Friday, February 28, 2014

આઝાદીનાં ૬પ વર્ષ બાદ ખુશાલીનો માહોલ, સીદી પરિવારને મળ્યા મકાન.

આઝાદીનાં ૬પ વર્ષ બાદ ખુશાલીનો માહોલ, સીદી પરિવારને મળ્યા મકાન

Bhaskar News, Talala | Feb 27, 2014, 01:05AM IST
- જાંબુર (ગીર) ગામનાં ૨૦૦ સીદી આદિવાસી પરિવારોને તંત્ર દ્વારા મકાનનાં આધાર અપાયા

તાલાલા પંથકનાં જાબુર ગામે ૨૦૦ સીદી આદિવાસી પરિવારોને મકાનનાં આધાર મળતા ખૂશીનો માહોલ પ્રસર્યો છે.ગીર-સોમનાથ જિલ્લા નાયબ કલેકટર વીરાણીનાં અધ્યક્ષ સ્થાને આજે જાંબુર ખાતે યોજાયેલા સનદ વિતરણ કાર્યક્રમમાં તાલાલા મામલતદાર બી.કે. ઝાલા, ટીડીઓ મકવાણા, આદીપ જુથ - પ્રાયોજન અધિકારી સંભાણીયા, માધુપુર- જાંબુરના સરપંચ ભીમશીભાઇ બારડ, ઉપસરપંચ અલાપાભાઇ મજગુલ, સદસ્યો અહેમદભાઇ દરજાદા, સૈયદભાઇ ભાલીયા, અગ્રણી સોમનાથીસિંહ ક્ષત્રીય સહિ‌ત સીદી આદીવાસી સમાજનાં અગ્રણી અબ્દુલભાઇ મજગુલ, મહીલા અગ્રણી હીરબાઇબેન લોબી સહિ‌ત મોટી સંખ્યામાં આદીવાસી સમાજનાં પરિવારો ઉપસ્થિત રહયા હતાં.

સરપંચ ભીમશીભાઇ બારડે ગરીબ પરિવારો માટે મકાનનાં આધાર ઉપયોગી બનશે તેની કામગીરીને આવકારી હતી. મહિ‌લા અગ્રણી હીરબાઇબેન લોબીએ આદીવાસી પરિવારો માટે ૧૦૦ ચો.વાર જમીનની સનદો આપવા સાથે ભારત સરકાર અને રાજય સરકારની વિવિધ યોજના હેઠળ સીતેર હજારની સહાયથી પાકા મકાનો બનાવી આપવાનાં નિર્ણયથી ગરીબ પરિવારોની કાયમી સમસ્યાનો અંત આવશે તેમ જણાવેલ.

જાંબુરનાં ર૦૦ પરિવારોને સનદો આપ્યા બાદ બાકીનાં પરિવારોનેપણ ઝડપથી આધાર પ્રાપ્ત થશે તેમ નાયબ કલેકટર વીરાણી અને તાલાલા મામલતદારએ જણાવેલ ૭૯ પરિવારોને આદીપ જુથ અને ૪ર પરિવારોને તાલુકા પંચાયત હસ્તક ઇન્દીરા આવાસ યોજના હેઠળ સીતેર હજારની સહાય આપી પાકા મકાનો બનાવી અપાશે તેમ તાલુકા વિકાસ અધિકારી મકવાણા અને આદીપ જુથનાં પ્રાયોજન અધિકારી સંભાણીયાએ જણાવતા ગરીબ પરીવારોમાં ખુશી છવાઇ હતી.
આઝાદીનાં ૬પ વર્ષ બાદ ખુશાલીનો માહોલ, સીદી પરિવારને મળ્યા મકાન
તાલાલા તાલુકા પંચાયતના મયુરભાઇ વ્યાસ અને મામલતદાર કચેરીનાં કમલેશ સોલંકીએ સનદો વિતરણની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી હતી. સનદ વિતરણ કાર્યક્રમનું સંચાલન માધુપુર - જાંબુરનાં તલાટી મંત્રી ડાયાભાઇ મકવાણાએ કરેલ આભાર દર્શન તાલુકા ભાજપ મીડીયા સેલનાં સહ કન્વીનર સંદીપ સુચકે અધિકારી વર્ગનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગીર-સોમનાથ કલેકટરનાં ઋણી રહીશુ

અગ્રણી અબ્દુલભાઇ મજગુલે પોતાનાં વકતવ્યમાં ગીર-સોમનાથ કલેકટરનો જાહેર આભાર માની ગદગદીત સ્વરે કલકેટરનાં ઋણી રહીશું તેમ જણાવેલ.

બેવડી ખુશી આખા જાંબુરમાં સી.સી રોડનાં કામ શરૂ
જાંબુરમાં વસતા ગરીબ સીદી પરિવારોનાં ઉત્કર્ષ માટે આવતી યોજના હેઠળ ગામની શેરીઓમાં સી.સી. રોડ બનાવવા અંગે ડી.ડી.ઓ દિલીપ રાણાએ અગાઉ ખાત્રી આપી હતી તે મુજબ ૩૦ લાખનાં ખર્ચે આજથી જાંબુર ગામમાં સી.સી. રોડનાં કામ શરૂ થતા આખા ગામમાં બેવડી ખુશી છવાઇ હતી.

એક નર્સરીમાં ૬૨ પ્રકારની કેરીઓ.

એક નર્સરીમાં ૬૨ પ્રકારની કેરીઓ
Bhaskar News, Ratang | Feb 26, 2014, 00:24AM IST
હાથીઝુલા કેરીનું વજન તો બે થી ત્રણ કિલોનું ..!!

વિસાવદરનાં રતાંગ ગામની એક નર્સરીમાં એકી સાથે ૬૨ પ્રકારની કેરીની વેરાયટીઓ જોવા મળે છે. એમા પણ હાથીઝુલા કેરીનું વજનતો બે થી ત્રણ કિલોનું છે. આઠ માસ સુધી કેરીઓ આંબા પર ઝુલે છે.અહીંની કલમો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. વિસાવદરનાં રતાંગ ગામે પ્રગતિશીલ ખેડૂત સંજયભાઇ વેકરીયાની નર્સરી આવેલી છે.

અહીંયા આલફાન્સો, અમૃતાંગ, વસ્તારા, વશીબદામ, પાયરી, દશેરી, આમ્રપાલી, વન લક્ષ્મી, એપલ મેંગો, હાથીઝુલા સહિ‌તની ૬૨ પ્રકારની કેરીની વેરાયટીઓ સાથે બાગમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.

હાલમાં માર્ચથી ઓકટોબર એમ આઠ માસ સુધી બાગમાં કેરીઓ ઝુલતી જોવા મળશે. હાથીઝુલા નામની કેરીમાં આંબાના પાનની લંબાઇ ૨૦ થી ૨પ ઇંચ અને તેનું વજન પણ બે થી ત્રણ કિલો ગ્રામ જેટલું હોય છે. આ ગામની કેરીની કલમો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને નિકાસ થાય છે.

સરદાર ન હોત તો સિંહ જોવા માટે વિઝા લેવા પડત: મોદી.


Bhaskar News, Junagadh | Feb 23, 2014, 01:45AM IST
- ઉપરકોટમાં 'મેં ગિરનાર હૂં’ લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ
- સરદાર ન હોત તો સિંહ જોવા માટે વિઝા લેવા પડત : મોદી
-
મંત્રીનાં હસ્તે લોકાર્પણ : પ્રવાસીઓને નવુ નજરાણુ મળ્યુ

ઉપરકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને જૂનાગઢની પ્રજા માટે નવુ નજરાણા રૂપ મૈં ગિરનાર હૂં લાઇટ એન્ડ સાઉન્ડ શો વીથ વોટર પ્રોજેકટનુ મંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને વિડીયો રેકોડીંગનાં માધ્યમથી સ્પીચ આપતા જણાવ્યુ હતુ કે, આઝાદી સમયે જૂનાગઢનાં નવાબને પાકિસ્તાનાં ભળવાનો અભરખો ઉપડયો હતો. ત્યારે સરદાર પટેલ છાતી કાઢી ઉભા થયા હતા. અને જૂનાગઢને ભારતમાં રાખ્યુ હતુ. જો સરદાર ન હોત તો આજે આપણી પાસે સોમનાથ ન હોત અને સિંહ જોવા માટે પાકિસ્તાનના વિઝાની જરૂર પડેત.
જૂનાગઢનાં વિકાસમાં એક વધુ મોર પીછનો ઉમેરો થયો છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ અને અહીની પ્રજાને લાઇટ એન્ડ સાઉન્ડ શોની ભેટ મળી છે. ઉપરકોટમાં રૂપિયા ૨ કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રવાસન મંત્રી જયેશ રાદડીય, બાબુભાઇ બોખીરીયા, ગોંવિદભાઇ પટેલ, કલેકટર અને ઉપરકોટ સમિતિનાં ચેરમેન આલોકકુમાર પાંડે, ભારતી બાપુ, કરશનદાસ બાપુ, શેરનાથબાપુ, ઇન્દ્રભારતી બાપુ, ધારાસભ્ય મેહન્દ્રભાઇ મશરૂ, મેયર લાખાભાઇ પરમારની ઉપસ્થિતીમાં જૂનાગઢનુ આ નવુ નજરાણુ પ્રજા માટે ખૂલ્લુ મકવામાં આવ્યુ હતુ. તેમજ આ પ્રોજેકટનુ ઉદ્ઘાટન પ્રસંગ ઓનલાઇન નિહાળ્યો હતો.

'મેં ગિરનાર હૂં’ ના નાદથી આજથી ઉપરકોટ ગુંજશે.

Bhaslkar News, Junagadh | Feb 22, 2014, 01:27AM ISTજૂનાગઢની પૌરાણીક ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કુવો અને માણેક - નિલમ તોપ સાથે સાહસ અને શૌર્યની રખેવાળી કરતા સ્થાપત્યો પ્રવાસીઓને કાયમી ઇતિહાસની યાદ કરાવતા રહ્યા છે. તેની ઝાંખી કરવાતા લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટ પ્રવાસીઓ માટે તા. ૨૨ ફેબ્રુઆરીનાં સાંજનાં સાત વાગ્યે મંત્રી આનંદીબેન પટેલ ગાંધીનગરથી ઇલેકટ્રોનીકસ માધ્યમ દ્વારા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનાં ઉપયોગથી શુભારંભ કરશે.
લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટમાં મહાભારતમાં જેનો અવાજ છે તેવા હરીશ ભીમાણીનો અવાજ રાખવામાં આવ્યો છે. મહાભારતમાં જેવી રીતે મે સમય હું નો સંવાદ છે તેવી જ રીતે આ પ્રોજેટકમાં પણ મે ગિરનાર હુંથી શરૂઆત થશે. બાદ ગિરનારનો ૨૨પ૦ કરોડ વર્ષ જૂનો ઇતિહાસ, સામ્રાજય, રાજ કરી ગયેલા નવાબ, રાજાનો ઈતિહાસનુ વર્ણન કરવામાં આવશે.

વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓને હટાવાયા.

વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓને હટાવાયા
Bhaslkar News, Junagadh | Feb 22, 2014, 01:22AM IST
-પખવાડિયા જૂના પ્રકરણનો અંત : સરકારી બાબુઓની પરિવાર સાથે ઘૂમેલી ગાડી અને સિંહ દર્શનનો મામલો
-
વનવિભાગનાં સ્ટાફે પણ આરએફઓનાં વર્તન મુદ્દે બદલીની માંગ કરી હતી

વિસાવદર નજીક મધ્યગીરમાં ગત તા.૯નાં રોજ રેવન્યું વિભાગનાં અધિકારીઓની ગાડી પરિવાર સાથે રેન્જનાં મેલડી નાકેથી પ્રવેશી કનકાઈ અને બાણેજમાં ગેરકાયદેસર જંગલ યાત્રા અને સિંહ દર્શનનો મામલે વનવિભાગનાં આરએફઓ સહિ‌તનો ઢાંક પીછોડો સહિ‌ત વિવાદ છેલ્લા પખવાડીયાથી થયો હતો અને આ મામલે ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆતોનો દોર પણ રહ્યો હતો. જ્યારે સ્થાનિક તથા જિલા આગેવાનો દ્વારા પણ સામાન્ય માણસને દંડ ફટકારતા વનવિભાગનાં આ અધિકારીની આ જંગલ યાત્રામાં મેલી મુરાદ હોવાનો આક્ષેપ ઉઠયો હતો જો કે, આજે મોડેથી મળતા સમાચાર મુજબ વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓ ગોઢાણીયા પાસેથી તાત્કાલીક અસરથી ચાર્જ લઈ લેવાયો છે અને તેઓને મુળ સ્થાને ખાંભા મૂકી દેવામાં આવ્યા છે.

જ્યારે નવનિયુક્તમાં ગોંડલથી ગોંધીયાની નિમણૂંકનો આદેશ થયાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય એ છે કે, આ સમગ્ર ગેરકાયદેસર જંગલ યાત્રા અને સિંહ દર્શન બાદ મતદાન મથક ચેક કરવાનું બહાનું વન અને રેવન્યું વિભાગે સાથે જ ઉપજાવ્યું હતું કારણ કે બાણેજ ગીર સોમનાથ જિલ્લામાં આવતું હતું પણ યાત્રામાં માત્ર ગીર કનકાઈ બતાવી જિલ્લા વહિ‌વટી તંત્રના ઉચ્ચઅધિકારીને પણ અંધારામાં રાખવાનો પ્રયાસ થયો હતો. જ્યારે ૧પ દિવસનાં આ વિવાદીત પ્રકરણમાં ઈન્ચાર્જ આરએફઓ ગોઢાણીયાને વિસાવદર રેન્જમાંથી હટાવ્યાનાં સમાચાર મળતા પર્યાવરણ પ્રેમીઓ અને અગ્રણીઓએ સાચી લડત અને અખબારી માધ્યમનો વિજય ગણાવ્યો હતો.

વિસાવદરનાં ડે.કલેકટર અને તેના પરિવારજનો ગત તા.૯નાં રોજ વિસાવદર રેન્જનાં મેલડી નાંકેથી પ્રવેશી કનકાઈ અને બાણેજ ગયા હતા જેમાં સ્થાનિક આરએફઓ ગોઢાણીયાએ આ અિિાકારીઓને વહાલા થવા સ્ટાફને પણ મોકલ્યો હતો. એક તરફ વનવિભાગનાં નિયમ મુજબ મેલડી નાંકામાંથી પ્રવેશો કે તુરંત જ પરમીટ લેવામાં આવે છે પરંતુ સરકારી તંત્રનાં આ અધિકારીઓની જંગલ યાત્રામાં આવુ કશુ થયું ન હતું. દરમિયાન આ જંગલ યાત્રના બીજા દિવસેથી જ આ મુદ્દે વિવાદ ચેડાયો હતો અને વિસાવદરનાં આરએફઓ સામે અનેક પ્રશ્નાર્થો પણ રચાયા હતા. આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ, અન્ય અગ્રણીઓ, પર્યાવરણ પ્રેમીઓ સહિ‌ત લોકોએ વનવિભાગનાં આ વર્તનનો બુલંદ સ્વરે વિરોધ વ્યકત કર્યો હતો. જ્યારે તંત્રનાં અધિકારીઓનાં આ પ્રવાસ અંગે જ્યારે જૂનાગઢ જિલ્લા કલેકટરે રીપોર્ટ માગ્યો ત્યારે તેમાં ગીર કનકાઈની મુલાકાત જ દર્શાવાઈ હતી. પરંતુ અગ્રણીઓના સોગંધનામા સહિ‌ત પુરાવા મુજબ આ અધિકારીઓ પરિવાર સાથે બાણેજ પણ પહોંચ્યા હતા.

દોષીતોને બચાવતો રીપોર્ટ સોમવારે જાહેર થશે

આ બાબતે જૂનાગઢ કલેકટર આલોકકુમાર પાંડે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે ગીરપશ્વિમના ડીસીએફ ડો.કે.રમેશને મે તમામ થાણા ડાયરીઓ લઈ બોલાવ્યા છે. જે હાલ ગાંધીનગર હોવાથી શનિવારે મને મળશે. અને થાણા ડાયરી જોયા બાદ આ બાબતનો રીપોર્ટ સોમવારે જાહેર કરશું. પરંતુ પરીક્ષાનું પેપર ફૂટી જાય તેમ આ સમગ્ર પ્રકરણનો રીપોર્ટ સૂત્રો પાસેથી અગાઉ જ મળી ગયો હોય તેવી રીતે આઈએએસ અને આઈએફએસ વચ્ચેની ગુપ્ત બેઠકમાં જંગલયાત્રાના જવાબદારોને કાગળ પર બચાવવાનું અગાઉથી જ નક્કી થઈ ગયું.

જેથી તે મુજબ તમામ થાણાઓમાં બાણેજની એન્ટ્રી ગુમ ? બાણેજની એન્ટ્રી ગૂમ થવાથી જવાબદારો નિર્દોષ ઠરશે. કારણ કે કનકાઈની યાત્રા તો મતદાન ચકાસણીની (કાગળ પર) હતી. જેથી સોમવારે કલેકટરે જંગલયાત્રા માત્ર કનકાઈ સુધી અને એ પણ મતદાન મથકો ચકાસણીની કાયદેસર યાત્રા થશે અને આમ અધિકારીઓ બાણેજ ગયા જ નથી તેવો રીપોર્ટ જ જાહેર કરશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મેંદરડા પંથકમાં સાવજ-દીપડાનો આતંક, લોકો ભયભીત.

મેંદરડા પંથકમાં સાવજ-દીપડાનો આતંક, લોકો ભયભીત
Bhaskar News, Veraval | Feb 21, 2014, 02:06AM IST
- ફફડાટ : ગઢાળી અને ડેડકીયાળ ગામ પાસે બનેલા બનાવ : લોકો ભયભીત
-
બે યુવાનો પર હુમલો : બંનેને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયા

મેંદરડા પંથકનાં ગઢાળી અને ડેડકીયાળ ગામ પાસે આજે સાવજ અને દીપડાનાં હૂમલામાં બે યુવાન ઘાયલ થતાં જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતાં. વન્ય પ્રાણીઓનાં આતંકથી લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો છે.છેલ્લા કેટલાય સમયથી જંગલનો પનો ટૂંકો પડતો હોય તેમ વન્યપ્રાણી સાવજ અને દીપડા સીમ અને નગરમાં છેવાડા સુધી આવી જતાં હોવાનાં બનાવો સામાન્ય બન્યા છે.મેંદરડાનાં ગઢાળી ગામે રહેતો વિપ્ર યુવાન કુલદીપ શિવલાલભાઇ જોષી (ઉ.વ.૨૨) આજે સવારનાં અરસામાં પોતાની સીમમાં આવેલ વાડીએ પાણીની મોટર ચાલુ હોય તે બંધ કરવા ગયેલ ત્યારે ખીજડીયા - ગઢાળી રોડ પર અચાનક સાવજે હૂમલો કરી દેતાં તેને પગનાં ભાગે ઇજા પહોંચી હતી.

આવાજ બીજા બનાવમાં ડેડકીયાળ ગામની સીમમાં આવેલ વાડીએ આજે સવારનાં અરસામાં ભુપતભાઇ બીજલભાઇ પીપળીયા (ઉ.વ.૪૦) પાણી વાળી રહયા હતાં ત્યારે ઘઉંનાં પાકમાં લપાયેલા દીપડાએ અચાનક હૂમલો કરી દઇ ડાબા હાથ અને માથાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. હૂમલાના પગલે ભુપતભાઇએ બુમાબુમ કરી મુકતા આસપાસનાં લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી મુકતા દીપડો નાસી ગયો હતો. આ બંને ઇજાગ્રસ્ત યુવાનોને જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.

વિપ્ર યુવાને સાવજનો કર્યો હિંમતપૂર્વક પ્રતિકાર
વિપ્ર યુવાન કુલદીપ પર સાવજે અચાનક હૂમલો કરી તેના પગને જડબામાં જકડી લીધો હતો. પરંતુ આ હૂમલાથી જરાય વિચલીત થયા વગર કુલદીપે સામો પ્રતિકાર કરી સાવજનાં મસ્તક પર મુક્કા મારવા લાગતા વળતાં હૂમલાથી સાવજે પણ પાછીપાની કરી લઇ ત્યાંથી નાસી ગયો હતો. આમ હિંમત પૂર્વક સાવજનો વળતો પ્રતિકાર કરતાં તેનો બચાવ થયો હતો.

લોકોએ સિંહને કાંકરીચાળો કરતાં છંછેડાયેલ
આ બનાવને પગલે ગઢાળીમાં પાંજરૂ મુકી દેવામાં આવ્યું છે. અહીંયા સિંહણ તેનાં બચ્ચા સાથે હોય તેવું જાણવા મળે છે. તેમજ કોઇએ સિંહને કાંકરીચાળો કર્યો હોય તો જ છંછેડાય એમ આરએફઓ ડોડીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું. સવારે સિંહ પરિવારને જોવા લોકોનાં ટોળા એકત્રીત થયા હતાં બાદમાં આ હૂમલાનો બનાવ બન્યો હતો.

માઠી દશા :વધુ એક સિંહબાળનો કોહવાયેલો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Amreli | Feb 26, 2014, 09:43AM IST
- વધુ એક સિંહબાળનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
- માઠી દશા : એક પછી એક સાવજોનાં કમોત
- ખાંભાના દલડીની સીમમાં એક વર્ષના સિંહબાળને સાવજે ફાડી ખાધું ?


સૌરાષ્ટ્રને દુનિયાભરમાં ગૌરવભર્યુ સ્થાન અપાવનાર દેશની અમુલ્ય ધરોહર સમા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. એકપછી એક સાવજોના કમોતની ઘટના બહાર આવી રહી છે. સાવરકુંડલાના ભમ્મર નજીક માલગાડી હડફેટે ચડી જતા એક સિંહના મોતની ઘટના બાદ હવે ખાંભા તાલુકાના દલડી ગામની સીમમાં એક નેહરામાંથી સિંહબાળનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળતા વનતંત્રએ હડીયાપાટી કરી મુકી છે. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ સિંહબાળને અન્ય સાવજે ફાડી ખાધાનું જણાય રહ્યુ છે. આમ છતાં પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો એક પછી એક મોતને ભેટી રહ્યા છે. આજે વધુ એક સિંહબાળના કમોતની ઘટના બહાર આવી છે.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખાંભા તાલુકાના રબારીકા રાઉન્ડમાં દલડી ગામની સીમમાં દેવજીભાઇ દાનાભાઇ તલસરીયા નામના ખેડૂતની વાડી નજીક પસાર થતા નહેરામાંથી આશરે એકાદ વર્ષની ઉંમરના સિંહબાળનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. સિંહબાળના આ મૃતદેહ ફાડી ખાધેલી અવસ્થામાં હતો અને તેની હોજરી પણ મૃતદેહથી અલગ પડી હતી. તેના નખના આધારે વન વિભાગે આ સિંહબાળ એકાદ વર્ષની ઉંમરનો હોવાનું જણાવ્યુ હતું.

ધારીના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે સિંહબાળનું મોત પાંચેક દિવસ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે. વાડી માલીક દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા ખાંભાના આરએફઓ સ્ટાફ સાથે અહિં દોડી ગયા હતાં અને મૃતદેહ કબજે લઇ પોસ્ટ ર્મોટમ માટે કાર્યવાહી શરૂ કરાવી હતી.

ઇનફાઇટમાં મોત થયાની શક્યતા-ડીએફઓ

ધારીના ડીએફઓ અંશુમન શર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે ઘટનાસ્થળેથી નર સિંહના સગડ મળ્યા છે. વળી જે રીતે સિંહબાળનો મૃતદેહ ખવાયેલો છે અને હોજરીઅલગ પડી છે ઇનફાઇટમાં નરસિંહે સિંહબાળને મારી નાખ્યાની શક્યતા છે. આમ છતાં પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.
સાવજોની રક્ષા માટે રેલકર્મીઓને સાસણમાં ટ્રેનીંગ અપાશે

રેલવે તંત્ર દ્વારા સાવજોના વિસ્તારમાં ટ્રેઇન કઇ રીતે ચલાવવી તે અંગે તો જડ વલણ અપનાવાયુ છે પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે બે દિવસ બાદ સાસણમાં રેલવેના ડ્રાઇવર, ગાર્ડ, ગેંગમેન વિગેરે કર્મચારીઓની ટ્રેનીંગ શરૂ થશે. જેમાં સાવજોના વિસ્તારમાંથી પસાર થતી વખતે શું શું તકેદારી રાખવી તેની તાલીમ આપવામાં આવશે. રેલવે અને વનતંત્રના સંયુક્ત પ્રયાસોથી રેલ કર્મચારીઓને બે દિવસ બાદ સાસણમાં ખાસ તાલીમ આપવામાં આવશે.

અમરેલી જીલ્લાના લીલીયાથી લઇ પીપાવાવ પોર્ટ સુધીના વિસ્તારમાં સાવજોનો વસવાટ છે અને અહિં માલગાડીઓની સતત અવર જવર રહે છે ત્યારે તાજેતરમાં માલગાડી હડફેટે ત્રણ સાવજના મોતની ઘટના બાદ આ વિશેષ તાલીમનું આયોજન કરાયુ છે. ધારીના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે અહિં રેલવેના ડ્રાઇવર, ગાર્ડ, ગેંગમેન વિગેરેને રેલવે ટ્રેક પર તથા ટ્રેક આસપાસ દુરથી સિંહ નઝરે પડે તો શું કરવું તે અંગે જાણકારી અપાશે. બહારના વિસ્તારમાંથી નોકરી કરવા આવતા આ રેલ કર્મીઓ સાવજોથી અજાણ હોય તેમને સાવજો અંગે ઉપયોગી જાણકારી અપાશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે ધારી, ભાવનગર વર્તુળમાં ચાર નવી ટ્રેકરપાર્ટી ઉભી કરી આ માટે જરૂરી ભરતી કરવાનો નિર્ણય પણ લેવાયો છે.સાવજોની રક્ષાની ઐસી તૈસી... ટ્રેઇનની ગતિ મર્યાદા અંગે અધિકારીઓએ હાથ ઉંચા કર્યા


ખુબ જ ટુંકાગાળામાં અમરેલી જીલ્લામાં પીપાવાવ પોર્ટમાં આવતી-જતી માલગાડીઓએ હડફેટે લેતા ત્રણ સાવજોના મોતને કારણે ઉભા થયેલા ઉહાપોહને પગલે ભાવનગરમાં રેલ અધિકારીઓ, પીપાવાવ પોર્ટના સતાધિશો અને વન અધિકારીઓની બેઠક મળી હતી પરંતુ સાવજોના વિસ્તારમાં રેલવેની ગતિ મર્યાદા અંગે રેલ અધિકારીઓએ હાથ ઉંચા કરી દીધા હતાં. આ બેઠકમાં સાવજોની રક્ષા માટે કોઇ વિશેષ નિર્ણયો થઇ શક્યા ન હતાં. રાજુલાના ભેરાઇ નજીક બે સિંહણ અને સાવરકુંડલાના ભમ્મર નજીક એક સિંહનું માલગાડી હડફેટે મોત થયા બાદ પીપાવાવ પોર્ટમાં આવતી-જતી માલગાડીઓ પર ગતિ નિયંત્રણ લાદવાની ઉગ્ર માંગ ઉઠી છે.
તેની વચ્ચે ગઇકાલે ભાવનગરમાં ડીવીઝનલ રેલવે મેનેજર એડીઆરએમ, રેલ કોર્પોરેશન, પીપાવાવ પોર્ટના અધિકારીઓ, ધારી-અમરેલી અને ભાવનગરના ડીએફઓ વિગેરે અધિકારીઓની એક બેઠક મળી હતી. વન અધિકારીઓ દ્વારા જ્યાં સાવજોનો વિસ્તાર છે તે વિસ્તારમાં માલગાડીઓની ગતિ પર નિયંત્રણ અંગેનો મુદો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ રેલ અધિકારીઓએ આ નિર્ણય અમારા લેવલ પર નહી લઇ શકાય તેમ કહી હાથ ખંખેરી નાખવામાં આવ્યા હતાં. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે જો ગતિ નિયંત્રણ લદાય તો ટાઇમ ટેબલ પણ ફેરવવુ પડે અને તેના કારણે અન્ય ટ્રેનોના રૂટ પણ પ્રભાવિત થાય. એકંદરે સાવજોનું જે થવું હોય તે થાય પરંતુ રેલવે તંત્ર પોતાની રીતે જ ચાલશે તેવો સુર આ મીટીંગમાં જોવા મળ્યો હતો.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-lion-child-death-in-amreli-latest-news-4532636-PHO.html

સિંહના મોતની ઘટનામાં પગલા લેવાના બદલે ટ્રેનોની માહિ‌તી મેળવવામા ગુંચવાયું તંત્ર.

સિંહના મોતની ઘટનામાં પગલા લેવાના બદલે ટ્રેનોની માહિ‌તી મેળવવામા ગુંચવાયું તંત્ર
Bhaskar News, Amreli | Feb 24, 2014, 01:29AM IST
- ભંમરમાં સાવજના મોત સમયે અહીથી સાત માલગાડી પસાર થઇ હતી

સાવરકુંડલા તાલુકાના ભંમર ગામની સીમમાં ગઇકાલે વહેલી સવારે માલગાડી હડફેટે એક સાવજના મોતની ઘટના બાદ આ માટે કોઇની જવાબદારી નકકી કરવાના બદલે વનતંત્ર અહીથી પસાર થયેલી ટ્રેનોની માહિ‌તી એકઠી કરવામા ગુંચવાયેલુ છે. તંત્ર દ્વારા આ બારામાં હજુ સુધી કોઇની સામે ગુનો નોંધાયો નથી. માત્ર આસપાસના ખેડુતો, ગેંગમેન વિગેરેના નિવેદન લેવાયા છે. અહી આ સમયગાળા દરમિયાન સાત માલગાડી પસાર થઇ હતી. દેશની અમુલ્ય ધરોહર સમા સાવજોનુ ટ્રેન હડફેટે મોત થાય છતા વન તંત્ર દ્વારા આ માટે કોઇને પણ જવાબદાર ગણવામા ન આવે તેનાથી બીજી મોટી કરૂણા શું હોઇ શકે ?

અગાઉ જે રીતે ભેરાઇ નજીક બે સિંહણોના મોતની ઘટનામા કોઇ કાર્યવાહી થઇ ન હતી તેવી જ રીતે હવે ભંમરમાં માલગાડી હડફેટે સિંહના મોતની ઘટનામા પણ વનતંત્રની ઢીલીનિતી ખુલીને સામે આવી રહી છે. વનવિભાગ દ્વારા આ ઘટનામાં હજુ સુધી કોઇની સામે ગુનો નોંધવામા આવ્યો નથી. જરૂરી કાગળો તૈયાર કરવામા આવ્યા છે પરંતુ આ ઘટનામા કોઇની જવાબદારી નકકી કરવામા આવી નથી.

સ્થાનિક આરએફઓ ભાલોડીયાએ જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા પંચરોજકામ કરાયુ છે ઉપરાંત આસપાસના ખેડુતો અને ફરજ પરના ગેંગમેનનુ નિવેદન નોંધવામા આવ્યુ છે. જમીન રેલવે તંત્રની છે અને પ્રાણીઓ વનવિભાગના છે. આ નિતી વિષયક નિર્ણય છે માટે જરૂરી કાગળો કોર્ટને સોંપી દેવાશે.

અકસ્માતના સમયે સાત ટ્રેનો પસાર થઇ હતી

સાવજના મોતની ઘટનામા હજુ તો વનતંત્ર કઇ ટ્રેનની હડફેટે આ સિંહનુ મોત થયુ તે શોધવાની ગુંચવણમાં પડયુ છે. બનાવ વખતે રાતના બારથી સવારના નવ વાગ્યા દરમિયાન આ રેલવે ટ્રેક પર સાત ટ્રેનોની આવનજાવન થઇ હતી. ત્યારે વનવિભાગ દ્વારા કયા કયા સમયે આ ટ્રેનો પસાર થઇ ? તેના ડ્રાઇવર કોણ હતા ? વિગેરે માહિ‌તી એકઠી કરવા તજવીજ શરૂ કરી છે.

સાવજોના વિસ્તારમાંથી સો કિમીની ઝડપે દોડે છે કોલસા ભરેલી માલગાડી.

સાવજોના વિસ્તારમાંથી સો કિમીની ઝડપે દોડે છે કોલસા ભરેલી માલગાડી

Bhaskar News, Amreli | Feb 24, 2014, 01:20AM IST
- રેલવે તંત્રના સહકાર વગર મુશ્કેલ છે સાવજોની રક્ષા

જયાં સાવજો ખુલ્લામાં જંગલ બહાર વિહાર કરે છે તે જ વિસ્તારમાં રેલવે તંત્રની માતેલા સાંઢ જેવી કોલસા ભરેલી માલગાડીઓ પ્રતિ કલાક સો કિમીની ઝડપે દોડી રહી છે. દિવસ હોય કે રાતનો સમય હોય આ માલગાડીઓથી સાવજોની રક્ષા કરવી ખુબ જ મુશ્કેલ છે. પીપાવાવ પોર્ટમા આવતી જતી માલગાડીઓ પર ગતિ મર્યાદા લાદવામા આવે તેવી પ્રકૃતિપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે. રાજુલાના પીપાવાવ પોર્ટ આસપાસમા ઔદ્યોગિક વિકાસના પગલે માલગાડીઓની હેરફેર માટે અહી ખાસ રેલવે લાઇન બીછાવવામા આવી છે.

હાલમાં દરરોજ પીપાવાવમા ૩૦ થી ૪૦ માલગાડીઓની અવરજવર થાય છે. રેલવે તંત્રએ કોલસા ભરેલી માલગાડી ઓછામા ઓછી સો કિમીની ઝડપે ચલાવવી તેવો નિયમ રાખ્યો છે. ત્યારેઆટલી સ્પીડમા માલગાડી ચલાવતો ડ્રાઇવર ટ્રેક પર સાવજ નજરે ચડે તો પણ તેની રક્ષા ન કરી શકે તે સૌ કોઇ સમજી શકે તેમ છે.

અહી રેલવે તંત્રને તેની મર્યાદા પણ નડી રહી છે કારણ કે ૩૦ થી ૪૦ માલગાડીની દિવસમા અવરજવર કરવા માટે જો ગતિ મર્યાદા લાદવામા આવે તો માલગાડીના ટ્રાફિકને પહોંચી વળવુ તંત્ર માટે મુશ્કેલ બને. તો બીજી તરફ પીપાવાવથી લઇ લીલીયા સુધીના વિસ્તારને સાવજોએ કુદરતી રીતે જ પોતાનુ રહેઠાણ બનાવ્યુ હોય હવે આ સાવજો ભગવાન ભરોસે છે.
તમામ રેલવે સ્ટેશને લેખિતમા જાણ કરાઇ

સાવરકુંડલા રેંજના આરએફઓ ભાલોડીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યુ હતુ કે ભંમર અને ભેરાઇની ઘટનાને પગલે વનવિભાગ દ્વારા આ વિસ્તારના તમામ રેલવે સ્ટેશનોને લેખિત જાણ કરી સાવજોની રક્ષા માટે માલગાડીઓની સ્પીડ ઓછી કરવી, વારંવાર વ્હીસલ વગાડવી, સાવજો નજરે પડે તો ગાડી ઉભી રાખવી જેવા અનેક સુચનો કરાયા છે.

એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં.


એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
- એક માસમાં છ સાવજોના કમોતથી રોષ

એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
- એક માસમાં છ સાવજોના કમોતથી રોષ
- કરોડોનો ખર્ચ અને મસમોટો સ્ટાફ હોવા છતાં પણ નરઘોળ વહિ‌વટી તંત્ર સાવજોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ
-
સવારે છ વાગ્યે સિંહ ટ્રેઇન હડફેટે ચડયો અને તંત્ર મોડેથી જાગ્યું : બે સિંહણના મોત પછી સિંહનો ભોગ

ગીર કાંઠાના અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસી રહ્યા છે. આ સાવજો વાડી-ખેતરમાં હોય ત્યારે ખેડૂતો ખેતી કરવા જઇ શકતા નથી. ખેડૂતો કે માલધારીઓના ઉપયોગી માલઢોરનું સાવજો મારણ કરે છે. આમ છતાં અહિંની સિંહપ્રેમી જનતા સાવજોને પ્રેમ કરતી હોવાથી તેનું રક્ષણ કરે છે. પરંતુ કરોડોનો ખર્ચ કરવા છતાં અને મસમોટો સ્ટાફ હોવા છતાં નઘરોળ વહીવટીતંત્ર સાવજોની રક્ષામાં સદંતર નિષ્ફળ જઇ રહ્યુ છે. જેને પગલે છેલ્લા એક માસમાં માત્ર ટ્રેઇન હડફેટે ચડી જવાના કારણે આપણે છ છ સાવજો ગુમાવ્યા છે. આ મુદે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ છે.

કોઇ સાવજ ટ્રેઇન હડફેટે ચડી જાય અને તે ગંભીર રીતે ઘાયલ હોય તેવા સમાચાર મળે તો ઘટનાની ગંભીરતા કેટલી છે અને આ સાવજને તાકીદે સારવારની જરૂર કેટલી છે તે વાત કદાચ નાનામાં નાનો માણસ પણ સરળતાથી સમજી શકે. પરંતુ જેને આ સાવજોના રક્ષણની જવાબદારી સોંપાય છે તે વનતંત્ર આજે આ ઘટનાની ગંભીરતા સમજવામાં સદંતર નિષ્ફળ રહ્યુ હતું. જેને પગલે ભારત દેશની અમુલ્ય ધરોહર સમા એક સાવજે પ્રાણ ગુમાવવા પડયા હતાં. તંત્ર દ્વારા તેની સારવારની તાકીદે વ્યવસ્થા કરાય હોત તો સંભવત: આ સાવજને બચાવી શકાયો હોત. સાવરકુંડલાના ભમ્મર નજીક આજે મૃત્યુ પામેલા સાવજને માલગાડીએ છએક વાગ્યા બાદ હડફેટે લીધો હતો. જેને પગલે તેને ગંભીર ઇજા પહોંચતા તે હાલી-ચાલી શકતો ન હતો અને પીડાના કારણે કણસતો રહ્યો હતો. વનતંત્રને આ બારામાં વહેલી જાણ થઇ ગઇ હતી. પરંતુ તાકીદે સાવજને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ હતું.
- કરોડોનો ખર્ચ અને મસમોટો સ્ટાફ હોવા છતાં પણ નરઘોળ વહિ‌વટી તંત્ર સાવજોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ
-
સવારે છ વાગ્યે સિંહ ટ્રેઇન હડફેટે ચડયો અને તંત્ર મોડેથી જાગ્યું : બે સિંહણના મોત પછી સિંહનો ભોગ

ગીર કાંઠાના અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસી રહ્યા છે. આ સાવજો વાડી-ખેતરમાં હોય ત્યારે ખેડૂતો ખેતી કરવા જઇ શકતા નથી. ખેડૂતો કે માલધારીઓના ઉપયોગી માલઢોરનું સાવજો મારણ કરે છે. આમ છતાં અહિંની સિંહપ્રેમી જનતા સાવજોને પ્રેમ કરતી હોવાથી તેનું રક્ષણ કરે છે. પરંતુ કરોડોનો ખર્ચ કરવા છતાં અને મસમોટો સ્ટાફ હોવા છતાં નઘરોળ વહીવટીતંત્ર સાવજોની રક્ષામાં સદંતર નિષ્ફળ જઇ રહ્યુ છે. જેને પગલે છેલ્લા એક માસમાં માત્ર ટ્રેઇન હડફેટે ચડી જવાના કારણે આપણે છ છ સાવજો ગુમાવ્યા છે. આ મુદે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ છે.

કોઇ સાવજ ટ્રેઇન હડફેટે ચડી જાય અને તે ગંભીર રીતે ઘાયલ હોય તેવા સમાચાર મળે તો ઘટનાની ગંભીરતા કેટલી છે અને આ સાવજને તાકીદે સારવારની જરૂર કેટલી છે તે વાત કદાચ નાનામાં નાનો માણસ પણ સરળતાથી સમજી શકે. પરંતુ જેને આ સાવજોના રક્ષણની જવાબદારી સોંપાય છે તે વનતંત્ર આજે આ ઘટનાની ગંભીરતા સમજવામાં સદંતર નિષ્ફળ રહ્યુ હતું. જેને પગલે ભારત દેશની અમુલ્ય ધરોહર સમા એક સાવજે પ્રાણ ગુમાવવા પડયા હતાં. તંત્ર દ્વારા તેની સારવારની તાકીદે વ્યવસ્થા કરાય હોત તો સંભવત: આ સાવજને બચાવી શકાયો હોત. સાવરકુંડલાના ભમ્મર નજીક આજે મૃત્યુ પામેલા સાવજને માલગાડીએ છએક વાગ્યા બાદ હડફેટે લીધો હતો. જેને પગલે તેને ગંભીર ઇજા પહોંચતા તે હાલી-ચાલી શકતો ન હતો અને પીડાના કારણે કણસતો રહ્યો હતો. વનતંત્રને આ બારામાં વહેલી જાણ થઇ ગઇ હતી. પરંતુ તાકીદે સાવજને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ હતું.
એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
બીજી તરફ રેલવે તંત્ર સામે વનતંત્ર ઘુંટણીયે પડયુ છે. અહિં સાવજોનો વિસ્તાર હોવા છતાં પીપાવાવ પોર્ટના લાભાર્થે ચાલતી માલગાડીઓ માટે કોઇ ગતિ મર્યાદા લાદવામાં આવી નથી. એટલુ જ નહી ખાનગી પેઢી માટે દોડતી આ માલગાડીઓ કોઇ સાવજને હડફેટે લે તો તેની સામે કાર્યવાહી કરવામાં પણ તંત્ર ઉણુ ઉતરી રહ્યુ છે. કદાચ રેલવે તંત્રના કાન આમળવામાં વન વિભાગને કોઇ શરમ નડી રહી છે. સરકારનું જ એક ખાતુ હોવાથી કોઇ પગલા લેતા પહેલા પોતે કોઇ કાનુની ગુંચમાં ન અટવાઇ જાય તેની તકેદારી વન અધિકારીઓ રાખી રહ્યા છે. પછી તે ભલેને સાવજોના ભોગે હોય. કદાચ વન અધિકારીઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે સાવજોના આ રીતે કમોત થાય તો તેમની સામે કોઇ પગલા નહી લેવાય પરંતુ રેલવે તંત્ર સામે પગલા લેવામાં કોઇ કાનૂની ગુંચ ઉભી થાય તો તેમને તકલીફ પડશે.

તંત્રના આવા જડ અને બેજવાબદારી ભર્યા વલણ સામે સિંહ પ્રેમીઓમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાંથી આવતા માલગાડીઓના ચાલકોને આ વિસ્તારોમાં સાવજોની હાજરી વિશે ખબર સુધ્ધા નથી હોતી. વન તંત્ર દ્વારા માલગાડીઓના ચાલકો આ મુદે સાવચેત રહે તે માટે તેને જાણકારી આપવાનો પણ પ્રયાસ કરાતો નથી. અમરેલી જીલ્લામાં આજે ઠેર ઠેરથી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વન અને રેલવે તંત્રના જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી હતી. ઉલ્લેખનીય એ છે કે, એક તરફ સિંહને જાળવણીના દાવા વચ્ચે એક મહિ‌નામાં ટ્રેનની હડફેટે બે સિંહણ અને એક સિંહના મોતથી સિંહ પ્રેમીઓમાં ભારોભાર રોષ વ્યક્ત થઇ રહ્યો છે. જયારે વન વિભાગે આજે પણ આ ઘટના પછી કાર્યવાહી હાથ ધરી છે.
એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
બરાબર એક મહિ‌ના પછી બીજો અકસ્માત

રાજુલા-ભેરાઇ રેલવ ટ્રેક પર બરાબર એક મહિ‌ના પહેલા ગત ૨૨મી તારીખે માલગાડી હડફેટે બે સિંહણના મોત થયા હતાં. અહિં માત્ર પીપાવાવ પોર્ટમાં માલની હેરફેર માટે માલગાડીઓ આવ-જા કરે છે. આ માલગાડીએ હડફેટે લીધેલી બે સિંહણ પૈકી એક સિંહણના પેટમાં રહેલા ત્રણ બચ્ચાનું પણ મોત થયુ હતું. તેના એક મહિ‌ના પછી આજે ફરી ૨૨મી તારીખે માલગાડી હડફેટે ગીરની શાન સમા વધુ એક સાવજનું મોત થયુ હતું.

વડાળ ખાતે કરાયુ પીએમ
દર્દીથી કણસી રહેલા સાવજને જ્યારે પાંજરામાં પુરવામાં આવ્યો ત્યારે અહિં ઉપસ્થિત લોકો એવું સમજ્યા હતાં કે તેને સારવાર માટે લઇ જવાઇ રહ્યો છે. પરંતુ તે સમયે જ સિંહનું મોત થતા આખરે તેને પોસ્ટ માર્ટમ માટે વડાળ લઇ જવાયો હતો. અહિં પીએમ દરમીયાન તેના પાંસળાના હાડકા તુટી ગયાનું પણ ખુલ્યુ હતું.

એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
વન અધિકારીઓ દોડી ગયા
રેલવે તંત્ર દ્વારા ઘટનાની સ્થાનીક આરએફઓ ભાલોડીયાને જાણ કરાઇ હતી. જો કે એસીએફ એમ.એમ. મુની અહિં સૌ પ્રથમ પહોંચ્યા હતાં. બાદમાં આરએફઓ ભાલોડીયા, ડીએફઓ અંશુમન શર્મા, વેટરનરી ડો. હિ‌તેષ વામજા, અમિતભાઇ ઠાકર, સમીરભાઇ દેવમુરારી વિગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.

માલગાડીના ડ્રાઇવરે ઘટના અંગે જાણકારી આપી
સાવરકુંડલાના ભમ્મર નજીક વહેલી સવારે આ સિંહ માલગાડી હડફેટે ચડયા બાદ આ માલગાડી જ્યારે સાવરકુંડલા પહોંચી ત્યારે ચાલક દ્વારા સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી અને સ્ટેશન માસ્તર દ્વારા આ અંગે સ્થાનીક આરએફઓ ભાલોડીયાને જાણ કરવામાં આવી હતી.

પીએમ રીપોર્ટ જનતા સમક્ષ જાહેર કરો
ભીખુભાઇ બાટાવાળાએ માંગણી ઉઠાવી હતી કે જે જે વિસ્તારમાં વન્ય પ્રાણીના કમોતની ઘટના બને ત્યારે ત્યાંની જનતાની જાણકારી માટે વન વિભાગ દ્વારા તેનો પીએમ રીપોર્ટ જાહેર થવો જોઇએ. વન વિભાગે જનતાની જાણ માટે સમાચાર અને જાહેરખબરના રૂપમાં આ રીપોર્ટ પ્રસિધ્ધ કરાવવો જોઇએ.
એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
વન્ય પ્રાણીઓના કમોત અંગે વન અધિકારીઓની જવાબદારી નક્કી કરો
દારૂનો મોટો જથ્થો ઝડપાય તો પોલીસ અધિકારી સસ્પેન્ડ પણ પ્રાણીના કમોત અંગે વન અધિકારી સામે પગલા કેમ નહી ?

ગીર લાયન નેચર ફાઉન્ડેશને વન્ય પ્રાણીઓના કમોતની વધેલી ઘટના વચ્ચે જે તે વિસ્તારના વન અધિકારી અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરી તેમને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવા માંગણી ઉઠાવી છે. ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માટે ગૃહ વિભાગ દ્વારા જો કોઇ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો મોટો જથ્થો ઝડપાય તો પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામાં આવે છે.
વન્ય પ્રાણીઓના કમોતની ઘટના અટકાવવા માટે વન અધિકારી અને કર્મચારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઇએ. વન્ય પ્રાણીઓ અકુદરતી રીતે મોતને ભેટે તે કોઇ કાળે ચલાવી ન શકાય. વન કર્મચારીઓને પેટ્રોલીંગ માટે વાહનની પણ સુવિધા આપવામાં આવે છે. પરંતુ પ્રાણીઓની રક્ષા માટે યોગ્ય પગલા લેવામાં આવતા નથી. ત્યારે જો આ અંગે જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામાં આવે તો વન કર્મચારીઓ પણ વન્ય પ્રાણીઓની રક્ષા માટે ગંભીર બનશે.
એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
.
એક માહિનામાં છ સિંહો ટ્રેઇન પર કપાયા, ગુજરાતનું ગૌરવ જોખમમાં
.

ટ્રેઇન નીચે કપાયેલી બન્ને સિંહણોની યાદમાં દેરી બનાવાશે.

ટ્રેઇન નીચે કપાયેલી બન્ને સિંહણોની યાદમાં દેરી બનાવાશે
Bhaslkar News, Rajula | Feb 22, 2014, 01:17AM IST
- પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા લોક જાગૃતિનો પ્રયાસ : સિંહણોની તસ્વીર અને તકતી મુકાશે

રેલવે તંત્રની બેદરકારીના કારણે થોડા દિવસ પહેલા રાજુલા-ભેરાઇ ટ્રેક પર બે સિંહણ કપાઇ ગયાના બનાવને પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં રેલવેતંત્ર સામે રોષ છે ત્યારે આજે અહિંના પ્રકૃતિ પ્રેમીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આવા કમોત સામે લોક જાગૃતિ આવે તે માટે આ સ્થળે બે સિંહણ અને તેના ગર્ભસ્થ ત્રણ બચ્ચાની દેરી બનાવી તેના ચિત્ર અને આરસની તખ્તી બનાવવાનો નિર્ણય લેવાયો છે.

એશીયાટીક લાયન એ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહી પરંતુ ભારતનું ગૌરવ છે. સૌરાષ્ટ્રની પ્રજા આ સાવજોના રક્ષણ માટે કટીબધ્ધ છે. ગીર કાંઠાના ગામોમાં લોકો સાવજોથી થતુ નુકશાન સહન કરીને પણ તેની રક્ષા કરે છે. પરંતુ રાજુલા અને ભેરાઇ વચ્ચે થોડા સમય પહેલા માલગાડીએ બે સિંહણોને કચડી નાખી હતી. જે પૈકી એક સિંહણના પેટમાં તો ત્રણ બચ્ચા હતાં. તે પણ મોતને ભેટયા હતાં. આ ઘટનાએ સિંહ પ્રેમીઓને હચમચાવી નાખ્યા હતાં. ઘટનામાં રેલવે તંત્રની ઘોર બેદરકારી છતી થઇ હોવા છતાં હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી.

આ સ્થિતિ વચ્ચે આજે લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા, આતાભાઇ વાઘ, દિલીપભાઇ કાતરીયા, મંગાભાઇ ધાપા, આકાથડભાઇ રામ, વિક્રમભાઇ ધાખડા વિગેરેએ ઘટનાસ્થળેની મુલાકાત લીધી હતી. અહિંથી તેમને સિંહણોના લોહીવાળા પત્થર તથા સિંહણની રૂવાંટી પણ મળી આવી હતી. હવે અહિં પ્રકૃતિ પ્રેમીઓએ તંત્રની આંખ ઉઘાડવા તથા લોક જાગૃતિ લાવવા માટે ઘટનાસ્થળ નજીક બે સિંહણ તથા ત્રણ બચ્ચાની દેરી બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેથી તેમની અહિં કાયમી સ્મૃતિ જળવાઇ રહે. આ પ્રકૃતિ પ્રેમીઓએ જણાવ્યુ હતું કે આ કામમાં ખાંભા અને જાફરાબાદના અગ્રણીઓ સાથ આપશે અને પ્રકૃતિ પ્રેમીઓની ઉપસ્થિતિમાં દેરીનું નિર્માણ થશે.

દેરીમાં સિંહણોની તસવીર મૂકાશે
પ્રકૃતિ પ્રેમીઓએ જણાવ્યુ હતું કે ઘટનાસ્થળની નજીક જ સિંહણોની સ્મૃતિમાં તૈયાર થનારી દેરીમાં બે સિંહણ અને બચ્ચાની તસવીર મુકવામાં આવશે. એટલુ જ નહી આરસની તખ્તી પણ મુકવામાં આવશે. કમોતે મરેલા સાવજો માટે સહાનુભુતી દર્શાવવા ગુજરાતમાં આ પ્રકારનો કાર્યક્રમ કદાચ પ્રથમ વખત યોજાશે

ખાંભા નજીક વાડીમાંથી મળેલ વિસ્ફોટક એફએસએલમાં મોકલાયો.


Bhaskar News, Amreli | Feb 19, 2014, 01:30AM IST
- ફાંસલામાં ફસાયેલ દિપડાને બચાવતી વખતે દેશી બંદુકમાં ભરવાનો દારૂ પણ ઝડપાયો હતો

થોડા દિવસ પહેલા ખાંભાની સીમમાંથી વન વિભાગે રાજેન્દ્ર રાઠોડ નામના ખેડૂતની વાડીમાંથી ફાંસલામાં ફસાયેલ દિપડાને બચાવી લીધો હતો. આ સમયે બાજુની વાડીમાંથી બે ફાંસલા અને દેશી બંદુકમાં ભરવાનો દારૂ મળી આવતા વન વિભાગે આ અંગે પોલીસને રીપોર્ટ કરતા પોલીસે આ વિસ્ફોટક એફએસએલમાં મોકલ્યો છે.

ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓની વસતી ઘણી વધારે છે ત્યારે આ પ્રકારની ઘટનાને ખુબ જ ગંભીરતાથી જોવાઇ રહી છે. ફાંસલામાં ફસાવીને વન્ય પ્રાણીના શિકારની ફરીયાદ તો ઘણા સમયથી છે. પરંતુ દેશી બંદુકના ઉપયોગની વાતથી પ્રકૃતિ પ્રેમીઓ ચિંતીત છે. થોડા દિવસ પહેલા ખાંભાની સીમમાંથી રાજેન્દ્ર રાઠોડ નામના ખેડૂતની વાડીમાંથી ફાંસલામાં ફસાયેલી હાલતમાં દિપડો મળી આવ્યો હતો.
વન વિભાગના સ્ટાફે અહિં દોડી જઇ આ દિપડાને બચાવી લીધો હતો અને આસપાસમાં તપાસ કરતા બે અન્ય ફાંસલા પણ મળી આવ્યા હતાં તથા બાજુની વાડીમાંથી દેશી બંદુકમાં વપરાતો દારૂ પણ મળી આવ્યો હતો. વન વિભાગે આ તમામ મુદામાલ કબજે લીધો છે.દરમીયાન વન વિભાગ દ્વારા આ વિસ્ફોટક પદાર્થ અંગે ખાંભા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસે પંચરોજકામ કરી આ વિસ્ફોટક પદાર્થ કબજે લઇ તેને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવા કાર્યવાહી કરી હતી. બનાવ અંગે પીએસઆઇ ભરવાડ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગેરકાયદે જંગલ સિંહદર્શન કરાવનાર વનઅધિકારીઓ સામે પગલા લો.

ગેરકાયદે જંગલ સિંહદર્શન કરાવનાર વનઅધિકારીઓ સામે પગલા લો
Bhaskar News, Amreli | Feb 19, 2014, 01:28AM IST
- લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
- કોઇ ભૂલુ પડી જાય તો વન તંત્ર તેની સામે દંડો ઉગામે છે ત્યારે


જંગલમાં કોઇ ભુલુ પડી જાય તો પણ વનતંત્ર દ્વારા તેની સામે કાયદાનો દંડો ઉગામીને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ આ જ વન અધિકારીઓ દ્વારા મામલતદાર અને અન્ય અધિકારીઓને ગેરકાયદે બાણેજ-કનકાઇ વિસ્તારમાં જંગલ દર્શન અને સિંહ દર્શન કરાવવામાં આવે તે ઘટનાને ક્રુર મજાક ગણાવી લાયન નેચર ફાઉન્ડેશને જવાબદારો સામે તાકીદે પગલા લેવાની માંગ કરી છે.

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં રજુઆત કરી છે કે બાણેજ ખાતે એકમાત્ર મતદાર છે અને તે મતદાન મથક ઉપર બોગસ મતદાન કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા નથી. ત્યારે મતદાન મથક જોવાના બહાને સ્ટાફનો મોટો રસાલો સાથે રાખી સરકારી ગાડીઓમાં પ્રજાના પૈસે વન વિભાગની મદદથી આવા તમાશા કરવામાં આવે છે.

વન વિભાગ દ્વારા કાયદાનું મનઘડત અર્થઘટન અને મન માન્યો અમલ કરાવવામાં આવી રહ્યો છે. કોઇ વ્યક્તિ જંગલમાં ભુલી પડીને હેરાન થતી હોય તેને પણ દંડ ફટકારાય છે પરંતુ આ જ વનતંત્રના જવાબદાર અધિકારીઓ કાયદાનો સરેઆમ ભંગ કરી ગેરકાયદે જંગલ દર્શન અને સિંહ દર્શન કરાવે છે. વન વિભાગના અધિકારીઓ આ રીતે વગદાર લોકોના વહાલા થવાની કોશીષ કરે છે. ત્યારે પ્રકૃતિ અને જંગલની રક્ષા માટે આવી ગેરકાયદે પ્રવૃતિ કરનારા વનતંત્રના જવાબદાર અધિકારીઓ સામે તાકીદે પગલા લેવામાં આવે તેવી માંગણી અંતમાં બાટાવાળાએ કરી છે.

ધારી: ઇનફાઇટમાં સાવજે દીપડીનાં બચ્ચાને ફાડી ખાધું.

ધારી: ઇનફાઇટમાં સાવજે દીપડીનાં બચ્ચાને ફાડી ખાધું
Bhaskar News, Dhari | Feb 13, 2014, 00:20AM IST
- ધારી-ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં બન્યો બનાવ
-ત્રણ થી પાંચ માસનું બચ્ચુ હોવાનું બહાર આવ્યું


ધારી -ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં આજે સમી સાંજે ઇનફાઇટનાં એક બનાવમાં સિંહે દીપડીનાં બચ્ચાને ફાડી નાંખતાં વન વિભાગનાં અધિકારીઓએ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય એ છે કે, વન વિભાગનાં પેરણા દરમિયાન આ બનાવ મામાપીરની જગ્યા પાસે બન્યો હોવાનું અને દીપડાના બચ્ચાનું મૃતદેહ લઇ પીએમ સહિ‌તની કાર્યવાહી કરી હોવાનું ડીએફઓએ જણાવ્યું હતું.મોડેથી મળતા સમાચાર મુજબ ધારી-ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં મામાપીરની રેવન્યુ વિસ્તારમાં મામાપીરની જગ્યા પાસે ત્રણથી પાંચ માસનું મૃત હાલતમાં દીપડીનું બચ્ચું મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

આ બનાવની જાણ થતાં ડીએફઓ અશુંમન શર્માને જાણ કરાતાં આરએફઓ એ.વી. ઠાકર, નિલેશભાઇ વેગડા, અમિત ઠાકર, જે.બી. બાપલ તેમજ વેટરનરી તબીબ ડો.હિ‌તેશ વામજા રેવન્યુ બીટ વિસ્તારમાં પહોંચ્યા હતાં અહીંથી દીપડીનાં બચ્ચાનાં મૃતદેહનો કબજો લીધો હતો. દરમિયાન પી.એમ. બાદ ડીએફઓએ જણાવ્યુ હતું કે, ત્રણ થી પાંચ માસનું આ બચ્ચું હંમેશા દીપડી સાથે જ હોય છે. પરંતુ ઇનફાઇટના આ બનાવમાં સિંહે દીપડીને ભગાડી ગળાનાં અને પગનાં ભાગે હૂમલો કરી દીપડીનાં બચ્ચાને ફાડી ખાધું છે.

ખાંભામાં ફાંસલામાં સપડાયેલા દીપડાને બચાવાયો, શિકાર પ્રવૃત્તિ કયારે અટકશે ?

ખાંભામાં ફાંસલામાં સપડાયેલા દીપડાને બચાવાયો, શિકાર પ્રવૃત્તિ કયારે અટકશે ?

Bhaskar News, Dhari | Feb 12, 2014, 00:05AM IST
- દીપડાને ગળાના ભાગે ઇજા : અન્ય બે ફાંસલા અને દેશી બંદુકમાં વપરાતો દારૂ પણ ઝડપાયો
-
વન્ય પ્રાણીઓની શિકાર પ્રવૃત્તિ કયારે અટકશે ?

ખાંભાની સીમમાં એક વાડીમાં ગઇરાત્રે એક દિપડો ફાસલામાં ફસાઇ જતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. વન વિભાગની ટીમે અહિં દોડી જઇ દિપડાને બેભાન બનાવી ફાસલાથી મુક્ત કરાવી સારવારમાં ખસેડયો હતો. વનતંત્રને વાડીમાંથી વધુ બે ફાસલા પણ મળી આવ્યા હતાં અને દેશી બંદુકમાં ઉપયોગ થતો દારૂ મળી આવ્યો હતો ત્યારે અહિં વન્ય પ્રાણીના શિકારના ઉદેશથી ફાસલા ગોઠવાયા હતાં કે કેમ તે દિશામાં વન વિભાગે તપાસ શરૂ કરી છે.

ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરવામાં આવતો હોવાની લાંબા સમયથી ફરીયાદ છે. અગાઉ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા પણ આ પ્રવૃતિ અટકાવવા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. આમ છતાં આજે ખાંભાના પાદરમાં જ વન્યપ્રાણીઓના શિકાર માટે ફાસલાનો ઉપયોગ થયાનું ખુલ્યુ હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખાંભાના વિમલસિંહ મહીપતસિંહ રાઠોડની વાડીમાં ગઇરાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે એક દિપડો ગળાના ભાગે ફસાયેલો હોવાનું જણાતા સ્થાનીક લોકો દ્વારા ડીએફઓ અંશુમન શર્માને જાણ કરાઇ હતી.

તેમની સુચનાને પગલે આરએફઓ પરડવા સ્ટાફ સાથે બનાવના સ્થળે ધસી ગયા હતાં. વેટરનરી ડોક્ટર હિ‌તેષ વામજા દ્વારા આ દિપડાને બેહોશ બનાવી દેવાયો હતો અને બાદમાં તેને ફાસલામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આશરે બે મણ વજનના લીલી ખડના ટુકડા સાથે આ ફાંસલો બાંધવામાં આવ્યો હતો. દિપડાએ ફાંસલામાંથી છુટવા પ્રયત્ન કરતા તેને ગળાના ભાગે ઇજા પહોંચી હોય સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.

દરમીયાન વન વિભાગ દ્વારા વાડીની તલાશી લેવામાં આવતા અન્ય બે સ્થળેથી ફાંસલા પણ મળી આવ્યા હતાં. એટલુ જ નહી દેશી બંદુકમાં ભરવાનો દારૂ પણ મળ્યો હતો. વાડીમાં લોખંડના તારમાં ઇલેકટ્રીક શોક મુકાતા હોવાના પુરાવા પણ મળ્યા હતાં. આમ વન્ય પ્રાણીના ખાતમા માટે અહિં સમગ્ર તખ્તો તૈયાર હોવાનું જણાતા ડીએફઓ પણ ચોંકી ઉઠયા હતાં. વન વિભાગે આ ફાંસલા કોણે ગોઠવ્યા હતાં તે દિશામાં તપાસ શરુ કરી છે.
ખાંભામાં ફાંસલામાં સપડાયેલા દીપડાને બચાવાયો, શિકાર પ્રવૃત્તિ કયારે અટકશે ?
પોલીસને પણ જાણ કરાઇ
ખાંભાની સીમમાં જે વાડીમાંથી દિપડો ઝડપાયો તે વાડી માલીકે ભાગવુ વાવવા આપેલી છે. વાડીમાંથી દેશી બંદુકમાં વપરાતો દારૂ મળી આવતા વનતંત્ર દ્વારા ખાંભા પોલીસને જાણ કરવામાં આવી છે. દિપડાની ઉંમર ચાર વર્ષ હોવાની અને ક્લચ વાયરનો ફાંસલો બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

શિકારની પ્રવૃતિ અટકાવો : લાયન નેચર કલબ
લાયન નેચર ક્લબ એ અગાઉ પણ ખાંભા પંથકમાં ફાંસલામાં ફસાવીને તથા ઇલેકટ્રીક શોક દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોવાની રજુઆતો કરી હતી. આજે આ ઘટનાથી તેમની વાતને સમર્થન મળતા તેમણે શીકારની આ પ્રવૃતિ અટકાવવા કડક પગલા લેવા માંગ દોહરાવી છે.
ખાંભાના પીપળવાના આધેડ ખેડૂત પર દીપડાનો હુમલો

પાકમાં છુપાયેલા દિપડાએ અચાનક હુમલો કરી લોહી લુહાણ કરી દીધા

ખાંભા તાલુકાના પીપળવા ગામની સીમમાં ગઇસાંજે વાડીમાં કામ કરી રહેલા એક આધેડ ખેડૂત પર દિપડાએ હુમલો કરી તેમને હાથ અને માથા પર ઇજા પહોંચાડતા સારવાર માટે તેમને દવાખાને ખસેડવામાં આવ્યા છે. અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દિપડાની વસતી વધતી જાય છે. અને તેની સાથે સાથે દિપડા દ્વારા માણસ પર હુમલાની ઘટના પણ વધતી જાય છે. દિપડો છુપાઇને રહેવાવાળુ પ્રાણી છે. સીમ વિસ્તારમાં વાડી ખેતરોમાં દિપડો છુપાઇને રહેતો હોય ખેતીકામ કરતા ખેડૂત પર દિપડાના હુમલાની ઘટના અવાર નવાર બને છે. આવી જ એક વધુ ઘટના ખાંભા તાલુકાના પીપળવા ગામની સીમમાં બની હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર પીપળવાના રણછોડભાઇ ખોડાભાઇ વાઘેલા નામના આધેડ ખેડૂત ગઇસાંજે પોતાની વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધસી આવેલા એક દિપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ દિપડાએ તેમને હાથ પર અને માથામાં ઇજા પહોંચાડતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતાં. તેમની બાજુની વાડીવાળા લાલભાઇ ઝાલા વિગેરેએ આવી હાંકલા પડકારા કરતા દિપડો નાસી છુટયો હતો. ઘવાયેલા રણછોડભાઇ વાઘેલાને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા હતાં. બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ દોડી ગયાનું જાણવા મળેલ છે.

ધારી: રાજસ્થળીના જંગલમાં લાગ્યો દવ.

ધારી: રાજસ્થળીના જંગલમાં લાગ્યો દવ
Bhaskar News, Dhari | Feb 10, 2014, 00:59AM IST
-આગના કારણે ડુંગરાઓમાં દસેક એકરમાં ઘાસ બળીને રાખ થયું
-
દોડધામ : ગીર પૂર્વની તુલસી શ્યામ રેંજમાં બપોરના સમયે બનેલી ઘટના : કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં

ગીર જંગલમાં ચાલુ સાલે બીજી વખત દવની ઘટના આજે બનવા પામી હતી. ગીરપુર્વની તુલશીશ્યામ રેન્જમાં આજે રાજસ્થળી બીટમાં બપોરના સમયે કોઇ રીતે ડુંગરાળ વિસ્તારમાં આગની શરૂઆત થઇ હતી જો કે વન વિભાગે સમયસર જાણ થઇ જતા દવને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતાં. અને ચાર કલાકની મહેનત બાદ દવ કાબુમાં આવ્યો હતો. આગના કારણે ડુંગરાઓમાં દસેક એકરમાં ઘાસ બળીને રાખ થઇ ગયું હતું.
ગીર જંગલમાં જયારે ઝાડપાન અને વેલા તથા ઘાસ સુકાવા લાગે ત્યારે દવની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ દવ અનેક કારણોસર લાગી શકે છે. પ્રકૃતિના કારણો પણ જવાબદાર હોય છે. અને કયારેક માનવીય ભુલથી પણ દવ લાગી જતો હોય છે. કયારે ખુદ વન કર્મચારીઓની બેદરકારીથી પણ દવની ઘટના બને છે. આવી ઘટના લગભગ દર વર્ષે બને છે. ચાલુ સાલે અત્યાર સુધીમાં દવની બીજી ઘટના આજે બની હતી.વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરે ગીર પુર્વની તુલશીશ્યામ રેન્જમાં ટીંબરવા રાઉન્ડમાં આવેલ રાજસ્થળી બીટમાં વન વિભાગની જમીનમાં અચાનક કોઇ રીતે આગ લાગી હતી. રાજસ્થળી બીટમાં વન વિભાગની હદમાં મહદઅંશે ડુંગરાઓ આવેલા છે. અને આ ડુંગરાઓમાં ઝાડ તો નથી પરંતુ ઘાસ મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે.

આજે બપોરે બારેક વાગ્યા બાદ દવની શરૂઆત થઇ હતી. આ બારામાં કોઇ રીતે ગીર પુર્વના ડીએફઓ અંશુમન શર્માને જાણ થતા તેમણે તાબડતોબ તુલશીશ્યામ રેન્જ ઉપરાંત જશાધાર અને દલખાણીયા રેન્જના સ્ટાફને ત્યાં દોડાવ્યો હતો. અને તાબડતોબ પોતે પણ રાજસ્થળી દોડી ગયા હતાં. અહીં દવને કાબુમાં લેવા માટે વનકર્મચારીઓને કામે લગાડવા ઉપરાંત સ્થાનીક માલધારીઓ અને મજુરોની પણ મદદ લેવામાં આવી હતી.

વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે ચારેક કલાકની મહેનત બાદ માંડ માંડ દવ કાબુમાં આવ્યો હતો. જોકે આ દરમીયાન અહીં દસથી બાર એકર જમીનમાં ઘાસ બળીને રાખ થઇ ગયું હતું. અહીં વન વિભાગ હસ્તક અનેક ડુંગરાઓ આવેલા છે. આ ડુંગરોમાં વન્ય પ્રાણીઓ વિહરતા રહે છે. અહીં ઝાડ નથી પરંતુ મોટી માત્રામાં ઘાસ જરૂર ઉગી નીકળે છે. જેનો નાશ થયો હતો. હાલમાં ઘાસ અને જંગલ સુકાઇ રહ્યુ છે ત્યારે વન વિભાગ દ્વારા સાવચેતી રખાય તે જરૂરી છે.

હાલમાં જંગલમાં ઘાસ પુષ્કળ છે
ચોમાસુ કેવુ રહ્યુ તેની અસર જેમ ખેતીવાડી પર પડે છે. તેમ તેની અસર જંગલ પર પણ જોવા મળે છે. આગલા વર્ષે ચોમાસુ સારૂ ન હોવાના કારણે ઘાસ વધારે ન હતું. પરંતુ ગત ચોમાસામાં ખુબ જ વરસાદ પડતા ઘાસ ખુબ જ ઉગી નીકળ્યુ હતું. હાલમાં આ ઘાસ સુકાઇ ગયુ છે. અને સુકા ઘાસમાં દવ ઝડપથી લાગે તેવી શક્યતા વધુ રહે છે.