Saturday, February 28, 2015

મહા શિવરાત્રીનાં મેળા દરમિયાન ગિરનાર મહોત્સવ માટે દરખાસ્ત.

DivyaBhaskar News Network Feb 28, 2015, 03:50 AM IST
 



જૂનાગઢઉપરકોટ વિકાસ અને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી.જેમાં રાજય સરકારે ફાળવેલા 10 કરોડમાંથી જિલ્લાનાં ત્રણ પ્રવાસન સ્થળનો વિકાસ કરવાનો છે.તેના આયોજન માટેની બેઠકમાં જૂનાગઢ જિલ્લાનાં 21 પ્રવાસન સ્થળની યાદી તૈયાર કરવામાં આવી છે. બેઠકમાં કચ્છ મહોત્સવની જેમ શિવરાત્રીનાં મેળા દરમિયાન ગિરનાર મહોત્સવ માટે રાજય સરકારમાં દરખાસ્ત કરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજય સરકારે દરેક કલેકટરને 10 કરોડની ગ્રાન્ટ આપી છે.જેમાંથી જિલ્લાનાં કોઇ પણ ત્રણ પ્રવાસન સ્થળનાં વિકાસમાં તે રકમ વાપરવાની છે.તેના આયોજન માટે આજે કલેકટર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં ઉપરકોટ વિકાસ અને જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક મળી હતી. જેમાં જિલ્લાનાં દરેક તાલુકામાં આવેલા ઐતિહાસીક અને પૌરાણીક સ્થળની યાદી મંગાવવામાં આવી હતી.તેના પર ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લાનાં તાલુકામાંથી 21 પ્રવાસન સ્થળની યાદી આવી હતી.બેઠકમાં 21 પ્રવાસન સ્થળની યાદી તૈયારી કરી સરકારમાં મોકલવામાં આવશે.બાદ તેમાથી કોઇ પણ ત્રણ સ્થળ પસંદ કરવામાં અાવશે.

પછી તે સ્થળનો વિકાસ કરવામાં આવશે.આ ઉપરાંત જૂનાગઢમાં પ્રવાસીઓને આકર્ષવા માટે થઇને શિવરાત્રીનાં મેળા દરમિયાન કચ્છમાં યોજાતા મહોત્સવની જેમ ગિરનાર મહોત્સવ માટે દરખાસ્ત કરવામાં આવશે.આ અંગે ગ્રાન્ટની માંગ કરવામાં અાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગિરનાર સ્પર્ધાને ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન, ગિરનારે આંબી લીધી તેના નામ જેવડી ઉંચાઇ.

Bhaskar News, Junagadh Feb 28, 2015, 01:58 AM IST
જૂનાગઢ: ગિરનાર પર્વત અનાદિકાળથી અડીખમ ઉભો છે. પરંતુ આજે ગિરનારને તેના નામ જેટલીજ નવી ઉંચાઇ મળી છે. 4 જાન્યુઆરી 2015નાં રોજ યોજાયેલી સીંગલ માઉન્ટ એસેન્ટ ઇવેન્ટને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ગયું છે. આ પહેલાં એક પર્વત પર એક સાથે સૌથી વધુ લોકોનાં ચઢાણનો રેકોર્ડ નોર્વેનાં નામે બોલતો હતો. જે હવેથી ગિરનારનાં નામે ચઢી ગયો છે. નોર્વેની સ્પર્ધામાં  972 લોકોએ ભાગ લીધો હતો. જ્યારે ગિરનાર સ્પર્ધામાં 2,324 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી 2,122 સ્પર્ધકોએ નિયત સમયમાં સ્પર્ધા પૂર્ણ પણ કરી હતી.
ગિરનાર સ્પર્ધાને ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન, ગિરનારે આંબી લીધી તેના નામ જેવડી ઉંચાઇ
- એકજ પર્વત પર એક સાથે સૌથી વધુ લોકોનાં ચઢાણનો નોર્વેનો રેકોર્ડ તૂટયો : હવે તે ગિરનારનાં નામે
- નોર્વેની સ્પર્ધામાં 972 અને ગિરનાર સ્પર્ધામાં 2,324 સ્પર્ધકો જોડાયા હતા અને 2,122એ નિયત સમયમાં સ્પર્ધા પૂરી કરી હતી

રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને વિશ્વ ફલક પર લઇ જવા માટે કલેકટર આલોકકુમાર પાંડેએ ઓગસ્ટ માસમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે અરજી કરી હતી. એ સાથેજ ગિરનાર સ્પર્ધાનું  વિશ્વસ્તરે નામાંકન કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. મોસ્ટ પીપલ્સ સીંગલ માઉન્ટ એસેન્ટ નામ રાખવામાં આવ્યું હતું. આ પહેલાં એકસાથે સૌથી વધુ લોકો પર્વત પર ચઢ્યા હોય એવો રેકોર્ડ નોર્વેનાં નામે હતો.નોર્વેમાં 972 લોકો એક સાથે પર્વત પર ચઢી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ તોડવા માટે જૂનાગઢ સામે પહેલો પડકાર સંખ્યાનો હતો. સ્પર્ધા નજીક આવતાં રાજ્યભરમાંથી કુલ 2,758 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાંથી 2,324 સ્પર્ધકો સ્પર્ધામાં જોડાયા હતા. એટલું જ નહી તેમાંથી 2,122 સ્પર્ધકોએ નિયત સમયમાં સ્પર્ધા પૂરી કરી હતી. આ રીતે સ્પર્ધાને રેકોર્ડમાં સ્થાન મળે એ  માટેનાં ઉજળા સંજોગો સર્જાયા હતા. પરંતુ તેના માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે અનેક પ્રકારનું સાહિત્ય માંગ્યું હતું. સાહિત્ય પહોંચાડ્યા બાદ 17 પ્રકારની ક્વેરી કાઢી હતી. કલેકટર આલોકકુમાર પાંડે, દેવકુમાર આંબલીયા, નયન થોરાટ અને અતુલ ખુંટીએ તમામ કવેરીનો ત્વરીત જવાબ આપ્યો હતો. અંતે સોમવારે છેલ્લી ક્વેરી આવી હતી. જે પણ સોલ્વ થતાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગિરનાર સ્પર્ધાને સ્થાન મળી ગયું છે. આ બાબત હવે  જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવરૂપ બની છે.

ગિરનાર સ્પર્ધાની શરૂઆત 1971માં એક અખબારે કરી હતી. બાદમાં 1979 સુધી સતત ચાલી હતી. બાદમાં બંધ થઇ, ત્યારપછી ફરી શરૂ થઇ, અને બંધ થઇ. ત્યારબાદ 1996થી જિલ્લા વહીવટી તંત્રએ સ્પર્ધાનો દોર હાથમાં લઇ લીધો. અને ત્યારથી ફરી સ્પર્ધા અવિરતપણે ચાલતી રહી છે. 2008માં સ્પર્ધાને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી.

સ્પર્ધાનાં વિકાસમાં ત્રણ કલેકટરનો ફાળો

ગિરનાર સ્પર્ધાનાં વિકાસમાં જૂનાગઢમાં આવેલા ત્રણ કલેકટરોનો સિંહ ફાળો રહ્યો છે. જેમાં 1996માં આવેલા કલેકટર એમ. ડી. માંકડે સ્પર્ધાને રાજ્ય કક્ષાની બનાવી હતી. બાદમાં 2008માં કલકેટર અશ્વિની કુમારે સ્પર્ધાને રાષ્ટ્રીય કક્ષાનું સ્થાન અપાવ્યું હતું. ત્યારપછી 2015માં કલેકટર આલોકકુમાર પાંડેએ સ્પર્ધાને વિશ્વ ફલક પર લઇ જવા મહેનત કરી હતી. જેમાં તેઓ સફળ થયા છે.

12 વિડીયો કેસેટ અને 85 ફોટા મોકલ્યા

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઇડ લાઇન મુજબ ગિરનાર સ્પર્ધાની 12 વિડીયો કેસેટ મોકલવામાં આવી હતી. તેમજ 85 ફોટા મોકલવામાં આવ્યા હતા. જેમાં દરેક ફોટાની નીચે તેનું વિવરણ પણ કરવામાં આવ્યું હતું.
15 દિવસ સુધી રોજ એક ક્વેરી આવતી

ગિરનાર સ્પર્ધાને ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન, ગિરનારે આંબી લીધી તેના નામ જેવડી ઉંચાઇ
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી 15 દિવસ સુધી કોઇને કોઇ ક્વેરી આવતી હતી. જેનો તાત્કાલીક નિકાલ કરવામાં આવતો હતો. મેઇલ અથવા તો કુરિયર મારફત તેનો જવાબ અપાતો હતો.

કમિટી બનાવાઇ હતી

ગિરનાર સ્પર્ધામાં બે વિટનેસ અને 56 સ્ટુઅર્ડ ની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ માઇક્રો પ્લાનીંગ માટે 11 સમિતીની રચના કરાઇ હતી.

માપપટ્ટી લઇ મંગલનાથની જગ્યાથી અંબાજી સુધીની લંબાઇ માપી |17 પ્રકારની ક્વેરી આવ્યા બાદ અંતે સ્પર્ધાનાં ટ્રેકની લંબાઇ કેટલી છે ? તે માંગી હતી. પરિણામે સોમવારે જૂનાગઢની ટીમે સવા મીટર લાંબી ફૂટપટ્ટીથી મંગલાનથ બાપુની જગ્યાએ થી અંબાજી મંદિર સુધી ટ્રેકની માપણી કરી હતી. જેમાં 4336.5 મીટર (14,224.22 ફૂટ) લંબાઇ થઇ હતી. જે મોકલ્યા બાદ કોઇ કવેરી આવી ન હતી.

ગીર પંથકમાં 27 ફાર્મહાઉસ, હોટેલ કરી દેવાયા સીલ, અનેક ગામમાં અફડાતફડી.

Bhaskar News, Talala Feb 27, 2015, 12:16 PM IST
તાલાલા: ગીર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા હોટેલ - ફાર્મહાઉસોને બંધ કરવા હાઇકોર્ટે આપેલા નિર્દેશ પ્રમાણે આજે ગીર-સોમનાથ જિલ્લા તંત્રે 27 ફાર્મહાઉસને સીલ કરી દીધા હતા.ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ વિરાણી, કલ્પનાબેન ત્રિવેદી, ડી.જે.બરંડા અને પ્રજાપતિનાં નેતૃત્વ હેઠળ તાલાલા, ઊના, સુત્રાપાડા, કોડીનારનાં મામલતદારો, આરએફઓ કનેરીયા, વી.જે.જાડેજા, પોલીસ, પીજીવીસીએલની સંયુકત બનેલી ચાર ટીમોએ આજે સવારથી ભોજદે, બોરવાવ, ચિત્રોડ, આંકોલવાડીમાં ગેરકાયદેસર ચાલતાં ફાર્મહાઉસો સીલ કરવાની કામગીરી શરૂ કરતાં ભોજદેમાં એક સંચાલક સામે તંત્રએ કડકાઇ દાખવવી પડી હતી.
(જિલ્લા તંત્રએ 27 ફાર્મહાઉસને સીલ કરી દીધા હતા જે કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે)
ઉંદરડા સીલ તોડી નાંખે તો.?
અમુક સંચાલકોએ સીલથી બચવા રૂમોના દરવાજા કાઢી નાંખેલ પરંતુ અધિકારીઓએ દોરીથી ચોકડી મારી સીલ મારતા સંચાલકો કહેવા લાગ્યા કે ઉંદરો કાપી નાંખશે તો શું કરવું ? તો તમારે જ ભોગ બનવું પડશે એમ અધિકારીઓએ શાનમાં સમજાવી દેતા ઢીલાઢફ થઇ ગયા હતાં.


ભેંસો માટે એસી શૌચાલય
તંત્રની તવાઇથી બચવા ઘણા ફાર્મહાઉસ સંચાલકોએ ટુરીસ્ટો માટે બનાવેલા મોટા હોલમાં ઘાંસચારો રાખી ભેંસોને પુરી દીધી હતી. હોલમાં એસી એટેચ બાથરૂમ જોઇ તમારી ભેંસો આનો ઉપયોગ કરે છે? એવો અધિકારીઓએ પ્રશ્ન પુછવો પડયો હતો.
2 of 5 ફાર્મહાઉસ  - હોટેલોનાં નામ
- ભોજદેમાં વિહાર, સફારી, સનરાઇઝ, શ્રીજી, વાઇડરનેસ, રાધે , ખોડલ, રામેશ્વર, સોરઠ, બોરવાવમાં રીશી, વન વિહાર,  બંસી, શકિત, માહી, પુષ્પમ, જયોતિ, ગરવી સહિતનો સમાવેશ થાય છે.

હિમાચલથી આવ્યા રાજહંસ, પ્રકૃતિપ્રેમીઓમાં ખુશી.

Bhaskar News, Dhari Feb 27, 2015, 00:03 AM IST

જસાધાર કેર સેન્ટરમાં ઘાયલ સિંહનું મોત.

Bhaskar News, Dhari Feb 27, 2015, 00:47 AM IST
જસાધાર કેર સેન્ટરમાં ઘાયલ સિંહનું મોત
(તસવીર પ્રતિકાત્મક)
 
-ગીરગઢડા - દ્રોણની સીમમાંથી 15 દિ' પૂર્વે લવાયો હતો
-વધુ એક સિંહનાં મોતથી વન્ય પ્રાણીઓમાં રોષ


ધારી: ગીરપુર્વના જસાધાર રેંજના દ્રોણ અને ગીરગઢડા રેવન્યુ વિસ્તારમાં પંદરેક દિવસ પહેલા એક ઇજાગ્રસ્ત સિંહ આંટાફેરા મારતો હોય વનવિભાગે તેને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડયો હતો જયાં આ સિંહનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જસાધાર રેંજના દ્રોણ અને ગીરગઢડા રેવન્યુ વિસ્તારમાં એક ઇજાગ્રસ્ત સિંહ આંટાફેરા મારતો હોય વનવિભાગને જાણ થતા ડીએફઓ શર્માની સુચનાથી આરએફઓ બી.ટી.આહિર તેમજ રેસ્કયુ ટીમ દ્વારા આ સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો.  અહી વેટરનરી ડો. હિતેષ વામજા દ્વારા આ સિંહની પંદર દિવસથી સારવાર કરવામા આવી રહી હતી. આ સિંહનુ સારવાર દરમીયાન મોત નિપજયું હતુ. ડીએફઓએ સિંહના મૃતદેહનુ પરીક્ષણ કર્યુ હતુ બાદમાં અગ્નિસંસ્કાર કરવામા આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય બની રહેશે કે, ગીર અભયારણ્ય સહિતનાં સાવજોની વસ્તીવાળા વિસ્તારોમાં સમયાંતરે કુદરતી કે અકુદરતી રીતે સિંહ, સિંહણ, સિંહબાળ અને દીપડાઓ મોતને ભેટી રહયાં છે. પંદર દિવસ પૂર્વે ગીરગઢડા પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ સિંહનું મોત થતાં વન્યપ્રાણી પ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

ગીગાસણમાંથી દીપડી - દીપડો પાંજરે પુરાયા

ધારીના ગીગાસણની સીમમા દિપડો અને દિપડી આંટાફેરા મારતા હોય ખેડૂતો વાડી ખેતરે જતા ભય અનુભવી રહ્યાં હતા. આ અંગે લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. અહી વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામા આવ્યું હતુ. જેમાં ગતરાત્રીના પ્રથમ એક દિપડી સપડાઇ ગઇ હતી. પરંતુ દિપડો પકડાયો ન હતો. વનવિભાગે અહી ફરી પાંજરૂ ગોઠવતા આ દિપડો પણ પાંજરામા સપડાઇ જતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

વનવિભાગના કે.પી.નંદાણીયા, દિલાભાઇ રાજયગુરૂ, ડો. હિતેષ વામજા, શેરમહંમદ મકરાણી, સમીર દેવમુરારી સહિત સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા સિંહ, દિપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર વન્યપ્રાણીઓ છેક ગામ સુધી આવી પહોંચે છે અને દુધાળા પશુઓનુ મારણ પણ કરે છે.

અમરેલીમાં ઘાયલ સિંહ બાળ અને બિમાર દિપડાને સારવાર.

Bhaskar News, Dhari Feb 24, 2015, 00:04 AM IST

- વનતંત્રએ એક જ દિવસમાં બે વન્ય પ્રાણીનો જીવ બચાવ્યો

ધારી: અમરેલી જિલ્લાના વનતંત્રએ છેલ્લા 24 કલાક દરમીયાન એક દિપડા અને એક સિંહબાળને બિમાર અને ઘાયલ હાલતમાં ઝડપી લઇ તેની સારવાર કરી હતી. દિપડાને સારવાર આપી મુક્ત કરાયો હતો જ્યારે સિંહબાળને હજુ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે.

ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં ધોળી કાકરી જંગલ વિસ્તારમાં એક છએક માસની ઉંમરનું સિંહબાળ પગે લંગડાતી હાલતમાં ચાલતુ હોવાની વનતંત્રને બાતમી મળી હતી. ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે ડો. હિતેષ વામજા, જે.ડી. બાયલ, અમિતભાઇ ઠાકર વિગેરે સ્ટાફે આજે આ સિંહબાળને પાંજરે પુર્યુ હતું. વનતંત્રની તપાસમાં આ સિંહબાળના પગમાં ઇજા હોવાનું જણાયુ હતું. હાલમાં ધારીની વન કચેરી ખાતે આ સિંહબાળને સારવાર આપવામાં આવી રહી છે.

આવી જ રીતે સાવરકુંડલા રેન્જના રૂગનાથપુર ખોડી ગામની સીમમાં એક દિપડો બિમાર હાલતમાં હોવાની વનતંત્રને જાણ થઇ હતી. એસીએફ મુનીને સુચનાને પગલે વનતંત્ર દ્વારા જાળની મદદથી આ બિમાર દિપડાને પકડવામાં આવ્યો હતો. ડો. હિતેષ વામજા દ્વારા તેની સારવાર કરાઇ હતી. દિપડાને લોહીમાં ઇન્ફેક્શન હોવાનું જણાયુ હતું. જો કે આજે વનતંત્રએ દિપડાને સારવાર આપી પુન: તેની ટેરીટરીમાં મુક્ત કરી દીધો હતો.

વન તંત્ર દ્વારા સિંહબાળ અને દિપડાને સારવાર આપી તેમના જીવ બચાવવાની કામગીરીના પગલે વનય પ્રેમીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. જયારે આ રીતના કિસ્સાઓ વધતા અને બિમારીને કારણે કારણ જાણવા વનતંત્ર પણ સક્રીયરીતે કામગીરી કરી રહ્યું છે.

ગિરનાર જંગલની દક્ષિણ ડુંગર રેન્જમાં છે પાણીનાં સૌથી વધુ કૃત્રિમ પોઇન્ટ.

DivyaBhaskar News Network Feb 26, 2015, 04:45 AM IST

સંસ્થાઓએ કહ્યું અમે કાગળ, કાપડની થેલીઓ વહેંચીશું સંસ્થાઓએ કહ્યું અમે કાગળ, કાપડની થેલીઓ વહેંચીશું.

DivyaBhaskar News Network Feb 23, 2015, 06:40 AM IST

લાઠીમાં વીજ કર્મીઓએ જાતે નાણા કાઢી ચબુતરો બનાવ્યો.


DivyaBhaskar News Network Feb 23, 2015, 06:40 AM IST

અમરેલીમાંસરકારી તંત્રના કર્મચારીઓ અવારનવાર કંઇકને કંઇક રચનાત્મક પ્રવૃતિઓ કરતા રહે છે. આવી એક પ્રવૃતિના ભાગરૂપે લાઠીમાં પીજીવીસીએલના કર્મચારીઓએ પોતાના સ્વખર્ચે એક સુંદર મજાના ચબુતરાનુ નિર્માણ કર્યુ છે. અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચબુતરાનુ લોકાર્પણ કરવામા આવ્યું હતુ.

ભોળા પારેવડાઓ કે ચકલી માટે પ્રકૃતિપ્રેમીઓ જેટલુ કરે તેટલુ ઓછુ છે. ભોળા પારેવડાઓને ચણ અને પાણી મળી રહે તેવા શુભ ઉદ્દેશ્યથી ચબુતરાનુ આયોજન કરાયુ હતુ. લાઠી પીજીવીસીએલની વિભાગીય કચેરીના એન્જીનીયર તથા કર્મચારીગણને અહી સુંદર મજાના પંખીઘરના નિર્માણનો વિચાર આવ્યો હતો. અને તુરંત તેને અમલમાં મુકી દીધો હતો. લાઠીની પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતે નાણા કાઢી ભંડોળ એકઠુ કરી અહી સુંદર મજાના ચબુતરાનુ નિર્માણ કર્યુ હતુ અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચબુતરાને ખુલ્લો પણ મુકવામા આવ્યો હતો.

શહેરીજનોએ વીજ કર્મીઓનાં કાર્યને આવકાર્યું / કલ્પેશખેર

ગિરનાર જંગલમાં ઊનાળાને લઈ પાણીનાં કૃત્રિમ પોઇન્ટ શરૂ કરાયા.

DivyaBhaskar News Network Feb 26, 2015, 04:40 AM IST

ગિરનારજંગલની દક્ષિણ અને ઉતર રેન્જમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે દક્ષિણ ડુંગર રેન્જમાં સૌથી વધુ કૃત્રિત પાણીનાં પોઇન્ટ આવેલા છે.

ચાલુ વર્ષે સારા વરસાદનાં કારણે હજૂ જંગલમાં નદી-નાળામાં પાણી વહી રહ્યુ છે.તેમજ મોટા ભાગનાં ચેકડેમમાં પાણી ભરેલા છે.પરંતુ ફેબ્રુઆરી માસની શરૂઆતથી ગરમી પડવાનુ શરૂ થઇ ગયુ છે.મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે.તડકા પડતા પાણીનાં તળ ઉંડા ઉતરવા લાગ્યા છે.તેમજ જંગલમાં પણ પાણીનાં સ્ત્રોત ઘટવા લાગ્યા છે.ઉનાળાની સીઝનમાં વન્ય પ્રાણીને પીવાનાં પાણીની મુશ્કેલી પડે તે માટે વન વિભાગે કવાયત હાથ ધરી દીધી છે.ગિરનાર જંંગલમાં બે રેન્જમાં હાલ કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ગિરનાર જંગલમાં ઉતર ડુંગર રેન્જમાં 16 અને દક્ષિણ ડુંગર રેન્જમાં 40 કૃત્રિમ પાણીનાં પોઇન્ટ આવેલા છે.જેમાં દક્ષિણ રેન્જમાં વધુ છે.હાલ ઉતર ડુંગર રેન્જનાં આરએફઓ એસ.ડી.ટીલાળા અને દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી.જે.મારૂનાં માર્ગદર્શનમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે.તેમજ જૂના પોઇન્ટનુ રીપેરીંગ,પાણી ભરવાની કામગીરી સહિતની કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં બન્ને રેન્જમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટ નકકી કરી ઉનાળામાં પાણી ભરવામાં આવશે.આરઅેફઓ પી.જે.મારૂએ કહ્યુ હતુ કે,હાલ ગિરનાર જંગલમાં વન્ય પ્રાણી માટે પીવાનાં પાણીની મુશ્કેલી નથી.કૃદરતી પાણીનાં સ્ત્રોત હજૂ જીવંત છે.કૃત્રિમ પાણીનાં પોઇન્ટ અંગેની કામગીરી ચાલી રહી છે.જેમાં પાણીની કુંડી બનાવવામાં આવશે.તેમા ઉનાળામાં પાણી ભરવામાં આવશે.

સિંહ દર્શન: ત્રણ દિવસ બાદ ફરી જીપ્સીનાં પૈંડા થંભી જશે.

Bhaskar News, Talala Feb 26, 2015, 01:00 AM IST
તાલાલા: ગીર-અભયારણ્યમાં સિંહ દર્શન કરવા જવા માટેની બે ચેક પોસ્ટમાંથી ભંભાપોળ ચેકપોસ્ટનો રસ્તો જમીન માલીકે બંધ કરી દેતા ચેકપોસ્ટ બંધ થઇ જેનાં લીધે એક ચેક પોસ્ટ ઉપર જ ટ્રાફિક વધી જતા વન વિભાગે સિંહ દર્શનની પચાસટકા કરન્ટ પરમીટો આપવાનું બંધ કરતા જીપ્સી ચાલકો પરમીટ બંધ કરવાનાં વિરોધમાં હડતાલ ઉપર ઉતરી જતા આજે હડતાલની જાહેરાત કરી છે. સાથે ઓનલાઇન પરમીટો બુક કરાવતા ટુરીસ્ટોને જંગલમાં જયા જીપ્સી ભાડે આપવાનું પણ જીપ્સી એસો.એ બંધ કરી દેતા આજે રૂટમાં ઓનલાઇન પરમીટ લઇ આવેલા પ્રવાસીઓને વનવિભાગે પોતાનાં વાહનોમાં જંગલમાં મોકલ્યા હતાં.
સિંહ દર્શન: ત્રણ દિવસ બાદ ફરી જીપ્સીનાં પૈંડા થંભી જશે

- સિંહ દર્શનની પરમીટ બંધ કરાતા જીપ્સી ચાલકોની હડતાલ હાલ મુલત્વી રહી : જો પ્રશ્નનો નિકાલ નહીં થાય તો
- ટુરીસ્ટોને  વન વિભાગ પોતાનાં વાહનોમાં લઇ ગયું

સિંહ દર્શન કરવા જવા માટેની પચાસ ટકા કરન્ટ પરમીટો વનવિભાગે બંધ કરતા જીપ્સી ચાલકોની આજીવિકાને સીધો ફટકો પડયો હોય. જીપ્સી ચાલકોમાં આ નિર્ણય સામે ભારે રોષ વ્યાપી ગયો છે. આજે જીપ્સી એસો.નાં પ્રમુખ અને હોદેદારોએ સર્વાનુમતે નિર્ણય કરી હડતાલ જાહેર કરી દેતા જીપ્સીઓનાં પૈડા થંભી ગયા હતાં. સાસણ જીપ્સી એસો.નાં પ્રમુખ મનસુખભાઇએ જણાવેલ કે વનવિભાગની પરમીટો બંધ કરવાનો નિર્ણય જીપ્સીચાલકોનાં પેટ ઉપર પાટુ મારવા જેવો છે.

જીપ્સી ચાલકો ઉપરાંત ટુરીસ્ટો સાથે જંગલમાં જયા ગાઇડોની આજીવિકાને સીધી અસર પડી છે. આજે બપોરનાં ત્રણ વાગ્યાનાં રૂટમાં ઓનલાઇન પરમીટો લઇ આવેલા ટુરીસ્ટોને જીપ્સી ચાલકોએ હડતાલ પાડતા વનવિભાગ પોતાનાં વાહનોમાં જંગલમાં સિંહ દર્શન માટે લઇ ગયેલ. વનવિભાગની પરમીટો કેન્સલ કરવાનાં નિર્ણય સામે હોટલ એસો. જીપ્સી એસો. સહિત પ્રવાસીઓમાંથી ભારે વિરોધ ઉઠી રહયો છે.
સિંહ દર્શન: ત્રણ દિવસ બાદ ફરી જીપ્સીનાં પૈંડા થંભી જશે

સાસણ સેન્ચ્યુરીનાં આરએફઓ બાબુભાઈ સેવરા, માલમભાઈ, સિંહ સદનનાં આરએફઓ તૃપ્તીબેન જોષી અને જીપ્સી એસો.નાં પ્રમુખ મન્સુરભાઈ સહિતનાં આગેવાનોની સાંજે 8 વાગ્યે એક બેઠક મળી હતી. જેમાં એવી ચર્ચા થઈ કે, આગામી ત્રણ દિવસમાં સળંગ પરમીટ ઈસ્યુ થઈ જવાનું શરૂ થઈ જશે. આ દિવસો દરમિયાન ઓનલાઈન બુકીંગ કરેલા પ્રવાસીઓ સાથે જીપ્સી ચાલકો તેઓને સિંહ દર્શનમાં લઈ જશે.

વનતંત્રનાં જડ નિયમો સામે ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના.

Bhaskar News, Visavadar Feb 26, 2015, 00:55 AM IST
વનતંત્રનાં જડ નિયમો સામે ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના
- 84 જ્ઞાતિનાં લોકો સવાર-સાંજની આરતીનો લાભ લઇ શકે તે માટે લડતની તજવીજ
- માતાજી કુળદેવી હોવાથી લાખો ભાવિકો આવે છે

વિસાવદર: ગિર જંગલની મધ્યે આવેલું કનકાઇ માતાજીનું મંદિર લાખ્ખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. 84 જ્ઞાતિનાં કુળદેવી ગણાતા કનકાઇ માતાજીનાં દર્શને આવતા લોકોને અને હાલાકી વેઠવી પડે છે. પરિણામે આજે માતાજીનાં પાટોત્સવ નિમીતે એકઠા થયેલા ભાવિકોની ઉપસ્થિતીમાં આ માટેની લડત ચલાવવા એક કમિટીની રચના કરવામાં આવી હતી.

મધ્યગિરમાં બિરાજતા કનકેશ્વરી માતાજીનું મંદિર ખુબજ પૌરાણિક છે. 84 જ્ઞાતિઓનાં તે કુળદેવી હોવાથી લાખ્ખો ભાવિકો અહીં આવે છે. પરંતુ તે ગિર અભયારણ્યની વચ્ચોવચ આવેલું હોવાથી ભાવિકોને અવારનવાર વનતંત્રની બેધારી નિતીનો ભોગ બનવું પડે છે. માતાજીનાં અનુયાયીઓ દેશ-વિદેશમાં વસે છે. તેઓ વર્ષ દરમ્યાન યોજાતા ઉત્સવોમાં અવારનવાર આવતા હોય છે. હજારો કિમી છેટેથી આવતા ભાવિકોને વનતંત્રની જડતાને લીધે સવાર કે સાંજની આરતીનો લાભ મળતો નથી. વળી જે નાકેથી પ્રવેશ્યા હોય ત્યાંથીજ પરત ફરવું એવા નિયમોને લીધે પણ યાત્રાળુઓને 50 થી લઇને 100 કિમીનો લાંબો ફેરો થાય છે.

જે લોકો વિસાવદરથી કનકાઇ જાય છે તેઓને ત્યાંથી સોમનાથ કે તુલસીશ્યામ જવું હોય તો છોડવડી નાકેથી નજીક થાય. તેને બદલે તેઓએ ફરી વિસાવદર આવી ત્યાંથી પાછો સોમનાથ કે તુલસીશ્યામનો રસ્તો પકડવો પડે છે. એજ રીતે સામેની બાજુથી આવતા લોકોને સત્તાધાર જવું હોય તો પણ પાછા છોડવડી નાકે જઇ ત્યાંથી સત્તાધારનો રસ્તો પકડવો પડે છે. વર્ષો પહેલાં કનકાઇમાં રાત્રિ રોકાણની છૂટ હતી. પણ વનતંત્રનાં જડ નિયમોને લીધે તેના પર હવે પ્રતિબંધ આવી ગયો છે. આથી યાત્રિકોમાં રોષ ફાટી નિકળ્યો છે. જેના કારણે આજે કનકાઇ માતાજીનાં પાટોત્સવ પ્રસંગે એકઠા થયેલા ભાવિકોએ ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના કરી હતી. અા સમિતીનાં નેજા હેઠળ જડ નિયમો સામે કાયદાકિય લડત કરવી અને જરૂર પડ્યે વનતંત્રનાં નિયમોનો સામુહિક ભંગ કવો પડે તો પણ લડત આપવાનો નિર્ણય કરાયો છે.

છોડવડીનાં રસ્તાથી ભારે હાલાકી

કનકાઇ જવા માટે વિસાવદરથી મેઇડી આઇ ચેક પોષ્ટથી કનકાઇ સુધીનો રોડ ચાલુ વર્ષે બે વખત રીપેર થયો હોવાથી સારો છે. પણ સામે છેડે છોડવડી નાકેથી આવતા યાત્રિકો ખરાબ રસ્તાથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. જેના કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. આવા અકસ્માતો અવારનવાર સર્જાય છે. આથી આ રસ્તો તાકીદે રીપેર કરવાની માંગ પણ ઉઠી છે.