Friday, April 29, 2016

વિખૂટાં સિંહબાળને માતા સાથે મિલન કરાવવા વનકર્મીઓ જંગલ ખૂંદી રહ્યા છે


વિખૂટાં સિંહબાળને માતા સાથે મિલન કરાવવા વનકર્મીઓ જંગલ ખૂંદી રહ્યા છે

  • Hirendrasinh Rathod, Khambha
  • Apr 29, 2016, 12:00 PM IST
ખાંભાઃ તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ હેઠળ આવતા મોટા બારમણના રેવન્યુ વિસ્તારમા આવેલી કાતરધારમા છેલ્લા ચાર દિવસથી એક સિંહબાળ માતાથી વિખુટુ
પડ્યુ છે. આજે ચોથા દિવસે પણ વન વિભાગના આઠ જેટલા કર્મચારીઓ આ સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવવા માટે દિવસ રાત રેવન્યુ વિસ્તાર ખુંદી રહ્યા છે. ત્યારે આ આઠ જેટલા વનકર્મીઓ દ્વારા છેલ્લા ચાર દિવસમા લગભગ ચારસો હેક્ટરમા પથરાયેલા આ વિસ્તાર ખુંદી વાળ્યો છે.
 
- 96 કલાકથી 400 હેક્ટરના જંગલમાં કામગીરીઃ જંગલમાં બચ્ચાં સાથે સિંહણ રહે છે

રબારીકા રાઉન્ડ નીચે વીડી ઉપરાંત લગભગ ચારસો હેક્ટરમા મોટા બારમણ રેવન્યુ રાયડી ડેમ રેવન્યુ, કાતરધાર રેવન્યુ, ભુંડણી રેવન્યુ, પીઠડીધાર રેવન્યુ, ભુંડણી ધાર રેવન્યુ, વિસ્તાર પથરાયેલા છે. ત્યારે આ રેવન્યુ વિસ્તારમા એક ચાર બચ્ચા વાળી સિંહણ ઉપરાંત એક ત્રણ બચ્ચા વાળી સિંહણ અને એક બે બચ્ચા વાળી સિંહણ રહેતી હોવાનુ સ્થાનીક રહિશોમાંથી જાણવા મળી રહ્યુ હતુ. ત્યારે ત્રણ માસનુ સિંહબાળ માતાથી વિખુટુ પડયુ ત્યારથી વનવિભાગ આ સિંહબાળને દિકરાની માફક સાચવી રહ્યુ છે અને તેની માતા સાથે મિલન કરાવવા દિવસ રાત એક કરી રહ્યા છે.

આજે ચોથા દિવસે પણ આ સિંહબાળની માતાનુ લોકેશન મેળવવા વન વિભાગના ફોરેસ્ટર બી.બી.વાળા, ગાર્ડ મુકેશભાઇ, ટ્રેકર સાહિદખાન પઠાણ, જીતુભાઇ, મનુભાઇ, વિગેરે અન્ય વનકર્મીઓ આજે ચોથા દિવસે પણ રેવન્યુ વિસ્તાર ઉપરાંત વાડી વિસ્તારો ખુંદી રહ્યા છે. સ્થાનીક લોકોને પણ બચ્ચાવાળી સિંહણ જોવા મળે તુરંત વન તંત્રને જાણ કરવા અપીલ કરવામા આવી છે. વનતંત્રની કામગીરીની આસપાસના ગામલોકોમાં પણ પ્રશંસા થઇ રહી છે.
 
રાત-દિવસ જોયા વગર કામગીરી : બાલુભાઇ
 
મોટા બારમણ ખેડુત બાલુભાઇ લાખાભાઇ બોરીચાએ ટેલીફોનીક વાતચીતમા જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર દિવસથી વનવિભાગના સ્થાનીક કર્મચારીઓ દિવસ રાત જોયા વગર આ સિંહબાળને માતા સાથે મિલન કરાવવા જંગલ ખુંદી રહ્યા છે.

કામગીરી પ્રશંસનીય : નાજકુભાઇ
 
ભુંડણીના રહિશ નાજકુભાઇ કોટીલાએ જણાવ્યુ હતુ કે સિંહબાળને માતા સાથે મેળાપ કરાવવા વનવિભાગના આ આઠ જેટલા કર્મીઓની મેહનત પ્રશંસાને પાત્ર છે. છેલ્લા ચાર દિવસથી ભુખ્યાને તરસ્યા આ સિંહબાળના માતાનુ લોકેશન મેળવવા આ ધમધમતા ઉનાળામા જંગલ વિસ્તાર ખુંદી રહ્યા છે.

ધારી: બચ્ચાને જન્મ આપતી વેળાએ બ્રેઇન હેમરેજ થઇ જતા સગર્ભા દીપડીનું મોત

ધારી: બચ્ચાને જન્મ આપતી વેળાએ બ્રેઇન હેમરેજ થઇ જતા સગર્ભા દીપડીનું મોત
  • Bhaskar News, Dhari
  • Apr 20, 2016, 02:53 AM IST
(તસવીર પ્રતિકાત્મક)
 
ધારી:સામાન્ય રીતે જે ઘટના જોવા નથી મળતી તેવી એક ઘટનામાં સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામની સીમમાં એક સગર્ભા દિપડી બચ્ચાને જન્મ આપી રહી હતી તે સમયે દિપડીને બ્રેઇન હેમરેજ થઇ જતા તેનું મોત થયુ હતું. જેને પગલે તેના પેટમાં રહેલા ચારેય બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. જાણ થતા વન સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. 
 
સગર્ભા દિપડીનું પ્રસુતી વખતે મોત થયાની આ ઘટના સાવરકુંડલા રેન્જમાં વાશીયાળી ગામની સીમમાં બની હતી. વાંશીયાળી ગામના જયસુખભાઇ ગૌરીશંકરભાઇ નામના ખેડૂતની વાડીમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને કોઇએ જાણ કરી હતી. જેને પગલે વન વિભાગનાં ડીએફઓ કરૂપા સામી, રેસ્ક્યુ ટીમનાં ડો. હિતેષ વામજા, અમિતભાઇ ઠાકર વિગેરે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીનો મૃતદેહ કબજે લીધો હતો. 
 
વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ  દિપડીની ઉંમર પાંચ વર્ષની હોવાનું જણાયુ હતું. નાની વડાળ વિડી ખાતે દિપડીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાયુ હતું કે આ દિપડી સગર્ભા હતી અને તેના પેટમાં ચાર બચ્ચા હતાં. દરમીયાન પ્રસુતિના સમયે દિપડીને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતું. જેના કારણે આ દિપડી મોતને ભેટી હતી. એટલુ જ નહી તેના પેટમાં રહેલા ચારેય બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. આમ એક સાથે પાંચ પાંચ મોતની ઘટના બની હતી.
 

ગીરનાં ગોવિંદપુરમાં સાવજોએ 5 દિ' માં 6 પશુનાં મારણ કર્યા

ગીરનાં ગોવિંદપુરમાં સાવજોએ 5 દિ' માં 6 પશુનાં મારણ કર્યા
  • Bhaskar News, Dhari
  • Apr 22, 2016, 00:27 AM IST
ધારી: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગામોમા તો દરરોજ રાત્રીના સુમારે સાવજો છેક ગામ સુધી આવી જતા હોય લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ધારીના ગોવિંદપુર ગામે તો છેલ્લા પાંચ દિવસમાં સાવજોએ છ પશુઓના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
 
- વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો : ગ્રામજનોમાં ફફડાટ

ધારી તાલુકાના ગોવિંદપુર ગામે છેલ્લા પાંચેક દિવસથી સાવજોના આંટાફેરાથી લોકોમા ફફડાટ જોવા મળી રહ્યો છે. ગીર જંગલમાંથી દરરોજ રાત્રીના સુમારે સાવજો ગામ સુધી આવી જતા હોય લોકોમા ભય ફેલાયો છે. અહી બે દિવસ પહેલા જંગલમાથી ત્રણ સાવજો રાત્રીના સુમારે ગામમા આવી ચડયા હતા. અને અહી ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ ઉપરાંત ગઇકાલે પણ અહી બેથી ત્રણ સાવજો આવી ચડયા હતા અને અહી રહેતા મનસુખભાઇ ભટ્ટી તેમજ પાંચાભાઇ રબારીની બે ગાય અને એક વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. સાવજો દરરોજ રાત્રીના સુમારે ગામમા ઘુસી આવતા હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઘટના અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં જ ધામા નાખતા હોવાથી ખેડૂતો વાડીએ જતા પણ ભય અનુભવી રહ્યાં છે. અવારનવાર સાવજો ગામમા ઘુસી દુધાળા પશુઓનુ મારણ કરી રહ્યાં છે. આ ઉપરાંત માણસ પરના હુમલાની પણ ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા

અમરેલીઃ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે. જેના પગલે લોકો તોબા પોકારી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકને પાણી માટે પણ ઉનાળાની સિઝનમાં ફાંફા પડી રહ્યા છે. માનવીઓની જ હાલત કફોડી બની ગઈ છે ત્યારે પશુ ધનને તો પુછવુ જ શું? આવા સંજોગોમાં ગીર પંથકમાં એક સિંહણ નદીકાંઠે પાણીની શોધમાં આવ્યા બાદ ઠંડકની મજા ઉઠાવી રહી છે. જાણે પક્ષીઓને કહી રહી હોય કે તડકો ખુબ જ છે અહીંયા આરામ કરો.  
તસવીર- મનોજ જોષી

અમરેલીઃ ખડાધારમાં યુરીયાવાળું પાણી પી જતાં આઠ નિલગાયનાં મોત


અમરેલીઃ ખડાધારમાં યુરીયાવાળું પાણી પી જતાં આઠ નિલગાયનાં મોત

  • Hirendrasinh Rathod, Khambha
  • Apr 16, 2016, 15:06 PM IST
ખાંભાઃ ખાંભા તાલુકાના ખડાધાર ગામે આવેલ એક વાડીમાં એકસાથે આઠ નિલગાયના મૃતદેહ પડયા હોય આ અંગે વનવિભાગને જાણ થતા અધિકારીઓ સહિત સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગની તપાસમાં આ આઠેય નિલગાયોના મોત યુરીયાવાળુ પાણી પીવાથી થયાનુ ખુલ્યુ હતુ. વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. આઠ નિલગાયના મોતની આ ઘટના ખાંભા તાલુકાના ખડાધાર ગામની સીમમાં બની હતી.
 
- મૃતદેહ મળતા વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી પુછપરછ શરૂ કરી
 
અહી આવેલ રમેશભાઇ જીવાભાઇ તલસરીયાની વાડીમાં એકસાથે આઠ નિલગાયના મૃતદેહ પડયા હોવાની વનવિભાગને જાણ થઇ હતી. જેને પગલે ધારીથી ડીએફઓ કરૂપ્પાસામી, રાણપરીયા, હેરમાભાઇ, દોઢીયારભાઇ, વાળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગે મૃતદેહોનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી. 
 
વનવિભાગે વાડી માલિક રમેશભાઇની પુછપરછ કરી હતી. આરએફઓ માળવીએ જણાવ્યું હતુ કે વાડી માલિક રમેશભાઇએ વાડીમા યુરીયાવાળુ પાણી હોવાની કબુલાત આપી હતી. વનવિભાગ રમેશભાઇને આવતીકાલે કોર્ટમા રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાડી ખેતરોમાં અવારનવાર વન્યપ્રાણીઓ યુરીયાવાળુ પાણી પીવાથી મોતને ભેટવાની ઘટનાઓ બની રહી છે. ગીરકાંઠા વિસ્તારોમા પણ અનેક વખત આવી ઘટનાઓ ભુતકાળમા પણ બની ચુકી છે.
 
 જિલ્લાના અનેક ગામોમા નિલગાયોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે મોટેભાગે નિલગાયો વાડી ખેતરોમાં જ આંટાફેરા મારતી હોય છે. જેને પગલે આવી ઘટનાનો ભોગ બનતી જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના વાડી ખેતરોમાં કુંડીઓમાં યુરીયાવાળુ પાણી ભરતા હોય અને મોટેભાગે કુંડીઓ ખુલ્લી હોય અનેક વખત પ્રાણીઓ આવુ પાણી પી મોતને ભેટવાની ઘટનાઓ બનતી રહે છે.
 
વાડી માલિકે કબુલાત આપી- આરએફઓ

આરએફઓ માળવીએ જણાવ્યું હતુ કે વાડી માલિક રમેશભાઇએ પોતાની વાડીમાં જ યુરીયાવાળુ પાણી પી નિલગાયો મોતને ભેટયાની કબુલાત આપી છે. રમેશભાઇને આવતીકાલે કોર્ટમા રજુ કરાશે.

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા
  • Bhaskar News, Amreli
  • Apr 18, 2016, 00:17 AM IST
અમરેલીઃ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે. જેના પગલે લોકો તોબા પોકારી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકને પાણી માટે પણ ઉનાળાની સિઝનમાં ફાંફા પડી રહ્યા છે. માનવીઓની જ હાલત કફોડી બની ગઈ છે ત્યારે પશુ ધનને તો પુછવુ જ શું? આવા સંજોગોમાં ગીર પંથકમાં એક સિંહણ નદીકાંઠે પાણીની શોધમાં આવ્યા બાદ ઠંડકની મજા ઉઠાવી રહી છે. જાણે પક્ષીઓને કહી રહી હોય કે તડકો ખુબ જ છે અહીંયા આરામ કરો.  
 
તસવીર- મનોજ જોષી

ધારી: ભરડ ગામની વાડીમાં ખુલ્લામાં સૂતેલી મહિલાને ઉપાડી જઇ સિંહણે ફાડી ખાધી


લાભુબેન પરિવારજનો સાથે રાત્રે ખુલ્લામાં જ ખાટલો નાખીને સુતા હતાં

  • Dilip Raval, Amreli
  • Apr 12, 2016, 15:01 PM IST
લાભુબેન પરિવારજનો સાથે રાત્રે ખુલ્લામાં જ ખાટલો નાખીને સુતા હતાં
ધારી: ધારીના ભરડ ગામની સીમમા આંબાનો બગીચો ભાગવો રાખનાર પરિવારની મહિલા ગઇરાત્રે ખુલ્લામા ખાટલા પર સુતી હતી ત્યારે શિકારની શોધમા નીકળેલી સિંહણ તેને ઢસડીને છેક અડધો કિમી દુર નદીના પટ્ટમા ઉપાડી ગઇ હતી જયાં સિંહણ અને બે પાઠડાએ આ મહિલાને ફાડી ખાધી હતી. ધારી તાલુકાના ડાંગાવદર ગામના ભુરાભાઇ લાખાભાઇ બાંભણીયા ભરડ ગામની સીમમાં આંબાનો બગીચો ધરાવે છે. 
 
ધારી: ભરડની સીમમાં સિંહણ મહિલાને ઉપાડી ગઈ, ફાડી ખાતા ગામમાં ચકચાર
 
અહીના દેવીપુજક લાભુબેન ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.50) નામની મહિલાના પરિવારે આંબાનો આ બગીચો ભાગવો વાવવા રાખ્યો છે. તેઓ પરિવાર સાથે જ આંબાવાડીમા રહે છે. ગઇરાત્રે તેનો પરિવાર આંબાવાડીમા જ સુતો હતો. લાભુબેન સોલંકી પણ ખુલ્લામા ખાટલો નાખી સુતા હતા. રાત્રે બારેક વાગ્યા આસપાસ શિકારની શોધમાં નીકળેલી એક સિંહણ અહી ધસી આવી હતી અને લાભુબેનને ગળામાથી પકડી ઢસડીને નાસી હતી. બાજુમા જ સુતેલા તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો જાગી ગયા હતા અને તેમણે દેકારો કરી મુકયો હતો. જો કે સિંહણ તેમને રાતના અંધારામાં ઢસડીને છેક 500 મીટર દુર નદીના પટ્ટમા લઇ ગઇ હતી. 
 
આ સિંહણે લાભુબેનને મારી નાખી બે પાઠડા સાથે તેનો શિકાર કર્યો હતો. સાવજો તેનુ અડધુ શરીર ખાઇ ગયા હતા. રાત્રે ધારીના ડીએફઓ કરૂપ્પાસામીને જાણ કરાતા આરએફઓ રાણપરીયા, એસીએફ મુની વિગેરે સ્ટાફ સાથે દોડી ગયા હતા. સવારે આ મહિલાની લાશ નદીના પટ્ટમાથી અર્ધ ખવાયેલી હાલતમાં મળી હતી. અહી વારંવાર આ પ્રકારે સાવજો દ્વારા માણસ પર હુમલો થઇ રહ્યો હોય અને સાવજો માણસને શિકાર બનાવી રહ્યાં હોય ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

સાવજો દ્વારા માણસના શિકારની પાંચમી ઘટના

પાછલા ત્રણેક વર્ષમાં સાવજો દ્વારા માણસનો શિકાર કરાયો હોય તેવી આ પાંચમી ઘટના છે. નાગેશ્રીની સીમમાં સાવજે એક બાળકીને ફાડી ખાધી હતી. બેએક વર્ષ પહેલા જાફરાબાદના ધોળાદ્રીમા સિંહ દર્શન માટે લોકો એકઠા થયા હતા ત્યારે સાવજે એક યુવકને જંગલમા ઢસડી જઇ તેના પાંચ ટુકડા કરી નાખ્યા હતા. આગરીયામા પણ સાવજે એક યુવકને ફાડી ખાધો હતો. આંબરડીમા આધેડને અને ભરડમા હવે મહિલાને ફાડી ખાવાની ઘટના બની છે. 

પાઠડો સિંહ પાંજરે પુરાયો

અહી એક સિંહણ તથા બે પાઠડા દ્વારા લાભુબેન સોલંકીનો શિકાર કરવામા આવ્યો હતો. આ વિસ્તારના લોકોમાં વનતંત્રની બેદરકારી સામે રોષ છે. વનતંત્રએ સાવજોને પકડવા ભરડની સીમમાં પાંજરા મુકયા છે. દરમીયાન વહેલી સવારે એક પાઠડો સિંહ પાંજરામા સપડાઇ ગયો હતો. શિકારી સિંહણ અને હજુ એક પાઠડો સિંહ ખુલ્લામા ફરી રહ્યાં હોય ખેડૂતો ફફડી રહ્યાં છે. 
 
અહી દસથી અગિયાર સાવજોનો વસવાટ

ભરડના આગેવાન મધુભાઇ બોરીચાએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં દસથી 11 સાવજોનો વસવાટ છે. લાભુબેનની દિકરીએ આઠ દસ દિવસ પહેલા બગીચો રાખ્યો હતો.

ગત 18મીએ પણ ખેત મજુરનો થયો હતો શિકાર

ગત 18મી માર્ચે પણ ધારીના આંબરડીની સીમમાં આવી જ ઘટના બની હતી. વાડીમા જેસીબીની મદદથી જમીન લેવલીંગનુ કામ ચાલતુ હોય જેસીબીમાં કામ કરતા મજુરો માટે રસોઇ બનાવવાનુ કામ કરતા આંકડીયા ગામના જીણાભાઇ વાલજીભાઇ મકવાણા નામના આધેડ રાત્રે કાળી શાલ ઓઢીને સુતા હતા ત્યારે એક સિંહ તેમને ઉપાડી ગયો હતો. સવારે તેમના છુટાછવાયા અવશેષો જ હાથ લાગ્યા હતા. 

ભાવનગર: હિરામાં મંદી આવતા રોજીરોટી ગઇ ને બની ગયા સફળ ચિત્રકાર

  • Hirendrasinh Rathod, Khambha
  • Apr 12, 2016, 17:54 PM IST
  • ખાંભા: સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો, 20 દિવસમાં 3 સિંહનાં મોતઅમરેલી: અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકામાંથી આજે સવારે એક સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિંહણ ત્રણ દિવસથી ગુમ હતી તેમ છતાં વનતંત્રને આ ઘટનાની જાણ થઇ ન હતી. રાત્રે પાણી પીવા નીકળેલી સિંહણ કુવામાં પડી ગઈ હોય તેનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં DFO સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે માત્ર 20 જ દિવસમાં આ ત્રીજો બનાવ છે જેમાં સિંહે જીવ ગુમાવ્યો હોય.

અમરેલી: નાગેશ્રીમાં ઘર બહાર ઉભેલી મહીલા પર દિપડાનો હુમલો

  • Dilip Raval, Amreli
  • Apr 12, 2016, 00:11 AM IST
    અમરેલી:અમરેલી જીલ્લામાં વન્ય પ્રાણીઓ અને માણસ વચ્ચેનું ઘર્ષણ વધી રહ્યુ છે. શિકારની શોધમાં નિકળેલા સિંહ-દિપડા જેવા હિંસક પ્રાણીઓ સતત માણસો પર હુમલો કરી રહ્યા છે. આવી વધુ એક ઘટનામાં આજે સવારે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે માર્કેટીંગયાર્ડમાં બકાલુ વેચવા જવા માટે ઘર બહાર ઉભેલી 42 વર્ષની એક મહિલાને શિકારની શોધમાં નિકળેલો દિપડો ઉપાડી ગયો હતો. લોકોએ મહા મુસીબતે આ મહિલાને દિપડાની પકડમાંથી છોડાવી હતી. પરંતુ દિપડાએ તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હોય મહિલાને સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવેલ છે. 
     દિપડાએ મહિલા પર હુમલો કર્યાની આ ઘટના આજે સવારે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના પાદર પાસે બની હતી. અહિં રહેતા દેવુબેન મોહનભાઇ પરમાર (ઉ.વ. 42) નામની મહિલા પર આ હુમલો થયો હતો.આ મહિલા આજે વહેલી સવારે માર્કેટીંગયાર્ડમાં શાકભાજી વેચવા જવાનું હોય તેની પૂર્વ તૈયારી માટે ઘરની બહાર બેઠી હતી તે સમયે અચાનક એક દિપડો ધસી આવ્યો હતો. દિપડો દેવુબેનને ઢસડીને થોડે દુર ખેંચી ગયો હતો. આ સમયે તેમણે રાડારાડ કરતા તેનો પરિવાર દોડી આવ્યો હતો. 
     મહિલાના પરિવારજનોએ હાકલા પડકારા અને દેકારો કરતા દિપડો તેમને મુકી નાસી છુટ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં દેવુબેનને લોહીલુહાણ કરી નાખ્યા હતાં. તેમને અહિંથી ગંભીર હાલતમાં સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. તેમની હાલત નાજુક ગણાવાઇ રહી છે. બીજી તરફ આ અંગે રાજુલા વનતંત્રને જાણ કરવામાં આવતા તેનો સ્ટાફ અહિં મોડી પહોંચ્યો હતો.

ભાવનગર: હિરામાં મંદી આવતા રોજીરોટી ગઇ ને બની ગયા સફળ ચિત્રકાર


ભાવનગર: હિરામાં મંદી આવતા રોજીરોટી ગઇ ને બની ગયા સફળ ચિત્રકાર

  • Dilip Raval, Amreli
  • Apr 12, 2016, 00:11 AM IST
ભાવનગર:ગુજરાતીમાં કહેવત છે મન હોય તો માળવે જવાય. અને ભાવનગરના રત્નકલાકાર યુવાને પોતાના જીવનમા આ કહેવતને સાર્થક કરી બતાવી છે. આ રાજપુત યુવાને પરિવારના પેટનો ખાડો પુરવા હિરા ઘસવાનુ કામ તો સ્વીકાર્યુ પરંતુ હિરા ઉદ્યોગમા ભયંકર મંદી આવતા રોજીરોટી છીનવાઇ ગઇ એટલે તેણે ચિત્રકલામા હાથ અજમાવ્યો. આજે આ યુવકની કલા દેશના સીમાડાઓ વટાવી વિદેશમા પણ સુવાસ પ્રસરાવી રહી છે. છ ગોલ્ડ મેડલ અને 17 અલગ અલગ ટ્રોફીઓ આ યુવાન મેળવી ચુકયો છે. અતુટ મહેનત અને કલાનો સંગમ કરી તેણે પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ કર્યુ છે. 
ભાવનગરમા બી-ડિવીઝન પાછળ આવેલા મફતપરામા રહેતા રાજપુત યુવાન રઘુવીરસિંહ ગોહિલે પરિવારની ગરીબીના કારણે નાનપણમા શિક્ષણથી વંચિત રહેવુ પડયુ હતુ. યુવાનીના ઉંબરે પગ મુકે મુકે ત્યાં પરિવારને આર્થિકરૂપે મદદરૂપ થવા હિરા ઘસવાનુ કામ સ્વીકારી લીધુ. દરરોજ હિરા ઘસી રૂપિયા 150 થી 200ની કમાણી કરી તેઓ પરિવારને મદદ કરતા હતા. પરંતુ 2008-09મા કુદરતે તેની કસોટી કરી નાખી. હિરા ઉદ્યોગમા ભયંકર મંદી આવી જેના કારણે અનેક કારખાના બંધ થઇ ગયા. રઘુવીરસિંહ ગોહિલની રોજીરોટી પણ છીનવાઇ ગઇ. મંદીના મારના કારણે બેકાર થયેલા યુવાનો અન્ય ધંધા રોજગાર તરફ વળી ગયા હતા. પરંતુ રઘુવીરસિંહ ગોહિલ પાસે ન તો કોઇ મુડી હતી કે ન તો કોઇ અન્ય ધંધાનો વિકલ્પ. 
નવરાશની આ પળો દરમીયાન તેણે ચિત્રકલા પર હાથ અજમાવ્યો. શરૂઆતમા કોરા કાગળ પર પેન્સીલથી અવનવા આકારો માંડયા. કુદરતે તેનામા ચિત્રકલાના ગુણ ભર્યા હતા જેથી તેણે કયારેય પાછુ વળીને જોવુ પડયુ નહી. આજે રઘુવીરસિંહના ચિત્રો દેશના સીમાડાઓ વટાવી છેક કેનેડા, ઓસ્ટ્રેલીયા, લંડન સુધી પહોંચી ચુકયા છે. ગુરૂ નિપુલભાઇના માર્ગદર્શન નીચે અનેક ચિત્ર પ્રદર્શનો યોજાયા. હનુમાનજી અને ભગવાન કૃષ્ણના જીવન ચરિત્ર પર આધારિત ચિત્રોનો શો રખાયો. ચિત્રકલાના ક્ષેત્રે તેમણે ભાવનગરનુ ગૌરવ વધાર્યુ છે.

શિક્ષણ નહોતુ એટલે નોકરી ન મેળવી શકયો- રઘુવીરસિંહ

રઘુવીરસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે નાનપણમા ગરીબાઇના કારણે શિક્ષણ મેળવી શકયો ન હતો. મારી પાસે કોઇ ડિગ્રી નથી. એટલે નાછુટકે આ કામ સ્વીકાર્યુ હતુ. જો મારી પાસે ડિગ્રી હોત તો હું પણ સારી નોકરી મેળવી શકયો હોત. 
સરકાર કલાકારો માટે નોકરી ઉભી કરે- બહાદુરસિંહ

ચિત્રકાર રઘુવીરસિંહના પાડોશી બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે સરકારે કલાકારો માટે નોકરી ઉભી કરવી જોઇએ. જેથી કલા ક્ષેત્રે નામના મેળવનારા લોકોને પ્રોત્સાહિત કરી શકાય. શિક્ષણ ન હોય તો શું થયુ તેમની પાસે આવડત તો છે ને. 
દેશ વિદેશમાં ચિત્ર પ્રદર્શનો

માત્ર ધોરણ-7 સુધી ભણેલા રઘુવીરસિંહે ચિત્રકલામા અત્યાર સુધીમાં છ ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને 17 ટ્રોફીઓ તથા 40 પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. કેનેડા, ઓસ્ટ્રેલીયા અને લંડન સુધી તેમના ચિત્રો પહોંચ્યા છે. આ ઉપરાંત ગોવા, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં તેમના ચિત્ર પ્રદર્શનો યોજાઇ ચુકયા છે.

Saturday, April 9, 2016

ધારી: 15 ફૂટની વંડી ઠેકી દીપડાએ વાછરડીને ફાડી ખાધી


ધારી: ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દિપડાઓની રંજાડ જોવા મળી રહી છે જેના કારણે લોકોમા ભય ફેલાયો છે. અવારનવાર દિપડાઓ છેક ગામ સુધી ઘુસી આવે છે અને પશુઓનુ મારણ કરે છે ત્યારે આવી જ એક ઘટના ધારીના મીઠાપુર ગામે બની હતી. અહી એક દિપડો ઘરની વંડી ઠેકીને અંદર ઘુસી આવી ફરજામા બાંધેલી વાછરડીને ફાડી ખાતા ફફડાટ ફેલાયો હતો. 
 
મીઠાપુરમાં ઘરમાં ઘૂસી શિકાર કર્યો
 
દિપડાએ વાછરડીનુ મારણ કર્યાની આ ઘટના ધારી તાલુકાના મીઠાપુર ગામે બની હતી. અહી રહેતા શંભુભાઇ કેશુભાઇ હિરપરાના રહેણાંકમા ગતરાત્રીના એક દિપડો પંદર ફુટની વંડી ઠેકીને અંદર ઘુસી આવ્યો હતો અને ફરજામા બાંધેલી વાછરડીનું મારણ કર્યુ હતુ. વાછરડી ભાંભરડા નાખતા શંભુભાઇ જાગી ગયા હતા અને હાકલા પડકારા કરતા દિપડો નાસી ગયો હતો. 
 
Bhaskar News, Dhari

Apr 09, 2016, 12:45 PM IST
 
દિપડો છેક રહેણાંકમા ઘુસી જતા ગામ લોકોમાં ભય ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બીજી વખત દિપડો શંભુભાઇના રહેણાંકમા ત્રાટકયો હતો. મીઠાપુર ગામ આસપાસ અવારનવાર દિપડાની રંજાડ હોવાથી આ અંગે સરપંચ જયેશભાઇ પેથાણીએ વનવિભાગને જાણ કરી દિપડાને પાંજરે પુરવા માંગણી કરી હતી. બનાવને પગલે લોકોમાં ભય ફેલાયો છે.

મેંદરડાના સુરજગઢમાં દીપડાનો યુવાન પર હુમલો

DivyaBhaskar News Network

Apr 09, 2016, 04:08 AM IST
મેંદરડાતાલુકાનાં સુરજગઢ ગામે દીપડાએ એક યુવાન પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેને પ્રથમ મેંદરડા હોસ્પિટલે ખસેડાયેલ જયાં પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કરાયો હતો.

મેંદરડા તાલુકામાં સુરજગઢ ગામે રહેતા બદરૂભાઇ દાદભાઇ (ઉ.વ.35) સીમ વિસ્તારમાં કામ કરી રહયો હતો ત્યારે અચાનક દીપડાએ આવી ચઢી તેની પર હુમલો કરી દીધો હતો. દીપડાનાં અચાનક હુમલાથી યુવાન હેબતાઇ ગયેલ અને બુમાબુમ કરી મુકતા આસપાસમાંથી લોકોએ દોડી આવી હો હા દેકારો કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને મેંદરડા હોસ્પિટલે ખસેડાયેલ જયાં તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કર્યો હતો. જંગલ બોર્ડર અને ગીરકાંઠાનાં ગામોમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ આંટાફેરા સામાન્ય બન્યાં છે.

વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયો

મધુવંતી - સાબલી નદીનાં જોડાણથી ત્રણ તાલુકાને થશે સિંચાઇમાં ફાયદો

DivyaBhaskar News Network

Apr 08, 2016, 13:39 PM IST
ખેડુત હિતરક્ષક સમિતીએ પાઠવ્યું આવેદન પત્ર

જૂનાગઢજિલ્લાના મેંદરડા તાલુકામાંથી પસાર થતી મધુવંતી નદીને જો સાબલી નદી સાથે જોડી દેવામાં આવે તો વંથલી, કેશોદ, મેંદરડા તાલુકાના ગામડાઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો હેકટરમાં સિંચાઇમાં ફાયદો થશે.

એક તરફ સુપ્રિમ કોર્ટે પણ સરકારને નદીઓ જોડવાનું સુચન કરેલ છે. ત્યારે નદીઓ જોડવાની અને ઉંડી કરવાની પહેલ સૌરાષ્ટ્રમાંથી થાય એવી માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર અતુલ શેખડાએ આવેદનપત્ર પાઠવ્યુ઼ હતું. જેમાં જણાવાયું હતું કે મેંદરડા તાલુકાની મધુવંતી નદીને સાબલી નદી સાથે જોડાણ કરી દેવામાં આવે તો વંથલી, મેંદરડા અને કેશોદ ત્રણેય તાલુકાના ગામડાઓને સિંચાઇમાં ફાયદો થશે તેમજ ચોમાસામાં પુરથી થતું નુકસાન પણ અટકાવી શકાય છે. ઉપરાંત માણાવદર તાલુકામાંથી પસાર થતી ધુધવી નદીને અગાઉના વર્ષોમાં ઉંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. પરંતુ કોઇપણ કારણોસર કામગીરી બંધ પડી ગઇ છે. તો કામગીરી પણ તાત્કાલીક શરૂ કરવામાં આવે જેથી ખેડુતોને કાંપ, માટી મળી રહેશે. સાથે નદીઓ પહોળી અને ઉંડી થવાથી પુરથી થતા નુકશાનમાંથી પણ બચી શકાય તેમ છે. તો માણાવદર તાલુકા માટે પણ નદી આર્શીવાદ સમાન બની રહેશે.

જૂનાગઢઃ ભેંસાણના વિશળ હડમતિયામાં ગેરકાયદે લાયન શો, 20 હજારનો દંડ

જૂનાગઢઃ ભેંસાણના વિશળ હડમતિયામાં ગેરકાયદે લાયન શો, 20 હજારનો દંડ
  • Bhaskar News, Bhesan
  • Apr 08, 2016, 03:52 AM IST
ભેંસાણઃ ભેંસાણના વિશળ હડમતિયા ગામે સિંહે બળદનું મારણ કરતાં લાયન શો માટે લોકોને એકત્રિત કરવાની પ્રવૃત્તિ કરનાર બે શખ્સોને વનવિભાગે ઝડપી લઇ 10-10 હજારનો દંડ વસૂલ્યો હતો.
 
- મારણ કરતાં સિંહને જોવા લોકોને એકઠાં કર્યા

ભેંસાણ તાલુકાના વિશળ હડમતિયા ગામે એક સિંહ આવી ચઢ્યા બાદ બળદનું મારણ કર્યું હતું. આ સિંહ બળદના મારણની મિજબાની માણી રહી હોય ગામના જ જાફર તારમામદ સમા અને યુસુફ દાદા સમા નામના બે શખ્સોને જોવા મળતાં આ બંનેએ મારણ આરોગી રહેલા સિંહને જોવા માટે સગાં - સંબંધીઓ અને લોકોને એકત્રિત કરીને લાયન શો કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી. આ બાબતે આરએફઓ ટીલાળાને જાણ થતાં તેઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા અને બંને શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા, તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ બંનેને 10-10 હજારનો દંડ ફટકારી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જંગલ બોર્ડરને અડીને આવેલા ગામોમાં અને સીમ વિસ્તારમાં સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓની અવર-જવર વધી છે. માલઢોરના મારણના બનાવો પણ વધ્યા છે. એટલું જ નહીં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલા કરી ઘાયલ કરતા હોવાની ઘટનાઓ પણ બની રહી છે.

કોડીનાર: શુગાળાની સીમમાંથી ચાર સિંહ અને એક સિંહણ પાંજરે

કોડીનાર: શુગાળાની સીમમાંથી ચાર સિંહ અને એક સિંહણ પાંજરે
  • Bhaskar News, Junagadh
  • Apr 07, 2016, 02:14 AM IST
કોડીનાર:કોડીનારનાં ગીરદેવળી ગામના યુવાન પર મંગળવારે વાડીમાં પાણી વાળતી વેળાએ અચાનક પાછળથી સિંહે હુમલો કરી દીધો હતો અને વાંસાના ભાગે ઇજા પહોંચાડી હતી. જેને લઇ વન વિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. જેમાં એક સાથે પાંચ સિંહ પાંજરે પુરાઇ ગયા હતાં અને તમામને સાસણ ખાતે મોકલી દેવામાં આવ્યાં હતાં. શુંગાળાની સીમમાં પોતાની વાડીએ કામ કરતાં વિજયભાઇ જાદવ પર સિંહે હુમલો કરી વાંસાના ભાગે ઇજા પહોંચાડી હતી.  

-યુવાન પર હુમલો કર્યા બાદ પાંજરા ગોઠવાયા’તા
-પકડાયેલા સિંહોને જોવા લોકોનાં ટોળા ઉમટ્યાં
-તમામને સાસણ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા
 
સિંહનાં હુમલા બાદ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં બે પાંજરા મુકી કોર્ડન કરવામાં આવ્યું હતું. ત્યારે વન વિભાગે ગીર દેવળી વાળા નિલેશભાઇ કાચેલાની શુંગાળાની સીમમાંથી બુધવાર રાત્રીનાં 8 કલાકે પાંચ સિંહ પાંજરે પુરાયા હતાં. આ માટે વન વિભાગનાં અધિકારી નિનામાં, ગોપાલભાઇ રાઠોડ, આરએફઓ ડોડીયા સહિતનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. જયારે એક સાથે પાંચ સિંહ પકડાયાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોનાં ટોળા એકત્રીત થઇ ગયા હતાં. જયારે જાણવા મળતી વિગત મુજબ પાંચ સિંહોમાં એક માદા અને ચાર સિંહ હોવાનું વન વિભાગે જણાવ્યું છે અને આ તમામ પકડાયેલા સિંહોને સાસણ મોકલી દેવામાં આવ્યાં છે. જોકે આ તકે ગીરદેવળી તાલુકા પંચાયતનાં સદસ્ય મહિપતસિંહ ડોડીયા સહિતનાં આગેવાનો પણ આવી પહોંચ્યા હતાં. જો કે, ગ્રામજનોએ સિંહો પકડાઈ જતા રાહતનો શ્વાસ લીધો હતો.

સાસણમાં સિંહ દર્શન કરતી વડોદરાની મહિલાનું જીપ્સીમાં માથું અથડાતાં મોત


સાસણમાં સિંહ દર્શન કરતી વડોદરાની મહિલાનું જીપ્સીમાં માથું અથડાતાં મોત

  • Bhaskar News, Talala
  • Apr 06, 2016, 00:03 AM IST
તાલાલાઃ સાસણનાં ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન કરવા ગયેલ વડોદરાની મહિલા જે જીપ્સીમાં સિંહ દર્શન કરી રહી હતી તે જીપ્સીમાં મહિલાને ચક્કર આવતા માથુ જીપ્સીનાં પાઇપ સાથે અથડાતા ઇજાગ્રસ્ત મહિલાને  સારવારમાં ખસેડવામાં આવેલ જયાં તેમનું મોત થતા ગૃપનાં સદસ્યો ગમગીન બની ગયા હતાં.
 
- વડોદરાથી 22 લોકોનું ગૃપ સાસણ આવ્યું હતું, મહિલાને ચક્કર આવતા માથુ જીપ્સીનાં પાઇપ સાથે અથડાયું હતુ
 
વડોદરાથી અનિતાબેન અજીતભાઇ પટેલ (ઉ.વ.54) નામની મહિલા તેમનાં પરિચીત લોકો સાથે લકઝરી બસમાં રાજકોટ તેમનાં મિત્રને ત્યાં આવેલ જયાં મીત્રનાં જન્મદિવસની ઉજવણી કરી રાજકોટથી સાસણ સિંહ દર્શન માટે આવેલ. બપોરે ત્રણ વાગ્યાનાં રૂટમાં ગૃપનાં 22 લોકોએ ચાર જીપ્સી ભાડે કરી વન વિભાગની સિંહ દર્શનની પરમીટ લઇ ગીર અભ્યારણ્યનાં બે નંબરનાં રૂટમાં સિંહ દર્શન કરવા ગયેલ. જંગલનાં કળાયા જંગલ વિસ્તારમાં જીપ્સીમાં ઉભી સિંહ દર્શન કરી રહેલ મહિલાને અચાનક ચક્કર આવતા તેમનું માથુ જીપ્સીનાં પાઇપ સાથે અથડાતા ઢળી પડેલ અને તેમની ચુંદડી જીપ્સીનાં ગીયરમાં ફસાઇ ગયેલ ઇજાગ્રસ્ત મહિલાને સાસણ સારવારમાં લઇ જવામાં આવેલ.

મહિલાને વધુ સારવાર માટે તાલાલા હોસ્પિટલે લાવવામાં આવેલ. ફરજ ઉપરનાં તબીબ ડો.માંકડીયાએ સારવાર શરૂ કરેલ પરંતુ બી.પી, ડાયાબીટીસ જેવા રોગોથી પીડાતી મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં ગૃપનાં સભ્યોમાં આક્રંદ વ્યાપી ગયો હતો. સાસણનાં સરપંચ લખમણભાઇ ધોકડીયા, ટુરીસ્ટો સાથે મહિલાને સારવાર માટે લઇ આવેલ મહિલાનાં શબનું પીએમ કરી બરોડા લઇ જવામાં આવેલ.

કોડીનાર: સાત સિંહોએ ધામા નાખ્યા, ખેડૂત પર એક સિંહે કર્યો જીવલેણ હુમલો

Jayesh Gondhiya, Una
Apr 05, 2016, 14:10 PM IST

સિંહે હુમલો કર્યો તે ખેડૂત વીજીભાઈ ભગવાનભાઈ જાદવ
સિંહે હુમલો કર્યો તે ખેડૂત વીજીભાઈ ભગવાનભાઈ જાદવ
કોડીનાર: કોડીનાર તાલુકાનાં ગીર દેવલી ગામે 7 સિંહોનાં ધામાથી ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે ત્યારે ત્યારે ગત રાત્રે પોતાના ખેતરમાં પાણી વાળી રહેલા વીજીભાઈ ભગવાનભાઈ જાદવ નામના ખેડૂત પર સિંહનાં ટોળામાંથી એક સિંહે પીઠ પાછળથી હુમલો કર્યો હતો. ખેડૂતે હુમલો કરતા હો-હા મચાવી દીધી હતી જેથી તેના અવાજથી આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતા. લોકો આવી જતા સિંહ ખેડૂતને છોડી ફરાર થઇ ગયો હતો અને ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
 
ખેડૂતનો સરકાર પર આક્ષેપ
 
ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે દિવસે વીજ પ્રવાહ ન હોવાથી પાણી વાળવા રાત્રે જ જવું પડે છે જેથી જંગલી જાનવર ઘણીવાર આ રીતે હુમાલો કરે છે. સરકાર માત્ર વાતો કરે છે પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે. વીજ વીજ પ્રવાહ કપાઈ જતા અમને બહુ તકલીફ પડે છે. વીજ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં વીજ વિભાગ રાત્રી દરમિયાન જ મળે છે. જેના પાપે ખેડૂતો અને જાનવરો વચ્ચે અવાર નવાર ઘર્ષણ થાય છે. - ખેડૂત (ભગવાનભાઈ, પીડિતનાં પિતા)
 
આગળ ક્લિક કરો અને ઘટનાની તસવીરો સાથે વાંચો  ખેડૂતને કોડીનાર રાનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
 
તમામ તસવીરો: જયેશ ગોંધિયા, ઉના 
કોડીનારનાં ગીર દેવલી ગામે રેવન્યુ વિસ્તારમાં 7 સિંહે ધામા નાખ્યા છે. જે પૈકી એક સિંહે ખેડૂત પર હુમલો કરતા વનવિભાગ દ્વારા તત્કાલ ખેડૂતને કોડીનાર રાનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ ફોરેસ્ટરનાં કહેવા પ્રમાણે ખેડૂત પર હુમલો કરેલા સિંહને શોધવાની અને રેસ્ક્યુ કરી જંગલમાં લઇ જવા કવાયત શરૂ કરાઈ છે.

Friday, April 8, 2016

અમરેલીઃ વડલીના આધેડનું ઝેરી મધમાખી કરડતાં મોત થયું

અમરેલીઃ વડલીના આધેડનું ઝેરી મધમાખી કરડતાં મોત થયું
  • Bhaskar News, Amreli
  • Apr 08, 2016, 01:34 AM IST
અમરેલીઃ અમરેલી જિલ્લામા વારંવાર ઝેરી મધમાખીઓ કરડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજુલા તાબાના વડલીના આધેડ સીમમા ગાયો ચરાવવા ગયા હતા. ત્યારે ઝેરી મધમાખી કરડતા તેમનુ મોત નિપજ્યુ હતુ. આ બાબતે પોલીસ મથકમા જાણ કરવામા આવી હતી.  
 
- જિલ્લામા ગીરકાંઠાના અનેક ગામોમાં ઝેરી મધમાખીઓનો ઉપદ્વવ

મધમાખી કરડવાથી મોતની આ ઘટના રાજુલા તાલુકાના વડલી ગામની સીમમા બની હતી. વડલી ગામે રહેતા ભગાભાઇ લખમણભાઇ (ઉ.વ.70) સાંજના સમયે વડલી ગામની સીમમા ગાયો ચરાવવા ગયા હતા. તે દરમિયાન અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. તેઓના મો પર ગંભીર રીતે ડંખ માર્યા હતા. જેથી તેઓની ગંભીર ઇજા પહોચી હતી. તેઓને ગંભીર ઇજા થતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. તેઓને હોસ્પીટલ ખસેડયા હોય તેઓને ફરજ પરના ડોક્ટરે તેઓનુ મૃત જાહેર કર્યા હતા.

અમરેલીથી કનકાઇ જવા એસટી સુવિધા આપવા માંગ

  • DivyaBhaskar News Network
  • Apr 08, 2016, 12:36 PM IST
અમરેલીકુંકાવાવ અને વડીયાના ધારાસભ્ય પરેશ ધાનાણીને અમરેલીના સીનીયર સીટીઝન અને શહેરીજનોએ અમરેલીથી કનકાઇ જવા-આવવા માટે બસ સેવા શરૂ કરવવા માંગ કરી હતી. કનકાઇ જવા આવવા માટે એક પણ બસની સુવીધા નથી. જે બાબતને ધ્યાને લઇ ધારાસભ્યે અમરેલી એસટી ડિવીઝન નિયામકને લેખીત રજુઆત કરી હતી.

અમરેલીના શહેરીજનાનો ચૈત્રી નવરાત્રી દરમિયાન કનકાઇમા દર્શને જવા માટેનો ઘસારો વધુ હોય છે. અને ત્યા જવા માટે એક પણ બસની સુવીધા અમરેલી એસટી ડિવીઝન તરફથી કરવામા આવી નથી. જેના કારણે લોકોને ત્યા જવા માટે જાહેર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

અમરેલી પંથકની કેસરનો પાક બજારમાં આવતા હજુ એક પખવાડિયું લાગશે


અમરેલી પંથકની કેસરનો પાક બજારમાં આવતા હજુ એક પખવાડિયું લાગશે

Bhaskar News, Amreli

Apr 05, 2016, 23:47 PM IST
અમરેલીઃ ગીર કાંઠાનો અમરેલી જીલ્લો એટલે કેસર કેરીનું ઘર. અમરેલી જીલ્લામાં કેરીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને તેમાં સૌથી વધુ પ્રમાણ કેસર કેરીનું છે. ભાગ્યે જ કોઇ સ્થળે અન્ય પ્રકારની ખેતીના આંબાઓ ઉભા છે. ઓણ સાલ પાક પણ ઠીક ઠીક છે. પરંતુ અમરેલી પંથકની કેસર કેરીને હજુ બજારમાં આવતા એકાદ પખવાડીયાથી વધુનો સમય લાગી જાય તેવું મનાય રહ્યુ છે.
 
- સાવરકુંડલા, ધારી, જાફરાબાદ, ખાંભા, અમરેલી પંથકમાં કેસરના પાકની સ્થિતી ઠીક ઠીક

અમરેલી જીલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં કેસર કેરીની વ્યાપક પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને ધારી અને સાવરકુંડલા તાલુકો કેસરનો ગઢ ગણાય છે. ખાંભા તાલુકામાં પણ ઠીક ઠીક પ્રમાણમાં કેસરની ખેતી થાય છે. અમરેલી તાલુકામાં પણ આવી ખેતી છુટીછવાયી થઇ રહી છે. ઓણ સાલ આંબા પર મોર ગયા વર્ષ જેવો જ આવ્યો હતો અને પાક પણ ગયા વર્ષની સરખામણીમાં ઠીક ઠીક છે. ગયા વર્ષે વાતાવરણનો માર કેરીના પાક પર પડયો હતો. પરંતુ આ વર્ષે તેવુ થયુ નથી. એકાદ વખત માવઠા જેવો માહોલ જરૂર સર્જાયો હતો. પરંતુ તેણે કેરીના પાકને ક્યાય નુકશાન કર્યુ ન હતું.
 
અમરેલી જીલ્લામાં કેસર કેરીનો પાક હજુ આંબા પર છે. હજુ પ્રથમ રાઉન્ડ પણ બજારમાં આવ્યો નથી. બલ્કે એકાદ પખવાડીયા બાદ આ વિસ્તારની કેરી બજારમાં આવે તેવી શક્યતા છે. જો કે આ પ્રારંભીક ઉતારા મોટેભાગે કાર્બનથી પરાણે પકાવેલા હોય છે અને આ રીતે તૈયાર થયેલી કેરી એક તો ઉંચા ભાવે વેચાતી હોય છે અને શરીરને નુકશાન પણ કરે છે. અમરેલીના જાણીતા પર્યાવરણવિદ અને કેરીના વેપારી જીતુભાઇ તળાવીયા જણાવે છે કે ઓણ સાલ અમરેલી પંથકની કેસર કેરીની સિઝન બે થી અઢી મહિના જેટલી લાંબી ચાલે તેવી શક્યતા જોવાઇ રહી છે.

અમરેલીઃ લીલીયામાં કોલર આઇડીવાળી આક્રમક સિંહણના ભાડ ગામની સીમમાં ધામા


અમરેલીઃ લીલીયામાં કોલર આઇડીવાળી આક્રમક સિંહણના ભાડ ગામની સીમમાં ધામા

Bhaskar News, Amreli

Apr 03, 2016, 00:19 AM IST
અમરેલીઃ લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં રહેતી કોલરઆઇડીવાળી એક સિંહણ ભારે આક્રમક છે. અગાઉ આ સિંહણ ખેડૂતો પર હુમલો પણ કરી ચુકી છે. હાલમાં આ સિંહણે ખાંભા તાલુકાના ભાડ ગામના રેવન્યુ વિસ્તારમાં ધામા નાખ્યા હોય ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલો છે. વન વિભાગ તેની મુવમેન્ટ પર નઝર રાખે તેવું ખેડૂતો ઇચ્છે છે.  
 
- અગાઉ આ સિંહણે કોટડાના ખેડૂત પર હુમલો કર્યો હતોઃ ખેડૂતોમાં ફફડાટ પણ વનકર્મીઓ ડોકાતા નથી
 
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં છે. લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં સાવજોનું એક વિશાળ ગૃપ વસે છે. જેમાં કોલરઆઇડીવાળા સાવજો પણ છે. એક કોલરઆઇડીવાળી સિંહણ ભારે આક્રમક છે. હાલમાં તે ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં નઝરે પડી રહી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ખેડૂતો સીમમાં અવર જવર કરતા પણ ડરે છે. સીમમાં ખેડૂતો ઉપરાંત વાહન ચાલકોની પણ સતત અવર જવર રહે છે. જો કે અહિં કોઇ નઝરે પડતુ ન હોય તો તે વનકર્મીઓ છે.
 
સાવજની હિલચાલ ઉપર નજર રાખવા વનવિભાગની સતર્કતા

આ કોલર આઇડીવાળી સિંહણ ભારે ખુંખાર છે અને થોડા સમય પહેલા કોટડા ગામના એક ખેડૂત પર હુમલો પણ કર્યો હતો. હવે તે ભાડ ગામની સીમમાં પહોંચી છે. તેની સાથે એક પાઠડો સિંહ પણ ડુંગર વિસ્તારમાં જોવા મળે છે. વનકર્મીઓને ફેરણુ કરી દરેક સાવજની ક્યા વિસ્તારમાં અવર જવર છે અને હાલમાં તેનું લોકેશન ક્યા છે તે જાણવાની ફરજ સોંપાય છે પરંતુ અહિં વન વિભાગના કર્મચારીઓ ડોકાતા જ નથી. જેના કારણે સાવજો અને માણસ વચ્ચેના ઘર્ષણથી ઘટનાઓ સતત બની રહી છે. ભાડની સીમમાં આ આક્રમક સિંહણ કોઇ વ્યક્તિ પર હુમલો કરી બેસે તે પહેલા વનતંત્ર તેના પર ચાંપતી નઝર રાખે તે જરૂરી છે.

કોડીનારનાં ડોળાસામાં 13 કરોડનાં ખર્ચે મેંગો પ્રોજેક્ટનું નિર્માણ થયું

Bhaskar News, Dosal

Apr 03, 2016, 00:13 AM IST

ડોળાસાઃ કોડીનાર તાલુકાનાં ડોળાસા માર્કેટીંગ યાર્ડમાં ભારત સરકારનાં સહયોગ દ્વારા 13 કરોડનાં ખર્ચે મેંગો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂત ઉત્પાદકો પોતાની કેરીનો રસ કઢાવી તેની બ્રાન્ડથી વેંચવા માંગતા હોય તેને માર્કેટીંગ યાર્ડ દ્વારા મદદ કરવામાં આવશે. કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે સબમાર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે મેંગો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
 
- ઉત્પાદકો પોતાની બ્રાંડથી કેરીનો રસ મુક્ત બજારમાં વેંચાણ કરી શકશે
 
સીઝન પુરી થઇ ગઇ હોવાથી કેરીનું પીલાણ કરવામાં આવ્યું ન હતું. પણ આ વર્ષ સીઝન શરૂ હોય ત્યારે કેરીનાં આગમન સાથે મેંગો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે. ભારત સરકારનાં સહયોગ દ્વારા 13 કરોડથી વધુ ખર્ચે તૈયાર થયેલ મેંગો પ્રોજેક્ટરમાં કોડીનાર, તાલાલા, ઉના, સુત્રાપાડા સહિતનાં તાલુકામાંથી ખેડૂતોને કેરી લાવવી અનુકુળ રહેશે.

કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ આપવામાં આવશે. તેમવ કોડીનાર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન સુભાષભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, કેરીનાં ઉત્પાદકો પોતાની કેરીનો રસ કઢાવી તેનાં નામની બ્રાન્ડથી વેંચવા માગતા હોય તેવા ખેડૂતોને સહકાર આપવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇચ્છતા ખેડૂતોએ તા.15 એપ્રિલથી 30 એપ્રીલ સુધી કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં નોંધણી કરાવવા જણાવ્યું હતું.

અમરેલીઃ નામશેષનાં આરે રહેલાં ગીધ એક સાથે 20નાં ઝૂંડમાં દેખાતાં આશ્ચર્ય

અમરેલીઃ નામશેષનાં આરે રહેલાં ગીધ એક સાથે 20નાં ઝૂંડમાં દેખાતાં આશ્ચર્ય
  • Bhaskar News, Amreli
  • Apr 01, 2016, 18:31 PM IST
રાજુલાઃ રાજુલા તાલુકાના નીંગાળા ગામની સીમમાં ગઇરાત્રે સાવજો દ્વારા એક ગાયનું મારણ કરવામાં આવ્યુ હતું. જો કે સવારે સાવજો ગાયના અવશેષો મુકીને ચાલ્યા ગયા હતાં અને આજે એક સાથે વીસથી વધુ ગીધ આ વધેલુ મારણ ખાવા માટે અહિં ઉતરી આવ્યા હતાં. ગીધની વસતી નામશેષ થઇ રહી છે. ત્યારે અચાનક જ ગીધનું મોટુ ઝુંડ અહિં નઝરે પડતા પ્રકૃતિ પ્રેમીઓ રાજી થયા હતાં.

ગીધ ધીમે ધીમે નામશેષ થઇ રહ્યા છે. અમરેલી જીલ્લામાં રાજુલા અને જાફરાબાદ પંથકને બાદ કરતા હવે ભાગ્યે જ ક્યાય ગીધ જોવા મળે છે. દરીયાકાંઠાના વિસ્તારમાં ઘણી વખત તે છુટાછવાયા નઝરે પડી જાય છે. રાજુલાના નીંગાળા ગામની સીમમાં ગીધનું એક ઝુંડ આજે સાવજના વધેલા મારણની જયાફત ઉડાવવા આવી પહોંચ્યુ હતું. નીંગાળા ગામની સીમમાં ગઇરાત્રે ચાર સાવજો મારણની ખોજમાં નિકળ્યા હતાં અને એક ગાય નઝરે પડી જતા સાવજોએ આ ગાયનું મારણ કર્યુ હતું.

સાવજોએ ભરપેટ ભોજન લીધા બાદ પણ ગાયના અવશેષો અહીં વધ્યા હતાં. આજે સવારે આ વધેલી અવશેષો ખાવા માટે 20 થી 22 જેટલા ગીધ આકાશમાંથી અહિં ઉતરી આવ્યા હતાં. સાવજોએ નિંગાળાના રાજાભાઇ રામભાઇ શીયાળની ગાયનું મારણ કર્યુ હતું. સીમમાં ગીધનું વિશાળ ઝુંડ નઝરે પડતા પ્રકૃતિ પ્રેમીઓ ભગવાનભાઇ વાજા, ભાવેશભાઇ ધાપા, કિશોરભાઇ, વિપુલભાઇ સાંખટ વિગેરે અહિં દોડી ગયા હતાં. વન વિભાગને જાણ કરાતા ગોંડલીયાભાઇ, મંગાભાઇ ધાપા વિગેરે અહિં દોડી આવ્યા હતાં અને ગીધને કોઇ કનડગત ન થાય તેવી વ્યવસ્થા કરી હતી.