગલખાતાનો સ્ટાફ મોરૂકાની સીમમાં પહોંચ્યો હતો.
માનવભક્ષી સિંહ પકડાયો -
બનાવની તીવ્ર પડઘા પડ્યા બાદ વનતંત્ર દ્વારા આ માનવભક્ષી સિંહને પકડવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. અને મોડી સાંજે મોરૂકાની સીમમાંથી એ સાવજને પકડી પાડવામાં આવ્યો હતો તેવું ડીએફઓ સંદીપકુમારે જણાવ્યું હતું.
ગાંધીનગર જાણ કર્યા બાદ સ્થાનિક તંત્ર આવ્યું -
આજે સવારે તાલાલા તાલુકાના મોરૂકા ગીર ગામે મહિલા ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરી મોતને ઊતાર્યાનાં બનાવ અંગે ઘટનાસ્થળે એકઠા થયેલ ગામ આગેવાનો એ તાલાલા રેન્જના આર.એફ.ઓ તથા ગીર પશ્વીમ વિભાગના ડી.એફ.ઓ રમેશ કટારા ને આ બનાવની જાણ કરવા મોબાઇલ ઉપર સંપર્ક કર્યો હતો. પરંતુ અધીકારીઓ એ બે કલાક સુધી ફોન રીસીવ કર્યો નહોતો. બાદમાં તાલાલા તાલુકા કિસાન સંધના પ્રમુખ ભરતભાઇ સોજીત્રા એ ગાંધીનગર સ્થિત વનવિભાગ ના ઉચ્ચ અધીકારીઓને બનાવની જાણ કરતા ગાંધીનગર થી હુકમો છુટતાં વન વિભાગનું સ્થાનીક તંત્ર સફાળું જાગ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-eat-lady-who-worked-in-farm-near-talala-1950931.html

કેરીના બાગમાં ઘૂસી જઈ સિંહે મહિલાને ફાડી ખાધી.

તાલાલા તા.૨૧
તાલાલાના ભોજદે (ગીર)માં તાજેતરમાં શ્રમજીવી પરિવારની માતાની ગોદમાંથી માસુમ બાળકને ઉઠાવી જઈ દિપડાએ ફાડી ખાધો હતો. આ બનાવ હજૂ વિસરાયો નથી ત્યાં આજે સવારે વાડીએ ગયેલી સરોજબેન મોહનભાઈ અકબરી ઉ.વ.૫૦)નામની મહિલા ઢોર બાંધી કેરીના બગીચામાંથી મોર ઉડાડતી હતી ત્યારે ધસી આવેલા સિંહે આ મહિલા ઉપર ત્રાટકી ગળાના ભાગે તથા પગના સાથળમાં ગંભીર ઈજા કરતા મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મહિલાની મરણચીસો સાંભળી આજુ-બાજુની વાડીમાંથી લોકો દોડી આવ્યાં હતા.
વનખાતા સામે રોષે ભરાયેલા ગ્રામજનોએ લાશનો કબ્જો આપવા ઈન્કાર કર્યો
ગાંધીનગરથી યોગ્ય કાર્યવાહીની ખાત્રી અપાયા બાદ લાશનો કબ્જો સોંપાયો
 પરંતુ તે પહેલા તો સિંહે મહિલાને ફાડી ખાધી હતી.પ્રથમ ભોજદે (ગીર) અને ત્યારબાદ મોરૃકા (ગીર)ના બનાવથી જંગલખાતા સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.  જાણ થતા ગામના સરપંચ વલ્લભભાઈ ચોથાણી સહિતના લોકો બનાવના સ્થળ ગામની સીમમાં દોડી ગયા હતા. બનાવના ચાર કલાક બાદ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જંગલખાતાનો બનાવના સ્થળે પહોંચ્યો હતો. એકઠા થયેલા લોકોએ મહિલાની લાશ સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો.
ગામનાં અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે, હિંસક પ્રાણીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે, ગામની બજારો સુધી જંગલી જાનવરો આવી નિર્દોષ લોકો તથા પશુઓ ઉપર હુમલા કરવા લાગ્યા છે. હવે, લોકોની કોઈ સલામતી રહી નથી. પહેલા ગ્રામ્ય પ્રજાની સલામતિ માટે કાર્યવાહી કરો ત્યારબાદ લાશનો કબ્જો લેવા આવજો. કલાકોની મથામણ બાદ ગાંધીનગરથી ઉચ્ચઅધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આશ્વાસન સાથે યોગ્ય કાર્યવાહીની ખાત્રી બાદ મામલો થાળે પડયો હતો.
વન અધિકારીઓએ ફોન રિસિવ જ ન કર્યો !
તાલાલા : તાલાલા તાલુકાના મોરૃકા (ગીર)માં ખેડૂત પુત્રી ઉપર સિંહ હિંસક પ્રાણીએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના બનાવ અંગે બનાવ સ્થળે એકઠા થયેલા ગામ આગેવાનોએ તાલાલા રેન્જના આર.એફ.ઓ. તથા ગીર પશ્ચિમ વિભાગના ડી.એફ.ઓ. રમેશ કટારાને આ બનાવની જાણ કરવા મોબાઈલ ઉપર સંપર્ક કરેલ પરંતુ બંને અધિકારીઓ એ બે કલાક સુધી ફોન રીસીવ કર્યો નહી. બાદમાં તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ ગાંધીનગર સ્થિત વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને બનાવની જાણ કરતા ગાંધીનગરથી વન વિભાગના અધિકારીઓએ તાલાલા અને જૂનાગઢ ખાતેના વન વિભાગના સ્ટાફને મોરૃકા (ગીર)ના બનાવની જાણ કર્યા બાદ વન વિભાગનું સ્થાનિક તંત્ર સફાળુ જાગ્યુ હતું.
ખોરાક-પાણીની શોધમાં સિંહો માનવ વસાહત સુધી
તાલાલા : વનવિભાગની બેદરકારી સામે ભારે લોક રોષ સાથે જંગલખાતા સામે ભારે ફીટકાર વરસી રહ્યો છે. છેલ્લા એક માસથી ઉનાળાની શરૃઆતમાં જંગલમાં પીવાના પાણીના સાંસાં થઈ ગયા હોય જંગલી જાનવરો ખોરાક અને પાણી માટે જંગલમાંથી માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા હોય નિર્દોષ લોકો અને પશુઓ ઉપર હિંસક પ્રાણીઓના હુમલાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.મોરૃકા (ગીર)માં હિંસક દીપડાનો પણ ત્રાસ તલાલા : મોરૃકા (ગીર)ની સહકારી મંડળીના પ્રમુખ હરસુખભાઈ ભાલોડીયાના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે થી ત્રણ માસ દરમિયાન જંગલી હિંસક દીપડાનો ત્રાસ મોરૃકા (ગીર)માં માજા મુકી રહ્યો છે. મોરૃકા (ગીર)ના પછવાડે રહેતા તમામ પરિવારોના રહેણાંક મકાનની આઠ થી દશ ફૂટ ઉંચી દિવાલ કુદી દીપડો ફળિયામાં પ્રવેશ કરી ફળિયામાં બાંધી રાખેલ પશુઓ ઉપર હુમલા કર્યા છે. મોરૃકા (ગીર)માં દીપડાના ત્રાસના બનાવોથી જંગલખાતાનો સ્ટાફ પણ બધુ જાણે છે છતાં પણ આજ સુધી કોઈ પરિણામલક્ષી કાર્યવાહી થઈ નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273099

Monday, March 21, 2011

૪ થી ૩૨ દિવસના પ્રસુતિકાળમાં ચકલી ૭ જેટલા ઇંડા મુકે છે.

આમરણના પક્ષીવિદે કરેલું વિશિષ્ટ અવલોકન
આમરણ, તા. ૧૯
જોડીયા તાલુકાના આમરણમાં પક્ષી નિરીક્ષકે ચકલીના પ્રસુતિ કાળ દરમિયાન ઇંડા મુકવાના દિવસો અંગે અને તેના મેટિંગ પીરિયડ વિશે રસપ્રદ નિરીક્ષણ કર્યુ છે. આ અહેવાલ મુંબઇ સ્થિત નેચરલ હિસ્ટરી સોસાયટીને પણ મોકલવામાં આવશે.
તાજા જન્મેલા બચ્ચાંને હોય છે ચાર પગ, જેમાંથી બે પગ બને છે પાંખો
આમરણના પક્ષી નિરીક્ષક જયસુખભાઇ માવદિયાએ નર-માદા ચકલીના બે અલગ અલગ જૂથનું નિરીક્ષણ કર્યુ હતું. જેમા એક જૂથની માદા ચકલીએ ૩૨ દિવસના લાંબા પ્રસુતિ કાળ દરમિયાન ૭ ઇંડા મુકયા હતાં એટલું જ નહીં પ્રસુતિકાળ દરમિયાન પણ ઇંડા મુકયાના સમય ગાળામાં આ માદા ચકલી મેટિંગ પિરિયડમાં વ્યસ્ત જોવા મળી હતી. આ પહેલાં પણ આ માદા ચકલીએ સળંગ ચાર દિવસમાં ચાર ઇંડા મુકયા હતાં. જૂથ-૨ની માદા ચકલીએ પાંચ દિવસમાં ચાર ઇડા મુકયા હતાં અને આ દિવસો દરમિયાન ૧૮થી ૨૦ વખત મેટિંગ પીરિયડમાં જોઇ શકાઇ હતી. ચકલીના ઇંડા મુકવાના દૈનિક ક્રમમાં કયારેક ૨થી ૩ દિવસ તો કયારેક ૧૭ દિવસ જેટલો લાંબો વિલંબ પણ થતો હતો.
ઇંડામાંથી ૧૫ દિવસના ગાળામાં ચાર પગવાળુ રાતા- રતુંબડા રંગનું બચ્ચું બહાર આવે છે જેના આંખના પોપચા બિડાયેલા અને બે ગ્રામનું વજન હોય છે. સમય જતાં આગલા બંને પગમાં રૃંવાટી અને પીંછા ઉગવા લાગે છે અને એ બંને પગ પાંખો બની જાય છે. આ પક્ષી નિરીક્ષકે નોંધ્યું છે કે ચકલીને તેના આવનાર પ્રસુતિ દિવસનો ખ્યાલ આવી જતો હોવાથી પંદર દિવસ પહેલાંથી જ માળો બનાવી લે છે. તેમનો આ નિરીક્ષણનો અહેવાલ પક્ષીઓ માટેની મુંબઇ સ્થિત સંસ્થા નેચરલ હિસ્ટરી સોસાયટીને મોકલવામાં આવનાર છે.
Source:http://www.gujaratsamachar.com/20110320/gujarat/ahd7.html

સિંહોનો હિંમતભેર મુકાબલો કરી જાન બચાવતો યુવાન.

ભેંસાણ પાસે પશુપાલક ઉપર પાંચ સાવજો ત્રાટકયા
ભેંસાણ, તા. ૧૯
ભેંસાણના છોડવડી નજીક આવેલા નવા પીપળીયાની સીમમાં આજે સવારે પાંચ સિંહોએ યુવાન ખેડૂત ઉપર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતાં તેમને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયેલ છે, જયારે અન્ય એક ખેડૂત સિંહોને જોઇને ભાગી જતાં તેને પણ ઇજાઓ થઇ હતી. સિંહના હુમલાથી પીપળીયાના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે વન અધિકારીના જણાવ્યા મુજબ હુમલા સમયે બે સિંહો, બે સિંહણો અને ત્રણ સિંહ બાળ જોવા મળ્યા હતાં.
સિંહોને જોઇ ભાગવા જતા એક ખેડૂત ઘવાયો, નવા પીપળીયાની સીમમાં ૨ સિંહ, ૨ સિંહણ તથા ૩ બાળ સિંહ દેખાયાની ચર્ચા
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે આઠ વાગ્યે નવા પીપળીયા ગામના યુવાન ખેડૂત બાવકુભાઇ નાગભાઇ (ઉ.વ.૩૫) પોતાના માલ ઢોર લઇને છોડવડી અને નવા પીપળીયાની વચ્ચે આવેલ ગૌચરની જમીનમાં ઢોર ચરાવી રહ્યા હતા તે દરમિયાન ૨ સિંહ, ૨ સિંહણ અને ૩ સિંહ બાળનું ટોળુ ઓચિંતુ આ જગ્યા પર આવી ચઢેલ, એકસાથે સિંહના ટોળાને જોઇને બાવકુભાઇ ગભરાઇ ગયેલ હતા પરંતુ હિંમતભેર પોતાનો અને ઢોરનો બચાવ કરવા પ્રયાસ કરેલ હતો છતાં આ યુવાન પાંચ જેટલા સિંહોએ ઓચિંતો હુમલા કરવા પ્રતિકાર કર્યો હતો. યુવાને સિંહોની બાથમાંથી છૂટીને નાસી છૂટવામાં સફળ રહેલ હતો. બાજુના ખેતરમાં કામ કરી રહેલ મનસુખભાઇ રણછોડભાઇ સાંકરીયા નામના ખેડૂત પણ સિંહોને જોઇ ભાગવા જતાં તેમને પણ ઇજા થઇ હતી. ખેડૂતોએ ઇજાગ્રસ્ત બાવકુભાઇને વાડી વિસ્તારમાંથી રોડ સુધી લઇ જઇને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ હતાં. આ સમગ્ર બનાવની જાણ થતાં લોકોના ટોળે-ટોળા વળ્યા હતા.
Source: http://www.gujaratsamachar.com/20110320/gujarat/ahd6.html