Sunday, January 31, 2016

બિહારનાં રાજ્યપાલ આજે ગીરનાં પ્રવાસે

  • DivyaBhaskar News Network
  • Jan 31, 2016, 03:56 AM IST
જૂનાગઢજિલ્લામાં તા.31 જાન્યુઆરીનાં બિહારનાં રાજ્યપાલ રામનાથ કોવીંદ પ્રવાસાર્થે આવશે. જેમાં તે ગીર વિસ્તારની મુલાકાત લઇ સવારે સાસણથી દ્વારકા ખાતે રવાના થશે. બિહારનાં રાજ્યપાલ રામનાથ કોવીંદ તા.31 જાન્યુઆરીનાં રોજ જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે આવશે. તેઓ બપોરનાં 5:45 વાગ્યે આવી પહોંચશે. સાંજે રાજ્યપાલ ગીર વિસ્તારની મુલાકાત લઇ રાત્રી મુકામ સાસણ ખાતે કરશે. બીજા દિવસે સવારે હેલીપેડ સાસણ ખાતેથી રવાના થઇ દ્વારકા જશે.

જૂનાગઢનાં પાદર અને ગિરનું નાકું એવા મેંદરડા નજીક આવેલા કનડા

જૂનાગઢનાં પાદર અને ગિરનું નાકું એવા મેંદરડા નજીક આવેલા કનડા
  • DivyaBhaskar News Network
  • Jan 29, 2016, 06:34 AM IST
જૂનાગઢનાં પાદર અને ગિરનું નાકું એવા મેંદરડા નજીક આવેલા કનડા ડુંગરની ટોચ ઉપર આજથી 133 વર્ષ પહેલાં તા. 29 જાન્યુ. 1883 નાં રોજ નવાબનાં વિરોધમાં સત્યાગ્રહ પર ઉતરેલા 84 મહિલા રાજપૂતોને નવાબની ફોજે દગા ફટકાથી મોતને ઘાટ ઉતારી તેઓના માથા વાઢી લીધા હતા. અને ગાડા ભરી તેને જૂનાગઢ લઇ જવાયા હતા. અંગ્રેજ હકૂમતે લાદેલા જમીન પરના મહેસુલી કરનાં વિરોધમાં દેશનો પ્રથમ સત્યાગ્રહ રીતે અહીં થયો હતો. તેની યાદમાં મહિલા રાજપૂતો દિવસે સવારથીજ કનડા ડુંગરે પહોંચી જાય છે. રાજ્ય સરકાર સ્થળે શહીદ સ્મારક રચી તેને પર્યટન સ્થળ જાહેર કરે એવી માંગણી મહિલા રાજપૂત નવ યુવાનોમાંથી ઉઠી રહી છે. }મેહુલ ચોટલીયા

આજે કનડા ડુંગર હત્યાકાંડની પુણ્યતિથી

સિંહણ સામે બાથ ભીડનારા ડેડાણ રેન્જનાં વનકર્મીનું મુખ્યમંત્રી-રાજ્યપાલનાં હસ્તે સન્માન


સિંહણ સામે બાથ ભીડનારા ડેડાણ રેન્જનાં વનકર્મીનું મુખ્યમંત્રી-રાજ્યપાલનાં હસ્તે સન્માન

  • Bhaskar News, Una
  • Jan 29, 2016, 01:10 AM IST
ઊના: તાજેતરમાં વેરાવળ ખાતે ગુજરાત રાજ્યકક્ષા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજપાલ સહિતનાં અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તુલસીશ્યામ રેન્જની રબારીકા જંગલ રાઉન્ડમાં રેસ્ક્યુ ટ્રેડર્સની કામગીરી કરતાં ડેડાણનાં વનકર્મીની પ્રસંશનીય કામગીર બદલ મુખ્યમંત્રી અને રાજ્યપાલનાં હસ્તે શૌર્ય વિરતા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતાં વન વિભાગ તંત્રએ બિરદાવી હતી.

ગતમાસ દરમ્યાન ખાંભા તાલુકાનાં સમઢીયાળા ગામની સીમમાં સિંહણ ધુસી આવી હતી. જેની જાણ વનવિભાગની રેસ્ક્યુ ટીમને થતાં કોઇમોટી જાનહાની પહોંચે તે પહેલા તુલસીશ્યામ રેન્જની રબારીકા જંગલ રાઉન્ડમાં રેસ્ક્યુ ટ્રેડર્સની કામગીરી કરતાં ડેડાણનાં વનકર્મી શાહિદભાઇ ઊસ્માનખા પઠાણ સહિતનાં કાફલો દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં ઓપરેશન સમયે સમઢીયાળા ગામનાં ખેડુતને બચાવવા પોતાનો જીવ જોખમમાં નાખી સિંહણ સામે હાથ ભીડનારા વનકર્મી શાહિદભાઇની પ્રસંશનીય કામગીરીને વનવિભાગ દ્વારા નોંધ લઇ વિરતા પૂરસ્કાર માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેની સરકાર દ્વારા નોંધ લઇ ગીર સોમનાથ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી નિમિતે ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલનાં હસ્તે શૌર્ય વિરતા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતાં તેમની પ્રસંશનિય કામગીરીને વન વિભાગ તંત્રએ બિરદાવી હતી.

જોગણીયા ડુંગરમાં આગ લાગી

  • DivyaBhaskar News Network
  • Jan 28, 2016, 09:42 AM IST
ગિરનારજંગલમાં લક્ષ્મણ ટેકરીથી જોગણીયાનાં ડુંગર વચ્ચે ગઇકાલનાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. સામાન્ય આગ હોય કાબુ મેળવી લીધો હતો.

ગિરનર જંગલમાં આવેલા લક્ષ્મણ ટેકરીથી જોગણીયાનાં ડુંગર વચ્ચે ગઇ કાલે સાંજનાં સમયે આગ લાગી હતી. જેમાં ઘાસ-પાંદડા બળીની ખાખ થઇ ગયા હતા.જોકે બનાવની જાણ વન વિભાગે થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા તેના પર કાબુ મેળવી લીધો હતો. અજાણ્યા વ્યક્તિએ આગ લાડી હોવાનું જાણવા મળ્યુ છે.

દિલ્હીની પરેડમાં સીદી યુવાનો પ્રખ્યાત ધમાલ નૃત્ય પ્રસ્તુત કરશે

દિલ્હીની પરેડમાં સીદી યુવાનો પ્રખ્યાત ધમાલ નૃત્ય પ્રસ્તુત કરશે
  • Bhaskar News, Talala
  • Jan 25, 2016, 12:06 PM IST
તાલાલા: વિશ્વભરમાં ગુજરાતનાં સાસણગીરમાં આશ્રય સ્થાન બનાવી વૃધ્ધી સાથે ફરી પોતાનું ગુમાવેલુ વિસ્તાર તરફ આગળ વધી રહેલા એશિયાઇ સિંહો આગામી 26 જાન્યુઆરી  પ્રજાસતાક પર્વની ઉજવણીમાં દિલ્હીનાં રાજપથ ઉપર ગુજરાતનું પ્રતિનિધિત્વનાં ટેબ્લો સાથે આવશે. તેમજ ગીરની વધુ એક ઓળખ બની ચુકેલા ગીર વિસ્તારમાં વસતા  સાદીકી મુળનાં સીદી આદિવાસીઓ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસતાક પર્વ પર સીદી ધમાલ નૃત્ય પરેડમાં રજુ કરશે.

ગુજરાતના સિંહો અને સીદી આદિવાસીને પરેડમાં રજુ કરવા તારક મહેતા ફેઇમ સુંદર લાલ (મયુર વાકાંણી)દ્વારા  તાલાલાનાં જાંબુર ગામે વસતા સીદી આદિવાસી યુવાનોને દિલ્હી લઇ જઇ ગુજરાતની ઓળખ ગરબાનાં બદલે ગીરની

જૂનાગઢની વેટરનરી કોલેજમાં ઘાયલ 130 પક્ષીની સારવાર આપવામાં આવી

જૂનાગઢની વેટરનરી કોલેજમાં ઘાયલ 130 પક્ષીની સારવાર આપવામાં આવી
  • DivyaBhaskar News Network
  • Jan 21, 2016, 09:43 AM IST
જૂનાગઢનીવેટરનરી કોલેજ ખાતે ઉત્તરાયણ પર્વ નિમીતે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કબુતર સહીત 130 જેટલા ઘાયલ પક્ષીની સારવાર કરવામાં આવી હતી. તેમજ પોરબંદર અને કેશોદ ખાતે પક્ષીઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ખાસ સ્ટોલ ખોલવામાં આવ્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, વનવિભાગ, પ્રકૃતિ સોસાયટી અને આઇએફએડડબલ્યુ પોરબંદરનાં સંયુક્ત ઉપક્મે ઉત્તરાયણ પર્વે પક્ષી બચાવો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગો ચગાવતા ઘાતક દોરાથી ઘાયલ થયેલા કબુતર સહીતનાં 130 જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. તેમજ કેશોદ, પોરબંદરમાં જિવદયા સમિતીએ પ્રાથમિક સારવાર આપી હતી. અભિયાનમાં રાષ્ટ્રીય સેવા યોજનાનાં સ્વયંસેવકોને કૃષિ યુની.નાં કુલપતિ ડો.એ.આર.પાઠક, પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.પી.વી.પટેલ અને ડીન ડો.પી.એચ.ટાંકે બિરદાવ્યા હતા. ઉતરાયણ દરમિયાન અનેક પક્ષીઓ પતંગનાં દોરામાં આવી જતાં ઘાયલ થયાં હતાં. જેને યુનિવર્સિટીના છાત્રો દ્વારા સારવાર આપી ફરીથી મુકત મને ઉડવા સમર્થ કર્યા હતાં.

એનએસએસ હેઠળ છાત્રોએ પક્ષીઓને સારવાર આપી. }મેહુલ ચોટલીયા

બરડા ચોકડી પાસે વાહન હડફેટે દીપડીનાં બચ્ચાનું મોત : અરેરાટી

બરડા ચોકડી પાસે વાહન હડફેટે દીપડીનાં બચ્ચાનું મોત : અરેરાટી
  • Bhaskar News, Kodinar
  • Jan 22, 2016, 00:40 AM IST
- વન વિભાગ દ્વારા અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ

ધામળેજ, કોડીનાર: સુત્રાપાડા - કોડીનાર હાઇવે પર બરડા ચોકડી પાસે બુધવારનાં મોડીરાત્રીનાં અજાણ્યા વાહન હડફેટે દીપડાનું બચ્ચું મોતને ભેટી ગયું હતું. આ બનાવમાં વન તંત્રએ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ સુત્રાપાડા - કોડીનાર હાઇવે પર બરડા ચોકડી પાસે ભીખા અરજણ બાંભણીયાની વાડી નજીક મધરાતનાં સમયે કોઇ અજાણ્યા વાહનનાં તોતીંગ વ્હીલ નીચે આવી જતાં દીપડાનાં બચ્ચાનું  મોત નિપજયું હતું. આ બચ્ચાની ઉંમર 4 માસની હતી. આ બનાવથી ખેડુતો અને વન્ય પ્રાણી પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ થતાં ફોરેસ્ટર પઠાણ, રાઠોડ સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી બચ્ચાનાં મૃતદેહને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે પીએમમાં ખસેડયું હતું. આ બનાવમાં વન તંત્ર દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

કંપનીનાં વાહનો બેફામ દોડે છે

ખાનગી કંપનીનો કોરીડોર બરડા ચોકડીને અડીને આવેલ છે અને મટીરીયલ્સ ભરેલા હેવી વાહનો માતેલા સાંઢની જેમ અવર-જવર કરે છે એમ બરડા ગામનાં ખેડુત એભાભાઇ ઉગાભાઇ ભરડાએ જણાવ્યું હતું.

તંત્ર મુળ સુધી તપાસ કરે

વન્ય પ્રાણીનાં મોતની ઘટનામાં તંત્ર મુળ સુધી તપાસ કરે એવી ગોહીલની ખાણનાં ખેડુત નરેન્દ્ર મનુભાઇ ગોહીલે કરી હતી.

ગિરનાર પર ઠંડીનો પારો 4.4 ડિગ્રીએ પહોંચ્યો

  • DivyaBhaskar News Network
  • Jan 22, 2016, 02:55 AM IST
શહેરમાંછેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આજે લઘુતમ તાપમાનનો પારો 9.4 ડીગ્રીએ પહોચી જતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જયારે ગિરનાર પર્વત ઉપર ઠંડીનો પારો 4.4 ડીગ્રી રહ્યો હતો. તેમજ શહેરમાં 4.5 કીમીની ઝડપે ઠંડા પવન ફુકાટા લોકો ઠુઠવાઇ ગયા હતા. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જૂનાગઢમાં ડીસેમ્બર માસમાં ઠંડીનો પારો 6 ડીગ્રીએ પહોચી ગયો હોતુ. એટલુ નહી સતત 20 દિવસ સુધી ઠંડીનો માહોલ રહ્યો હતો.

ગિરનાર રોપ-વેમાં ગીધનો મુદ્દો પૂર્ણ, પર્યાવરણ બાકી

  • DivyaBhaskar News Network
  • Jan 19, 2016, 03:55 AM IST
સમગ્રસોરઠની જીવાદોરી સમો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ હવે અંતિમ મંજૂરી ભણી જઇ રહ્યાનાં સંકેતો મળી રહ્યા છે. સમગ્ર સોરઠની જીવાદોરી સમી યોજના આડે ગીધનું ગ્રહણ લાગી ગયું હતું. મુદ્દો હવે પૂર્ણ થઇ ગયો છે. અને હવે પર્યાવરણનો મુદ્દોજ બાકી રહે છે. જે પ્રક્રિયા અાગામી દોઢેક માસમાં પૂરી થઇ જશે. એવી માહિતી પોતાને કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયમાંથી આપવામાં અાવી હોવાનું જૂનાગઢનાં ધારાસભ્ય મશરૂએ જણાવ્યું હતું.

ગિરનાર રોપ-વેનું સ્વપ્ન દાયકાઓ પહેલાં રાજરત્ન શેઠશ્રી નાનજી કાળીદાસ મહેતાએ સોરઠવાસીઓનાં મનમાં રોપ્યું હતું. બાદમાં છેક 1983માં તત્કાલિન કલેક્ટર એસ. કે. નંદાએ પરિયોજનાને મૂર્તિમંત કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી હતી. જેમાં રોપ-વેમાં જાય એટલીજ જમીન રાજ્ય સરકારે વન વિભાગને અન્ય સ્થળે આપવી અંગેનો નિર્ણય સંસદિય સમિતીએ લીધો હતો. દરમ્યાન ડોળીવાળાને તેમાં રોજગારી આપવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. અને હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. પૂર્વ કેન્દ્રિય પ્રવાસન મંત્રી ભાવનાબેન ચીખલીયાએ પણ તેમાં રસ લીધો હતો. અને યોજનાને આગળ ધપાવી હતી. તેમનાં હસ્તે યોજનાનું ખાતમુહૂર્ત કરવાનાં તબક્કા સુધી પહોંચી ગયો હતો. જોકે, બાદમાં રાજ્ય સરકારે કોઇ કારણોસર સમગ્ર યોજનાને અભરાઇ પર ચઢાવી દીધી હતી. બાદમાં જોકે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતાં તેમણે યોજના હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. દરમ્યાન વર્ષ 2007માં ગિરનારનાં જંગલને આરક્ષિત જંગલમાંથી અભયારણ્યનો દરજ્જો અપાયો હતો. આથી તેને લગતી તમામ મંજૂરીઓ કેન્દ્રિય કક્ષાએ લેવાની જરૂરિયાત ઉભી થઇ હતી. દરમ્યાન પાવાગઢ ખાતે રોપ-વેનો અકસ્માત સર્જાયો હતો. આથી તેનાં પિડીતો પૈકી કોઇએ ગીધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અને કેન્દ્રિય વનમંત્રાલય સમક્ષ ગિરનાર રોપ-વેને મંજૂરી આપવાની વાંધા અરજીઓ પણ આપી હતી. દરમ્યાન વર્ષ 2010માં કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જૂનાગઢની મુલાકાત લીધી હતી. અને બાદમાં કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે યોજનાને શરતી મંજૂરી આપી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ આખરી મંજૂરી માટે ગયો હતો. અને તેની સાઇટ વીઝીટ બાદ ઉષા બ્રેકો કંપનીએ સુપ્રીમનો હુકમ મેળવવા અરજી પણ કરી હતી.

દરમ્યાન દોઢેક માસ પહેલાં સુપ્રીમ કોર્ટે એવો હુકમ કર્યો હતો કે, ફરીથી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ પાસેથી વન્ય પ્રાણીઓને લગતી અને બાદમાં પર્યાવરણને લગતી મંજૂરીઓ પણ મેળવી લેવી. જેનાં અનુસંધાને કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે પ્રોજેક્ટ પર મંજૂરીની મહોર મારી દીધી છે. આમ હવે રોપ-વે આડે પર્યાવરણનો મુદ્દો બાકી રહે છે. દોઢેક માસમાં તેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી મંજૂરી મળી જશે. અને બાદમાં ઉષા બ્રેકો કંપની કામગિરી ચાલુ કરી શકશે એમ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ જણાવ્યું હતું.

2005માં મોદીનાં હસ્તે ખાતમુહૂર્ત બાદ છેક 10 વર્ષે આખી યોજના અંતિમ મંજૂરી ભણી

કેન્દ્રિય વનમંત્રાલયે ખાતરી આપી : મશરૂ

મશરૂએએમ પણ જણાવ્યું હતું કે, પોતાને અંગેની વિગતો કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયે આપી હતી. જેના આધારે તેઓએ વિગતો જણાવી હતી.

અમરેલી જિલ્લામાં ભુંડ અને રોઝનાે ત્રાસ : પાકનાં નિકંદનથી ખેડુતો ત્રસ્ત

DivyaBhaskar News Network

Jan 31, 2016, 02:40 AM IST
રાજયસહિત અમરેલી જિલ્લામા વાડી ખેતરોમાં રોઝ અને ભુંડના ત્રાસથી ખેડૂતો તોબા પોકારી ઉઠયાં છે. રોઝ અને ભુંડના મોટા ઝુંડ વાડી ખેતરોમાં ઘુસી પાકનુ નિકંદન વાળી દેતા હોય ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે. પ્રશ્ને અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા કોઇ ઉકેલ આવતો નથી. ત્યારે અહીના સ્થાનિક આગેવાને રાજયમા આવેલા પ્રાણી સંગ્રહાલયોમા માંસાહારી પ્રાણીને રોઝ અને ભુંડનુ મારણ કરી આપવામા આવે તેવી માંગ ઉઠાવી છે.

અમરેલીના સ્થાનિક આગેવાન કેતનભાઇ પટેલ દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે રાજય સહિત અમરેલી જિલ્લામાં પણ રોઝ અને ભુંડનો ભારે ત્રાસ છે. અહીના ગ્રામ્ય વિસ્તારોમા તો રોઝ અને ભુંડના ટોળા મોટા પ્રમાણમાં વાડી ખેતરોમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. ભુંડ અને રોઝ અવારનવાર વાડી ખેતરોમાં ઘુસી આવી પાકને ખુંદી નાખી નુકશાન પહોંચાડે છે જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે.

સરકાર દ્વારા રોઝ અને ભુંડનો પ્રશ્ન ઉકેલવા થોડુ ધ્યાન આપે તો ખેત પેદાશમા 25 થી 40 ટકા ઉત્પાદન આપોઆપ વધી જાય તેમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે રાજયમા આવેલા તમામ પ્રાણી સંગ્રહાલયોમાં માંસાહારી પ્રાણીને બજારમાંથી વેચાતુ મટન લેવાને બદલે માત્ર રોઝ અને ભુંડનુ મારણ કરી આપવામા આવે તો રોઝ અને ભુંડની વસતી નિયંત્રણમા આવી શકે અને સમસ્યાનો પણ ઉકેલ આવે તેવા પગલા લેવા માંગ કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, જંગલી ભૂંડ અને રોઝ ખેતરમાં ચઢી આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે.

સ્થાનિક આગેવાન દ્વારા પ્રશ્નના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી

જાફરાબાદના દરિયામાં 25 ડોલ્ફીન, 8થી 10 ફૂટ છલાંગ લગાવતી જોવા મળી


ડોલફીન માછલી નિહાળી લોકોમાં અાશ્ચર્ય જોવા મળ્યું હતું

  • Bhaskar News, Rajula
  • Jan 30, 2016, 10:19 AM IST

ડોલફીન માછલી નિહાળી લોકોમાં અાશ્ચર્ય જોવા મળ્યું હતું
- લાઇટ હાઉસ વિસ્તારમાં  માછલી જોવા લોકો ઉમટી પડ્યા

રાજુલા: જાફરાબાદના દરીયામાં આજે અચાનક જ 25 જેટલી ડોલ્ફીન માછલીઓ આવી ચડતા અને દરીયામાં મનમોહક રીતે ભારે ઉછળકુદ કરી મુકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. આ માછલીને નિહાળવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. માછીમારી કરતા અનેક લોકોએ તેની તસવીરો પણ ખેંચી હતી. સામાન્ય રીતે જાફરાબાદ તથા આસપાસના દરીયામાં આ રીતે ડોલ્ફીન માછલી જોવા મળતી નથી.

અરબી સમુદ્રના આ ખુણામાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ડોલ્ફીન જોવા મળી હતી. આજે એક સાથે 25 જેટલી ડોલ્ફીન જાફરાબાદના દરીયાકાંઠા સુધી આવી પહોંચી હતી. અહિંના લાઇટ હાઉસ વિસ્તારના દરીયામાં આ ડોલ્ફીન માછલીએ ભારે ધીંગા મસ્તી કરી મુકી હતી. જોતજોતામાં આ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાઇ હતી. જેને પગલે માછીમાર પરિવારો પણ ડોલ્ફીનને નિહાળવા દરીયાકાંઠે ઉમટી પડયા હતાં.

દરીયાકાંઠે ડોલ્ફીનની ધીંગામસ્તી નિહાળી માછીમાર પરિવારો પણ ચોંકી ઉઠ્યા હતાં. માછીમારી કરવા માટે જતી આવતી બોટોના ખલાસીઓ પણ આ દ્રશ્ય જોઇ રોમાંચીત થયા હતાં અને આ દ્રશ્ય પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતાં. જો કે બાદમાં આ માછલીઓ અહિંથી નિકળી ગઇ હતી. આ માછલીઓ આઠ થી દશ ફુટ ઉંચે સુધી દરીયામાં છલાંગ લગાવતી હતી.

અમરેલી |ગીર ફાઉન્ડેશન અને સામાજીક વનિકરણ વિભાગ દ્વારા કમાણી સાયન્સ

  • DivyaBhaskar News Network
  • Jan 28, 2016, 07:11 AM IST
અમરેલી |ગીર ફાઉન્ડેશન અને સામાજીક વનિકરણ વિભાગ દ્વારા કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજના વિદ્યાર્થી ભાઇ બહેનો માટે પાંચ દિવસીય શિબિરનું આયોજન કરવામા આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ તજજ્ઞો પાસેથી ઇકોલોજી એન્ડ બિહેવીયર ઓફ એશિયાટીક લાયન, ગીર લેન્ડ સ્કેપ, વેસ્ટ લેન્ડ ઇકોલોજી, બર્ડ વોચીંગ, બાયોડાયવર્સિટી સહિતના મુદ્દાઓ અંગે જ્ઞાન મેળવ્યું હતુ. તકે એસીએફ અમીન, ડીએફઓ ગુર્જર, આરએફઓ હેરભા, ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના મનોજભાઇ જોષી, રાજન જોષી, મહેન્દ્રભાઇ ખુમાણ, કે.જી.ગોહિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

લીલીયાના બૃહદગીરમાં સાવજોની વતન વાપસી

લીલીયાના બૃહદગીરમાં સાવજોની વતન વાપસી
  • Bhaskar News, Liliya
  • Jan 25, 2016, 00:05 AM IST
ગત 24મી જુને થયેલ અતિવૃષ્ટીના કારણે શેત્રુંજી નદીમાં આવેલા ભયાનક પુરથી મોટી સંખ્યામાં સાવજો મૃત્યુ પામ્યા હતા. તો અનેક સિંહ પરિવારે  આ વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. ગીર વિસ્તારમાં સાવજોનું ઘર ગણાતું બૃહદ ઘણા સમયથી સાવજોવીના ભાસતુ હતુ. આ વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી એકલ દોલક સિંહ પણ જોવા મળી રહ્યા ન હતા અને સિંહ દર્શન માટે આવતા લોકોને પણ નિરાશ થઇને પાછા ફરવુ પડતુ હતુ. અને તેથી સિંહ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી. પરંતુ લાંબા સમય બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ સાવજોએ વતન વાપસી કરી હોય એવું લાગી રહ્યું છે.

લીલીયા નજીકના ક્રાંકચઅને બૃહદગીર વિસ્તારમાં ફરી ચાર સાવજો નઝરે પડયા હતા અને આ વિસ્તારમાં હજુ પણ તેની હાજરી હોય એવું લોકોને સુચવતા હોય તેમ જોવા મળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને વન્ય પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.

ધારીની આંકોલવાડી રેંન્જ વિસ્તારમાં બિમાર સિંહણને સારવાર અપાઇ


ધારીની આંકોલવાડી રેંન્જ વિસ્તારમાં બિમાર સિંહણને સારવાર અપાઇ

Bhaskar News, Dhari

Jan 24, 2016, 00:00 AM IST
- ધારીની રેસ્કયુ ટીમે સ્થળ પર સારવાર આપી મુકત કરી

ધારી: ગીર જંગલમાં વસતા વન્યપ્રાણીઓ અવારનવાર બિમાર કે ઇજાગ્રસ્ત હાલતમા મળી આવે છે. આવા પ્રાણીઓને સમયસર સારવાર ન મળે તો મોતનુ જોખમ પણ રહે છે ત્યારે ગીર પશ્ચિમના આંકોલવાડી રેંજમા એક સિંહણ બિમાર હાલતમાં હોવાનુ ધ્યાને આવતા ધારીની રેસ્કયુ ટીમે ઘટના સ્થળે દોડી જઇ સિંહણને સારવાર આપી જંગલમા મુકત કરી હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગીર પશ્ચિમની આંકોલવાડી રેંજ કોસારીયા રાઉન્ડ જંગલ વિસ્તારમાં એક સિંહણ બિમાર હોવાની જાણ થતા ગીરપુર્વ ધારીના નવનિયુકત ડીએફઓ ટી.કરૂપ્પાસામીની સુચનાથી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, સમીર દેવમુરારી, જયવંત બાયલ, અમીત જોષી, અમીત ઠાકર ઘટના સ્થળે દોડી ગયા હતા. બિમાર સિંહણને બેભાન કરી સ્થળ પર જ સારવાર આપવામા આવી હતી. સિંહણને જમણા કાને અને ગળાના ભાગે ગુમડુ થયુ હોય તેને સારવાર આપવામા આવી હતી.

ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યું હતુ કે ગીરપુર્વમા કોઇપણ વન્યપ્રાણી બિમાર કે ઇજાગ્રસ્ત જોવા મળે તો રેસ્કયુ ટીમને તુરત કાર્યવાહી કરવા અને તાત્કાલિક પ્રાણીને સારવાર આપવામા આવે તેવી કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. આ ઉપરાંત માલધારીઓને પણ ગીર વિસ્તારમાં સુવિધાઓ તેમજ મારણના કેસ પેન્ડીંગ પડેલા હોય તેનો ઝડપથી નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતુ.

રીંગણીયાળામાં ભેદી રોગચાળાથી 6 ભેંસના મોત


Bhaskar News, Rajula
Jan 23, 2016, 23:59 PM IST
 
- મોટા રીંગણીયાળામાં અગાઉ 23 ભેંસના મોત થયા હતા ગાંધીનગરની ટુકડી તપાસમાં આવશે
- નમુનાઓ ભોપાલ લેબોરેટરીમાં મોકલાશે

રાજુલા: અમરેલી જીલ્લાના પશુધનમાં અવાર નવાર વિચિત્ર રોગચાળો ફેલાતો રહે છે. રાજુલા તાલુકાના રીંગણીયાળા ગામે ગત વર્ષે પણ ભેદી રોગચાળામાં 23 ભેંસના મોત થયા બાદ ફરી એકવાર અહિં ભેંસોમાં ભેદી રોગચાળો ફેલાતા છ ભેંસના મોત થયા છે અને હજુ વધુ 10 ભેંસ બિમાર હાલતમાં છે. પશુપાલન વિભાગ દ્વારા આ ભેંસોમાં કયા પ્રકારનો રોગચાળો છે તે જાણવા તપાસ શરૂ કરાઇ છે.

ગીર કાંઠાના અમરેલી જીલ્લામાં પશુપાલન વ્યવસાય વિકસ્યો છે. ગીરના વન્ય પ્રાણીઓ હવે અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ વસતા હોય રેવન્યુ વિસ્તારમાં પાલતુ પ્રાણીઓમાં કોઇ રોગચાળો ન ફેલાઇ તે જરૂરી છે. કારણ કે વન્ય પ્રાણીઓ અવાર નવાર આ પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય આવો રોગચાળો વન્ય પ્રાણીઓમાં પણ ફેલાવાની ભીતી રહે છે. રાજુલા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ મોટા રીંગણીયાળા ગામમાં ભેંસોમાં ભેદી રોગચાળો ફેલાયો છે. અહિંના માલધારીઓની ભેંસો ટપોટપ બિમાર પડી રહી છે અને મોતને ભેટી રહી છે.

ગત વર્ષે અહિં 23 ભેંસના મોત થયા હતાં. આ વર્ષે પણ ફરી આવો રોગચાળો દેખાતા ગામના સરપંચ બાબુભાઇએ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને જાણ કરી હતી અને હિરાભાઇ સોલંકી દ્વારા આખરે આ અંગે પશુપાલન મંત્રી બાબુભાઇ બોખીરીયાને જાણ કરાઇ હતી. મોટા રીંગણીયાળા ગામમાં હાલમાં વધુ 10 ભેંસો બિમાર છે. ગયા વર્ષે ગામના ભરવાડ જીણાભાઇ ઘેલાભાઇ અને અન્યની 23 ભેંસો મોતને ભેટી હતી. જો કે રોગચાળા બાદ સરકાર દ્વારા કોઇ સહાય અપાઇ ન હતી. ફરી એકવાર ભેદી રોગચાળો ફેલાતા માલધારીઓ સરકારી સહાય મળે અને રોગચાળો ડામવા પગલા લેવાય તેવું ઇચ્છી રહ્યા છે.

ગીર કાંઠાના અમરેલી જીલ્લામાં પાલતુ પશુઓમાં કોઇ ભેદી રોગચાળો ફેલાઇ તો તે સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓ માટે પણ જોખમી બનતુ હોય છે. કારણ કે અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ સિંહ-દિપડાની સંખ્યા ઘણી વધારે છે અને આ વન્ય પ્રાણીઓ દ્વારા પાલતુ પશુઓનુ મારણ પણ થતુ હોય છે. વન્ય પ્રાણીઓ અને અન્ય પાલતુ પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઇને પણ આ રોગચાળો ડામવા નક્કર પગલા લેવાવા જોઇએ.

પશુ ડોક્ટરોની ટીમ દોડી આવી

રીંગણીયાળામાં પશુઓમાં ભેદી રોગચાળા અંગે છેક પશુ પાલન મંત્રી સુધી રજુઆત થતા ઉપરથી મળેલી સુચનાને પગલે પશુ ડોક્ટરોની ટીમ મોટા રીંગણીયાળા દોડી ગઇ હતી. અમરેલીના પશુ ચિકિત્સક ડો. સાવલીયા, ડો. વાઢેળ અને ડો. ગૌસ્વામી દ્વારા ભેંસોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું.

ચાર માસ પહેલા લેવાયેલા નમુનાનો રીપોર્ટ બાકી

ચાર માસ પહેલા પણ જ્યારે મોટા રીંગણીયાળામાં ભેંસોમાં આ રીતે રોગચાળો ફેલાયો ત્યારે ગાંધીનગરથી દોડી આવેલી ટીમે જરૂરી નમુનાઓ લઇ ભોપાલ લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જો કે હજુ તેનો રીપોર્ટ આવ્યો નહી હોવાનું જાણવા મળેલ છે.

પશુ પાલન મંત્રીને રજૂઆત કરવામાં આવી

ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા ભેંસોમાં ભેદી રોગચાળા અંગે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રીને રજુઆત કરાયાને પગલે પશુ પાલન વિભાગ દ્વારા એક ખાસ ટુકડી પણ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જે કયા પ્રકારનો રોગચાળો છે તે જાણવા પ્રયાસ કરશે.

વન વિભાગની મીલી ભગતથી કેટલાક તત્વોનું કારસ્તાન

DivyaBhaskar News Network
Jan 21, 2016, 06:58 AM IST

ભાડમાં રાત્રે પણ વાહનોની હડીયાપાટી

ગીરકાંઠાના વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ મોટા પ્રમાણમાં ફુલી ફાલી છે. મીતીયાળા અભ્યારણ્યની આસપાસ પક્ષી બચાવો અભીયાનના ઓથા તળે કેટલાક શખ્સો લોકોને ગેરકાયદે સિંહ દર્શન કરાવતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. વન વિભાગ દ્વારા આવી ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધતી ચાલી છે. ગીર કાંઠાના વિસ્તારમાં તો સાવજો જંગલમાંથી પણ અહિં અવર જવર કરતા રહે છે. મીતીયાળા પંથકમાં પણ આવું જોવા મળી રહ્યુ છે. મીતીયાળા અભ્યારણ્ય તથા આસપાસના વિસ્તારમાં સાવજ સહિતના વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તે માટે મસમોટો સ્ટાફ ખડકાયો છે. પરંતુ સ્ટાફ પૈકીના કેટલાક લોકોની મીલીભગતથી રીતે ગેરકાયદે સિંહ દર્શનના કાર્યક્રમો યોજાતા રહે છે. હાલમાં પણ વિસ્તારમાં કેટલાક શખ્સોએ પક્ષી બચાવો અભીયાનના ઓથા તળે સિંહ દર્શનની પ્રવૃતિ આરંભી છે. ખાંભા તાલુકાના ભાડ ગામે તો છેલ્લા બે-ત્રણ મહિનાથી જાણે પીળો પરવાનો હોય તેમ રેવન્યુ વિસ્તારમાં લાયન શો યોજાતા રહે છે. મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોને આકર્ષવા માટે કોઇની પણ મંજુરી વગર કુટીયો (કુવો) ખોદી નખાયો છે. અહીં બહારથી આવેલા મહેમાનો રાતવાસો કરી સિંહ દર્શન કરી રહ્યા છે. નીચેના સ્ટાફથી લઇ ઉપર સુધીના સૌ કોઇ વાત જાણે છે. છતાં અકળ મૌન ધરીને બેઠા છે. ઇકો સેન્સેટીવ ઝોનનો કાયદો લાવી સરકાર ખેડૂતો અને આમ આદમીને પરેશાન કરવા માંગે છે. પરંતુ ગેરકાયદે પ્રવૃતિ કરતા તત્વો સામે કેમ પગલા નહી તેવો સવાલ લોકોમાંથી ઉઠ્યો છે.

ખાંભા: ગીર અભ્યારણમાં ગેરકાયદેસર પર્યટન કેમ્પ, વનતંત્રની મીઠી નજર

    ખાંભા: ગીર અભ્યારણમાં ગેરકાયદેસર પર્યટન કેમ્પ, વનતંત્રની મીઠી નજરdivyabhaskar.com

    Jan 20, 2016, 20:41 PM IST

divyabhaskar.com

Jan 20, 2016, 20:41 PM IST
ખાંભા: મીતીયાળા ગીર અભ્યારણ નજીક પર્યટન કેમ્પ સાઈટ બનાવીને વન્યપ્રાણીઓને ખલેલ પન્હોચાડવાની બેરોકટોક કામગીરી પક્ષી બચાવો અભિયાનનું કાર્ય કરતા કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું હોય અને વનતંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હોવા છતાં વનવિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે અને સરકારના ઇકો સેન્સીટીવ ઝોનને પડકાર ફેંકતા તત્વો બેફામ બનેલાઓને લગામ લગાવી શકતા નથી તેવી વાસ્તવિકતાઓનું ઉદાહરણ ખાંભાના ભાડ ગમે જોવા મળી રહ્યું છે.

ખાંભાના ભાડ ગામે બે ત્રણ મહિનાથી સિંહ દર્શનનો ખુલ્લો પરવાનો મેળવી લીધો હોય તેમ મીતીયાળા અભ્યારણને એકદમ નજીક આવેલ રેવેન્યુના વિસ્તારમાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે અમુક તત્વોએ કબજો જમાવીને વનવિભાગના અમુક અધિકારીના મીઠા આશીર્વાદ તળે ગેરકાયદેસર પ્રવુતિ અભ્યારણમાં થઈ રહી હોવા છતાં વનતંત્ર ધુતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે મીતીયાળા ગીર અભ્યારણમાં ગેરકાયદેસર પાણીનો કુટીયો (કુવો) આ લોકોએ કોઈની પણ પરવાનગી લીધા વિના ખોદી નાખ્યો હોવા છતાં વનતંત્ર “લાજ” કાઢી રહ્યું છે !! બહારથી મહેમાનોને બોલાવીને રાતવાસો કરાવીને અભ્યારણમાં ગેરકાયદેસર ઘૂસીને રોકટોક વિના સિંહ દર્શન કરાવતા હોવાનું પણ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

પક્ષીપ્રેમી હોવાનો ડહોળ ઉભો કરીને ટ્રસ્ટના નેજા નીચે સ્કુલના વિદ્યાર્થીઓને ભાડ કેમ્પ સાઈટમાં બોલાવીને દોઢ દિવસ રોકાવવાના ૫૦૦, ૬૦૦ ઉઘરાવતા હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે મીતીયાળા અભ્યારણ સાવ સમીપ હોવાથી અભ્યારણના વિસ્તારમાં ઘૂસીને બધાને ગેરકાયદેસર સિંહ દર્શન પણ કરાવતા હોવાની ફરિયાદો સી.સી.એફ, ડી.એફ.ઓ, આર.એફ.ઓ. સુધી કરવામાં આવી હોવા છતાં વનતંત્ર ઇકો સેન્સીટીવ ઝોનના વિસ્તારોમાં કશું કરી નથી શકતું તેવું ઉપરલેવલનું સેટિંગ ગોઠવ્યું હોવાની ફિશિયારીઓ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારા લોકો કરી રહ્યા છે ? સિંહો આ ભાડ ગામના વિસ્તારોમાં દબદબો ધરાવતા હોવાથી કેમ્પ સાઈટ ખોલીને સિંહો સાથે અન્ય વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડી રહ્યા હોય અને દરરોજ અનેક ફોરવ્હીલ ગાડીઓના ધમધમાટથી વન્ય પ્રાણીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.

જનરેટર મૂકીને પાણી ખેચવાની મોટરનો અવાઝ થતો હોય અને રાત્રે અભ્યારણમાં લાઈટો મારતા હોવા છતાં વનતંત્ર મૌન બની બેઠું છે તે આશ્ચર્ય ઉપજાવનારું હોવાનો વસવસો પર્યાવરણ પ્રેમી કરી રહ્યા છે ઈકો સેન્સીટીવ ઝોન હટાવવા મુદ્દે ૧૦૦ દિવસથી ઉપવાસ આંદોલન ધારીના ધારસભ્ય કરી રહ્યા છે તેને સરકાર મચક નથી આપતીતો ખાંભાના ભાડ ગામે સરકાર યોગ્ય કાર્યવાહી કરી શકશે કે પછી મેરા ભારત મહાન.......

ધારી લેનપરામાંથી દીપડો પાંજરે પુરાયો

ધારી લેનપરામાંથી દીપડો પાંજરે પુરાયો
Bhaskar News, Dhari
Jan 13, 2016, 00:01 AM IST
 
- ચાર પાંચ દિવસથી આંટા મારતો હોય લોકોમા ભય ફેલાયો હતો

ધારી: ગીર જંગલમા વસતા સિંહ અને દિપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહ દિપડાઓ વાડી ખેતરોમા જોવા મળી રહ્યાં છે. ત્યારે ધારીમા લેનપરા વિસ્તારમાં ચાર પાંચ દિવસથી એક દિપડો આંટાફેરા મારી રહ્યો હોય લોકોમા ભય ફેલાયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી પાંજરૂ ગોઠવાયુ હતુ. જેમાં આ દિપડો સપડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ધારીમાં લેનપરા વિસ્તારમાં અતુલભાઇ નનુભાઇ રૂડાણીની વાડી આસપાસ છેલ્લા ચાર પાંચ દિવસથી એક દિપડો આંટાફેરા મારી રહ્યો હોય ભય ફેલાયો હતો. આ અંગે તેમણે વનવિભાગને જાણ કરતા આરએફઓ સી.પી.રાણપરીયાની સુચનાથી શિવરાજભાઇ ધાધલ, ધીરૂભાઇ રાજગોર, એ.ડી.બાયલ સહિતે આ દિપડાને ઝડપી પાડવા અહી પાંજરૂ ગોઠવ્યું હતુ.

 આજે વહેલી સવારે અહી ગોઠવેલા પાંજરામા દિપડો પકડાઇ ગયો હતો. દિપડાને જોવા માટે લેનપરા સહિત આસપાસના વિસ્તારમાંથી લોકો એકઠા થયા હતા. બાદમાં વનવિભાગ દ્વારા દિપડાને જંગલમા લઇ જવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દિપડાની સંખ્યામ  પણ વધારો થયો હોય તેમ રેવન્યુ વિસ્તારમાં દિપડાના આંટાફેરા વધી રહ્યાં છે.

સિંહ દર્શન માટે આવેલા લોકોથી કંટાળી સાવજોએ બાવળની કાટમા ચાલતી પકડી

DivyaBhaskar News Network
Jan 11, 2016, 02:40 AM IST
અમરેલીજિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો વાડી ખેતરોમાં રખડતા હોય સિંહ દર્શનના શોખીનો જયાં પણ સિંહ જોવા મળે ત્યાં પહોંચી જાય છે. આજે અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમમાં અચાનક પાંચ સાવજનું ટોળુ આવી ચડતા અહી સિંહ દર્શન માટે લોકોની લાંબી ભીડ ઉમટી પડી હતી.

આમપણ અમરેલી તાલુકાના બાબાપુર તથા આસપાસના શેત્રુજી કાંઠાના વિસ્તારમાં સાવજોને કાયમી ઘર મળી ગયુ છે. અહી ક્રાંકચની જેમ મોટી સંખ્યામા સાવજો રહેતા નથી પરંતુ એક જુથનો કાયમી પડાવ છે. ગત ચોમાસામા અહી આવેલા અતિ ભારે પુરમાં કેટલાક સાવજો તણાઇ ગયા હતા. આમ છતા બચી ગયેલા સાવજો અહી વિસ્તરી રહ્યાં છે. આજે બપોરબાદ વિસ્તારમાં અચાનક પાંચ સાવજોનુ ટોળુ લોકોની નજરે ચડયુ હતુ. બાબાપુરની સીમમાં આજે એક વાડીમાં અચાનક પાંચ સાવજો બેઠેલા નજરે પડતા આસપાસના વિસ્તારમા વાયુવેગે વાત પ્રસરી ગઇ હતી. અને જોતજોતામા સિંહ દર્શન માટે લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. બાબાપુર ગામના લોકો તો મોટી સંખ્યામા અહી એકઠા થયા હતા. પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ અહી સિંહ દર્શન માટે ભીડ એકઠી થઇ હતી. જો કે લોકોના ટોળા એકઠા થતા સાવજો બાવળની કાટમા ચાલ્યા ગયા હતા અને બાદમાં નજરે પડયા હતા.

બાબાપુરની સીમમાં 5 સાવજો આવી ચડ્યા

DivyaBhaskar News Network
Jan 11, 2016, 02:40 AM IST
અમરેલીતાલુકાના બાબાપુર તથા આસપાસના શેત્રુજી કાંઠાના વિસ્તારમાં સાવજોને કાયમી ઘર મળી ગયુ છે. અહી ક્રાંકચની જેમ મોટી સંખ્યામા સાવજો રહેતા નથી પરંતુ એક જુથનો કાયમી પડાવ છે. ગત ચોમાસામા અહી આવેલા અતિ ભારે પુરમાં કેટલાક સાવજો તણાઇ ગયા હતા. આમ છતા બચી ગયેલા સાવજો અહી વિસ્તરી રહ્યાં છે. આજે બપોરબાદ વિસ્તારમાં અચાનક પાંચ સાવજોનુ ટોળુ લોકોની નજરે ચડયુ હતુ.બાબાપુરની સીમમાં આજે એક વાડીમાં અચાનક પાંચ સાવજો બેઠેલા નજરે પડતા આસપાસના વિસ્તારમા વાયુવેગે વાત પ્રસરી જતા સિંહ દર્શન માટે ટોળા એકઠા થવા લાગ્યા હતા. બાબાપુર ગામના લોકો અને આસપાસના વિસ્તારમાંથી પણ અહી સિંહ દર્શન માટે ભીડ એકઠી થઇ હતી. જો કે લોકોના ટોળા એકઠા થતા સાવજો બાવળની કાટમા ચાલ્યા ગયા હતા.

48 કલાકમાં ટ્રેઇન હડફેટે ચડી જતા ચારના મોત : રેલવેએ ખુલ્લા ફાટકમાંથી અચાનક સ્ટાફ કેમ હટાવ્યો ?


48 કલાકમાં ટ્રેઇન હડફેટે ચડી જતા ચારના મોત : રેલવેએ ખુલ્લા ફાટકમાંથી અચાનક સ્ટાફ કેમ હટાવ્યો ?


DivyaBhaskar News Network

Jan 10, 2016, 02:05 AM IST
અમરેલીનાદરીયાકાંઠે પીપાવાવમાં ધમધમના ઉદ્યોગો માટે પીપાવાવથી સુરેન્દ્રનગર સુધી બ્રોડગેજ લાઇન તો નાખવામાં આવી પરંતુ પીપાવાવથી દામનગર સુધીના 50 જેટલા ખુલ્લા ફાટકો અહિંથી રેલ તંત્ર દ્વારા કર્મચારીઓ હટાવી લેવાના કારણે અચાનક જોખમી બની ગયા છે. આમ પણ માણસ અને વન્ય પ્રાણી માટે અગાઉ લાઇન ઘાતક સાબીત થઇ છે. ત્યારે છેલ્લા 48 કલાકમાં ટ્રેઇન હડફેટે ચડી જવાથી ચાર વ્યક્તિના મોત થતા હાહાકાર મચ્યો છે.

પીપાવાવમાં ઉદ્યોગો તો ધમધમતા થયા પરંતુ ઉદ્યોગો માટે ખાસ નખાયેલી બ્રોડગેજ રેલ લાઇન જોખમી બની રહી છે. રેલ લાઇન પર દરરોજ મોટા પ્રમાણમાં માલગાડીઓ દોડી રહી છે. દિવસ-રાત રેલ ટ્રેક ધમધમતો રહે છે. પરંતુ પીપાવાવથી લઇ દામનગર સુધીમાં આવતા 50 જેટલા રેલ ફાટકો ખુલ્લા ફાટક છે. જે એકદમ જોખમી બની રહ્યા છે. રેલવે દ્વારા ઉદ્યોગો માટે ખાસ લાઇન નો નખાઇ છે પરંતુ લોકોની અને વન્યપ્રાણીઓની સુરક્ષા પ્રત્યે જરા પણ ધ્યાન આપવામાં આવતુ નથી. જેને પગલે રેલવે ટ્રેક પર સતત દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. છેલ્લા 48 કલાકમાં અમરેલી જીલ્લામાં ટ્રેઇન હડફેટે ચડી જવાથી ચાર વ્યક્તિના મોત થઇ ચુક્યા છે. પ્રકારની ઘટનાઓ અવાર નવાર બને છે. ભુતકાળમાં સાવજો, નિલગાય, ગાય જેવા પ્રાણીઓ પણ ટ્રેઇન હડફેટે ચડી મોતને ભેટી ચુક્યા છે. સાવજોના મોત બાદ રેલવે ટ્રેક ફરતે ફેન્સીંગ કરવાની વાતો થઇ પરંતુ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. દેશભરમાંથી જુદા જુદા વિસ્તારમાંથી આવતા રેલવેના ચાલકોને અહિં ગતિ મર્યાદા સતત વિસલ વગાડવી જેવી અનેક સુચનાઓ વિશે વાતો થઇ હતી. પરંતુ બધી વાતો માત્ર કાગળ પર રહી ગઇ છે. ટ્રેક પર બંધ ફાટકોની સંખ્યા ઓછી છે અને ખુલ્લા ફાટકો વધારે છે. ખેડૂતો પણ અવાર નવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે રેલ તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે.

માત્ર 48 કલાકમાં ચારના કમોત

માત્ર48 કલાકના ગાળામાં અમરેલી જીલ્લામાં રેલવે ટ્રેક પર ટ્રેઇન હડફેટે ચડી જતા ચારના મોત થઇ ચુક્યા છે. સાવરકુંડલામાં બે દિવસમાં બે વ્યક્તિના મોત થયા છે. આવી રીતે અમરેલીમાં પણ બે દિવસના ગાળામાં એક યુવતી અને એક યુવકનું ટ્રેઇન હડફેટે મોત થયુ છે.

ટ્રેક પર ટ્રેકટર અટવાયુ પરંતુ અકસ્માત ટળ્યો

સાવરકુંડલામાંલીલાપીરની ધાર પાસે 65 નંબરનું ખુલ્લુ રેલવે ફાટક આવેલુ છે. જ્યાં ગઇકાલે મહુવા-ધોળા ટ્રેઇન પર વિજ કર્મચારીનું મોત થયુ હતું. આજે પીપાવાવ નજીક 315 નંબરના ફાટક પર પસાર થતુ ટ્રેકટર અચાનક બંધ થઇ ગયુ હતું. જેથી લોકોના જીવ તાળવે ચોટ્યા હતાં. જો કે અહિં આવી રહેલી માલગાડીના ચાલકે ટ્રેઇન થંભાવી દેતા અકસ્માત ટળ્યો હતો.

પુરપાટ ઝડપે સેંકડો માલગાડીઓ દોડે છે. આમ છતાં રેલવે તંત્રએ અહિં ઘોર બેદરકારી દાખવી ખુલ્લા ફાટકો પર અગાઉ લોકોની સુરક્ષા માટે રાખેલા માણસોને હટાવી લીધા છે. ગત 20મી ડીસેમ્બરથી અહિંથી માણસોને હટાવી લીધા છે. }ભાસ્કર

20મી ડીસેમ્બરથી ફાટકો પરથી માણસો હટાવાયા

‘સાવજ’નાં પણ ટોળા હોય: પીપાવાવ પાસે હાઈવે પર પાંચ સાવજ આવી ચડ્યા


‘સાવજ’નાં પણ ટોળા હોય: પીપાવાવ પાસે હાઈવે પર પાંચ સાવજ આવી ચડ્યા

Bhaskar News, Amreli

Jan 09, 2016, 19:30 PM IST
- ધમધમતા હાઇવે અને રેલવે ટ્રેક પર વારંવાર આવી ચડતા સાવજો પર દેખરેખમાં વનતંત્રને ઘોર નિષ્ફળતા

અમરેલી: રાજુલા-જાફરાબાદ પંથકમાં સાવજોની વસતી વધી રહી છે. અહિં ભુતકાળમાં વાહન હડફેટે અને ટ્રેઇન હડફેટે સાવજોના મોતની અનેક ઘટનાઓ બની ચુકી છે. આમ છતાં વનતંત્ર ઘોર બેદરકાર છે. સાવજોની અવર જવર તેની કોઇ નઝર નથી. આજે પીપાવાવ નજીક કોસ્ટલ હાઇવે પર એક સાથે પાંચ સાવજના ટોળાએ જાણે પેટ્રોલીંગ કર્યુ હતું. દિવસ દરમીયાન હજારો ભારે વાહનોની અવર જવર વાળા આ રસ્તા પર સાવજોને ખતરો છે.

ગીર કાંઠે આવેલા રાજુલા-જાફરાબાદ તાલુકામાં સાવજો જાણે અત્ર, તત્ર અને સર્વત્ર છે. હજુ ચાર દિવસ પહેલા જ એક સિંહ જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘુસી ગયો હતો. અહિં જાયન્ટ કંપનીઓની પત્થરોની ખાણમાં સાવજોનો કાયમી વસવાટ છે. ઉદ્યોગોથી ધમધમતા પીપાવાવ વિસ્તારમાં વારંવાર સાવજો રસ્તા પર આવી જાય છે. ભુતકાળમાં પીપાવાવ જતી-આવતી માલગાડી હડફેટે સાત સાવજોના મોત થઇ ચુક્યા છે. તો નાગેશ્રી નજીક વાહન હડફેટે બે સાવજોના મોતની ઘટનાઓ બની ચુકી છે. છતાં વનતંત્રએ તેના પરથી કોઇ બોધપાઠ લીધો નથી. સાવજોની અવર જવર પર તંત્રની કોઇ નઝર નથી. જેના પરિણામે ગમે ત્યારે સાવજો રસ્તા પર કે રેલવે ટ્રેક પર આવી જાય છે.

આજે આવી જ સ્થિતી પીપાવાવ નજીક કોસ્ટલ હાઇવે પર જોવા મળી હતી. જ્યાં એક સાથે પાંચ સાવજો વાહનોની અવર જવર વચ્ચે રસ્તા પર આવી ગયા હતાં. એક સિંહણ અને ચાર પાઠડા જાણે પેટ્રોલીંગ કરતા હોય તેમ હાઇવે પર ટહેલવા લાગ્યા હતાં. જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. કેટલાક લોકોએ આ દ્રશ્યો મોબાઇલમાં પણ કેદ કર્યા હતાં.

અહિં હેવી લોડેડ વાહનો પુરપાટ ઝડપે દોડતા રહે છે. ત્યારે આ પ્રકારે સાવજો સતત હાઇવે પર ઓ ગ્રામીણ માર્ગો પર અચાનક જ આવી ચડતા હોય અને ક્યારેક ક્યારેક તો રસ્તા પર બેસી જઇને પણ લાંબા સમય સુધી આરામ કરતા હોય જીવલેણ અકસ્માતોની પણ ભીતી રહે છે. અહિં વનતંત્રને વધુ સતર્ક બનાવવાની જરૂર હોવાનું સિંહપ્રેમીઓને લાગી રહ્યુ છે.

નાગેશ્રી નજીક વાહન હડફેટે થયા હતાં બે સિંહના મોત

પુખ્ત ઉંમરના સાવજો વધુ સમજદાર હોય છે. પરંતુ સિંહબાળ અને પાઠડા સિંહ રમતીયાળ અને રસ્તા પર વધુ બેદરકાર નઝરે પડે છે. અગાઉ બે પાઠડાનું નાગેશ્રી નજીક વાહન હડફેટે મોત થયુ હતું. આજની ઘટનામાં પણ ચાર પાઠડા રસ્તા પર આમથી તેમ દોડતા નઝરે પડયા હતાં.

ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા વનવિભાગની અપીલ

DivyaBhaskar News Network

Jan 05, 2016, 06:03 AM IST
અમરેલીજિલ્લામાં મકરસંક્રાંતિના પર્વ પર પતંગ રસીયાઓ મોટા પ્રમાણમા પતંગ ચગાવતા હોય અને તેના કારણે પશુ પક્ષી અને માણસ પણ ઘાયલ થતા હોવાની ઘટના બનતી રહે છે ત્યારે વનવિભાગે પતંગ રસીયાઓને આયાતી અને પ્લાસ્ટિકની દોરી વાપરવા તથા પક્ષી વિહારના સમયે પતંગ ચડાવવા અપીલ કરી છે.

મકરસંક્રાંતિ માથે છે અને પતંગ રસીયાઓ મકરસંક્રાંતિની ઉજવણીમા લાગી ગયા છે. એવા સમયે દર વર્ષે મકરસંક્રાંતિ પર ઘાયલ થનારા પક્ષીઓની સેવા કરનારા લોકો પણ મેદાનમા આવી ગયા છે. ઠેરઠેર ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન પણ શરૂ કરી દેવાઇ છે. તો બીજી તરફ વનવિભાગે પણ પતંગ રસીયાઓને મકરસંક્રાંતિ પર સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને સીન્થેટીક દોરાના કારણે પશુ પક્ષીથી લઇ માણસો પણ ઘાયલ થઇ જતા હોય દર વર્ષે પ્રકારની ઘટનાઓમાં ઉછાળો જોવા મળે છે.

આયાતી પ્લાસ્ટિકના દોરાનો પતંગ ઉડાડવા માટે ઉપયોગ કરવા વનવિભાગ દ્વારા પતંગ રસીયાઓને અપીલ કરાઇ છે.

ઉપરાંત સવારના 6 થી 8 દરમિયાન પક્ષીઓ પોતાનો માળો છોડી ખોરાકની શોધમા જતા હોય અને સાંજના 5 થી 7 દરમિયાન પોતાના માળામા પરત ફરતા હોય વનવિભાગ દ્વારા સમયે સાવચેતી રાખવા પણ અપીલ કરાઇ છે. તકેદારી વચ્ચે પણ કયાંય કોઇ પક્ષી ઘાયલ નજરે પડે તો તાત્કાલિક નજીકના પશુ દવાખાને લઇ જવા અથવા પર્યાવરણ પ્રેમી સંસ્થા કે વનવિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે.

ભોરીંગડા ગામમાં 80 ફૂટ ઉંડા કુવામાં પડેલી નીલગાયનું મોત

Bhaskar News, Liliya
Jan 05, 2016, 00:41 AM IST
ભોરીંગડા ગામમાં 80 ફૂટ ઉંડા કુવામાં પડેલી નીલગાયનું મોત
- આઠ કલાક સુધી રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ પણ પરિણામ શુન્ય

લીલીયા: લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે ગઇ રાતે એક નિલગાય ખેડુતના 80 ફુટ ઉંડા કુવામાં ખાબકતા વન વિભાગે તેને બહાર કાઢવા માટે 8 કલાક સુધી મહેનત કરવામાં આવી હતી પરંતુ આખરે નિલગાયનું મોત થયું હતું. રેસ્કયુ ટીમની મહેનત પણ આ નીલગાયને બચાવવામાં નિષ્ફળ રહી હતી.

કુવામાં નિલગાય પડી ગયાની આ ઘટના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર  ભોરીંગડાના નરેશભાઇ ધોલીયાની વાડીમાં 80 ફુટ ઉંડા કુવામાં ગઇરાતે નિલગાય પડી ગઇ હતી.આ નિલગાય વાડીમાં પાણી પીવા જતા અકસ્માતે કુવામાં પડી ગઇ હતી. આ અંગે જાણ થતા ખેડુત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જેને પગલે સ્થાનિક આરએફઓ ગુજ્જરે ફેરેસ્ટર કે. જી. ગોહીલ. ટ્રેકર ટીમના મેરાભાઇ નારણભાઇ, ટીણાભાઇ, તુષારભાઇ વિગેરે અહીં પહોંચી ગયા હતાં.

કુવામાં નિલગાય ઘાયલ અવસ્થામાં હોય કણસતી હતી વન વિભાગ દ્વારા તેને જીવીત બહાર કાઢવા માટે પ્રયાસ હાથ ધરાયા હતાં. આઠ કલાકની જંગી મહેનત પછી દોરડા વાટે આ નઋલગાયને બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી હતી. જો કે બહાર આવતા જ આ નિલગાય મોતને ભેંટી હતી. આ વિસ્તારમાં નિલગાય અને સાવજોની મોટી વસતિ છે. વન્યપ્રાણીઓ કુવામાં પડી જવાની ઘટનાઓ પણ સતત બની રહી છે. પરંતુ વન વિભાગ પાસે રેસ્કયુ માટેના પુરતા સાધનોનો અભાવ જોવા મળે છે.

જાફરાબાદના શહેર વિસ્તારમાં આ‌વી ચઢેલા સિંહે દરિયામાં ઝંપલાવ્યું.


લોકોનો ટોળા એકઠા થતા સિંહ દરિયા તરફ ભાગ્યો હતો


Bhaskar News, Rajula

Jan 04, 2016, 10:45 AM IST
લોકોનો ટોળા એકઠા થતા સિંહ દરિયા તરફ ભાગ્યો હતો
- ગામમાં હાહાકાર મચ્યો… સિંહ ઘુસ્યો… સિંહ ઘુસ્યો
- જાફરાબાદમાં દરીયામાં કુદેલા સિંહને મહા મુસીબતે બચાવાયો
- જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં સિંહ ઘુસી જતા અફડા તફડી
- ઇન્જેક્શનથી બેભાન બનાવી મેડીકલ ચેકઅપ માટે ખસેડાયો

રાજુલા: જંગલ, નદી-નાળા અને વાડી ખેતરો છોડી હવે સાવજોએ દરીયાકાંઠાની વાટ પકડી છે. આજે એક સાવજ છેક જાફરાબાદનો પુલ પાર કરી શહેરના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘુસી જતા હાહાકાર મચ્યો હતો. અહિં સેંકડો લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. વન વિભાગે પણ બચાવ રાહત કામગીરી હાથ ધરતા સાવજે દરીયાના પાણીમાં ઝંપલાવી દીધુ હતું. જો કે મહા મુસીબતે આ સાવજને બેભાન બનાવી ઝબ્બે કરાયો હતો અને બાદમાં મેડીકલ ચેકઅપ માટે લઇ જવાયો હતો.

આમ તો જાફરાબાદ તાલુકામાં સાવજોની સંખ્યા ઘણી છે. પરંતુ આજે એક સાવજ છેક જાફરાબાદનો ટેટા પુલ પાર કરી શહેરના લાઇટ હાઉસ વિસ્તારમાં ઘુસી ગયો હતો. સવારના પહોરમાં જ એક સાવજ અહીં સુધી આવી ગયાની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થવા લાગ્યા હતાં. વન વિભાગને જાણ કરવામાં આવતા અહિં વન વિભાગનો સ્ટાફ પણ રેસ્ક્યુ ટીમ સાથે દોડી આવ્યો હતો. બીજી તરફ અસાધારણ સ્થિતીમાં આવી જતા સિંહ પણ હાફળો ફાફળો બની ગયો હતો.

વન વિભાગના સ્ટાફે અહિં મહા મુસીબતે લોકોના ટોળાને દુર ખસેડ્યા હતાં. જો કે રઘવાયા બનેલા સાવજે પણ દરીયાના પાણીમાં ઝંપલાવી દેતા વનતંત્ર પણ મુસીબતમાં મુકાયુ હતું. જો કે આ સાવજ દરીયાના પાણીમાં તરતો રહ્યો હતો અને ફરી કાંઠા પર આવ્યો હતો. વન વિભાગની રેસ્ક્યુ ટીમ માટે પણ સાવજને અહિંથી પકડવો માથાના દુ:ખાવારૂપ સમસ્યા બની હતી. સ્થાનિક પોલીસની ટીમે પણ અહીં દોડી આવી બંદોબસ્ત જાળવ્યો હતો. આખરે વન વિભાગે સાવજને પકડવા માટે તેને બેહોશ બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને દુરથી ઇન્જેક્શન લગાવી સાવજને બેહોશ કરી ઝબ્બે કરાયો હતો. ત્યારબાદ જ તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો હતો. અહિં સ્થાનિક આરએફઓ રાઠોડ, સ્ટાફના સારલાભાઇ, દેવાભાઇ, પંડયાભાઇ, ડોક્ટરો અને રેસ્ક્યુ ટીમ ઉપરાંત જાફરાબાદના પીએસઆઇ વાઢેળ વિગેરે ખડેપગે રહ્યા હતાં.

સવારના પહોરમાં જ પુલ પર નઝરે પડયો સિંહ-બારૈયા

જાફરાબાદના સરમણભાઇ બારૈયાએ જણાવ્યુ હતું કે મને સવારમાં છ વાગ્યે જ એક પરિચીતનો ફોન આવ્યો હતો કે પુલ પર સિંહ આવ્યો છે અને દરીયા તરફ જઇ રહ્યો છે. જેથી મે વન વિભાગને જાણ કરી હતી.

ત્રણ વખત દરીયામાં પડયો સિંહ

જાફરાબાદના લાઇટ હાઉસ વિસ્તારમાં પહોંચેલો સિંહ ભાઢોડા વિસ્તારમાં હતો ત્યારે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. જેથી સિંહને ભાગવાનો રસ્તો પણ ન હોય તેણે ત્રણ વખત દરીયાના પાણીમાં ઝંપલાવ્યુ હતું અને ત્રણ વખત બહાર નિકળ્યો હતો.

વનરાજાનો બે ઘડીનો વિસામો : વાડી-ખેતરો અને રસ્તા પર સામ્રાજ્ય.


વનરાજાનો બે ઘડીનો વિસામો : વાડી-ખેતરો અને રસ્તા પર સામ્રાજ્ય

Bhaskar News, Amreli

Jan 01, 2016, 01:33 AM IST
વનરાજાનો બે ઘડીનો વિસામો : વાડી-ખેતરો અને રસ્તા પર સામ્રાજ્ય
સાવજ બે ઘડી ઘાસની ગંજી પર પણ ચડીને આરામ ફરમાવ્યો
અમરેલી : સાવજ આમ તો ભલે જંગલનો રાજા ગણાતો પણ હવે અમરેલી જીલ્લામાં તો વાડી-ખેતરો અને રસ્તા પર પણ તેનું સામ્રાજ્ય છે. હવે તે રેવન્યુ વિસ્તારનો પણ રાજા છે. મન ફાવે ત્યાં હરે ફરે અને બે ઘડી આરામ કરવાનું મન થાય તો ઘાસની ગંજી પર પણ ચડી જાય. ધારીના ગીર કાંઠાના વિસ્તારમાં એક સાવજ આ રીતે આરામ કરતો હતો ત્યારે અમરેલીના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અમઝદ કુરેશીએ આ ક્લીક કરી હતી.