Monday, February 27, 2012

ra >> Latest News >> Amreli અમરેલી જિલ્લામાં ઓણ સાલ ‘કેસર કેરી’ લુમેઝૂમે પાકશે.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:04 AM [IST](25/02/2012)
પોતાના આગવા સ્વાદ અને સુગંધ થકી દેશભરમાં નામના મેળવનાર કેસર કેરીની અમરેલી જીલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા અને અમરેલી તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ખેતી થાય છે. ચાલુ વર્ષે અત્યાર સુધી વાતાવરણ સાનુકુળ રહેતા કેરીનો મબલખ પાક થવાની સંભાવના જોવાઇ રહી છે. અમરેલી પંથકમાં આંબામાં મોટા પ્રમાણમાં ખાખડીઓ બેઠેલી છે. જો હજુ એકાદ મહિના સુધી વાતાવરણમાં અણધાર્યો ફેરફાર નહી આવે તો ઉનાળામાં ઢગલા મોઢે કેસર કેરી બજારમાં ઠલવાશે.

અમરેલી જીલ્લામાં ઓણ સાલ કેસર કેરીનો મબલખ પાક ઉતરશે તેવી ખેડૂતોને આશા છે. કારણ કે આંબાવાડીમાં દરેક આંબા પર પોષ્કળ પ્રમાણમાં મોર આવ્યો છે અને ખુબ મોટી સંખ્યામાં ખાખડીઓ બંધાયેલો જોઇ શકાય છે. વળી જ્યાં આગોતરો પાક બેઠો છે ત્યાં તો કેરી ઘણી મોટી થઇ ગઇ છે. સૌથી મહત્વની વાત એ છે કે ગત વર્ષે મોર બેઠા બાદ બે વખત માવઠુ થયુ હતુ પરંતુ ઓણ સાલ આ વિસ્તારમાં કેસર કેરી માટે ખુબ જ સાનુકુળ વાતાવરણ જોઇ શકાય છે. તેના કારણે જ ખાખડીઓ મોટી થવા લાગી હોવા છતાં હજુ સુધી બજારમાં દેખાતી નથી. કારણ કે સાનુકુળ વાતાવરણના કારણે ખાખડીઓ આંબા પરથી ખરી જ નથી.
અમરેલી જીલ્લામાં ધારી તાલુકામાં ધારગણી દીતલા, ઝર, મોરઝર, માલસીકા, છતડીયા, દડવા, ઢોલરવા, સાવરકુંડલા તાલુકામાં સેંજળમેવાસા, પીઠવડી, પીયાવા, વંડા, ભમોદરા, નેસડી, કાત્રોડી, ખાંભા તાલુકામાં તાતણીયા, ગીદરડી વગેરે ગામોમાં કેસર કેરીની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. અહિંના ખેડૂતો મોટી સંખ્યામાં આંબાવાડીઓ ધરાવે છે. આ ઉપરાંત અમરેલી તાલુકામાં પણ અનેક ગામોમાં કેસર કેરીની ખેતી થાય છે.
જીલ્લાના દરેક વિસ્તારમાં આંબાવાડીઓમાં લુમેઝુમે ખાખડીઓ લટકી રહી છે. જો આગામી એકાદ મહિના સુધી વાતાવરણ આ રીતે સાનુકુળ રહેશે તો આ ખાખડીઓ મોટી કેરી બની જશે. કદાચ પ્રતિકુળ હવામાનમાં ખાખડીઓ ખરી પડે તો પણ પાક એટલો મોટા પ્રમાણમાં આવ્યો છે કે મોટા જથ્થામાં કેસર કેરી ઉનાળામાં બજારમાં જોવા મળશે. સાવરકુંડલા અને ધારી પંથકમાં તો કેટલાક આંબાઓ ૪૦ થી ૫૦ વર્ષ જુના છે.

વધુ એક દીપડો પાંજરે પૂરાયો: સંખ્યા 6એ પહોંચી.

Source: Bhaskar News, Dolasa   |   Last Updated 1:51 AM [IST](26/02/2012)
કોડીનારનાં અડવી ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પૂરાયો હતો. છેલ્લા એક અઠવાડીયામાં છ વન્યપ્રાણીઓ પાંજરામાં કેદ થયા છે.
આ અંગેની મળતી વિગત મુજબ અડવી ગામની સીમમાં મધ્યરાત્રીનાં બે વાગ્યાની આસપાસ ધીરૂભાઇ સોમાભાઇ કાતીરાની વાડીમાં દીપડાએ ગાયનું મારણ કર્યા બાદ વન વિભાગનાં બુધેચભાઇ, સરાણીયાભાઇ, જે.બી.ભટ્ટી સહિતનાં સ્ટાફે ત્યાં પાંજરે ગોઠવી દીધુ હતું. અને શિકારની લાલચે આવેલો દીપડો આ પાંજરામાં કેદ થઇ ગયો હતો. વધુ એક દીપડો પાંજરે પૂરાતાં લોકોએ આંશીક રાહતનો શ્વાસ લીધો છે.
અત્રે નોંધનીય બની રહેશે કે, હાલ ઘઉં, શેરડી, બાજરીનાં પાકની મોસમ ચાલે છે. અને વીજ પુરવઠો રાત્રી પાળીમાં આપવામાં આવતો હોય ખેડૂતો સતત ગભરાટ અનુભવી રહ્યા છે ત્યારે ખેતીવાડી વીજ પુરવઠો દિવસનાં સમયગાળામાં આપવા સરપંચ જેસીંગભાઇ ડોડીયાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

કોડીનાર: નદીનાં પટમાંથી છ ફૂટ લાંબી મગર આવી ચઢી.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:31 AM [IST](26/02/2012)
- કોડીનારનાં મુળ દ્વારકા રોડ પર મગર આવી ચઢી: વનવિભાગે પાંજરે પૂરી
કોડીનારનાં મુળ દ્વારકા રોડ પર એક ખેતરમાં ઘુસી આવેલી મગરને વનવિભાગે પાંજરે પૂરતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગેની મળથી વિગત અનુસાર તાલુકાનાં મુળ દ્વારકા રોડ પર મહાપ્રભુજીની બેઠક સામે નાથાભાઇ ભીખાભાઇ રાઠોડની વાડીમાં ચાલતા રાબડા પાસે નદીનાં પટમાંથી છ ફૂટ લાંબી મગર આવી ચઢતાં પ્રકૃતિ નેચર ક્લબનાં દિનેશગીરી ગૌસ્વામી, જીજ્ઞેશ ગોહીલ, કનૈયા ધારૂકીયા સહિતનાં ઘટના સ્થળે દોડી ગયા હતા.
ત્યારબાદ વનવિભાગ જામવાળાનાં આરએફઓ પરષોતમનાં માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટીમનાં ભરવાડ, રામભાઇ, બુધેશભાઇ ગૌસ્વામી સહિતનાં સ્ટાફે ત્યાં પહોંચી જઇ મગરને પાંજરે પૂરી જામવાળા રેન્જ ખાતે લઇ ગયા હતા. આ વિસ્તારમાં નદી પટમાં અવાર-નવાર મગરો જોવા મળતી હોય વનવિભાગ ઘટતી કાર્યવાહી કરે તેવી ખેડૂતોમાંથી માંગણી ઉઠી છે.

ગીર જંગલમાં મોટાભાગની નદીઓ ખાલી ખમ.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:31 AM [IST](26/02/2012)
- પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીનાં સ્ત્રોત ઉભા કરવાની તાતી જરૂરિયાત, વન વિભાગ નિષ્ક્રિય
ઉનાળાનાં આગમન પૂર્વે જ ગીર જંગલમાં મોટા ભાગની નદીઓ ખાલી ખમ્મ થઇ જતાં વન્યપ્રાણી-પક્ષીઓ માટે પીવાના પાણીનાં સ્ત્રોત ઉભા કરવાની તાતી જરૂરીયાત છે. પરંતુ આ મહત્વના મુદ્દે વન વિભાગ નષ્ક્રિીય ભૂમિકા ભજવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગીર જંગલ અને વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગની કામગીરીઓ માત્ર કાગળ ઉપર જ થઇ જતી હોય છે. વધુમાં મળતી વિગત મુજબ ગીર જંગલમાં મોટાભાગની નદીઓ ખાલી ખમ્મ થઇ ગઇ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ વન્ય પ્રાણીઓ માટે પાણીનાં નવા સ્ત્રોત ઉભા કરવા સામે વનવિભાગ બેદરકાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર ગીર જંગલમાં અંદાજીત ૩૦૦ જેટલા પાણીનાં પોઇન્ટો બનાવવામાં આવ્યા છે અને વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે જે વિસ્તારોમાં પાણીનાં કુદરતી સ્ત્રોત ખૂટી ગયા હોય તેવા વિસ્તારોમાં તાત્કાલીક પાણીનાં નવા સ્ત્રોત ઉભા કરવા આદેશો છુટયા હોવા છતાં આ કામગીરી કરવામાં વન વિભાગનો સ્ટાફ હજુ પણ નષ્ક્રિીય ભૂમિકા જ હોવાનું જાણવા મળે છે.
મજૂરોને માસીક સાડાચાર હજાર વેતન પણ કામગીરી ક્યાં -
પાણીનાં પોઇન્ટો ભરવા માટે મજુરો રાખવામાં આવે છે અને માસીક રૂ.સાડા ચાર હજારનું વેતન પણ ચૂકવવામાં આવે છે પરંતુ ખરેખર કામગીરી થાય છે? તેવાસવાલો પણ વન્ય પ્રાણી પ્રેમીઓમાંથી ઉઠયા છે.
અવેડાઓ પણ કાગળ ઉપર બની ગયા છે -
પાણીનાં પોઇન્ટ (અવેડો) નજીક કુવા અને ડંકીઓ હોય છે. મજુરોએ એકવાર અવેડો સાફ કરીને તેમાં પાણી ભરવાનું હોય છે. પરંતુ આવા અવેડાઓ પણ કાગળ પર જ બન્યા હોવાના લોકોમાંથી આક્ષેપો થઇ રહ્યા છે.
વન્ય પ્રાણીઓને ખેતરોમાં પાણી પીવા જવું પડે છે -
જંગલમાં પીવાના પાણીના સ્ત્રોત ન હોવાથી બોર્ડર નજીકનાં આવેલા ખેતરો-વાડીઓમાં વન્યપ્રાણીઓ પ્યાસ બુઝાવવા પહોંચી જતાં હોય છે. ખેતરોમાં આવેલા અવેડામાં દવાના પંપો અને ખેત ઓજારો ધોવામાં આવતા હોય છે ત્યારે કેટલાક અવેડાનું પાણી મજુરો માટે જોખમી પણ બની શકે છે. આ ઉપરાંત સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરાથી માનવ હુમલાના બનાવો પણ વધ્યા છે.

Saturday, February 25, 2012

શા માટે દામોદર કુંડમાં હજારો માછલાં પામ્યા મૃત્યુ? ભારે રહસ્ય.

Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 4:12 PM [IST](23/02/2012)
- ઉપરવાસના ચેકડેમો અને નારાયણ ધરામાં પણ આજ સ્થિતિ
- દૂષિત પાણી કારણભૂત?

ગરવા ગઢ ગિરનારની ગોદમાં વસેલા પવિત્ર દામોદર કુંડમાં આજે સવારે હજારો માછલાં મૃત હાલતમાં જોવા મળતાં તીર્થગોરે આ અંગે વનવિભાગ અને ધારાસભ્યને જાણ કરી હતી. તપાસ કરતાં દામોદર કુંડની ઉપરવાસનાં ચેકડેમોમાં પણ આ જ સ્થિતિ હોવાનું માલુમ પડ્યું હતું.
- 3 ચેકડેમોમાં પણ આ જ સ્થિતિ
દામોદર કુંડમાં આજે સવારે હજારો માછલાં મૃત હાલતમાં તરતા જોવા મળતાં તીર્થગોર અને ભાજપનાં અગ્રણી નિર્ભય પુરોહિતે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમની સાથે રહી દામોદર કુંડનાં ઉપરવાસમાં આવેલા વનવિભાગ હસ્તકનાં ૩ ચેકડેમોમાં તેમજ નારાયણ ધરામાં પણ આજ સ્થિતિ જોવા મળી હતી. આટલા મોટાપાયે માછલાનાં મોત દૂષિત પાણીને લીધે થયાનું અનુમાન થઇ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ મહાશિવરાત્રિનાં મેળા દરમ્યાન લાખ્ખો ભાવિકો ભવનાથમાં રાતવાસો કરતા હોય છે. પરંતુ પ્રદૂષિત પાણીનાં નિકાલ માટે હજુ સુધી ગટરની કોઇજ વ્યવસ્થા કરાઇ નથી. આ બધું જ પાણી સોનરખ નદીમાં ઠલવાય છે. જેને પગલે એ આગળ જતાં નારાયણ ધરા અને ત્યારબાદ દામોદર કુંડમાં આવે છે.
- વર્ષો પહેલા બનાવાયો હતો માસ્ટર પ્લાન
વર્ષો પહેલાં ભાજપનાં શાસન વખતે ભવનાથની ગટરો માટે માસ્ટર પ્લાન બનાવાયો હતો. પરંતુ બાદમાં તે અભરાઇએ ચઢાવી દેવાયો છે. ત્યારબાદ કોઇએ એ મામલે આગળ કશું જાણે કે વિચાર્યું જ નથી. દરમ્યાન બનાવની જાણ થતાં ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજી, જૂના અખાડાનાં વિશ્વંભર ભારતીજી, મોટા પીરબાવા તનસુખ ગિરીજી, કમંડલ કુંડનાં મહંત મુક્તાનંદગિરીજી, ઋષિભારતીજી, વગેરે સંતો તેમજ મેયર લાખાભાઇ પરમાર દામોદર કુંડ ખાતે દોડી ગયા હતા.
પવિત્ર દામોદર કુંડની સ્થિતી જોઇ સંતો ઉકળી ઉઠ્યા હતા. અને જાતે જ કુંડનું પાણી ખાલી કરી નાંખ્યું હતું. આ તકે વિશ્વંભર ભારતીજીએ જણાવ્યું હતું કે, ગટરનાં પાણીને લીધે આવું થયું હોઇ હવેથી પવિત્ર દામોદર કુંડમાં બોરનું પાણી ભરી શકાય તે માટે મનપાનાં વોર્ડ નં. ૯ નાં કોર્પોરેટર એભા કટારાએ પોતાનાં હસ્તકની રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી દીધી છે.
- વન્ય પ્રાણીઓનું શું ?
નિર્ભય પુરોહિતે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, માછલાની આ હાલત થઇ છે અને છેક ઉપરવાસમાંથી દૂષિત પાણી આવે છે. ત્યારે જંગલમાં વિહરતા પ્રાણીઓ આ પાણી પીવે તો તેમની હાલત શી થાય એ ફક્ત કલ્પનાનો જ વિષય છે.
- ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય તો આવું બની શકે
આ અંગે જાણકારોનાં મતે પાણીમાં જો ઘન પદાર્થોની માત્રા વધી ગઇ હોય તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. આ સ્થિતીમાં માછલાં સહિત તેમાં વસતા જીવોનાં મૃત્યુ થઇ શકે.
તમામ તસવીરો મેહુલ ચોટલિયા, જુનાગઢ
 
 

 

 

 

 

 

 

 

 

 

માધુપુર (ગીર) માં ઝેરી મધમાખીનાં ડંખથી ચાર ઘાયલ.

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:30 AM [IST](25/02/2012)
જુવારનાં પાકમાંથી ઝેરી માખીઓ ઉડતા ખેડૂત પિતા-પુત્ર અને મજુર દંપતિ ભોગ બન્યા
તાલાલાનાં માધુપુર (ગીર) ગામે ખેતરમાં જુવાર વાઢવા ગયેલા આહીર ખેડૂત પિતા-પુત્ર સહિત ખેતમજૂર ચારણ દંપતિને જુવારના પાકમાંથી ઉડેલી ઝેરી મધમાખીઓએ શરીરમાં ઠેક ઠેકાણે ડંખ મારી દેતાં ચારે’યને ૧૦૮માં તાલાલા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
માધુપુર (ગીર) ગામનાં રેલવે સ્ટેશન નજીક આહીર ભીખાભાઈ અરજણભાઈનાં ખેતરમાં આજે સવારે ખેડૂત ભીખાભાઈ તેમનો પુત્ર રમેશ અને ખેતમજુર દંપતિ જાનુબેન ભુરાભાઈ અને ભુરાભાઈ ભીમાભાઈ જુવાર વાઢવા ગયેલ જેમાં વાડી માલીક પુત્ર રમેશ આગળ હોય જુવાર કાપતા જુવારમાં બેસેલ ઝેરી મધમાખીઓ ઉડી હતી.
રમેશે પોતાની પાસે રહેલી પછેડી ઓઢી લેતાં ઝેરી માખીઓ પછેડી ઉપર ચોટી ગઈ હતી. રમેશે પછેડીની અંદર રહી તેમના પિતા ભીખાભાઈને મોબાઈલમાંથી ફોન કરી માખી ઉડતી હોય આગળ ન આવવા જણાવેલ. અડધો કલાક રાહ જોયા બાદ પુત્રની ચિંતામાં ઉતાવળા બનેલા ભીખાભાઈ અને સાથે ચારણ મજૂર દંપતિ રમેશ પાસે પહોંચ્યા ત્યાં ઝેરી મધમાખીઓ બધા ઉપર તુટી પડી હતી જેમાં વૃધ્ધ ખેડૂત ભીખાભાઈ અર્ધબેભાન અવસ્થામાં આવી ગયેલ. બનાવની જાણ થતા તાલાલાથી ૧૦૮ માધુપુર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાકીદે તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ જ્યાં ફરજ ઉપરના તબીબ ડૉ.આશીષ માંકડીયાએ ઈજાગ્રસ્તોના શરીરમાંથી ઝેરી માખીની લાળ કાઢી ભયયુકત કર્યા હતા.

બે સિંહ-ત્રણ દીપડા પાંજરે પૂરાયા છતાં આતંક યથાવત.

Source: Bhaskar News, Dolasa   |   Last Updated 12:14 AM [IST](25/02/2012)
વધુ એક દીપડાએ ગાયનું મારણ કરતાં લોકોમાં ગભરાટ
કોડીનાર તાલુકાનાં અડવી ગામની સીમમાં એક અઠવાડીયામાં બે સિંહ અને ત્રણ દીપડા પાંજરે પૂરાયા હોવા છતાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત જ હોય દીપડાએ ગાયનું મારણ કરતાં લોકોમાં ગભરાટ છવાયો છે.
અડવી ની સીમમાંથી વનવિભાગ દ્વારા અઠવાડીયામાં ત્રણ દીપડા અને બે સિંહને પાંજરે પુરવા છતાં માલઢોરનાં શિકારનાં બનાવો ઘટવા પામ્યા નથી. ગત તા.૧૫ ફેબ્રુ.એ સવારનાં સુમારે બચુભાઇ દુદાભાઇની વાડીમાં વસવાટ કરતાં સાત સાવજોનાં ટોળા પૈકી બે સાવજ વચ્ચે યુધ્ધ ખેલાયું હતું અને વન વિભાગે ઘાયલ સિંહ અને હુમલો કરનાર સિંહને પાંજરે પૂરી સાસણ લઇ ગયા હતા.
ગત તા.૧૭નાં દીપુભાઇ ભગવાનભાઇની વાડીમાં દીપડાએ એક વાછરડીનું મારણ કર્યા બાદ બચ્ચા સહિત દીપડી પાંજરામાં કેદ થઇ હતી. ગત તા.૧૮નાં ખુંખાર દીપડો પાંજરામાં કેદ થયો હતો. પરંતુ હિંસક પ્રાણીઓનો આંતકતો યથાવત જ હોય તેમ ગત તા.૧૮નાં રોજ ધીરૂભાઇ સોમાભાઇ કાતીરાની વાડીમાં વધુ એક દીપડાએ ત્રાટકી ગાયનું મારણ કરતાં ખેડૂતોમાં ગભરાટની લાગણી છવાઇ જવા પામી છે. 

આ દીપડાને પાંજરે પુરવા વનવિભાગે કવાયત હાથ ધરી છે. અડવીની સીમમાં વન્યપ્રાણીઓ કેટલા ? તેવા સવાલો લોકોમાંથી ઉઠ્યા છે. ગીર વિસ્તાર કરતાં વન્યપ્રાણીઓની સંખ્યા વધી હોવાનું સરપંચ જેસીંગભાઇએ જણાવ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-killed-cow-2904379.html

કમલેશ્વર ડેમમાંથી ૧૪ ગામોને પાણી અપાશે.


Source: Bhaskar News, Talala   |   Last Updated 2:18 AM [IST](24/02/2012)
ગીર જંગલમાં સિંહો સહિ‌તનાં વન્યપ્રાણીઓને પીવા ૧૦૦ એમ.સી.એફ.ટી જથ્થો રાખી તાલાલા-વેરાવળ તાલુકામાં ઉનાળુ પિયત માટે
રપ૦ એકર જમીનમાં ૩૦૦ એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો સમયાંતરે હીરણ નદીમાં ઠાલવાશે
તાલાલા શહેર સાથે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર અને ગીર જંગલનાં વન્યપ્રાણીઓ માટે પીવાનાં પાણીનાં એકમાત્ર સ્ત્રોતા એવા જંગલ મધ્યે આવેલા કમલેશ્વર ડેમ (હીરણ-૧) ડેમમાંથી સિંહો સહિ‌તનાં વન્યપ્રાણીઓને પીવાનાં પાણી માટે ૧૦૦ એમ.સી.એફ.ટી. જથ્થો અનામત રાખી તાલાલા પંથકનાં પાંચ ગામોને નદીમાંથી અને નવ ગામોનાં ખેડુતોને કેનાલ દ્વારા ઉનાળાનાં પિયત માટે સિંચાઇ વિભાગ દ્વારા ૬ 'પાણ’ આપવામાં આવશે.
તાલાલાની હીરણનદીમાં કમલેશ્વર ડેમમાંથી પાણીનો જથ્થો સિંચાઇ માટે છોડવા અંગેની વિગતો આપતા હીરણ-૧ સિંચાઇ યોજનાનાં સેકશન ઇજનેર એન.એમ.હોથી અને નાયબ ઇજનેર પરમારે જણાવેલ કે કમલેશ્વર ડેમમાં હાલ પરપ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ડેડસ્ટોક બાદ કરતા રહે છે. જેમાંથી ૧૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ગીર જંગલનાં પ્રાણી-પક્ષીઓનાં પીવા માટે અનામત રાખવામાં આવશે.
બાકી વધતા ૪રપ એમ.સી.એફ.ટી.પાણીમાંથી તાલાલા શહેર ઉપરાંત તાલુકાનાં બાર ગામો અને વેરાવળ તાલુકાનાં પાંચ ગામોનાં ખેડુતોને ઉનાળુ પિયત માટે પ૦ એમ.સી.એફ.ટી.નાં છ પાણ સમયાંતરે ડેમમાંથી હીરણ નદીમાં ઠાલવી કુલ ૩૦૦ એમ.સી.એફ.ટી.પાણીનો જથ્થો હીરણ-૧ ડેમમાંથી સિંચાઇ માટે છુટો કરાશે તાલાલા ઉપરાંત ભાલછેલ,સાસણ,ચિત્રોડ, સાંગોદ્રા, ચિત્રાવડ, રમળેચીનાં ખેડૂતો નદી કાંઠા ઉપરની પોતાની જમીનોને નદીમાંથી મશીન દ્વારા પાણી આપી શકશે.
હીરણનદી ઉપર બાંધવામાં આવેલ કેનાલ મારફત તાલાલા, ઘુંસીયા, ગલીયાવડ, પીપળવા, બોરવાવ, વીરપુર, ગુંદરણ, ધ્રામણવા ગામનાં ખેડૂતોને પાણી અપાશે. વેરાવળ તાલુકાનાં ગુણપર, સોનારીયા, કાજલી સહિ‌તનાં ગામોને કેનાલથી પાણી અપાશે. હીરણ ૧ સીંચાઇ યોજનાથી ૧૪ ગામોનાં ખેડૂતો રપ૦ એકર જમીનમાં ઉનાળુ પાક મેળવી શકશે સાથે ઓરવાણા માટે ચોમાસા પહેલા પાણી જોઇતુ હોય તો ડેમમાં પાણીનાં જથ્થા પ્રમાણે ખેડૂતોને વધુ પાણી આપવામાં આવશે. આગામી બે દિવસ બાદ ડેમમાંથી પાણી હીરણનદીમાં છોડવાનું શરૂ થશે.
તળ ઉંચા આવતા પાણીની માંગ અડધી થઇ
તાલાલા પંથકમાં છેલ્લા પાંચ વર્ષથી થતા સારા વરસાદથી પાણીનાં તળ ઉંચા આવ્યા હોય ખેડુતોએ કુવા તંત્ર ઉતારી કે બોર કરાવ્યા હોય અડધો અડધ ખેડુતોની પાણીની જરૂરીયાત પોતાનાં ખેતરોમાં સંતોષાઇ જતી હોય સાથે સિંચાઇ માટે અપાતા પાણીની ફી આકરી હોય ખેડૂતોની પાણીની માંગ ઓછી થઇ હોય તેમ રપ૦ એકરનાં બદલે ૧રપ હેકટરમાં પિયત માટેનાં ફોર્મ ભરાયા છે.
કેસરકેરી ઉત્પાદક ખેડુતોને વધુ ફાયદો થશે
કેસરકેરીનું મબલખ ઉત્પાદન કરતા તાલાલા પંથકનાં ૧૪ ગામોનાં કેસર કેરીનાં આંબાનાં બગીચા ધરાવતા ખેડૂતોને હીરણ-૧માંથી ઉનાળુ પિયતનું અપાતુ પાણી આર્શીવાદ રૂપ બને છે. કેસરકેરીનાં આંબાને પાણી આપવાની શરૂઆતનો સમય થતો હોય અને કેરીનો પાક તૈયાર થઇ જતો હોય તે સમયગાળા દરમ્યાન સમયાંતરે મળતા છ પાણમાં ખેડૂતો કેસરનાં આંબાને તૃપ્ત કરી શકે છે અને ઉનાળામાં પાણીની ખેંચ આવે તો આમથી તેમ ભટકવુ પડતુ નથી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-kamleswar-dam-water-supply-to-14-villages-2902508.html?OF5=

ખાપટમાં દીપડીએ ફાડી ખાધેલા બાળકનાં પરિવારજનોને સહાય.

Source: Bhaskar News, Una   |   Last Updated 3:01 AM [IST](24/02/2012)
ઊનાનાં ખાપટ ગામની સીમમાં રહેતા દેવીપૂજક પરિવારનાં ૩ વર્ષનાં બાળકને દીપડીએ ફાડી ખાધો હતો. જેથી વનતંત્રએ આ પરિવારને દોઢ લાખ રૂપિયાની સહાય ચૂકવી છે.
ઊનાનાં ખાપટની સીમમાં રહેતા અને માલઢોરની લે-વેચનો વ્યવસાય કરતા નાનજીભાઇ વલકુભાઇ વાઘેલાનાં ત્રણ વર્ષનાં પુત્ર રવિને તા.૧૯ ફેબ્રુઆરીની રાત્રીનાં સમયે દીપડી ઉઠાવી ગઇ હતી. બીજા દિવસે આ માસુમનાં માત્ર અવશેષો જ મળી આવતા પરિવારમાં કલ્પાંત મચ્યો હતો.
આ પરિવારને સરકાર તરફથી રૂ.દોઢ લાખનો એક સહાયરૂપે આપવાનો હોય આજે ધારીથી રેસ્કયુટીમનાં એ.સી.એફ. રૈયાણી અને જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આહીરે ખાપટ ગામે જઇ આગેવાનો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં દેવીપૂજક પરિવારને સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

Thursday, February 23, 2012

માતાની ગોદમાંથી બાળકને ઉઠાવી ફાડી ખાતો દીપડો.


ઉના, તા.ર૦ :
ઉના તાલુકાના ખાપટની શાળાની પાછળ સૂતેલા દેવીપૂજક પરિવારના એક બાળકને એક દીપડાએ ઉઠાવી જઈ ફાડી ખાતા સમગ્ર ઉના પંથકમાં ભારે અરેરાટી વ્યાપી છે. જંગલ ખાતાએ આ દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. મુળ ગરાળના હાલ, ઉના તાલુકાના ખાપટ ગામે શાળાની પાછળ રાતડ ગામ તરફ જતા રોડ પર રહેતા અને બળદ અને ઘેટા બકરા લે વેચનો ધંધો કરતા દેવીપૂજક નાનજીભાઈ વલકુભાઈ તેના પત્ની, ૩ દીકરા અને એક દીકરી અને માલઢોર,ગાડા સાથે ગઈ કાલે રાત્રીના પડાવ નાખ્યો હતો. તેમની સાથે ત્રણ જેટલા બળદો અને પાંચથી છ બકરા હતા. આ વિસ્તારમાં રાની પશુઓની રંજાડ હોય તેમણે બળદગાડાની નીચે પોતાના ચારથી પાંચથી છ બકરાને રાખ્યા હતા. બળદગાડાની આસપાસ વાડ પણ બાંધી દીધી હતી. બાજુમાં પોતે પોતાના પરિવાર સાથે જમીન પર સુતા હતા.
  • ખાપટની સીમમાં બનેલો બનાવ
રાત્રીના દસ વાગ્યા આસપાસ તેમનો વચેટ પુત્ર રાજેશ (ઉ.૩) તેની માની સોડમાં સુતો હતો. આ વખતે શિકારની શોધમાં આવી ચડેલા એક દીપડાએ રાજેશને ઉઠાવી નાસી છૂટયો હતો. આ સમયે અવાજ થતા નાનજીભાઈ સફાળા જાગી ગયા હતા અને તેની પત્નીને જગાડતા તેનો પુત્ર રાજેશ ન હોય નકકી કોઈ જાનવર ઉઠાવી ગયા હોવાનો અહેસાસ થતા તેમણે ગામના સરપંચને જાણ કરતા તેમણે જસાધાર રેન્જ ઓફિસને જાણ કરતા આરએફઓ આહીરે આ અંગે ડીએફઓ શર્માને વાકેફ કરતા તેમના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર પી.એ.મારૂ, ઓડેદરા વગેરેની રેસ્કયુ ટીમ બનાવી સ્થળ પર પહોંચી ગયા હતા અને આખી રાત માસુમની શોધખોળ હાથ ધરી હતી. પરિવાર અને જંગલખાતાની શોધખોળ છતાં રાજેશનો પતો લાગ્યો ન હતો. વહેલી સવારના નજીક આવેલી ભગવાનભાઈ રાજસીભાઈ મકવાણાની વાડીમાંથી માસુમ રાજેશની ખોપરી,હાથનો પંજો અને પગનો પંજો મળી આવતા અને પરિવારના સભ્યોએ જોતા હતપ્રભ બની ગયા હતા. હૈયાફાટ રૂદન વચ્ચે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.દરમિયાન ડીએફઓ પણ, ઘટના સ્થળે પહોંચી ગયા હતા.મૃતકના પરિવારને સાંત્વન આપ્યું હતું.
મૃતકના પરિવારને વહેલી તકે સહાય મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. જયારે ડીએફઓ શર્માએ જણાવ્યું હતું કે આ માવનભક્ષી દીપડાને પકડવા વન તંત્રને ઘટના સ્થળે ખડેપગે રાખી અલગ અલગ જગ્યાએ ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સાંજ સુધીમાં દીપડો પાંજરે પુરાઈ જવાની જંગલખાતાને આશા છે.
માલઢોરના રક્ષણની કાળજી રાખવામાં પરિવારની કાળજી રાખવાનું ભુલી ગયા
ઉના : દેવીપૂજક પરિવાર તેમના માલઢોરની કાળજી રાખી સલામત સ્થળે રાખ્યા અને માલઢોરનો રાની પશુઓ શિકાર કરી ન જાય તે માટે ગાડા સાથે બચાવવા આડસ પણ કરી હતી. બાજુમાં જ પરિવાર ખુલ્લામાં સુતો હતો તેમાં માતાની સોડમાં સુતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો અને શિકાર કરી ગયો હતો.આમ માલઢોરની કાળજી લેવામાં પરિવારના એક સભ્યને ગુમાવવો પડયો હતો.
પુત્રના અવશેષો જોઈ પિતાનું હૈયાફાટ રૂદન
ઉના : ૩ વર્ષના માસુમ રાજેશના અવશેષો જેમાં ધડનો ભાગ,પગના પંજા,હાથના પંજાનો ભાગ જોઈ તેના પિતા નાનજીભાઈનું હૈયાફાટ રૂદન જોઈ ઉપસ્થિત લોકોની આંખમાંથી અશ્રુઓની ધાર થઈ હતી. અને ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=36661

મેળામાં દીપડો ત્રાટક્યો, યાત્રિક અને વન કર્મચારી ઉપર હૂમલો.



 જૂનાગઢ, તા.૨૦
મહાશિવરાત્રિના મેળામાં આજે છેલ્લા દિવસે વહેલી સવારે એક દોઢેક વર્ષનો દીપડો ત્રાટક્યો હતો. રૂપાયતન રોડ ઉપર આવેલા કચ્છી ભવનમાં ઘુસી ગયેલા આ દીપડાએ મુંબઈના એક યાત્રિક ઉપર હૂમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. જો કે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયેલા વનવિભાગે ત્રણ કલાકના લાંબા રેસ્ક્યૂ ઓપરેશન બાદ દીપડાને બેભાન કરીને પકડી લીધો હતો. આ ઓપરેશન દરમિયાન દીપડાએ વન કર્મચારી ઉપર પણ હૂમલો કર્યો હતો.
·        પેટા... ત્રણ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ મહામહેનતે દીપડો પકડાયો
·        કચ્છી ભવનમાં બનેલી ઘટના : ભાવિકોમાં નાસભાગ
આ વિશેની મળતી વિગતો અનુસાર ભવનાથ વિસ્તારમાં રૂપાયતન રોડ ઉપર આવેલ કચ્છી ભવનમાં આજે સવારે છ વાગ્યાના અરસામાં ગિરનાર જંગલમાંથી આવેલો એક દીપડો ઘુસી ગયો હતો. ભવનના બીજા માળે પહોંચી ગયેલા આ દીપડાથી અજાણ એવા મુંબઈના ઘાટકોપરના એક યાત્રિક મુલચંદ હંસરાજ છેડા(ઉ.વ.૬પ) પોતાના રૂમની બહાર નિકળતા આ દીપડાએ તેના પર હૂમલો કર્યો હતો. જેમાં તેઓને પેટની ડાબી બાજુના ભાગે અને ડાબા હાથના ખંભામાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બીજી તરફ ઘટનાની જાણ થતા જ એ.સી.એફ. કે.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. પી.જે.મારૂ અને ફોરેસ્ટર એમ.ટી.મકવાણા તથા ગુલાબબેન સુવાગીયા સક્કરબાગ ઝૂ ની ટ્રેકર્સ પાર્ટી સાથે પહોંચી ગયા હતાં. અને ત્રણેક કલાકની કવાયતના અંતે આખરે દીપડાને બેભાન કરીને પડકી લેવામાં સફળતા મળી હતી. આ ઓપરેશન બાદ બેભાન થયેલો દીપડો ફરી વખત થોડો ભાનમાં આવી જતા સક્કરબાગ ઝૂ ની ટીમના કર્મચારી હનિફભાઈ ઉપર હૂમલો કર્યો હતો. જેમાં આ કર્મચારીને પેટના ભાગે થોડી ઈજા પહોંચી હતી. પકડાયેલા આ દીપડાને સારવાર આપીને પરત બોરદેવીના જંગલમાં છોડી મૂકવામાં આવશે. બનાવના પગલે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=36470

ફેફસાની બિમારીથી પીડાતી વૃદ્ધ સિંહણે દમ તોડી દીધો.


ઉના તા. ૨ર
આશરે ૧૪ વર્ષની વય ધરાવતી અને બે બે વાર સારવારમાં લાવવામાં આવેલી સિંહણને ફેફસામાં સિવિયર ઈન્ફેકશન થઈ જતાં જસાધાર વાઈલ્ડ લાઈફ એનિમલ કેર સેન્ટરમાં આ સિંહણે આખરે ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં છેલ્લા છ દિવસથી એક બિમાર અને અશકત બની ગયેલી સિંહણ સારવાર માટે હતી. તેને અગાઉ એકવાર સારવાર અપાઈ ચૂકી હતી. સાજી પણ થઈ ગઈ હતી.
ફેફસામાં સિવીયર ઈન્ફેકશન થઈ જતાં શિકાર કરવા પણ અસમર્થ હતી
 જેથી, ફરી વનમાં મુકત કરી દેવાઈ હતી. પરંતુ આ સિંહણ ફરી બીમાર પડતા એને જસાધાર લાવવામાં આવી હતી. બીમારીના કારણે સિંહણ શિકાર કરવામાં અને ખોરાક લેવામાં પણ મુશ્કેલી અનુભવતી હતી. તેને ફેફસામાં સિવીયર ઈન્ફેકશન (ચેપ) હોવાથી સઘન સારવાર ચાલુ હતી. પણ ફેફસાની ગંભીર બિમારીના કારણે આખરે આજે દમ તોડી દીધો હતો. ફરજ પરના વેટરનરી તબીબે તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતુ.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=37292

રાજુલાનું સિંહ સરઘસ પ્રકરણ: તપાસનો ધમધમાટ.


Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:36 AM [IST](20/02/2012)
સબ ડીએફઓ દ્વારા નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરાઇ
જાફરાબાદના ચૌત્રા ગામે એક માસ પહેલા ગંભીર હાલતમાં બિમાર સિંહ મળી આવતા સિંહની સારવાર કરવાને બદલે રાજુલા લાવી કડકડતી ઠંડીમાં આખી રાત રાખી સવારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સિંહનું સરઘસ કાઢવાની ઘટનામાં ગાંધીનગરથી વનમંત્રીએ તપાસના હુકમો કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પ્રકરણમાં વનવિભાગના સબ ડીએફઓ દ્રારા નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત વિગત અનુસાર જાફરાબાદના ચૌત્રા ગામેથી જાન્યુઆરી માસમાં એક બિમાર સિંહ મળી આવ્યો હતો. આ બિમાર સિંહને જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવાને બદલે રાજુલા લાવવામાં આવ્યો હતો. અને જ્યાં કડકડતી ઠંડીમાં આખી રાત પાંજરૂ ઢાંકી રાખવામાં આવ્યો હતો.
બાદમાં સવારે બિમાર સિંહનું રાજુલાની બજારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ કાઢવામાં આવતા હજારો લોકો સિંહ દર્શન માટે એકઠા થતા સિંહની હાલત કફોડી બની હતી. આ ઘટના અંગે ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા તેમજ રાજુલાના વિનોદભાઇ પરમારે ગાંધીનગર સુધી કરી હતી. આ બાબતે વનમંત્રીએ તપાસના હુકમો કર્યા હતાં.
તપાસનો ધમધમાટ શરૂ થતા અમરેલીના સબ ડીએફઓએ ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાનું નિવેદન નોંધ્યું હતું. અને સિંહના સરઘસના પુરાવા રૂપે સીડી સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ ઉપરાંત રાજુલા રહેતા વિનોદભાઇ પરમારનું પણ નિવેદન નોંધ્યું હતું.
સિંહના સરઘસની આ ઘટનામાં આરએફઓ સામે કડક પગલા લેવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત આ ઘટનામાં પોલીસ સામે પગલા લેવા ગૃહખાતા અને વનવિભાગમાં ગીર નેચર યુથ ક્લબ દ્રારા રજુઆતો કરવામાં આવી છે.

સસસ..અવાજ નહીં, સાવજો ફરમાવી રહ્યાં છે આરામ.



Source: Bhaskar News, Junagadh   |   Last Updated 5:32 AM [IST](23/02/2012)
ગીર નેશનલ પાર્કમાં બુધવારે બે સાવજે આ રીતે રસ્તા પર જ આરામ ફરમાવવાનું નક્કી કરતા સ્થાનિક વાહન વ્યવહાર થોડા સમય માટે સ્થગિત થઈ ગયો હતો. બંને સાવજ જોકે આક્રમક મૂડમાં નહીં હોવાથી છકડામાં પસાર થઈ રહેલા લોકો ખૂબ નજીક કોઈ ચિંતા વિના ઊભા રહી શક્યા હતા. ૧૪૧૨ ચોરસ કિ.મી.માં ફેલાયેલા આ અભ્યારણ્યમાં અનેક નાના ગામડાં છે જેના રહેવાસીઓએ રોજેરોજ આ રીતે જંગલમાંથી પસાર થવું પડે છે. ૨૦૧૦ની ગણતરી અનુસાર ગીરમાં ૪૧૧ સિંહ-સિંહણ છે.

Saturday, February 18, 2012

જૂનાગઢની આર્થિક કરોડરજજુ શિવરાત્રિનો મેળો : પાંચ દિવસમાં રૂ.રપ કરોડનો લાભ.


જૂનાગઢ, તા.૧૭
યાત્રાધામ જૂનાગઢ શહેરના અર્થતંત્રની મુખ્ય કરોડરજ્જુ પ્રવાસીઓ છે. ખાસ કરીને મહાશિવરાત્રિનો મેળો તથા ગિરનાર પરિક્રમાના કારણે શહેરના અર્થતંત્રને સારો એવો ફાયદો મળે છે. અર્થશાસ્ત્રીઓના મતે મહાશિવરાત્રિના મેળાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શહેરના અર્થતંત્રને રૂ.રપ કરોડનો સીધો ફાયદો થશે ! મેળામાં ઉમટી પડતા લાખ્ખો યાત્રિકોના મુસાફરી ભાડા, રહેવા અને જમવાના સામાન્ય ખર્ચનો અંદાજ કરતા આ આંકડો બહાર આવે છે. જો કે, હકિકતે થતા લાભનો આંકડો તો ક્યાંય મોટો હશે. આમછતાં રાજ્ય સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા અહી ખાસ કંઈ સુવિધા યાત્રિકો માટે ઉભી કરવામાં આવતી નથી.
  • સંસ્થાઓને પરેશાન કરતા તંત્ર અને સરકારે સામેથી મફતમાં સુવિધા પુરી પાડવી જોઈએ
  • મુસાફરી, નાસ્તો, વ્યસન, રહેવા-જમવા માટે દરેક યાત્રિક દીઠ કરાતો રૂ.રપ૦ નો ખર્ચ
એક તબક્કે આખો મેળો ધાર્મિક, જ્ઞાતિ સમાજ અને સેવાભાવિ સંસ્થાઓના કારણે જ ચાલે છે. શિવરાત્રિના મેળામાં યાત્રિકોને ભલે વિનામુલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા મળી રહેતી હોય, ભક્તિ અને ભજન મેળાની ઓળખ ભલે હોય, પરંતુ આ મેળાથી જૂનાગઢને મોટો આર્િથક લાભ થાય છે. અર્થશાસ્ત્રીઓ દ્વારા માંડવામાં આવતી ગણતરી પ્રમાણે મેળામાં સરેરાશ ૧૦ લાખ યાત્રિકો ઉમટી પડે અને એક યાત્રિક દીઠ ફક્ત રૂ.રપ૦ નો ખર્ચ ગણવામાં આવે તો પણ રૂ.રપ કરોડની રકમ થવા જાય છે.વિગતવાર વિશ્લેષણ કંઈક એવું થાય છે કે, યાત્રિકો બસ, ટ્રેન કે ખાનગી વાહનોમાં જૂનાગઢ સુધી પહોંચે છે. અને જૂનાગઢ પહોંચ્યા બાદ લોકલ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પ્રમાણે ભવનાથ સુધી પહોંચે છે. ભવનાથ આવ્યા બાદ આ ક્રમ પ્રમાણે જ પરત જાય છે. આ ઉપરાંત અહી આવનાર યાત્રિકો એકાદ-બે દિવસનું રોકાણ કરે છે. સાથે સાથે શહેરના જોવા લાયક સ્થળોની પણ મૂલાકાત લે છે. આ પ્રવાસન ખર્ચમાં આજના મોંઘવારીના સમય અનુસાર રૂ.૧રપ થી રૂ.૧પ૦ જેટલો ખર્ચ એક યાત્રિક દીઠ થાય છે. આ ઉપરાંત મેળામાં આવનાર યાત્રિક જૂનાગઢ શહેર કે ભવનાથમાંથી જીવન-જરૂરી ચિજવસ્તુ, ચા-પાણી, પાન-માવા કે હળવા નાસ્તા માટે રૂ.પ૦ થી ૭પ નો ખર્ચ સામાન્ય સંજોગોમાં કરી નાખે છે. તો મેળાની યાદગીરી રૂપે ધર્મને લગતી ચિજવસ્તુઓ, બાળકોના રમકડા વગેરે પાછળ રૂ.પ૦ થી ૭પ નો ખર્ચ થઈ જાય છે. આમ સરેરાશ એક યાત્રિક દીઠ રૂ.રપ૦ નો ખર્ચ થતો હોવાનું ગણતરીકારો અનુમાન લગાવી રહ્યા છે. બીજી તરફ ભવનાથ વિસ્તારમાં ગોઠવાતા ફજેત ફાળકા, ખાણી-પીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ, ધાર્મિક ચિજ-વસ્તુઓ વેંચતા સ્ટોલ વગેરેના ધંધાર્થીઓ મેળા અને પરિક્રમા દરમિયાન વર્ષની અડધી કમાણી કરી લેતા હોય છે. મેળા, પરિક્રમા અને શિયાળાની પ્રવાસની સિઝન દરમિયાન આવતા લાખ્ખો યાત્રિકો આ ધંધાર્થીઓના મુખ્ય ગ્રાહકો હોય છે. બાકી આખુ વર્ષ ખાસ કંઈ ગ્રાહકો હોતા નથી. આવી રીતે જ શહેરના વેપારીઓ માટે પણ આ બાબત જ લાગું પડે છે.
ખુદ સરકાર સંચાલિત એસ.ટી. કે રેલવે દ્વારા પણ કમાણી કરવા માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એકસ્ટ્રા બસો કે ટ્રેનો શરૂ કરીને પ્રવાસીઓ પાસેથી મળતું ભાડું આ બન્ને તંત્ર માટે મોટી આવક બની રહે છે. જો કે મેળો આવકનું આટલું મોટુ સાધન હોવા છતાં સ્થાનિક તંત્ર કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કંઈ વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. ઉલટાનું અહી પોતાના ખર્ચે સેવા કરવા માટે આવતી સંસ્થાઓને પ્લોટ ફાળવણી કે પાસ, પરમીટ અને મંજૂરી જેવા મુદ્દાઓને લઈને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. એક સમયે મેળા માટે નવાબ અને સરકાર દ્વારા સહાય કરવામાં આવતી હતી. જેની સામે આજે તમામ તંત્ર દ્વારા બજાર ભાવ પ્રમાણે ભાડુ વસુલવામાં આવે છે. ભાડામાં પણ કોઈ રાહત આપવામાં આવતી નથી. મેળામાં આવતા લાખ્ખો યાત્રિકોની વ્યવસ્થા ફક્તને ફક્ત ધાર્મિક કે સેવાભાવી સંસ્થાઓને જ આભારી છે. આ યાત્રિકો માટે વિનામુલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા આ સંસ્થાઓ જ પુરી પાડે છે. આટલી વ્યવસ્થા કરવી એ સરકાર કે તંત્ર માટે ગજા બહારની વાત છે. ત્યારે કમ સે કમ શહેરના અર્થતંત્રને ધ્યાને રાખીને પણ મેળાના વિકાસ અને યાત્રિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.
મેળાની હાઈલાઈટ્સ
મેળામાં જ્ઞાતિ સમાજના ઉતારા
* પટેલ સમાજ     * તળપદા કોળી
* ઘેડિયા કોળી      * ચુંવાળીયા કોળી
* ક્ષત્રિય સમાજ   * ગુર્જર ક્ષત્રિય કડિયા
* દલિત સમાજ    * રબારી
* ભરવાડ            * સતવારા સમાજ
* લુહાર              * મચ્છુ કઠીયા સઈ સુતાર
* વાલ્મિકી સમાજ* અન્ય સમાજ
મેળામાં ઝૂંપડી’ ઉતારા
* બટુક વ્યાસનો ઉતારો
* ઉદા ભગતનો ઉતારો
* ચારણ સમાજનો ઉતારો
* હરીગીરી સ્વામીની જગ્યા
મેળામાં શું શું હશે ??
* ફજત ફાળકા
* ખાણી-પીણીના સ્ટોલ
* સ્પર્ધાના સ્ટોલ
* માળા-કંઠીના સ્ટોલ
* જનજાગૃતિના સ્ટોલ
* ફંડ-ફાળો કરતા સ્ટોલ
* રમકડાંના સ્ટોલ
* ધાર્મિક, મૂર્ત્તિ, છબી, કેસેટો વેંચતા સ્ટોલ
મેળામાં ચાલતા મુખ્ય અને વિશાળ અન્નક્ષેત્રો
* શેરનાથબાપુ સંચાલિત ગોરક્ષનાથ આશ્રમનું અન્નક્ષેત્ર
* મહામંડલેશ્વર ભારતીબાપુના આશ્રમનું અન્નક્ષેત્ર
* મહંત ગોપાલાનંદજી સંચાલિત પંચ અગ્નિ અખાડાનું અન્નક્ષેત્ર
* વસ્ત્રાપથેશ્વર મંદિરે ચાલતું અન્નક્ષેત્ર
* બ્રહ્મેશ્વર મંદિરનું અન્નક્ષેત્ર
* ગોવિંદાચાર્યજીના ઉતારાનું અન્નક્ષેત્ર
* ખોડિયાર રાસ મંડળનું અન્નક્ષેત્ર
* મેઘાનંદજી સંચાલિત ગિરનારની સીડી પરનું અન્નક્ષેત્ર
* ખાખચોક જગ્યામાં મહંત રામદાસજી સંચાલિત અન્નક્ષેત્ર
* પ્રેરણાધામ અન્નક્ષેત્ર
વ્યવસ્થા જાળવવામાં ભાગ લેતા તંત્ર
* વહીવટી તંત્ર      * મહાનગર પાલિકા
* પોલીસ તંત્ર       * વનવિભાગ
* વીજતંત્ર           * એસ.ટી. તંત્ર
* રેલવે વિભાગ     * આરોગ્ય વિભાગ
Source: http://www.sandesh.com/article.aspx?newsid=35807

તાલાલાનાં ધાવા અને રમળેચીમાં કિંમતી ચંદનનાં વૃક્ષોનું કટિંગ.


Source: Bhaskar News, Talala   |   Last Updated 2:52 AM [IST](18/02/2012)
- તાલાલા પંથકમાં ચંદન ચોર ટોળકી ફરી ઝળકી
- વનવિભાગ ઘોર નિંદ્રામાં
તાલાલા પંથકના જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગનાં પી.એફ. વિસ્તારમાં અવાર-નવાર ચંદનના કિંમતી વૃક્ષોની ચોરી થયેલ છે છતાં વનવિભાગ તરફથી સતકર્તા રાખવામાં આવતી ન હોય ચંદન ચોરોએ કાલે ધાવા (ગીર) અને આજે રમળેચી (ગીર)માંથી દસ વર્ષથી જુના ચંદનનાં વૃક્ષોનું કટિંગ કરી ચોરી કરી ગયા છતા વનવિભાગ સાવ નિંદ્રામાં હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.
ગીર જંગલમાં થતી કિંમતી વનસ્પતી અને વૃક્ષો મબલખ રૂપિયા રળી આપતા હોય તસ્કરો ચંદન વૃક્ષની ચોરી અગાઉ કરી ગયા હોવાના બનાવો બનેલા છે. અગાઉનાં બનાવો બાદ પણ સ્થાનિક તાલાલા વનખાતાની કચેરી તરફથી ફેરણાં-પેટ્રોલીંગના નામે નાટકો થતા રહેતા હોય ચંદનની ચોરી કરતી ટોળકી ફરી તાલાલા પંથકમાં ઉતરી આવી અને ગઈકાલે ધાવા(ગીર) ગામે સ્વામીજીની વાડીમાંથી દસ વર્ષનાં ચંદનના એક ઝાડનું ઈલેકટ્રીક કટરથી કટિંગ કરી ઝાડની ચોરી કરી ગયેલ.
ધાવા ગીરની વિગત હજુ તો તાલાલા વનવિભાગને મળે ત્યાં સવાર પડતા રમળેચી (ગીર) ગામે હીરણ નદીનાં કાંઠે આવેલ વજુભાઈ ડેડાણીયાની વાડી આગળથી સાત વર્ષનાં ચંદનનાં વૃક્ષનું કુહાડાથી કટિંગ કરી ચંદનચોરો તસ્કરી ગયા. રમળેચી ગામની સીમમાં આ સિવાય અન્ય ચારથી પાંચ ચંદનનાં વૃક્ષોની ચોરી થઈ હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક વનવિભાગ આળસ ખંખેરી કિમતી વન્યસંપદાના રક્ષણ માટે સાચા અર્થમાં ફેરણા-પેટ્રોલીંગ કરી કિંમતી વનસ્પતી-વૃક્ષોની તસ્કરી અટકાવી ચંદનનાં વૃક્ષોની ચોરી કરનાર ટોળકીને તાકીદે ઝબ્બે કરી કાપેલા ચંદનનાં વૃક્ષો મેળવે તેની ગીર પંથકમાંથી ઉગ્ર લોક માંગ ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-chandan-trees-cutting-out-in-talala-two-viilage-2876913.html

Friday, February 17, 2012

ધારી નજીક બિમાર સિંહણને પકડી સારવારમાં ખસેડાઇ.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 1:38 AM [IST](17/02/2012)
- ૨૪ કલાકમાં વનતંત્રએ બે બિમાર સિંહણને પાંજરે પુરી
ધારી તાલુકાના રાજસ્થળી ગામે એક સિંહણ બિમાર અવસ્થામાં આંટા મારતી હોવાની બાતમી મળતા દલખાણીયા રેંજના સ્ટાફે આ બિમાર સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે.
ગીર પૂર્વની જસાધાર રેંજમાં ગઇકાલે એક બિમાર સિંહણને પકડી સારવાર માટે ખસેડાયાની ઘટના તાજી છે ત્યાં આજે ગીર પૂર્વની દલખાણીયા રેંજમાં વધુ એક સિંહણ બિમાર હોવાની બાતમી મળતા દલખાણીયા રેંજના આરએફઓ ઠાકર, સ્ટાફના નિલેષભાઇ વગેરેએ આ સિંહણને પકડવા સીમમાં પાંજરૂ ગોઠવ્યુ હતું.
પુખ્ત ઉંમરની આ સિંહણ પાંજરામાં સપડાઇ જતા તેને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે. ગીરની શાન સમા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. સાવજોના કમોતની જેમ એક પછી એક ઘટનાઓ બહાર આવે છે તેવી જ રીતે બીમાર કે ઘાયલ સાવજોની સંખ્યા પણ વધી રહી છે.
બીમાર કે ઘાયલ સિંહ-સિંહણને સમયસર સારવાર મળી જાય તો વાંધો નથી આવતો પરંતુ તેમની બિમારી કે ઇજા વનતંત્રની જાણ બહાર રહે તેવા સંજોગોમાં તેમના પર જોખમ વધી જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-caugt-in-cage-near-dhari-2871665.html

લીલીયા નજીક સાવજોની ડણક એટલે ‘મર્નિંગ એલાર્મ’.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:51 AM [IST](17/02/2012)
- બૃહદ ગીરમાં ૪૧૧ સાવજો વસે છે જેમાં લીલીયા, સાવરકુંડલા પંથકમાં વસતા ૨૮ સાવજો
- લોકો સિંહથી ભયભીત થવાને બદલે ભેરૂ બની ગયા છે
લીલીયા તાલુકાના ક્રાંકચ, શેઢાવદર, ભોરિંગડા, ઇંગોરાળા, જુના સાવર, કેરાળા, ખાલપર વગેરે ગામના લોકો માટે વહેલી સવારે સાવજની ડણક સંભળાઇએટલે જાણે મોર્નીગ એલાર્મ વાગી ગયો. એક દાયકા પહેલા અહી આવી સ્થિતિ ન હતી. પરંતુ હવે આ વિસ્તારમાં ૨૮ જેટલા સાવજોનો વસવાટ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે આ સાવજોની ડણકો અચુક સંભળાય છે.
લીલીયા તાલુકાના શેત્રુંજી નદીના કાંઠે આવેલા બીડ વિસ્તારમાં આ સાવજો વસે છે. સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓ જુદાજુદા જુથમાં અલગ અલગ વિસ્તારમાં ડેરાતંબુ તાણીને પડ્યા રહે છે. અવારનવાર સાવજો રાત્રીના સમયે ગામમાં પણ ઘુસી આવે છે. ક્રાંકચની સાંકડી બજારમાં સાવજ આંટા મારવા નીક્યા હોય તેવુ એનક વખત બન્યું છે. ગામના પાદરમાં આવીને પશુઓના મારણ કરવાની ઘટના તો વારંવાર બને રાખે છે.
બ્úહદ ગીરમાં ૪૧૧ સાવજો વસે છે તે પૈકી ૨૮ સાવજો ક્રાંકચ વિસ્તારમાં હોય અહીના લોકોને તેનો ગર્વ છે. કારણ કે સિંહ દર્શન ગીરમાં લાંબી રઝળપાટ બાદ પણ દુર્લભ બની જાય છે. પરંતુ અહી શેત્રુંજીના કાંઠાળ વિસ્તારમાં બાવળની કાટમાં લોકોને સરળતાથી સિંહ દર્શન થાય છે.
આ વિસ્તારના લોકો સાવજોથી ભયભીત બનવાને બદલે તેના ભેરૂ બની ગયા છે. ગ્રામ્ય જનતા રેડીયો કોલર સિંહણ, માકડી, ભુરી, ભોડી, રાતડી સિંહણ વગેરે નામની ઓળખે છે. ક્રાંકચના આગેવાન કે.ડી.ડાવેરા જણાવે છે કે સાવજોની નિયમિત ડણકોથી અમારી સવાર પડે છે.
સાવજોને ગીર કરતા વધારે મારણ મળી રહે છે- ફોરેસ્ટર બી.એમ.રાઠોડ -
આ વિસ્તારના ફોરેસ્ટર બી.એમ.રાઠોડ જણાવે છે કે અમે સતત પેટ્રોલીંગ કરીએ છીએ જરૂર પડે તો પોલીસને પણ સાથે રાખીએ છીએ. ગીર કરતા અહી સાવજોને સરળતાથી મારણ મળી રહે છે. આસપાસના લોકોનો પણ વનતંત્રને સહકાર મળે છે. સાવજોને કોઇ હેરાનગતિ ન કરે તેની પુરતી તકેદારી રખાઇ છે.
ક્યાં ક્યાં પોઇન્ટ પર સાવજો મળે ?
શેત્રુંજી કાંઠાના અમુક વિસ્તારોમાં પાણીના પોઇન્ટ આસપાસ સાવજો અચુક મળી જાય છે. ઉડબાની પાટ, ખાટની ઓઢ, દરબારી ઉડીયા, ખોડિયારની ખાણ, બેલુ, લીલીયાનો આરો વગેરે વિસ્તારમાં સાવજો અચુક હાજર હોવાના. અહી મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શને આવે છે.
સાવજો માટે અમે પાણીની વ્યવસ્થા કરીએ છીએ: મહેન્દ્રભાઇ ખુમાણ
દ્રષ્ટિ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઇ ખુમાણ જણાવે છે કે સિંહોને આ વિસ્તાર અનુકુળ આવ્યો છે. ગરમીમાં તેને પાણીની અગવડતા ન પડે તે માટે કેટલાક પોઇન્ટ પર અમે ગામલોકોની મદદથી પાણીની વ્યવસ્થા કરીએ છીએ. પાણીની કુંડીઓ નિયમિત ભરતા હોવાથી સાવજો નિયમિત પાણી પીવા આવે છે.
સાવજો અમારા મહેમાન છે: ભુપતભાઇ ભરવાડ
સ્થાનિક માલધારી ભુપતભાઇ ભરવાડે જણાવ્યું હતું કે ગીરમાંથી સ્થળાંતર કરી અહી આવેલા આ સાવજો અમારા માટે મહેમાન છે. અને અમે તેને સાચવવાના છીએ. કોઇ અજાણી વ્યક્તિનો સીમમાં પગપેસારો થાય તો અમને તરત ખ્યાલ આવી જાય છે. દિવસમાં એક વખત સાવજો હોય તે સીમમાં હુ અચુક આંટો મારૂ છું.

Thursday, February 16, 2012

જંગલની બોર્ડરે બનાવેલી ૧૪ રાવટી વન્યપ્રાણી અને લોકોનું રક્ષણ કરશે.


જૂનાગઢ, તા.૧૫
મહાશિવરાત્રિના મેળા દરમિયાન ઉમટી પડનારા લાખ્ખો ભાવિકોના કારણે ગિરનાર અભયારણ્ય અને તેમા વસવાટ કરતા વન્યપ્રાણીઓના રક્ષણ માટે વનવિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જંગલની બોર્ડર વિસ્તાર સહિત ભવનાથમાં ૧૪ રાવટીઓ ઉભી કરીને જંગલ અને લોકોના રક્ષણ માટે રાઉન્ડ ક્લોક સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. 
ગિરનાર ઉપર આવતા યાત્રિકોની ખાસ ગણતરી કરવામાં આવશે
ભવનાથ તળેટીમાં આવતીકાલથી મહાશિવરાત્રિના પૌરાણિક મેળાની શરૂઆત થઈ રહી છે. આ મેળામાં ભારતભરમાંથી લાખ્ખો યાત્રિકો ઉમટી પડશે. આ યાત્રિકોના કારણે ગિરનાર અભયારણ્યમાં વસતા વન્યપ્રાણીઓને ખલેલ ન પડે તેમજ જંગલને નુકશાની ન પહોંચે તે માટે સી.સી.એફ. જી.યાદૈયા તથા ડી.સી.એફ. આરાધના શાહુની સુચનાથી તૈયારીઓ કરવામાં આવી છે. જંગલની બોર્ડર વિસ્તારમાં ૧૪ જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે.
એ.સી.એફ. કે.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ આર.એફ. ઓ. પી.ટી. કનેરીયા, પી.જે.મારૂ, આર.ડી. વંશ અને ડી.વી.પડસાલાના નેજા હેઠળ ૬ ફોરેસ્ટર, ૩૪ ગાર્ડ અને ૩પ રોજમદારોને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓના કારણે લોકોને ખતરો ઉભો ન થાય તે માટે સક્કરબાગ ઝૂ ની એક ટ્રેકર્સ પાર્ટીને પણ તૈનાત રાખવામાં આવશે. દરવર્ષની માફક આ વર્ષે પણ ગિરનાર ઉપર આવતા ભાવિકોની વનવિભાગ દ્વારા ગણતરી કરવામાં આવશે. જેના માટે જૈન દેરાસર ખાતે ગણતરી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે.
એસ.ટી. દ્વારા શહેરમાંથી ભવનાથ જવા રૂટ શરૂ કરાયા
મહાશિવરાત્રિના મેળા સંદર્ભે એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧પ૦ જેટલી બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં એસ.ટી. બસસ્ટેન્ડ ઉપરાંત રેલવે સ્ટેશન, મજેવડી દરવાજા, બાયપાસ, રામનિવાસ વગેરે સ્થળોએથી ભવનાથ સુધી જવા માટે બસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત નજીકના યાત્રાધામો પરબ, સત્તાધાર, સોમનાથ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર સુધી ભવનાથથી સીધી જ બસો પણ મુકવામાં આવશે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=35191

કોડીનાર નજીક સીમમાં સાવજો વચ્ચે ખેલાયું દ્વંદ્વ યુદ્ધ.


 
Source: Bhaskar News, Una   |   Last Updated 4:18 AM [IST](16/02/2012)
- ઇજા પામેલા દોઢ વર્ષનાં સિંહનું સારવાર પહેલા મોત
કોડીનાર પંથકના અડવી ગામની સીમમાં સિંહનું એક ગ્રુપ ઘણા સમયથી આંટાફેરા મારતુ હતું. ત્યારે આજે સવારે બે સિંહ વચ્ચે ખેલાયેલ ઈનફાઈટમાં દોઢ વર્ષના પાઠડાને મણકા સહિતના ભાગમાં ભારે ઈજા થઇ હતી. અહીં પહોંચેલી વનવિભાગની ટીમ આ ઘાયલ બાળ સિંહને સાસણ એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડે એ પહેલા જ રસ્તામાં સિંહ બાળનું મોત થયું હતું.
ઉલ્લેખનીય એ છે કે, સીમમાં આવેલી વાડીમાં આજે ઘાલય સિંહબાળ નજરે પડતા વાડી માલીકે અને ગામના સરપંચને કહેતા વનવિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કારગત નીવડી ન હતી. જ્યારે મેટિંગમાં કે વચસ્ર્વ માટે આ લડાઈ ખેલાઈ હોવાનું મોડી સાંજ સુધી સ્પષ્ટ થયું નથી.
અડવીની સીમમાં સિંહોનું ગ્રુપ વસવાટ કરતુ હોય અને આ વિસ્તારમાં આવેલ બચુભાઈ ડોડીયાની વાડી પાસે આ સિંહોના ગ્રુપમાં અંદાજે ૬ થી ૭ સિંહોની સંખ્યામાં બે સિંહણ પણ હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન આજે સવારે સિંહ અને અંદાજે દોઢ વર્ષનો પાઠડો (સિંહ) વચ્ચે ઈનફાઈટ જામી હતી. આ લડાઈમાં પાઠડો (સિંહ)ને કમરના ભાગમાં મણકા સહિતમાં ભારે ઘા મારતા ઘાયલ થઈ અને આ વાડીમાં જ પડી ગયો હતો. દરમિયાન ઘઉં અને શેરડીના વાડ વચ્ચે શેઢા ઉપર ઘાયલ સિંહ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય તેવું વાડી માલીકે જોયું હતું.
તેઓએ તુરંત જ ગામના સરપંચને જાણ કરતાં તેઓએ પણ અહીં આવી સિંહની હાલત જોઈ વનવિભાગને જાણ કરતા આજે સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં જામવાળા આરએફઓ જશાધાર રેન્જના ટી.એ.મારૂ, એલ.એસ.સીસોદીયા સહિતની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત સિંહની હાલત જોઈ પાંજરે પુરી સાસણ એનીમલ કેરમાં સારવાર અર્થે ખસેડયો હતો. જો કે, ઈનફાઈટમાં ઘવાયેલ પાઠડો સાસણ પહોંચે તે પહેલા જ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

ઉના નજીક સિંહણે પેરાલિસીસનો એટેક? પૂરાઈ પાંજરે.


Source: Bhaskar News, Una   |   Last Updated 3:57 AM [IST](16/02/2012)
- ખિલાવડની સીમમાં ઇજાગ્રસ્ત સિંહણને રેસ્કયુ ટીમે પાંજરે પૂરી
- વનવિભાગની જશાધારની ટીમે ચતુરાઇથી સિંહણને પાંજરામાં લાવી
ઊના તાલુકાનાં જંગલની બોર્ડર નજીક આવેલા ગ્રામ્ય પંથકમાં સિંહોનો વસવાટ નિયમિત બની ગયો છે. ત્યારે આ વિસ્તારમાં વહિરતી એક બિમાર સિંહણને પાંજરે પૂરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. વનવિભાગે તેને પકડવા પાંજરું ગોઠવ્યા બાદ ચાલાકીથી પાંજરે પૂરી બકરીને બચાવવામાં સફળતા મેળવી છે.
ઊના તાલુકાનાં ખિલાવડની સીમમાં આવેલી સવીજભાઇ બચુભાઇ મસીયાની વાડીમાં એક ઇજાગ્રસ્ત અને બિમાર સિંહણ મકાઇની વાડમાં આવી ગયાનું અને તે ઉભી પણ ન થઇ શકતી હોવાની જાણ વનવિભાગને કરાઇ હતી. આથી જશાધાર રેન્જનાં આરએફઓ બી. ટી. આહીર વનકર્મચારીઓ અને રેસ્કયુ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. વનવિભાગે સિંહણને પકડવા વાડ પાસે પાંજરું ગોઠવી દીધું હતું. સિંહણ પાંજરા તરફ આકષૉય તે માટે તેમાં બકરું પણ બાંધી દેવાયું હતું. પરંતુ કલાકો સુધી સિંહણ પાંજરામાં આવી નહોતી.
આથી ધીમે ધીમે હાકોટા પાડી સિંહણને ધીમેધીમે પાંજરા સુધી લાવવામાં વનવિભાગને સફળતા મળી હતી. જોકે સિંહણ ઇજાગ્રસ્ત નહીં પરંતુ બિમાર હોવાનું અને તે પાછલા બે પગ પર ઉભી પણ થઇ ન શકતી હોવાનું માલુમ પડ્યું હતું.
સિંહણે પેરાલિસીસનો એટેક ?...
પકડાયેલી સિંહણને પેરાલિસીસનો એટેક આવ્યા બાદ તે પાછલા બે પગે ચાલી શકતી ન હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. જોકે, એનિમલ કેર સેન્ટરનાં તબીબોનાં પરિક્ષણ બાદ જ તેની બિમારીનું ખરું કારણ જાણવા મળી શકશે.
દરિયાઈ વિસ્તારમાં પણ હવે વનરાજાનો વસવાટ -
દેલવાડા-ઝાખરવાડા ગામ વચ્ચે આજે સાંજે રેઢીયાર ગાયનું મારણ કરી મીજબાની માણી હોવાના મોડી સાંજે અહેવાલ મળે છે આમ હવે જંગલને બદલે દરિયાઈ પટ્ટી પર વનરાજાનો વસવાટ થઈ રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

સિંહ-દીપડા પ્રજાતિમાં વિસ્તાર વર્ચસ્વનાં જંગનો સમય શરૂ.

Source: Jitendra Mandaviya, Sasan   |   Last Updated 2:51 AM [IST](16/02/2012)
- અડવી ગામે બે સિંહોની ફાઇટમાં બાળ સિંહના મોત સાથે
જંગલનાં હિંસક ગણાતા વન્યપ્રાણીઓ સિંહઅને દીપડાની બંને પ્રજાતિમાં ટેરેટરી (વિસ્તાર) વધારી વર્ચસ્વ સ્થાપવાની લડાઇની આજે શરૂઆત થઇ ચૂકી છે.
ફેબ્રુઆરી-માર્ચ-એપ્રીલ માસનો તબક્કો આ બંને પ્રજાતિનાં પ્રાણીઓમાં અંદરો-અંદર વર્ચસ્વની લડાઇ માટેનો ગણાતો હોય આજે કોડીનારમાં અડવી ગામે વિસ્તારનાં વર્ચસ્વની લડાઇમાં દોઢ વર્ષની ઉંમરના પાઠડા સિંહબાળનું મોત થયુ હતુ. ટેરેટરી માટે થતી ઇનફાઇટમાં પીરીયડને લઇ વનવિભાગ સતર્ક બની ગયુ છે.

પરમતત્વ સાથે ‘કનેક્ટિવીટી’ વાયા ગિરનાર 'સર્વર'.



Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:17 AM [IST](16/02/2012)
જીવ સાથે શિવના સંધાન માટેનાં ‘સર્વર’ જેવા ગિરનારની ગોદમાં ભવનાથના મેળામાં કાશ્મીરથી આવેલા જગમોહનગીર ગુરુ મહંત બનમંડીગીરીજી આમ તો ટોપલેસ અને બોટમલેસ છે પણ, પરમતત્વ સાથે સીધી કનેક્ટિવીટી સાધવા માટે લેપટોપનો ઉપયોગ કરતા હોય તેવું ભાસે છે. મોહમાયા અને ભૌતિક સુખોથી વિરક્ત તેમજ દિશાઓને જ વસ્ત્રો માનનાર દિગમ્બર સાધુ પણ લેપટોપથી દૂર રહી શક્યા નથી. શિવરાત્રીના મેળામાં આ સાધુએ સારું એવું આકર્ષણ જગાવ્યું છે.

- તમામ તસવીરો: મેહુલ ચોટલિયા

Wednesday, February 15, 2012

જશાધાર નજીક સીમના કુવામાં પડ્યો દિપડો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:57 AM [IST](14/02/2012)
- વનતંત્રની રેસ્ક્યુ ટીમે ગણતરીની કલાકોમાં દિપડાને બહાર કાઢ્યો
ગીરપુર્વની જસાધાર રેંન્જના વાસોદ ગામની સીમમાં આવેલ એક વાડીમાં દિપડો કુવામાં પડી જતા વનવિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી જઇ ગણતરીના કલાકોમાં જ દિપડાને કુવામાંથી બહાર કાઢી પાંજરામાં પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર જસાધાર રેન્જના ઉના તાલુકાના વાસોદ ગામે આવેલ ભાણાભાઇ નારણભાઇ આહિરની વાડીમાં બપોરના સુમારે ૪૦ થી ૫૦ ફુટ ઉંડા કુવામાં છએક માસનો દિપડો પડી જતા આ અંગે ભાણાભાઇએ વનવિભાગને જાણ કરી હતી. જસાધાર રેંન્જના આરએફઓ બી.ટી.આહિર અને રેસ્કયુ ટીમ તુરત ઘટના સ્થળે દોડી ગયા હતા. અને દિપડાને કુવામાંથી બહાર કાઢવા મહામહેનત ઉઠાવી હતી.
રેસ્કયુ ટીમે કલાકોની ગણતરીમાં આ દિપડાને કુવામાંથી બહાર કાઢયું હતું. છએક માસના આ દિપડાને પાંજરામાં પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાયો હતો. આ વિસ્તારમાં અનેક વખત સિંહ, દિપડા છેક ગામ સુધી આવી પહોંચે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-fell-down-in-well-near-jashadhar-2859508.html

વરવું સત્ય: આ લોકોનું ભવિષ્ય શું અંધકારમય રહેશે?



Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:21 AM [IST](12/02/2012)
- નેસના માલધારીઓ પાસે રેશનકાર્ડ પણ નથી
- ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓનો અભાવ
- શાળાના અભાવે અભણ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે
ગીર જંગલના નેસમાં વસતા માલધારીઓ હજુ પણ જાણે અઢારમી સદીમાં હોય તેવા માહોલમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. જંગલખાતાની આડોડાઇના કારણે ગીરના નેસડાઓમાં લાઇટ, પાણી, આરોગ્ય, રસ્તા, શિક્ષણ જેવી પાયાની કોઇ સુવિધા જોવા મળતી નથી. ધારીથી ૧૫ કી.મી. દુર આવેલ શીવતળીનેસના માલધારીઓ સરકાર સામે આશાભરી મીટ માંડીને બેઠા છે પરંતુ ઉત્સવોમાં વ્યસ્ત સરકારને આ માલધારીઓના નેસ સામે જોવાની ફુરસદ પણ નથી.
ધારી-વીસાવદર રોડ પર ધારીથી ૧૫ કી.મી. દુર ગીરકાંઠાના શીવતળીનેસમાં હાલમાં ૫૫ લોકો વસવાટ કરે છે. ગણ્યા ગાઠ્યા કુટુંબોનો આ નેસ આધુનીક સમયની કોઇ સુખ સગવડ ધરાવતો નથી. નેસમાં વસતા માલધારીઓ આખો દિવસ માલઢોર ચરાવે અને સાંજ પડયે પોતાના કુબે પરત ફરી જાય છે. તેમની રોજીરોટીનો મુખ્ય આધાર પશુપાલન પર છે. આ નેસમાં પીવાના પાણી માટે ડંકી, કુવો કે અન્ય કોઇ સુવિધા નથી. જેને પગલે મહિલાઓને પાણી માટે દુર દુર ભટકવુ પડે છે. આટલા નાના નેસ માટે સ્વાભાવીક રીતે જ શાળા કે શિક્ષકની પણ કોઇ વ્યવસ્થા થઇ નથી. જેને પગલે નેસના બાળકો શિક્ષણથી વંચીત રહે છે.
સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં વિવિધ આવાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ યોજનાની સાથે મકાન સહાય પણ આપવામાં આવે છે. પરંતુ આ નેસના લોકો માટે જમીન-મકાન સહાય મળતી ન હોય તેઓ કંતાનના કુબામાં રહે છે. જેમાં લાઇટ કે પાણીની કોઇ સુવિધા હોતી નથી.
કુબાઓમાં તો ઠીક પરંતુ જાહેર ટ્રીટ લાઇટની પણ અહિં સુવિધા નથી. ગીરના અમુક નેસમાં સોલાર સ્ટ્રીટ લાઇટ ફાળવાઇ છે પરંતુ અહિં તે સુવિધા પણ નથી. નેસડામાં રહેતા માલધારીઓને રેશનીંગકાર્ડ જ ફાળવવામાં આવ્યા નથી. પરિણામે સરકારની કોઇ યોજનાઓનો લાભ તેને મળતો નથી. આ તમામ માલધારીઓની રોજીરોટી પશુપાલન પર ચાલે છે. ગાય, ભેંસના દુધના વેચાણની આવક પર તેમનું ગુજરાન ચાલે છે. માલધારીઓ સરકાર તેમની ભૌતિક સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપે તેવી આશા રાખીને બેઠા છે.
પશુના મારણનું વળતર મળતું નથી : માલાભાઇ
શીવતળીનેસમાં વસતા માલધારી માલાભાઇ માણસુરભાઇએ જણાવ્યુ હતું કે જંગલમાંથી ચડી આવતા સિંહ-દપિડા દ્વારા અવાર નવાર તેમના ઉપયોગી દુધાળા પશુઓનું મારણ કરવામાં આવે છે. મારણની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. પરંતુ વન વિભાગ દ્વારા મોટાભાગના કિસ્સામાં વળતર અપાતુ નથી. અને જ્યારે વળતર અપાઇ છે ત્યારે તેની રકમ ખુબ ઓછી હોય છે.
૪૦૦ ભેંસો અને ૫૦ ગાયો પર નિભાવ -
શીવતળીનેસમાં વસતા માલધારીઓનો પશુપાલન એ એકમાત્ર વ્યવસાય છે. તમામ માલધારીઓ પાસે મળીને કુલ ૪૦૦ જેટલી ભેંસ છે અને ૫૦ જેટલી ગાયો છે. આસપાસના વિસ્તારમાં ગાય-ભેંસો ચરાવી તેનું દુધ સવાર-સાંજે વેચી નાખવામાં આવે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-what-is-the-future-of-this-peoples-2850680.html

શેર કભી ઘાસ નહીં ખાતા... દેખલો.

Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 2:49 AM [IST](11/02/2012)
સાવરકુંડલા રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે. આ વિસ્તારની નજીક મિતીયાળા અભ્યારણ્ય આવેલ હોય સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં હુમલો કરે છે. જેના કારણે વાડી ખેતરોએ જતા ખેડુતોને ભય લાગી રહ્યો છે. વનવિભાગ દ્રારા આ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવું જોઇએ તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.
- તસ્વીર : મહેશ મશરૂ
 Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-and-cubs-enjoying-food-2848778.html

અભરામપરા ગામ નજીક સાવજોએ બળદનું મારણ કર્યું.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:11 AM [IST](10/02/2012)
ડુંગરાળ વિસ્તારમાં છ સાવજોનું ટોળું આવી ચઢતા લોકોએ સિંહદર્શન કર્યા
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામ નજીક આવેલ સિંહ ડુંગરા નામના વિસ્તારમાં ગઇરાત્રીના સાવજોનું ટોળુ આવી ચડયું હતું. અને આ વિસ્તારમાં આવેલ હિ‌રપરાની વાડી પાસે એક રેઢિયાળ બળદનું મારણ કરી મિજબાની માણી હતી.
સાવરકુંડલા રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે. ગઇરાત્રીના અભરામપરા ગામ પાસે આવેલ સિંહ ડુંગરા વિસ્તારમાં છ સાવજોનું ટોળુ આવી ચડયું હતું. આ સિંહોનું ટોળુ હિ‌રપરાની વાડી નજીક આવી ગયું હતું. અને એક રેઢીયાળ બળદનું મારણ કર્યુ હતું.
છ સિંહણ અને એક સિંહે બળદને ફાડી ખાધો હતો. મારણની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા. અત્રે ઉલલેખનીય છે કે આ વિસ્તારની નજીક મિતીયાળા અભ્યારણ્ય આવેલ હોય સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. જેના કારણે વાડી ખેતરોએ જતા ખેડુતોને ભય લાગી રહ્યો છે. વનવિભાગ દ્રારા આ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવું જોઇએ તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

ન્યુ ડેસ્ટિનેશનઃગીરના સિંહ પરિવારને મળ્યુ નવું ઘર.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:35 AM [IST](08/02/2012)
તાલુકાનો ખારાપાટ વિસ્તાર શેત્રુંજી અને ગાગડીયો નદીની ભેખડો બાવળના જંગલ સાવજો માટે સ્વર્ગથી કમ નથી
ગીરનાં સાવજોએ વધતી વસતિનાં પગલે પોતાનાં નવા નવા અનેક રહેઠાણો શોધ્યા. ગીર બહાર રેવન્યુ વિસ્તારમાં અનેક સ્થળે સાવજોનો વસવાટ થયો પરંતુ આ નવા વસવાટોમાં સાવજોને જો કોઇ સ્થળ વધુ માફક આવ્યુ હોય તો તે છે લીલીયા તાલુકામાં ક્રાંકચનો બીડ વિસ્તાર, શેત્રુજી નદીનાં કાંઠે બાવળનું આ જંગલ સાવજોએ એવું તો ભાવી ગયુ છે કે તેમના આ ઘરમાં સાવજોનાં પરિવાર ફુલીફાલી રહ્યા છે. હાલમાં આ વિસ્તારમાં ૨૮ સાવજો છે. ખૂબ જ ટુંકાગાળામાં અહિંના કેટલાક સાવજોને પોતાના માટે નવું ઘર શોધવુ પડશે.
લીલીયા તાલુકાનાં ખારાપાટ વિસ્તાર શેત્રુજી અને ગાગડીયો નદીની ભેખડો અને બાવળનાં જંગલને કારણે સાવજો માટે જાણે સ્વર્ગથી કમ નથી. કારણ કે આજુબાજુનાં આઠ-દસ ગામડાનાં માલધારીઓનાં માલઢોર પણ આ સાવજો માટે મારણ માટે સદાય હાથવગા રહે છે. પીવાના પાણીની પણ કોઇ તંગી નથી. લોકોની થોડી કનડગત છે પરંતુ અહિંના સાવજો હવે લોકોની હાજરીથી ટેવાઇ ગયા છે.
આશરે એકાદ દાયકા પહેલા આ વિસ્તારમાં સૌ પ્રથમ એક સિંહણ આવી હતી ત્યારે લોકોને ઘણુ આશ્ચર્ય થયુ હતુ કે ગીરથી આટલે દૂર છેક સાવજ કઇ રીતે આવી શકે ? પરંતુ પાછળથી આ વિસ્તારમાં સિંહની વસતી વધતી ચાલી અને પરિવારમાં નવા બચ્ચાનો જન્મ થતો ગયો તેમ પરિવાર મોટો થતો ગયો.
હાલમાં ક્રાંકચ, બવાડી, બવાડા, શેઢાવદરથી લઇને સાવરકુંડલા તાલુકાની હદ સુધીનાં આશરે ૨૫ કી.મી.ના વિસ્તારમાં આ સાવજ પરિવારનું રાજ છે. પોતાનાં ઇલાકા અહિંના સાવજો સતત સિમાડાઓની ર-ાા કરતા રહે છે. અન્ય વિસ્તારના કોઇ સાવજને આ પરિવાર પોતાના વિસ્તારમાં ઘુસવા દેતો નથી. પરંતુ નવા નવા સિંહબાળનાં જન્મ સાથે આ પરિવારની સભ્યસંખ્યા છેક ૨૮ સુધી પહોંચી ગઇ છે. સિંહ-સિંહણ અને બચ્ચા જુદા જુદા જૂથમાં આમથી તેમ ફરતા રહે છે. પરંતુ એક જ પરિવાર હોવાની આ જુથ સામસામા અથડાતા નથી.
સાવજ માટે અહિં મારણની ભરમાર છે. નિલગાય, હરણ અને ભૂંડની સંખ્યા તો પુષ્કળ છે જ સાથે સાથે આજુબાજુનાં ગામડાઓનાં માલધારીઓ અને ખેડૂતોનાં પશુઓ પણ આ સાવજો માટે હાથવગા છે. ચેકડેમનાં કારણે શેત્રુંજી નદીમાં પાણી ભરાયેલા રહેતા હોય સાવજો માટે પીવાના પાણીની પણ કોઇ તંગી નથી.
સાવજો માટે અહિં સૌથી મોટી મુશ્કેલી માણસો દ્વારા થતી કનડગત છે. સાવજ દ્વારા જ્યારે પણ પશુનું મારણ કરવામાં આવે ત્યારે લોકોથી તે છાનુ રહેતું નથી.
મોબાઇલનાં આ યુગમાં તુરંત સંદેશાઓની આપ-લે થઇ જાય છે અને જોતજોતામાં મારણનાં સ્થળે સિંહદર્શન માટે લોકોનો કાફલો ઉમટી પડે છે.

હામાપુરમાં સિંહોએ બે ગાય અને એક રોઝનું મારણ કર્યું.

Source: Bhaskar News, Bagasara   |   Last Updated 2:31 AM [IST](02/02/2012)
- ત્રણ સિંહોના આગમનથી ખેડુતોમાં ફફડાટ ફેલાયો
બગસરા તાલુકાના હામાપુર ગામે જંગલમાંથી ત્રણ સિંહ અને બે બચ્ચા સાથેનો પરિવાર ખેતરોમાં આવી ચડતા ખેડુતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ પરિવારે બે ગાય અને એક રોઝનું મારણ કરી મજિબાની માણી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર બગસરા તાલુકાના હામાપુર ગામે ગઇરાત્રીના સિંહ પરિવાર આવી ચડયો હતો. ધારી રોડ પર ઉપલી ધાર વિસ્તારમાં આવેલા રમેશભાઇ ગોહિલના ખેતરમાં આ પીરવારે ધામા નાખ્યા હતાં. અને ખેતરના ફરજામાં બાંધેલી એક ગાય અને વાછરડીનું મારણ કર્યું હતું.
આ ઉપરાંત ખેતરમાં રખડતા એક રોઝનું પણ મારણ કરી આ પરિવારે મજિબાની માણી હતી. સવારના સમયે ખેડુતોની અવરજવર થતા તમામ લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. બાદમાં સિંહ પરિવારે જંગલની વાટ પકડી લીધી હતી.
આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી. હવે છેક જંગલમાંથી સિંહો ગામમાં આવી જતા હોય ખેડુતોએ માલઢોરની સવા બે કરવાની વ્યવસ્થા ગોઠવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-hunting-two-cow-and-one-akin-to-horse-in-hamapur-2814266.html

પોરબંદર: દોઢ લાખ જળપ્લાવિત પક્ષી નજરે ચઢ્યા.


Source: Bhaskar News, Porbandar   |   Last Updated 1:54 AM [IST](15/02/2012)
- ર૧ થી પણ વધુ જળપ્લાવિત વિસ્તારમાં ગણતરી કરાઇ
- વિદેશી પક્ષીઓમાં પેણ, કુંજ, ગયણા, સફેદ ઢોંક, સ્પુનબીલ દેખાયા
સુરખાબી નગર અને ત્યારબાદ પક્ષીનગરની ઉપમા મેળવનાર પોરબંદરમાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આતિથ્ય માણવા આવી પહોંચે છે. આમ તો દર વર્ષે આ વિદેશી પક્ષીઓની સંખ્યા લાખોમાં થવા જાય છે. પરંતુ પક્ષી ગણતરી દરમિયાન પક્ષીઓની સંખ્યાનો આંકડો જાણવા મળે છે. આ વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવી હતી, જે તાજેતરમાં જ સંપન્ન થઈ છે. આ ગણતરી દરમિયાન અંદાજે દોઢ થી પોણા બે લાખ જેટલા પક્ષીઓ નજરે ચડ્યા હોવાનું જાણવા મળે છે.
પક્ષીઓનું મનગમતું નગર હોય તો એ છે પોરબંદર. કારણ કે અહીં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. આ વિદેશી પક્ષીઓને આબોહવા અને ખોરાક પણ અનુકુળ હોવાથી શિયાળો શરૂ થતા જ આ વિદેશી મહેમાનો પોરબંદરના આંગણે આવી પહોંચે છે. જળપ્લાવિત વિસ્તારોમાં વિદેશી મહેમાનો વહિરતા નજરે પડે છે અને આ અદ્ભુત નજારો જોવો પણ એક લહાવો હોય છે. કેટલા પક્ષીઓ પોરબંદર જિલ્લામાં આવે છે તેના આંકડા દર ત્રણ વર્ષે થતી પક્ષી ગણતરી દરમિયાન જાણવા મળે છે.
પોરબંદર સહિત રાજ્યભરમાં વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જેમાં પોરબંદરમાં તા. રર મી જાન્યુઆરીથી પ ફેબ્રુઆરી સુધી આ પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જળચર પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં દેશી પક્ષીઓની વાત કરીએ તો ટીટોડી, તારોડીયા, ગલ, ફ્લેમિંગો સહિતના પક્ષીઓ જ્યારે વિદેશી પક્ષીઓમાં પેણ, કુંજ, ગયણા, સફેદ ઢોંક, સ્પુનબીલ સહિતના વિદેશી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. વન વિભાગના જણાવ્યા અનુસાર વન વિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સામાજીક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લાના જળ પ્લાવિત વિસ્તારોમાં મોકર સાગર, બરડા સાગર, કુછડી રણ, છાંયા રણ, કર્લી જળાશય સહિત ર૧ જેટલા જળ પ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી. આ દરમ્યાન અંદાજે દોઢ થી પોણા બે લાખ જેટલા પક્ષીઓ નજરે ચડ્યા હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. કુંજ પક્ષીની સંખ્યા સૌથી વધુ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે પોરબંદરમાં સૌથી વધુ પક્ષીઓ આવતા હોય ત્યારે શિયાળાના સમયમાં આ પક્ષીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં પક્ષીવિદો પણ આવી પહોંચે છે. એટલે જ પોરબંદરને પક્ષીનગર તરીકેની ઉપમા આપવામાં આવી છે.
કઈ રીતે કરવામાં આવે છે પક્ષી ગણતરી ?
પક્ષી ગણતરીની કામગીરી નહિાળવી એ પણ એક લહાવો હોય, જો કે દર ત્રણ વર્ષે આ પક્ષી ગણતરી હાથ ધરવામાં આવે છે. આ પક્ષી ગણતરી કઈ રીતે થાય છે ? તેવો સવાલ હરકોઈ વ્યક્તિના મનમાં ઉઠતો હોય છે. વન વિભાગના કર્મચારી દ્વારા દુરબીન, ટેલીસ્કોપની મદદ લેવામાં આવતી હોય છે અને પક્ષીઓની ઓળખ માટે એક બુક આપવામાં આવે છે. જેના આધારે આ પક્ષી ગણતરી કરવામાં આવતી હોય છે.
કુંજ મગફળીની સાથે હવે ચણા પણ આરોગે છે -
પોરબંદર પંથકમાં મગફળીનું વાવેતર સૌથી વધુ થતું હોવાથી વિદેશી પક્ષીઓમાં કુંજ સૌથી વધુ આ વિસ્તારમાં જોવા મળે છે. મગફળી વાડી-ખેતરમાંથી ઉપાડી લીધા બાદ તેમાં રહી ગયેલી મગફળી કુંજ આરોગે છે અને ઝુંડ ના ઝુંડ આ વાડી ખેતરોમાં જોવા મળે છે. હવે કુંજે ચણાને પણ આરોગવાનું શરૂ કર્યું હોય તેમ ઘેડ પંથકમાં ચણાનું વાવેતર વિપુલ પ્રમાણમાં થતું હોય ત્યાં પણ કુંજનું ઝુંડ ખાબકતા ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બની ગયું છે. આ કુંજ ચણા આરોગે નહીં તે માટે ખેડૂતોએ રખોલીયા રાખવા પડે તેવી સ્થિતિ જોવા મળે છે.

અમીત જેઠવા કેસ: ૨૦ શખ્સોને સુરેન્દ્રનગર એસ.પી.નું તેડું.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:39 AM [IST](14/02/2012)
- બહુચર્ચિત આરટીઆઇ એક્ટિવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં
- સાંસદના અંગત માણસોની પૂછપરછથી અનેક અટકળો
સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટના આદેશથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હત્યાના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહ્યા છે. ત્યારે તપાસ કરનાર અધિકારીએ કોડીનાર પંથકના ૨૦ શખ્સોને સમન્સ પાઠવી તપાસના કામ અર્થે હાજર રહેવા ફરમાન કરતા સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો.
ગત ૨૦૧૦માં ૨૦મી જુલાઈએ અમદાવાદમાં હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાની નીર્મમ હત્યા પછી મૃતકના પિતા ભીખાભાઈ બાટાવાળાએ આ હત્યા જૂનાગઢના સાંસદ દિનુ સોલંકીના ઈશારે થઈ હોવાના આક્ષેપ સાથે આ તપાસ સીબીઆઈ કરે તેવી હાઈકોર્ટમાં ઘા નાંખી હતી.
જે અંતર્ગત હાઈકોર્ટે તેઓની અરજી ગાહ્ય રાખી આઈ.પી.એસ.કક્ષાના અધિકારી દ્વારા તપાસ થાય તેવો આદેશ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગરના એસ.પી. રાઘવેન્દ્રવત્સના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલુ છે ત્યારે તાજેતરમાં મૃતકના પિતાએ તેમના પુત્રની હત્યાના મામલામાં કેટલાક પુરાવાઓ તપાસનીશ અધિકારીને આપ્યા હતા. ઉપરાંત મોબાઇલ કોલ ડિટેઇલની વિગતને ધ્યાને લઇને સમગ્ર કેસની મહત્વની કડી મેળવવા માટે ડીએસપી રાઘવેન્દ્ર વત્સે સાંસદના અંગત માનવામાં આવતા કેટલાંક માણસોની સાથે કુલ ૨૦ શખ્સોને સમન્સ ઇસ્યૂ કરતા કોડીનાર પંથકમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
તમામ શખ્સોને આજે નિવેદન આપવા માટે સુરેન્દ્રનગર હાજર થવા સમન્સમાં જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ખળભળાટ મચાવનાર અમીત જેઠવા હત્યા કેસમાં હજુ પણ ચોંકાવનારી વિગતો બહાર આવવાની ચર્ચાઓ ચાલી રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-sp-called-kodinars-20-people-in-amit-jethva-murder-case-2857702.html

ગિરનારની ગોદમાં કાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:06 AM [IST](15/02/2012)
- ગરવા ગિરનારની ગોદમાં માનવ કીડિયારું ઊભરાશે
- તૈયારીઓને આખરી ઓપ
ગરવા ગિરનારની ગોદમાં મહા વદ ૯ નાં દિવસે ભવનાથ મહાદેવનાં મંદિર ઉપર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો મંગલ પ્રારંભ થશે. આ મેળો ૧૫નાં દિવસે એટલે કે, મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગાબાવાની રવાડી અને મૃગીકુંડમાં શાહીસ્નાન, મહાદેવની મહાપુજા અને મહાઆરતી સાથે પુર્ણ થશે.તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
પાંચ દિવસ ચાલનારા મહાશિવરાત્રીનાં મેળામાં ‘બમ બમ ભોલે’ ‘જય ગીરનારી’નો નાદ ગુંજી ઉઠશે. આ સાથે દરવર્ષની માફક લાખ્ખો શ્રધ્ધાળુઓ જીવ અને શિવનો સાક્ષાત્કાર કરવા ભવનાથ તળેટીમાં પહોંચી જશે. આ મેળો માત્ર ગુજરાત નહીં, ભારતભરમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં ભારતભરના વિવિધ અખાડાઓનાં સાધુ સંતો મેળામાં પધારશે અને સવારે ૬ વાગ્યે ધ્વજારોહણ સાથે ધૂણાં ધખાવશે.
એ સાથેજ મેળા દરમ્યાન ભોજન અને ભજનની સરવાણી શરૂ થઇ જશે. ૩પ૦ થી વધુ ઉતારાઓમાં અન્નક્ષેત્રો પણ ચાલશે. વિવિધ ધાર્મિક જગ્યાઓ તેમજ ઉતારાઓમાં રાત્રિનાં સમયે સંતવાણી સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને લઇને રાત‘દિ એક કરાઇ રહ્યા છે.
ક્યાંથી એસટી બસ ઉપડશે ?
ઉપડવાનું સ્થળ...............................................ભાડુ
બસ સ્ટેશનથી ભવનાથ....................................૧૦રૂ.

મજેવડીથી ભવનાથ.......................................૧૦ રૂ.
રેલ્વે સ્ટેશનથી ભવનાથ.................................૧૦ રૂ.
રામનીવાસથી ભવનાથ..................................૧૦ રૂ.
આંબેડકરનગરથી ભવનાથ..............................૧૦ રૂ.
ટિંબાવાડી બાયપાસ થી ભવનાથ.........................૧પ રૂ.
અહીં રહેશે વાહન પાકિઁગ -
૧) મનપાની સીટી બસો - રૂપાયતનનાં પાટિયા પાસે
૨) એસટી બસો - જિ.પં. ગેસ્ટ હાઉસ સામે
૩) રીક્ષા માટે - રૂપાયતનનાં પાટિયા પાસે
૪) મોટરસાઇકલ માટે - દુધેશ્વરની જગ્યાની પશ્ચિમે
૫) ખાનગી/લકઝરી બસો અને ટ્રકો માટે - અ) સાયન્સ મ્યુઝિયમની સામે, બ) નીચલા દાતાર પાસેનાં મેદાનમાં, ક) નીચલા દાતાર પાસે મેર નાગાજણની વાડીમાં, ડ) દીપકભાઇ યાદવની વાડીમાં.
૬) ફોર વ્હીલ વાહન માટે - પ્રકૃતિધામ પટેલ સમાજની વાડીમાં
રિક્ષા કરતાં એસટી ભાડું એકરૂપિયો મોંઘું -
તંત્ર દ્વારા મેળા દરમિયાન રિક્ષાભાડાનું બાંધણું કરવામાં આવ્યું છે. જેમાં ૯ થી લઇને ૧૪ રૂપિયા સુધીનું ભાવ બાધણું થયું છે. જ્યારે એસ.ટી.બસનું ભાડું ૧૦ થી ૧પ રૂપિયા સુધીનું નક્કી થયું છે. જે રિક્ષા ભાડા કરતા એક રૂપિયો વધારે છે.
મેળા દરમિયાન ૧૫૦ એસટી બસો દોડશે -
મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન જૂનાગઢ એસટી દ્વારા ૧૫૦ બસો વધુ ફાળવવામાં આવી છે. જેનો તા.૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. જે મેળાની પૂણૉહુતિ સુધી ચલાવવામાં આવશે. એસટી નિગમે જૂનાગઢથી જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, અમદાવાદ, મહુવા પરત જવા માટે પણ વ્Ûવસ્થા ઉભી કરી છે.
મેળામાં જવા અહીંથી એસટી મળશે -
જૂનાગઢનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેશન, મોતીબાગ પાસે, રેલ્વે સ્ટેશન, જનતા ચોક, દુબડી પ્લોટ, ગિરનાર દરવાજા પાસે, રામ નિવાસ, મજેવડી દરવાજા, બિલનાથથી એસ.ટી. તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-shivratri-fairs-start-from-tomorrow-in-girnar-2861892.html

શિવરાત્રિનાં મેળામાં ૨૪ કલાક ચોકી કરશે ૧૪ કેમેરા.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:35 AM [IST](14/02/2012)
- શહેરનાં આગેવાનો સાથે પોલીસે શાંતિ સમિતીની બેઠક યોજી
ગરવા ગઢ ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રિનાં મેળામાં આ વખતે અસામાજીક તત્વો તેમજ ભીડ વખતે અસરકારક પગલાં લેવાનો ખ્યાલ આવે તે માટે ૧૪ સીસી ટીવી કેમેરા લગાવાશે. એમ આજે પોલીસે શહેરનાં રાજકીય અને સામાજીક આગેવાનો સાથે એ ડીવીઝન પોલીસ સ્ટેશને યોજેલી શાંતિ સમિતીની બેઠકમાં જણાવ્યું હતું.
આ અંગેની વીગતો આપતાં જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પી. પી. ભટ્ટે જણાવ્યું હતું કે, તા. ૧૫ થી ૨૧ દરમ્યાન ભવનાથમાં યોજાનાર મહાશિવરાત્રિનાં મેળામાં અંદાજે ૧૪ સીસી ટીવી કેમેરા લગાવાશે. જોકે, એક કેમેરાનો ખર્ચ R ૪૫ હજાર જેવો થતો હોઇ તેમાં લોકભાગીદારી આવશ્યક બની રહે છે. જેમાં હાલ પાંચ થી છ કેમેરાનું આયોજન તો ફાઇનલ જ છે. બાકીનાં કેમેરા માટે મનપા, અન્ય સંસ્થા કે લોકોનો સહયોગ અનિવાર્ય બની રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેળાને ૩ વિભાગ (સેક્ટર) માં વ્હેંચી દેવાયો છે. અને પ્રત્યેક સેક્ટરનાં ઇન્ચાર્જ ડીવાયએસપી કક્ષાનાં અધિકારી રહેશે. મેળા માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ સહિત ૧૫૦૦ જવાનોનો બંદોબસ્ત કરાયો છે. મેળામાં લાખ્ખો લોકો ભવનાથ મહાદેવનાં દર્શનાર્થે આવે છે ત્યારે ભાવિકોને દર્શનમાં તેમજ મેળામાં તકલીફ ન પડે, તેઓનાં વાહનોને પાકિઁગની તકલીફ ન પડે કે તેઓનો સામાન ચોરાય નહીં તે માટે પોલીસ અને આગેવાનો ખભેખભા મિલાવીને કામ કરે તે માટે આજની આ બેઠક બોલાવાઇ હતી. જેમાં શહેરનાં આગેવાનોનો સારો સહકાર મળ્યો છે.

બેઠકમાં ડીવાયએસપી ભટ્ટે ઉપસ્થિત આગેવાનો પાસે પોલીસની કામગીરીને લગતાં સુચનો માંગ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અમુક અસામાજીક તત્વો જાહેરમાં સ્વચ્છંદી વર્તન કરી સામાન્ય નાગરિકોને પરેશાન કરતા હોય છે. આવા લોકોને રાજકીય આગેવાનોનો મોરલ સપોર્ટ હોય છે. ત્યારે જો આગેવાનો તેમને સપોર્ટ ન આપે તો મેળા દરમ્યાન યુવતીઓ-મહિલાઓની થતી છેડતીનાં બનાવો રોકી શકાય.
બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લીલાભાઇ ખુંટી, ભાજપનાં અગ્રણી પ્રદિપ ખીમાણી, નિર્ભય પુરોહિત, અમૃત દેસાઇ, કોર્પોરેટરો કાળુભાઇ સુખવાણી, ચંદ્રિકા રાખશીયા, કોંગ્રેસ શાસક પક્ષનાં નેતા હુસેન હાલા, કિશોર અજવાણી, લઘુમતી આગેવાન ઇકબાલ મોટનવાલા, એડવોકેટ-નોટરી ભરત રાવલ, અમુભાઇ પાનસુરિયા, મનહર સુચક, યોગી પિઢયાર, દાતારનાં સેવક બટુક બાપુ, વગેરે આગેવાનો તેમજ એ ડીવીઝનનાં પીઆઇ એન. બી. ચુડાસમા અને બી ડીવીઝનનાં પીઆઇ એ. આર. ઝણકાટ ઉપસ્થિત રહ્યા હતા.
ડીવાયએસપીએ માંગ્યો લોકોનો સહયોગ -
ડીવાયએસપીએ આગેવાનો સમક્ષ વિનંતી કરી હતી કે, મેળા દરમ્યાન શહેરમાં નાઇટ પેટ્રોલિંગ માટે જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક યુવાનોની ટુકડી ધ્યાન રાખે તો પોલીસનો કાર્યભાર જરા હળવો બને.
આગેવાનોએ કરેલાં સુચનો -
૧) કાળવા ચોકનું સીગjલ પાંચ દિવસ બંધ રાખવામાં આવે - હુસેન હાલા
૨) ત્રિલોકીનાથની જગ્યા વાળી ગલીમાંથી દર વર્ષે અસામાજીક તત્વો ગાયો છુટી મુકતા હોઇ ત્યાં પોલીસ રાવટી અથવા કેમેરો મુકો - નિર્ભય પુરોહિત
૩) ઊતારાનાં વાહનોમાં માલસામાન ઉતારવા ચઢાવવા માટે સાથે આવતા કાર્યકરોને લઇને સાબલપુર ટ્રાફિક પોઇન્ટ ખાતે માનવીય અભિગમ દાખવાય - અમૃત દેસાઇ
૪) શિવરાત્રિનાં દિવસે ભવનાથ સુધીનું ભાડું બાંધતા રીક્ષા ચાલકો પુરૂં ભાડું વસુલે છે. પરંતુ તેમને ખબર હોય છે કે સ્મશાનથી આગળ જવા નહીં દેવાય. છતાં તે ઉંચું અને વળી પૂરેપૂરું ભાડું વસુલે છે. આ સ્થિતી નિવારવા માંગ.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-14-cctv-will-keep-people-safe-in-bhavnath-2859558.html

જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળા માટે ‘મહા’ તૈયારીઓ.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:23 AM [IST](13/02/2012)
- ઊતારા મંડળો, અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓએ મીટિંગોનો દોર આરંભી દીધો
ગરવા ગિરનારની ગોદમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો એટલે ભજન, ભોજન અને મનોરંજનનો ત્રિવેણી સંગમ. દર વર્ષે જેમાં આશરે ૧૦ થી ૧૨ લાખ લોકો આવે છે એ મહાશિવરાત્રિનાં મેળામાં ધૂણી ધખાવતા નાગાબાવા, જટાળા જોગીઓ, અવધૂતો, હઠયોગીઓની સાથે ઉતારા, અન્નક્ષેત્રો અને સંતવાણી તેનાં અભિÌા અંગો છે. જો આ અંગો ન હોય તો મેળો ‘સૂનકાર’ સમો ભાસે.
મેળો જેવડો મોટો હોય છે એવી જ ગંજાવર હોય છે તેની તૈયારીઓ. અને તેથીજ સેવાભાવી સંસ્થાઓ મેળાનાં ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી મીટિંગોનો દોર શરૂ કરી દે છે. અત્યારે મોટાભાગની તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી ચૂકી છે. 
 મેળો અને પરિક્રમામાં દાયકાઓથી લાખ્ખો લોકોને જમાડવાનું કામ કરતી સંસ્થાઓની ‘મહા’ તૈયારીઓ પણ જાણવા જેવી હોય છે. આવી એક સંસ્થા ખોડીયાર રાસ મંડળનાં પ્રમુખ જાદવભાઇ મોહનભાઇ કાકડીયા કહે છે, અમે ખરીદીની કામગીરી આટોપી લીધી છે.
મેળા દરમ્યાન લાખ્ખો લોકોને જમાડવા હોય તો બુંદી-ગાંઠીયા-ખમણ માટે કુલ ૨૦૦ બાચકાં વેસણ, રોટલી મટો ૭૫ મણ ઘઉંનો લોટ, ૧૫૦ મણ ખીચડી, ૫૦ ડબ્બા રાજકોટ ડેરીનું ઘી, ૧૫૦ ડબ્બા તેલ, ૮૦ બાચકાં બટેટાં, ૧૦ મણ ડુંગળી, ૨૦ મણ રવો, ૫૦૦ કિલો ગાજર, ૩૦૦ કિલો છાશનો પાવડર, ૭૫ કિલો ચાની ભૂકી, વગેરે જોઇએ. શાક રોજેરોજનું આવે. આ ઉપરાંત તા. ૧૪ નાં રોજ ૩૦૦ કિલો લાલ મરચાં અને ગાજરનું અથાણું એક સાથે બની જશે.
અમારે ત્યાં ૨૫૦ થી ૩૦૦ કાર્યકરો સેવા આપે છે. જેમાં ચા વિભાગ, રસોડાં વિભાગ, પીરસણીયાનો વિભાગ અને મિષ્ટાન્નનો એમ કુલ ચાર વિભાગો છે. આ કાર્યકરો પૈકી જેઓ નોકરી કરતા હોય તેઓ એટલા દિવસની રજા અગાઉથીજ મૂકી દે. જ્યારે ધંધો કરનારા વૈકલ્પિક વ્યવસ્થા કરી દે. મેળા વખતે આ કાર્યકરોમાંથી ૨૫ લોકો સતત રોટલી વણવા, ફેરવવા, ચોપડવા અને સપ્લાયની કામગીરી કરે, ૨૫ લોકો સતત ખમણ જ બનાવે તો મિષ્ટા અને ફરસાણ હંમેશાં રાત્રિનાં સમયે જ બને. આ બધા આગામી મેળામાં આવવા થનગની રહ્યા છે. ખોડીયાર રાસ મંડળનાં જ ભીખાભાઇ આંબલિયા કહે છે, ઘરનાં લગ્ન કરતાંવધુ મોટા પાયે તૈયારીઓ આમાં કરવાની હોય છે. તા. ૧૫ ફેબ્રુ. એ સાંજ સુધીમાં અમે સામાન સાથે ભવનાથ પહોંચીશું અને તા. ૧૬ મીથી ‘હરિહર’ શરૂ થઇ જશે.
આ તો થઇ એક અન્નક્ષેત્રની વાત. આવાં તો અનેક અÌાક્ષેત્રો ચાલશે. દરેકમાં આવીજ રીતે તૈયારીઓ થઇ રહી છે. સેવાભાવી લોકો મેળામાં આવવા અને જીવને શિવમાં લીન કરી દેવા તત્પર બની રહ્યા છે.
સેવા એ જ અમારી ભક્તિ -
રાજકોટનાં એક સેવાભાવી કહે છે, સેવા કરવા આવીએ અને પાંચ દિવસ કામ કરીએ. એટલે વર્ષભરની ઉર્જા મળી જાય. લાખ્ખો માણસોની ભીડ અને કોલાહલમાં પણ મનને અજબ જેવી શાંતિની અનુભૂતિ થાય. એજ તો છે આ મેળાની વિશેષતા
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-big-preparation-of-shivratri-in-junagadh-2854066.html 

ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળામાં ૧૫૦થી વધુ ધૂણા ધખશે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:24 AM [IST](13/02/2012)
- વિવિધ અખાડાનાં સાધુ-સંતોનું જુનાગઢ તરફ પ્રયાણ
ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો બાકી છે. તે પહેલા અલગ અલગ અખાડાનાં સાધુ-સંતોએ જુનાગઢમાં આગમન કર્યું છે. અને શિવરાત્રીમાં અંદાજે ૧૫૦ થી વધુ ધૂણાઓ ચેતનવંતા થશે.
હર હર મહાદેવના નાદ સાથે મહા વદ નોમનાં દિવસે ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં સવારે ધ્વજા ચડશે અને બમ બમ ભોલેનાં ધ્વની ઘોષ સાથે મહાશિવસાત્રીનાં મેળાનો પ્રારંભ થશે. તેરસ સુધી ચાલનાર આ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે. દેશભરનાં અંદાજે પાંચથી સાત લાખ યાત્રાળુ ઉમટી પડશે. જુનાગઢમાં યોજાતા શિવરાત્રીનાં મેળામાં દેશભરનાં ૧૪ અખાડાનાં અને ચાર મઢીનાં સાધુ-સંતો આવશે. અને ધ્વજારોહણ સાથે ધૂણીઓ ધખાવશે.
મહાશિવરાત્રીનાં મેળા આડે હવે દશ દિવસનો સમય હોય સાધુ-સંતોનું આગમન જુનાગઢમાં થઇ રહ્યું છે. જ્યારે ઘણા સાધુઓ તો તેમની નિયત જગ્યાએ ધૂણીઓ બનાવવાનાં કામમાં પણ લાગી ગયા છે. મહાશિવરાત્રીનાં મેળા ૧૪ અખાડા અને ચાર મઢીના સાધુ-સંતો ભાગ લેશે. 
મેળા દરમિયાન વધુ ટ્રેન દોડાવવા માંગ -
જુનાગઢ રેલ્વે કન્સલ્ટેટીવ કમિટીનાં સભ્ય પ્રદિપ ખીમાણીએ વેસ્ટર્ન રેલ્વેનાં જનરલ મેનેજરને રજુઆત કરી જણાવ્યું હતું. તા.૧૪ ફેબ્રુઆરીથી ર૧ ફેબ્રુઆરી સુધી યોજાતા મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન અમદાવાદથી વેરાવળની બ્રોડગેજ રેલ્વે લાઇન તથા જુનાગઢ દેલવાડાની મીટરગેજ લાઇન પર દરરોજ ત્રણ-ત્રણ વધારાની ટ્રેન દોડાવવા તથા ચાલતી ટ્રેનમાં દરેકમાં પાંચ-પાંચ વધારાનાં કોચ જોડવાની માંગણી કરી છે.
સોરઠીયા રબારી સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે વ્યવસ્થા કરાઇ -
મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન સમસ્ત સોરઠીયા રબારી સમાજ ટ્રસ્ટ ભવન દ્વારા મેળામાં આવતા રબારી સમાજનાં જ્ઞાતજિનો માટે ભવનાથમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ પ્રમુખ ભગુભાઇ મેરામણભાઇ વાંદાએ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-more-than-150-saint-will-come-in-mahashivratri-2854070.html 

આખરે મેળા વખતે જંગલ પ્રવેશને મંજૂરી.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 5:40 AM [IST](12/02/2012)
-શરતી મંજૂરી ફક્ત મેળાનાં દિવસો પૂરતી જ રહેશે
-બસ, આવી મંજૂરી છેલ્લી જ વખત
ભવનાથમાં આગામી મહા-શિવરાત્રિનાં મેળા દરમિયાન જંગલ વિસ્તારમાં ઉતરાઓ માટેની મંજૂરી સાધુ-સંતો અને ઉતારા મંડળે માંગી હતી. જેમાં આખરે વન વિભાગે, આ માટેની શરતી મંજૂરી આપી છે. આ મંજૂરી ફક્ત મેળાનાં દિવસો પૂરતી જ રહેશે એમ પણ જણાવાયુ છે.
વન વિભાગે મહાશિવરાત્રીનાં મેળામાં ખાસ કિસ્સા તરીકે જંગલ્ વિસ્તારમાં સેવાકિય પ્રવૃતિ માટેની મંજૂરી આપી છે. આ મંજૂરીઓ તા. ૧૬ થી ૨૦ ફેબ્રુ. સુધી અમલમાં રહેશે. મંજૂરી માટે વન વિભાગે ચોક્કસ શરતો રાખી છે. આ શરતોમાં માત્ર સેવાકિય પ્રવૃતિ કરતા ઉતારા-અન્નક્ષેત્રોને જ અભયારણ્ય વિસ્તારમાં ઉતારા-અન્નક્ષેત્ર રાખવા દેવાશે. વળી જંગલ વિસ્તારમાં કોઇ વન્ય પ્રાણીને નુકશાન થાય તેવી પ્રવૃતિ કે વનસ્પતિ - વાંસ કટીંગ કરી નહી શકાય.
મેળા દરમિયાન ઘોંઘાટ થાય તેવુ વાતાવરણ કે, લાઉડ સ્પીકર વગાડી નહી શકાય. રસોઇ માટે જંગલમાંથી લાકડાનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી એ માટે ફક્ત ગેસનો જ ઉપયોગ સંસ્થાએ કરવા જણાવાયુ છે. મંજૂરી વાળા સ્થળે પાત, બીડી, સીગારેટ, તમાકુ, ગુટકા, પ્લાસ્ટીકની થેલી, સાબુ પાવડર અને પ્રતિબંધીત વસ્તુઓનું વેચાણ કે ઉપયોગ કરવો નહી કે થવા દેવો નહીં અને જંગલહિ‌તને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી નહી શકાય. મેળા દરમિયાન સોલીડ વેસ્ટ તથા અન્ય કચરા માટે મોટી કચરા પેટી રાખવાની રહેશે અને એ તમામ કચરો સંસ્થાએ જ બહાર લઇ જવાનો રહેશે. વળી જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓનો વસવાટ કોઇ સાવચેતી રાખવી. કોઇપણ વન્યપ્રાણી દ્વારા ઇજા કે હુમલો થશે તો તે માટે વન વિભાગ જવાબદાર નહી રહે. સંસ્થાએ સેવાકીય પ્રવૃતિ માટે ઉપયોગમાં લીધેલી તમામ જગ્યા સાફ કરેલ છે એ અંગે ફોરેસ્ટરનું પ્રમાણપત્ર પણ લેવાનું રહેશે.
બસ, આવી મંજૂરી છેલ્લી જ વખત
વન વિભાગે આપેલી શરતી મંજૂરીમાં એવુ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે આ મંજૂરી ફક્ત આ શિવરાત્રીનાં મેળા પુરતી છેલ્લી વખત આપવામાં આવે છે. અગાઉ જે પ૭ એકર જમીન વન વિભાગે મેળાનાં હેતુ માટે આપી હતી તેમાં જ આગામી મેળા દરમિયાન સંસ્થાઓએ વ્યવસ્થા કરવાની રહેશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-finally-the-fairs-allow-access-to-the-forest-2853400.html

સુત્રાપાડા નજીક દીપડાએ બાળકીને ફાડી ખાધી.


Source: Bhaskar News, Sutrapada   |   Last Updated 1:34 AM [IST](11/02/2012)
- ગુરુવારના મોડી સાંજે ઝૂંપડાં પાસેથી ઉપાડી ગયો હતો
સુત્રાપાડાનાં ઘંટીયા ગામની સીમમાંથી ગુરૂવારનાં મોડી સાંજે દીપડો એક બાળકીને ઉપાડી ગયા બાદ આજે આ બાળકીનાં કપડાં અને હાથનાં હાડકાં-આંગળીનાં અવશેષો મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ જવા પામી હતી.
સુત્રાપાડાનાં ઘંટીયા ગામની સીમમાં ખેડૂત દીલીપભાઈ ઉકાભાઈ ગોહીલની વાડીએ રહી મજુરી કામ કરતાં મહારાષ્ટ્રીયન પરિવારની બાળકી સીંગાબેન લવભાઈ (ઉ.વ.૧૨)ને ઝૂંપડા પાસેથી ગુરૂવારનાં મોડી સાંજનાં સુમારે દીપડો ઉપાડી ગયા બાદ વનવિભાગ અને ગ્રામજનોએ આ બાળકીની આખી રાત શોધખોળ કરી હતી અને આજે સવારે બાળકીએ પહેરેલું પીળા કલરનું પેન્ટ અને કાળા કલરનો શર્ટ મળી આવતાં પરિવારજનોએ આ કપડાને ઓળખી બતાવ્યા હતા. તેમજ આ સ્થળેથી શરીરનાં બે અવશેષો પણ મળી આવતા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લવાયા હતા. હાથનાં હાડકાં અને આંગળીનાં અવશેષો હોવાનું ડૉ.દાસે જણાવ્યું હતું.
આ અવશેષોને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા હતા. બાર વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.
મૃતક બાળકીનાં પરિવારને દોઢ લાખની સહાય અપાશે -
મૃતક બાળકીનાં પરિવારને વનખાતા તરફથી સહાયરૂપે રૂ.દોઢ લાખની રકમ આપવામાં આવશે તેમ વનાધિકારી એન.એચ.પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
આદમખોર દીપડાને પુરવા બે પાંજરા ગોઠવાયા -
આદમખોર દીપડાને કેદ કરવા સુત્રાપાડા અને વેરાવળ વનવિભાગની ટીમોએ જુદાં જુદા સ્થળોએ બે પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-child-hunted-by-leopard-near-sutrapada-2848254.html

ગીર કનકાઇ સુધી એસ.ટી. બસ શરૂ : ભાવિકોનો ધસારો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:32 AM [IST](09/02/2012)
પાટોત્સવની તૈયારી : ચૈત્રી નોરતાનું ભવ્ય આયોજન
વિશ્વવ્યાપ્ત વિભિન્ન ૪૬ જ્ઞાતિ-સમુદાયના આધ્ય-કુળદેવી મા કનકેશ્વરીના સાક્ષાત તીર્થધામ ગીર-કનકાઇ સુધી પહોંચવા એસ.ટી. નિગમે ખાસ બે બસ શરૂ કરતા કરોડો માઇભકતોને રાહત થવા પામી છે. વિશેષ કરીને આગામી બે ક માસમાં જ પાટોત્સવ તેમજ ચૈત્રી નોરતા જેવા ભક્તિસભર આયોજનો થવાના હોય, એસ.ટી.તંત્રએ કરેલી વ્યવસ્થા અત્યંત ઉપકારી નીવડશે.
એસ.ટી.તંત્ર (જૂનાગઢ અને ધોરાજી) તેમજ ગીર-કનકાઇ મંદિર સંલગ્ન સૂત્રોના જણાવ્યાનુસાર અમરેલીથી સવારે ૮-૧૫ કલાકેથી ઉપડનારી એસ.ટી. બસ વાયા ધારી થઇ બપોરના ૧૨ વાગ્યા આસપાસ ગીર કનકાઇ પહોંચશે. આવી જ રીતે ધોરાજીથી સવારના ૭-૪૫ કલાકેથી ઉપડનારી બસ ૯-૩૦ કલાકે જૂનાગઢ ૧૦-૩૦ કલાકે વીસાવદર તેમજ ૧૦-૪૫ કલાકે સતાધાર થઇ ૧૨-૪૫ કલાકે કનકાઇ તીર્થ આવી પહોંચશે.
યાત્રિકો મા કનકાઇના દર્શન પૂજન તેમજ પવિત્ર પ્રસાદનો લાભ લઇ શકે તે માટે બન્ને બસ એક એક કલાકનો વિરામ પણ કરશે. ગીર કનકાઇ સુધી જવા એસ.ટી.એ કરેલી વ્યવસ્થાના વાવડ પ્રસરતા જ સૌરાષ્ટ્ર-ગુજરાત, મુંબઇ સહિત દેશ-વિદેશમાં વસતા માઇભકત નાથિળયા ઉનેવાળ બ્રહ્મસમાજ, શાહ અટકધારી જૈન વણિકો, માવાણી શાખધારી પટેલો, કપોળ વણિક સમાજ, ઝાલા સરનેઇમ ધરાવતા કારડિયા રાજપૂતો, દેસાઇ અટકધારી નાગર બ્રાહ્મણો, દવે શાખ ધરાવતા ઔદિચ્ય બ્રાહ્મણો, રાજુલા પંથકના વાઘ શાખધારી આહીરો તેમજ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો વગેરેમાં હરખની હેલી વ્યાપી ગઇ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-st-bus-start-to-gir-kankai-devotee-2841717.html

ભાયાધાર રાઉન્ડમાં ઘાયલ સિંહણની પાછળ વનકર્મીઓ.

Source: Bhaskar News, Talala   |   Last Updated 2:36 AM [IST](08/02/2012)
પગે લંગડાતી સિંહણની ઇજા તપાસવા મથામણ
ગીરજંગલની જામવાળા રેન્જ હેઠળનાં ભાયાધાર રાઉન્ડનાં જંગલ વિસ્તારમાં ગઇકાલે ફેરણી કરી રહેલા વનકર્મીનાં ધ્યાને પગે લંગડાતી ચાલતી સિંહણ ધ્યાને આવતા એસીએફને ઇજાગ્રસ્ત સિંહણ વિશે જાણ કરતા આજે સાસણથી રેસ્કયુ વાન બોલાવી એસીએફ અંશુમન શર્માએ પગે લંગડાતી ચાલતી સિંહણની ઇજા તપાસવા કામગીરી હાથ ધરી હતી.
જામવાળા રેન્જ હેઠળનાં ભાયાધારનાં જંગલમાં અંદાજે નવ વર્ષની ઉંમરની એક સિંહણ પગે લંગડાતી ચાલતી ફેરણા કરી રહેલા વનકર્મીઓનાં ધ્યાને આવી હતી. આ અંગે જામવાળાનાં એસીએફ અંશુમન શર્માને જાણ કરતા તેમણે સિંહણ ઉપર ગઇકાલથી સતત વોચ ગોઠવી આજે સાસણથી ઘાયલ જણાતી સિંહણની પાછળ-પાછળ વનકર્મીઓને વોચમાં રાખ્યા હતા. ઘાયલ જણાતી સિંહને પગમાં કાંટો લાગ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. સિંહણની ઇજા ચકાસવા વેટરનરી તબીબને બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-searching-for-injured-lioness-2837535.html