Sunday, July 31, 2016

સોરઠનાં 5 લાખ છાત્રો સિંહને બચાવવા માટેનાં શપથ લેશે

DivyaBhaskar News Network
Jul 31, 2016, 08:50 AM IST
સિંહોનાંસંવર્ધન માટેની ઝૂંબેશ વનવિભાગ ચલાવી રહ્યું છે. ત્યારે ભાવિ નાગરિકો એવા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ સિંહ બચાવવા માટે ભવિષ્યમાં ભાગ ભજવે માટે તેઓ પાસે માટેનાં શપથ લેવડાવવામાં આવનાર છે. માટે તા. 7 ઓગષ્ટનાં રોજ જૂનાગઢ, અમરેલી, સાસણ અને ગિરગઢડાની શાળાઓનાં કુલ 5 લાખ છાત્રો માટેનાં શપથ લેશે.

વનવિભાગનાં નેજા તળે છાત્રો તા. 7 ઓગષ્ટ 2016નાં રોજ સિંહ બચાવવા માટેનાં શપથ લેનાર છે. જૂનાગઢ, અમરેલી, સાસણ અને ગિરગઢડા ખાતેની વિવિધ શાળાઓમાં માટેનો કાર્યક્રમ યોજાશે. અને એકજ સમયે એક સાથે છાત્રો સિંહ બચાવવા માટેનાં શપથ લઇ રેકોર્ડ સ્થાપશે. એક સાથે 5 લાખ બાળકો એકજ બાબતનાં એકજ સમયે શપથ લે એવી પ્રથમ ઘટના હશે. આથી વર્લ્ડ રેકોર્ડઝ ઇન્ડિયા અને લીમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં તેની નોંધ લેવાય માટેની તજવીજ પણ વનવિભાગે હાથ ધરી છે. સોરઠનાં છાત્રો કે જેઓ સિંહનાં પ્રદેશમાં રહે છે. તેઓ પુખ્ત વયનાં બને ત્યારે સિંહને બચાવવા માટે કંઇક પણ કરી શકે હેતુથી વનવિભાગે કાર્યક્રમ યોજ્યો છે. જોકે, અંગે મોડે સુધી વનવિભાગનાં સુત્રો સાથે સંપર્ક સાધી શકાયો નહોતો. અભિયાનને સફળ બનાવવા વનતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે.

ભાસ્કર વિશેષ

ભાસ્કર વિશેષ
DivyaBhaskar News Network
Jul 30, 2016, 04:10 AM IST
આજેચારેબાજુ સિમેન્ટ- કોંક્રીટના જંગલો બનતા જાય છે જેનાં કારણે દિવસે-દિવસે વૃક્ષેા કપાતા જાય છે જેનાથી વાતાવરણમાં ખુબ નુકસાન થાય છે. આજે વરસાદનું પ્રમાણ ધટી રહ્યું છે, જે આજની ગંભીર સમસ્યા બની ગઇ છે. ત્યારે સમાજના લોકોમાં જાગૃતિ આવવી ખુબ જરૂરી બની રહી છે. લોકો પાસે મનોરંજન માટે પુરતો સમય હોય છે પરંતુ એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાનો સમય હોતો નથી ત્યારે સમાજના આવા લોકો માટે જૂનાગઢની આઝાદ ચોકની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા 60 વર્ષના વજુભાઇ પટોડીયાએ પોતાનો વૃક્ષ પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

મુળ પ્લાસવા ગામના રહેવાસી અને સબ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા વજુભાઇ પટાેડીયાએ સોમનાથ સેવા ટ્રસ્ટ,પ્લાસવા સંચાલિત સોમનાથ આશ્રમમાં 5 વિધા જમીનમાં 4 વર્ષમાં 1000 વૃક્ષો ઉછેર્યા છે. વજુભાઇએ ચાલુ નોકરીનાં સમયમાં જ્યારે જ્યારે રજાનાે દિવસ મળે છે ત્યારે આખો દિવસ વૃક્ષેાની સાથે સમય પસાર કરે છે. વૃક્ષેાને પાણી પાવવુ, વૃક્ષોની ડાળીઓ કાપવવી, ખાડાં બનાવવા જેવું નાના કામ કરી વૃક્ષેાનું જતન કરે છે. વજુભાઇ આગામી એક મહિનામાં નિવૃત થવાના છે ત્યારે તેમની ઇચ્છા છે કે નિવૃતી પછી તેમને વૃક્ષેાની સાથે રહેવું છે. વજુભાઇની સાથે સોમનાથ આશ્રમનાં છગનભાઇ ડોબરીયા અને શિવગીરી બાપુ વૃક્ષેાના ઉછેરમાં મદદ કરે છે. આગામી દિવસોમાં સોમનાથ આશ્રમમાં ગામનાં બાળકો માટે બાળવાટીકા અને યોગ,ધ્યાન માટે હોલ બનાવવાનું આયોજન છે. આજે જ્યારે એક વૃક્ષ વાવીને તેને ઉછેરવામાં પણ તકલીફ પડે છે ત્યારે વજુભાઇએ 1000 વૃક્ષોને પોતાના સંતાનની જેમ ઉછેરી પોતાની ફરજ પૂરી કરી છે.

આજે હું 60 વર્ષનાે છું પણ વૃક્ષોને લગતું કામ કરીને મને એમ લાગે છે કે જાણે હું 25 વર્ષનો હોવ. બધાં વૃક્ષોને પાણી પીવડાવીને સંતોષ મળે છે. અને જ્યારે હું બધાં વૃક્ષો પાસે જાવ ત્યારે તે હસતાં હોય તેવું મને લાગે છે,ત્યારે મને આનંદનો અનુભવ થાય છે. તસ્વીર- મિલાપ અગ્રાવત

હું વૃક્ષાે પાસે જાવ ત્યારે તે હસતાં હોય તેવું લાગે છે

પેન્શનરો વૃક્ષ ઉછેરે તો હરીયાળી સર્જાય

^જૂનાગઢનાંજેટલાં પેન્સનરો છે તે વૃક્ષાે ઉછેરવાનું કામ ઉઠાવી લે તો મારૂં માનવું છે કે ચારેબાજુ હરિયાળી ક્રાંતિ ફેલાય જાય.તેમજ અહીં 60 લીમડા, 50 રાવણાં,100 નાળીયેરી,50 બિલી,30 જામફળી,2 00 સિતાફળી, 300 આસોપાલવ,10 સપ્તપદી,10 આંમળી,10 ગુંદા,4 વડલા,200 કાંકચીયા,10 સવન સહીત અનેક વૃક્ષો ઉછેર્યા છે. > વજુભાઇપટોડિયા

બસ, હવે નિવૃત થઇ વૃક્ષો સાથે જીવન ગાળવું છે

કિશાન મિત્ર કલબ જિલ્લામાં 10 હજાર વૃક્ષ વાવશે

કિશાન મિત્ર કલબ જિલ્લામાં 10 હજાર વૃક્ષ વાવશે
DivyaBhaskar News Network
Jul 29, 2016, 03:50 AM ISTદિવ્યભાસ્કરની એક વૃક્ષ એક જીવન અભિયાન અંર્તગત વૃક્ષોનું વાવેતર કરાવવામાં આવી રહ્યું છે . દિવ્ય ભાસ્કરનાં અભિયાનમાં શાળા,કોલેજો અને સામાજીક સંસ્થાઓ જોડાઇ રહી છે. જૂનાગઢ જિલ્લા એગ્રો ઇનપુટ એસોસીએશન સંચાલીત કિશાન મિત્ર કલબ દ્વારા જિલ્લામાં વૃક્ષારોપણનાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. કિશાન મિત્ર કલબ દ્વારા જિલ્લામાં 10 હજાર વૃક્ષનું વાવેતર કરવામાં આવશે.કલબ દ્વારા 1700 જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સંસ્થાએ 9 લાખ લીંમડાનાં બીજનું વિતરણ કર્યુ છે.

દિવ્ય ભાસ્કર દ્વારા એક વૃક્ષ એક જીવન ઝૂબેશ શરૂ કરવામાં આવી છે.જેમાં શાળા,કોલેજો, સામાજીક સંસ્થાઓ જોડાઇ રહી છે. અને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે જૂનાગઢમાં જિલ્લામાં હરીયાળી ક્રાંતી માટે કામ કરતી જૂનાગઢ જિલ્લા અેગ્રો ઇનપુટ એસોસીએશન સંચાલીત કિશાન મિત્ર કલબ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવી રહ્યું છે. દિવ્ય ભાસ્કરનાં અભિયાનમાં મદદ રૂપ બની રહી છે. કિશાન મિત્ર કલબનાં અરવિંદભાઇ ટીંબળિયા, પ્રકાશભાઇ ચૌથાણી, સુભાષભાઇ ચૌથાણ સહિતનાં સભ્યો દ્વારા જિલ્લામાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કલબ દ્વારા ચાલુ વર્ષે 10 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમજ સંસ્થાએ 9 લાખ લીંમડાનાં બીજનું વિતરણ કર્યુ છે અને 1700 જેટલા વૃક્ષનું વિતરણ કરી દીધુ છે.અવિરત પણે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.

વેરાવળ એલઆઇસી બ્રાંચમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢની હેતલસ હેપી હોમ પ્રિસ્કુલમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. તકે શાળા સંચાલક માધવીબેન, ટ્રસ્ટ ચેનભાઇ જાદવ અને બાળકો હાજર રહ્યા હતા.તેમજ જીવનમાં એક વૃક્ષનો ઉછેર કરવા સંકલ્પ કર્યો હતો.

વેરાવળ એલઆઇસી બ્રાંચમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુંબઇનાં અધિકારીઓ જોડાયા હતા. વૃક્ષનું વાવેતર કરી વૃક્ષ ઉછેરનો સંકલ્પ લીધો હતો. તેમ કાદીરભાઇએ જણાવ્યું હતુ. આમ વેરાવળ બ્રાન્ચે વૃક્ષારોપણ કર્યું હતું.

હેતલસ હેપી હોમ પ્રિસ્કુલમાં વૃક્ષારોપણ

દિવ્ય ભાસ્કરનાં વૃક્ષારોપણ અભિયાનમાં શાળા-કોલેજ,સામાજીક સંસ્થાઓ જોડાશે

15.66 ટકામાં ગાંડા બાવળનું સામ્રાજ્ય

DivyaBhaskar News Network
Jul 28, 2016, 04:45 AM IST
15.66 ટકામાં ગાંડા બાવળનું સામ્રાજ્ય
સોરઠમાં બિનજંગલ વિસ્તારમાં 190 લાખ વૃક્ષો : ગાંડા બાવળ વાતાવરણમાંથી ભેજ ખેંચે છે

જૂનાગઢઅને ગિર-સોમનાથ જિલ્લામાં જંગલ આવેલુ છે.પરંતુ બીનજંગલ વિસ્તાર પણ મોટા પ્રમાણમાં આવેલો છે. વન વિભાગ દ્વારા બીન જંગલ વિસ્તારમાં વૃક્ષોનું જતન કરવામાં આવે છે.તેમજ સામાજીક વનકરણ દ્વારા બીન જંગલ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટેનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં 190 લાખ કરતા વધુ વૃક્ષો આવેલા છે.જે 26.86 ટકા વિસ્તાર કવર કરે છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ગાંડા બાવળ આવેલા છે.જે બીન જંગલ વિસ્તારનો 15.66 ટકા એરિયા કવર કરે છે. સોરઠમાં 29.75 લાખ ગાંડા બાવળ છે. ગાંડા બાવળ વાતાવરણમાં ભેજ ખેંચાવનું કામ કરે છે.જે વરસાદ લાવવામાં અવરોધ ઉભો કરે છે. ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ(ટીઓએફ) દ્વારા દર પાંચ વર્ષે બીન જંગલ વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે. સોરઠમાં વર્ષ 2003, 2008 અને 2013માં વૃક્ષોની ગણતરી થઇ હતી. સોરઠમાં બીન જંગલ વિસ્તારમાં મુખ્ય વૃક્ષમા઼ આંબા, ગાંડા બાવળ, નાળિયેરી, દેશી બાવળ અને લીમડાનાં વૃક્ષો સમાવેશ થાય છે.સોરઠમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે છે. સરેરાશ 44 ઇંચ વરસાદ થયા છે. છેલ્લા બે વર્ષને બાદ કરતા સારો વરસાદ નોંધાયો છે.જેના કારણે વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં 190 લાખ વૃક્ષો આવેલા છે. વર્ષ 2003માં થયેલી ગણતરી વખતે સોરઠમા઼ 171.38 લાખ વૃક્ષો હતા. બાદ 10 વર્ષમાં 18.53 લાખ વધીને વર્ષ 2013માં 189.91 લાખ વૃક્ષો થયા હતા. હાલ અેક અંદાજ મુજબ સોરઠમાં 190 લાખ કરતા વધુ વક્ષો છે.પરંતુ ચિંતાજનક વાત છેકે સોરઠમાં સૌથી વધુ ગાંડા બાવળનાં વૃક્ષો આવેલા છે. સોરઠમાં 29.75 લાખ ગાંડા બાવળ આવેલા છે.જે બીન જંગલ વિસ્તારનો 15.66 ટકા વિસ્તાર કવર કરે છે. ગાંડા બાવળ સામાન્ય રીતે ખાસ ઉપયોગમાં આવતા નથી.પરંતુ વાતાવરણમાંથી ભેજ ખેચવાનું કામ કરે છે. જેના કારણે વરસાદ પણ માઠી અસર પડી રહી છે.

સોરઠમાં કયાં વૃક્ષ કેટલા

વૃક્ષ સંખ્યા(લાખમાં)

ગાંડાબાવળ 29.75

આંબા 20.64

નાળિયેરી 15.84

દેશી બાવળ 11.35

લીંમડા 10.44

સુબાવળ 8.69

ગોરસ આંબલી 6.63

સીતાફળ 5.31

શરૂ 4.50

ખાખરા 4.10

અન્ય 72.67

એક્સપર્ટ વ્યૂહ

રાજ્યમાં આંબાનાં વૃક્ષ સૌથી વધુ સોરઠમાં

રાજયમાંકુલ આંબાનાં વૃક્ષ 131.66 લાખ છે. જેમાં સૌથી વધુ 20.64 લાખ આંબાનાં વૃક્ષ એકલા સોરઠમાં આવેલા છે. જયારે બીજ ક્રમે નવસારી નો સમાવશે થયા છે.

કોસ્ટલ એરિયાનાં કારણે ગાંડા બાવળ વધુ

સોરઠમાંજંગલ વિસ્તારની જેમ કોસ્ટલ એરિયા પણ વધારે છે. દરિયાની ખારસ રોકવા માટે ગાંડા બાવળનું વાવેતર થયું હતું. પરંતુ ધીમે-ધીમે ગાંડા બાવળ વધી રહ્યા છે.પરિણામ સ્વરૂપે સોરઠમાં સૌથી વધુ ગાંડા બાવળની સંખ્યા છે. ખાસ કરીને સમુદ્ર કિનારાને આગળ વધતો અટકાવવા જે-તે સમયે વાવેતર થયું હતું. પરંતુ ધીમે-ધીમે સમગ્ર સોરઠમાં ગાંડા બાવળ ફેલાઇ ગયા છે.

ગાંડા બાવળ માત્ર બળતણમાં ઉપયોગી

^સામાન્યરીતે ગાંડા બાવળનો ખાસ ઉપયોગ થતો નથી.ગાંડા બાવળનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે.તેમજ જમીનનું ધોવાણ અટકાવે છે.નુકશાની વાત કરીતે ગાંડા બાવળ વાતાવરણમાંથી ભેંજ ખેંચ લે છે. જે વરસાદને અવરોધ રૂપ બને છે.વાતારણની શુધ્ધી માટે ગાંડા બાવળ ઉપયોગી નથી. >અરવિંદભાઇ ટીંબળિયા,કિશાનમંત્રી કલબ

શહેરમાં 3,63,860

ગામડામાં 18,627,290

નિસર્ગ ક્લબ, લોહાણા મહાપરિષદે વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી ઉઠાવી

DivyaBhaskar News Network
Jul 27, 2016, 09:05 AM IST
નિસર્ગ ક્લબ, લોહાણા મહાપરિષદે વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી ઉઠાવી
જૂનાગઢનાઝાંઝરડા બાયપાસ નજીક આવેલ જલારામ મંદીર માં નિસર્ગ નેચર ક્લબ અને લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતીના વૃક્ષ વાવો ધરતી બચાવો 2016 અભિયાન અંતર્ગત પર્યાવરણ સમિતી અને નિસર્ગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જલારામ બાપાની પુજાઅર્ચના બાદ મંદીરના ટ્રસ્ટી કિરીટભાઇ ભિમાણીએ મહેમાનોનખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ.ટુંકા વકતવ્ય બાદ તમામ સભ્યએ વૃક્ષારોપણ કર્યુ હતુ.જેમાં કડવા લીમડા અને પીપડા સહિત્ના 30થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેરવાની જવાબદારી ઉઠાવી હતી. અતિથિ વિશેષ તરીકે કીરીટભાઇ ભીમાણી, પી.ટી.ઠક્કર, આલાપભાઇ પંડિત, પ્રકાશભાઇ ઠકરાર,રોહનભાઇ ઠકરાર લોહાણા પરિષદના ભાવિનભાઇ જોબનપુત્રા,તુષારભાઇ મોદી, ઇલાબેન ગોકાણી,પ્રેમલભાઇ દત્તા,રાજભાઇ સોમાણી,દિપક સંઘાણી,પ્રકાશભાઇ,યોગેશભાઇ પોપટ સહીતના હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ પર્યાવરણ સમિતિના સોરાષ્ટ્ર વિભાગની કારોબારી મીટીંગ યોજાઇ હતી. જેમાં અનિમલ હેલ્પલાઇન શરૂ કરાઇ હતી. કાર્યક્રમનુ સંચાલન ડો.પાર્થ ગણાત્રાએ કર્યુ હતુ.

વિસાવદરઃ ઝેરી પાણી પીતા 4 બકરા, 2 તેતર અને 1 ચંદન ઘોનાં મોત

ઝેરી પાણી પીતાં તેતરનું મોત થયું હતું
Bhaskar News, Visavadar
Jul 27, 2016, 00:21 AM IST
ઝેરી પાણી પીતાં તેતરનું મોત થયું હતું
વિસાવદરઃ વિસાવદરનાં માંડાવડ ગામનાં માલધારી બકરા લઇને લેરીયાનાં રસ્તે આવેલ ખોડીયારધાર પાસે આવેલ ગોચરની જમીનમાં ચરીયાણ માટે લઇ ગયેલ. ત્યારે ત્યાં કોઇ અજાણ્યા શખ્સોએ ઝેરી પદાર્થવાળુ પાણીનું કુંડુ મુકેલ તેના પાણી પીતા ચાર બકરનાં મોત થતાં માલધારી પરિવારમાં દુ:ખની લાગણી પ્રસરી હતી.
 
વન્ય પશુઓથી પાકનાં રક્ષણ માટે જંતુનાશક દવા ભેળવેલું પાણી મૂકાયું કે શિકારી ટોળકીનું કારસ્તાન ?

વિસ્તાવદર તાલુકાનાં માંડાવડ ગામનાં ભનુભાઇ ભાયાભાઇ ભરવાડ પોતાના માલિકીનાં બકરા લઇને લેરીયા જવાના રસ્તે મોણીયા ગામનાં ગૌચરમાં ચરિયાણ માટે ગયેલ. ત્યારે બપોરનાં બે વાગ્યાની આસપાસ અચાનક ચારેક બકરા તડફડીયા મારવા લાગેલ અને તેમણે તાત્કાલિક પશુ ડોકટરને બોલાવેલ પણ પશુ ડોકટર આવે તે પહેલા જ ચારેય બકરા મૃત્યુ પામેલ.

પશુ ડોકટરે તપાસતા કોઇ ઝેરી પદાર્થ ખાઇ અથવા પી જવાથી મોત થયાનું જણાવેલ. ત્યારબાદ ભનુભાઇએ માંડાવડ ગામનાં સરપંચ દિનુભાઇ વિકમાને જાણ કરતા તે પણ ઘટના સ્થળે દોડી જઇ તેમણે પહેલા વન વિભાગને જાણ કરેલ. ત્યારે વન વિભાગનાં અધીકારીએ જણાવેલ કે આ અમારી કામગીરીમાં ન આવે. અમારે માત્ર આ તમારા પશુ કોઇ વન્ય પ્રાણી તેને ખાઇ નહી તે જોવાનું રહે છે. જેથી આ બાબતે તમે પોલીસને જાણ કરો. જેથી સરપંચ દિનુભાઇએ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
 
ગોળાનાં કુંડાનાં પાણીમાં જાણી જોઇ મૂકેલી દવા
 
આ વિસ્તારમાં ઘણા બધા બાવળનાં વૃક્ષો હોય જેથી જંગલ જેવો વિસ્તાર બની ગયેલ છે. જેથી આ વિસ્તારમાં આટા મારતા વન્ય પશુ જેમાં હરણ, રોઝ જેવા પશુઓ દિવસનાં આમા રહેવા આવી જતાં હોય છે. જેથી આસપાસનાં ખેડૂતોએ પાકનાં રક્ષણ માટે અથવા કોઇ શિકારી ટોળકીએ જાણી જોઇએ આ દવાવાળુ ગોળાનાં કુંડામાં ખાતરવાળુ પાણી કરીને વ્યવસ્થિત ગોઠવી રાખવામાં આવેલ.

આસપાસમાં વૃક્ષો કાપેલા પણ જોવા મળે છે
 
જે સ્થળે બકરાનાં મોત થયા તે વિસ્તારમાં વન વિભાગનાં વિસ્તરણ વિભાગે વર્ષો પહેલા બાવળનાં ઝાડ વાવેલ છે. જે આજે ઘટાટોપ જંગલ વિસ્તાર જેવું બની ગયેલ છે પણ જે બનાવ સ્થળે આજુ-બાજુમાં તપાસ કરતા એક ચંદન ઘો તથા બે તેતર પક્ષીનાં મૃતદેહ જોવા મળેલ તેમજ આજુબાજુમાં અનેક વૃક્ષો પણ કાપેલા જોવા મળેલ. જેથી આ વિસ્તારમાં ઝાડ કટીંગ પણ થતુ હોવાનું નજરે જોવા મળેલ છે.

ખાંભાઃ પાક રક્ષણ માટે ફેન્સિંગમાં રાખેલા વીજ પ્રવાહથી સિંહણનું મોત

Bhaskar News, Khambha
Jul 31, 2016, 12:19 PM IST
ખાંભાઃ પાક રક્ષણ માટે ફેન્સિંગમાં રાખેલા વીજ પ્રવાહથી સિંહણનું મોત
ખાંભાઃ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોના કમોતની ઘટનાઓ અવાર નવાર બને છે. તંત્ર તેમાંથી બોધપાઠ લેતુ નથી. જેના પગલે આ સીલસીલો અટકતો નથી. ખાસ કરીને ખાંભા તાલુકામાં તો સાવજોના કમોતની ઘટનાઓ વધી પડી છે. આવી વધુ એક ઘટના આજે ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાં બની હતી.ઘટનાને પગલે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ ડેડાણની સીમમાં દોડી ગયો હતો.  
 

વન વિભાગની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે ડેડાણના ઇબ્રાહીમ મહમ્મદ ચૌહાણ અને મહમ્મદ કાળુ ચૌહાણ નામના ખેડૂત પિતા-પુત્રએ વાડીમાં જંગલી પશુઓથી પાકને બચાવવા માટે તાર ફેન્સીંગમાં ઇલેકટ્રીક શોક મુક્યો હતો. આ વિજ પ્રવાહમાં સિંહણનું મોત થઇ ગયુ હતું. એવુ માનવામાં આવી રહ્યુ છે કે વહેલી સવારના સમયે આ સિંહણ લટાર મારતા મારતા વાડીમાં આવી પહોંચી હતી. જ્યાં તેને કાળ આંબી ગયો હતો. જેને પગલે વન વિભાગ દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

બાળકી એકલી રમતી રહી ને ઝેરી સાપ ઘરમાં આવી ચઢ્યો, માંડ બચી

બાળકી એકલી રમતી રહી ને ઝેરી સાપ ઘરમાં આવી ચઢ્યો, માંડ બચી
Jaydev Varu, Rajula
Jul 28, 2016, 19:17 PM IST
રાજુલાઃ રાજુલાના વાવેરા ગામે રહેતા હિંમતભાઇ ઓધડભાઇ કામળીયાના ઘરમાં ઓસરીમા તેમની બાળકી રમી રહી હતી. ત્યાં ઘરમાં ઝેરી સાપ આવી ચડયો હતો. જો કે સદનસીબે તેમની પુત્રીને દંશ દીધો ન હતો. આ અંગે તેમણે રાજુલાના સર્પ સંરક્ષણ મંડળના અશોકભાઇ સાંખટને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ઝેરી સાપને પકડી લઈ સલામત સ્થળે જઈને મુકત કરી દીધો હતો. બાળકીનો સદનસીબે બચાવ થતાં રામ રાખે તેને કોણ ચાખે તેવી ઉક્તિને જાણ સાર્થક કરી હતી.

રાજુલાનાં બાલાની વાવ નજીક સિંહનાં ટોળાથી રોડ પર ચક્કાજામ


રાજુલાનાં બાલાની વાવ નજીક સિંહનાં ટોળાથી રોડ પર ચક્કાજામ

Bhaskar News, Amreli
Jul 30, 2016, 01:43 AM IST
રાજુલાઃ રાજુલા-જાફરાબાદ પંથકમાં સાવજોની વસતી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ લોકોને જાહેર રસ્તાઓ પર જ અવાર નવાર સાવજો નઝરે પડી જાય છે. જંગલ વિસ્તારમાં તો સાવજો છે જ પરંતુ ઔદ્યોગીક વિસ્તાર અને વાડી ખેતરો ઉપરાંત હવે જાહેર રસ્તાઓ પર પણ વારંવાર આવી ચડે છે. ગઇરાત્રે બાલાની વાવ નજીક સાવજનું ટોળુ રસ્તા પર આવી જતા સુરત, અમદાવાદની ખાનગી બસોના મુસાફરો અને અન્ય વાહન ચાલકોને અનાયાસે જ સિંહ દર્શનનો મોકો મળી ગયો હતો.
 
સુરત-અમદાવાદના મુસાફરોને અચાનક જ સિંહ દર્શનનો લાભ મળ્યો

ગીર જંગલ અને બાવળની કાંટમાં ચોમાસાના આરંભ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે આમ પણ સાવજો ખુલ્લા વિસ્તારોમાં રહેવાનુ પસંદ કરે છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો જાહેર માર્ગો પર આવી જાય છે.
 
શુક્રવારે વહેલી સવારે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક સોમનાથ-ભાવનગર હાઇવે પર અચાનક જ સાવજોનું ટોળુ આવી ચડ્યુ હતું. હાઇવે પર ટ્રાફીક સતત ધમધમતો રહે છે. આ સમયે પસાર થતી સુરત અને અમદાવાદની ખાનગી બસોના ચાલકોએ વાહનો થંભાવી દીધા હતાં. બીજી તરફથી આવતા વાહન ચાલકોને પણ અનાયાસે જ સાવજો જોવાનો મોકો મળી ગયો હતો.
 
સુરત-અમદાવાદ પંથકના મુસાફરો તો સિંહ દર્શનથી રાજી રાજી થઇ ગયા હતાં. તો બીજી તરફ ગામના ખેડૂતો પણ સાવજ ગામમાં ઘુસી ન જાય તે માટે એલર્ટ થઇ ગયા હતાં. અગાઉ બાલાની વાવના બસસ્ટેન્ડ પાસે સાવજે મારણ કર્યુ હતું. આજુબાજુના લુણસાપુર, નાગેશ્રી, ભટ્ટવદર, કાગવદર સહિતના ગામોની સીમમાં સાવજોના ઘર છે. જેથી અહિંના લોકોને તો સિંહ દર્શનની નવાઇ નથી. પણ બહારથી આવતા લોકોને અચાનક જ આ લાભ મળ્યો હતો.
 
જંગલમાં મચ્છરનાં ઉપદ્રવથી સાવજો રસ્તા પર નિકળે છે

ગીર જંગલ અને બાવળની કાંટમાં ચોમાસાના આરંભ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે આમ પણ સાવજો ખુલ્લા વિસ્તારોમાં રહેવાનુ પસંદ કરે છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો જાહેર માર્ગો પર આવી જાય છે.

સાવરકુંડલાઃ કૃષ્ણગઢ ગામ નજીક બેડીયા ડુંગરમાં ભૂરી સિંહણને ઘેર પારણું બંધાયું

સાવરકુંડલાઃ કૃષ્ણગઢ ગામ નજીક બેડીયા ડુંગરમાં ભૂરી સિંહણને ઘેર પારણું બંધાયું
Bhaskar News, Savarkundala
Jul 28, 2016, 02:16 AM IST
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના મિતીયાળા અભ્યારણ્ય નજીક આવેલ કૃષ્ણગઢ ગામ પાસે બેડીયા ડુંગર વિસ્તારમા અહીની રેડીયો કોલર સિંહણના ઘરે પારણુ બંધાયુ છે. સિંહણે બે સિંહબાળને જન્મ આપતા વનવિભાગ, સિંહપ્રેમીઓ તેમજ આસપાસના ગામ લોકોમાં ખુશી ફેલાઇ ગઇ છે. હાલ વનવિભાગ દ્વારા સિંહણ તેમજ સિંહબાળની કાળજી લેવામા આવી રહી છે. મિતીયાળા અભ્યારણ્ય નજીક બેડીયા ડુંગરમા રેડીયો કોલર પહેરાવેલી ભુરી સિંહણે બે સિંહબાળને જન્મ આપતા વનવિભાગ અને આસપાસના લોકોમાં ખુશી વ્યાપી ઉઠી છે.
 
સિંહણે બે તંદુરસ્ત સિંહબાળને જન્મ આપતા સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી

ભુરી સિંહણના ગળામા દેહરાદુનની ટીમ દ્વારા ગળામા રેડીયો કોલર પહેરાવેલ જેનુ લોકેશન લેવા સાસણથી એક ટીમ પોતાના એન્ટેના લઇને આવે છે અને તેની દરેક ગતિવિધી પર લોકેશન રાખે છે. તે જ સિંહણ દ્વારા હાલ અહીના બેડીયા ડુંગર વિસ્તારમા બે તંદુરસ્ત સિંહબાળને જન્મ આપવામા આવ્યો છે. હાલ અહી વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહણ અને તેના બચ્ચાની કાળજી લેવામા આવી રહી છે.
 
હાલ અમરેલી જિલ્લામા સિંહોની સંખ્યામા ઉતરોતર વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ પણ ખાંભા, લીલીયા, સાવરકુંડલાના વડાળ બીડમા પણ સિંહણોએ સિંહબાળને જન્મ આપ્યો હતો. હાલ જિલ્લામા જ સિંહબાળની સંખ્યા 18 જેટલી છે. અગાઉ વડાળમા છ સિંહબાળ, ખાંભામા પાંચ, લીલીયા ક્રાંકચમા ચાર સિંહબાળનો ઉમેરો થયો હતો.

સાજીયાવદર ગામમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network
Jul 22, 2016, 04:35 AM IST
અમરેલીનાસાજીયાવદરમાં કે.જી.સાવલીયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ત્રણ કિલોમીટર લાંબા એપ્રોચ રોડ બાજુ 800 જેટલા વૃક્ષોનો ઉછેર કરાયો છે.સાજીયાવદરમાં કે.જી.સાવલીયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. માનવ સેવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી એમ.કે.સાવલીયા સ્વાગત સાથે સંસ્થાની વિવિધ કામગીરી જેવી કે પર્યાવરણ જતન માટે અત્યાર સુધીમાં ત્રણ કિલોમીટર લાંબા એપ્રોચ રોડ બાજુ 800 જેટલા વૃક્ષો ઉછેર, છેલ્લા તેર વર્ષથી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ ફ્રી સારવાર, દવા, શિક્ષણ સહાય, સ્ત્રી ઉન્નતી, કુદરતી આપતીમા સહાય, રમત ગમત, પ્રસુતા બહેનોને કાંટલુ, રકતદાન કેમ્પ જેવી ખુબ અગત્યની કામગીરી કરી છેવાડાના માનવીને મદદ કરાઇ રહી છે. પ્રસંગે જિ.પં. પ્રમુખ જેનીબેન ઠુંમરે વૃક્ષ જતન, પર્યાવરણ સર્વાગી વિકાસ, સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિરજીભાઇ ઠુંમરે પણ ઇફકો દ્વારા પર્યાવરણ કૃષિ પેદાશો, ખાતર વપરાશ અને પર્યાવરણ જાળવણી માટે ખુબ વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પર્યાવરણ તેમજ હવે પછીના સમાજલક્ષી કામો જેવા કે ભુંડ, રોઝથી ખેડૂતોને થતા નુકશાન, અનિયમિત વરસાદ, વૃક્ષનું જતન વિગેરે બાબતે સમજ આપી હતી.

ખાંભા: હનુમાનપુર ગામે દિપડાના આંતક, છ ફુટની દિવાલ કુદી વાછરડી મારી

Bhaskar News, Khambha
Jul 19, 2016, 12:56 PM IST
ખાંભા: હનુમાનપુર ગામે દિપડાના આંતક, છ ફુટની દિવાલ કુદી વાછરડી મારી
ખાંભા: ખાંભા પંથકમાં દિપડાનો ત્રાસ વધતો જાય છે. બે દિવસ પહેલા મીતીયાળા રોડ પર દિપડાએ આંતક મચાવ્યો હતો ત્યાં હવે ખાંભાના હનુમાનપુરમાં એક મકાનમાં ઘુસી દિપડાએ વાછરડીનું મારણ કર્યુ હતું. છ ફુટની દિવાલ કુદી છ માસ પહેલા પણ દિપડો અંદર ઘુસ્યો હતો અને તે સમયે પણ વાછરડી મારી હતી. 

હનુમાનપુર ગામે દિપડાના આંતકથી લોકોમાં ફફડાટનો માહોલ

ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે દિપડાના આંતકથી લોકોમાં ફફડાટનો માહોલ છે. એક દિપડો ગમે ત્યારે ગામમાં આવી ચડે છે. હનુમાનપુર ગામ જંગલની નજીક આવેલુ છે. જેથી જંગલમાંથી પણ દિપડાની અવર જવર રહે છે. અહિં રેવન્યુ વિસ્તારમાં પણ દિપડાની વસતી છે. સિંહનો પણ અવાર નવાર ત્રાસ રહે છે. ત્યારે ગઇરાત્રે હનુમાનપુરમાં માલકનેસ રોડ પર રહેતા વાલજીભાઇ નરશીભાઇ કળસરીયાના મકાનમાં દિપડો ઘુસ્યો હતો. આશરે છ ફુટની દિવાલ કુદી દિપડાએ ફળીયામાં ઘુસી વાછરડાને મારી નાખ્યુ હતું. 

દિપડો અંદર ઘુસ્યો હતો અને તે સમયે પણ વાછરડી મારી

હજુ પાંચ દિવસ પહેલા જ ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો. દિપડાએ વાછરડાને મારી નાખતા ગાયે દુધ આપવાનું પણ બંધ કરી દીધુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છ માસ પહેલા પણ આ જ રીતે તેમના ઘરમાં એક દિપડો ઘુસી આવ્યો હતો અને વાછરડાનું મારણ કર્યુ હતું. સીમ વિસ્તારમાં અવાર-નવાર દિપડાઓ ચઢી આવતા હોય ગ્રામજનોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલીમાં બે જાતિના સાવજોનું અસ્તિત્વ, ખુંખાર વેલર અને શાંત પ્રકૃતિનો ગધીયા

Bhaskar News, Amreli
Jul 19, 2016, 12:56 PM IST
ગીરમાં ગધીયા અને વેલરમાં સિંહનો વસવાટ
ગીરમાં ગધીયા અને વેલરમાં સિંહનો વસવાટ
અમરેલી: સાવજોનું આશ્રય સ્થાન એટલે ગીર. ગીરમા સાવજોના સંશોધન પર અનુભવીઓની નજરે ગીરમા બે જાતિના સાવજોનું હાલ અસ્તિત્વ છે. એક વેલર અને બીજા ગધીયા જાતિના સાવજો વસવાટ કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ગધીયા સિંહોની સંખ્યા વિશેષ છે. ગધીયા જાતિના સિંહો શાંત પ્રકૃતિના હોય છે અને વેલર ખુંખાર હોય છે. સિંહ સંરક્ષણની વાત કરીએ તો જુનાગઢ નવાબે સિંહોને સર્વપ્રથમ સંરક્ષણ આપી સિંહોની સંખ્યા વધારી ત્યારે છેલ્લે સિંહોની બે જાતિ અસ્તિત્વમા હતી જેને નવાબે મારવો કે હેરાન કરવો તે ગુનો બને છે તેવો કાયદો અમલમા મુકી સિંહોની સંખ્યા વધારવા પ્રયત્ન કરેલ જેને પગલે ગીરમા સિંહોની સંખ્યા ફુલીફાલી છે.

સરકારી આંકડા પ્રમાણે 523 સિંહો ગીર તેમજ રેવન્યુમા નોંધાયા

અહી છેલ્લા સરકારી આંકડા પ્રમાણે 523 સિંહો ગીર તેમજ રેવન્યુમા નોંધાયા હતા જેમા 109 નર સિંહો, 201 સિંહણો અને 213 જેટલા સિંહબાળ હતા. જે સંખ્યા સંરક્ષણની દ્રષ્ટિએ વધારે છે. અહી 1990મા 240 જેટલા સિંહો હતા ત્યારે હાલ વનવિભાગની કાળજીથી સિંહોની સંખ્યામા ખાસ્સો વધારો જોવામા આવી રહ્યો છે. પર્યાવરણવિદ્દ મંગળુભાઇ ખુમાણે દાવો કરતા જણાવ્યું હતુ કે ગીરમા આદિ અનાદિકાળથી બે જાતિના સિંહો વિહરે છે. જેમા ગધીયા સાવજ અને વેલાર સાવજ છે. મધ્યગીરમા વસતા અને માનવીઓથી દુર ભાગતા એકલવાયુ જીવન જીવતા સાવજોને વેલાર સાવજ તરીકે ઓળખવામા આવે છે. જે ખુંખાર હોય છે. અને રેવન્યુમા વિહરતા સિંહો ગધીયા સિંહ તરીકે ઓળખાય છે જે ઓછા ખુંખાર હોય છે. 

આંબરડી નજીક માણસ પર હુમલો કરનાર સાવજ વેલાર હોય શકે

નિષ્ણાંતોની વાત માનીએ તો થોડા સમય પહેલા આંબરડી નજીક માણસ પર હુમલો કરનાર સાવજ વેલાર હોય શકે. મંગળુભાઇએ જણાવ્યું હતુ કે સાવરકુંડલાના વડાઇ મેવાસામા એક ખુંખાર સિંહ લોકોની પાછળ દોટ મુકે છે તે ગીરના વેલાર સાવજનુ બીજ હોવાનુ કહી શકાય. તેવી જ રીતે મિતીયાળા અભ્યારણ્યના માંડણ કુવા વિસ્તાર આસપાસ એક સાવ બટકી સિંહણ છે જે પુખ્તવયની પરંતુ દેખાવમા એકદમ નાની છે જેથી નિષ્ણાંતો તેને ગધીયા પ્રજાતિની છે તેમ કહી શકે છે. 

ગધીયા અને વેલરમાં સિંહનો વસવાટ

ગધીયા સિંહના ટોળા ખાસ કરીને લીલીયા, ક્રાંકચ, રાજુલામા વધુ જોવા મળે છે. આ ઉપરાંત વેલર સિંહો ખાંભાના ભાડ, લાપાળા ડુંગર, દલખાણીયા, ચાંચઇ, પાતળા, ગઢીયા, ભાણીયાના જંગલમા જોવા મળે છે.

નાનુડી નજીક ખેડૂતો કામ કરતા રહ્યા, વાડી ખેતરોમાં સાવજે મારી લટાર

માર્ગ ઉપર અવાર નવાર આવી ચઢે છે સાવજો
Jayesh Gondhiya, Una
Jul 18, 2016, 14:49 PM IST
માર્ગ ઉપર અવાર નવાર આવી ચઢે છે સાવજો
અમરેલીઃ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો માટે ઘર એટલે ખેડૂતોના વાડી ખેતરો, જાહેર માર્ગો કે પછી ગામનુ પાદર. અવારનવાર આ સાવજો વાડી ખેતર કે રસ્તામા લોકોની નજરે ચડી જાય છે. આજે ખાંભાના નાનુડીના રસ્તા પર બે સાવજોએ લટાર મારી હતી અને બાદમાં વાડી ખેતરોમા ચાલતી પકડી હતી.
 
ખાંભા તાલુકાના નાનુડી પંથકમા સાવજોનો વસવાટ છે. આ વિસ્તારમા સાવજો અવારનવાર વાડી ખેતરોમા ધામા નાખે છે અને કયારેક રસ્તા પર પણ આવી ચડે છે. આજે આવુ જ દ્રશ્ય જોવા મળ્યું હતુ જયારે બે સાવજો રસ્તા પર આવી ચડયા હતા.

અમરેલીઃ લીલીયા પંથકમાં પ્રકૃતિના ખોળે મોજ માણતો સિંહ પરિવાર

Bhaskar News, Amreli
Jul 14, 2016, 01:15 AM IST
લીલીયાના રેવન્યુ વિસ્તારમાં પણ આવી ચઢે છે સાવજો
લીલીયાના રેવન્યુ વિસ્તારમાં પણ આવી ચઢે છે સાવજો
અમરેલીઃ લીલીયા પંથકના બૃહદગીર વિસ્તારમા મેઘરાજાએ મહેર કરતા હાલ ગીરનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. ડૂંગરાળ વિસ્તારોમા પણ લીલુ ઘાસ ઉગી નીકળતા ચોતરફ હરીયાળી છવાઇ ગયેલી જોવા મળી રહી છે. ત્યારે આ ડૂંગરોની કોતરણોમા સિંહણ અને તેના ત્રણ બચ્ચા પોતપોતાની લાક્ષણિક મુદ્રામા બેઠા હોય વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર રાજન જોષીએ તેના કેમેરામા કંડારી લીધા હતા.

Wednesday, July 13, 2016

અમરેલીઃ રેવન્યુ પંથકમાં સાવજોએ 7 દિ'માં કર્યો 46 પશુઓનો શિકાર, લોકો ચિંતિત

    અમરેલી વિસ્તારમાં સાવજોની ભુખ ઉઘડી હોય તેવું લોગી રહ્યું છે
  • Bhaskar News, Amreli
  • Jul 12, 2016, 00:30 AM IST
    અમરેલી વિસ્તારમાં સાવજોની ભુખ ઉઘડી હોય તેવું લોગી રહ્યું છે
    અમરેલીઃ આજકાલ અમરેલી જિલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ સાવજોએ માત્ર પાંચ સાત દિવસમાં 45 થી વધુ પાલતુ પશુઓના મારણ કર્યા છે. આ સાવજોની ભુખ જાણે વરસાદની સિઝનમાં ખુલી હોય તેમ રેવન્યુ વિસ્તારમાં જ દેખા દેતા હોવાથી લોકો સચેત થયા છે. બીજી તરફ ખેતરે જતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળે છે.
     
    ખાંભાના રાયડી ગામે એક ગાયનુ સાવજોએ મારણ કર્યુ હતુ

    રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા સહિતના વિસ્તારોમાં દરરોજ સાવજો એકથી વધારે પશુઓનુ મારણ કરતા જોવા મળી રહ્યાં છે. ખાંભાના રાયડી ગામે એક ગાયનુ સાવજોએ મારણ કર્યુ હતુ. તો ડેડાણમા ભેંસ સહિત પાંચ પશુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તો ભુંડણી, વાંગધ્રા અને ત્રાકુડામા ત્રણ ગાયોના મારણ કર્યા હતા.
     
    માનવ વિસ્તારમાં સાવજોની ભુખ ઉઘડી !, ટુંક સમયમાં જ આટલા મારણો થતાં લોકો સચેત

    ગતરાત્રીના રાયડી ગામે ઘુસીને સાવજોએ એક ગાયનુ મારણ કર્યુ હતુ. જયારે ક્રાંકચમા બે બકરા, ડુંગરમા બે ગાય, ભોળાભાઇના પટમા એક ગાય, વહરાના આરે તેમજ ભોરીંગડા,
    અંટાળીયામા બે ગાયોના શિકાર સાવજોએ કર્યા હતા. રાજુલાના આરએફઓ સી.બી.ધાંધીયાના જણાવ્યાનુસાર રાજુલાના રેવન્યુ વસ્તારમા સાતેક દિવસમા આઠથી વધુ મારણ નોંધાયા છે. તેવી જ રીતે ગઢીયામા પાંચ જેટલા, સાકરપરામા એક, વડાલ મેવાસામા ત્રણ, ભાડ તેમજ ઇંગોરાળામા બે મારણ અને સાવરકુંડલાના કેરાળામા ત્રણ, વિજયાનગરમા એક ગાય, ખંભાળીયામા એક બળદ તો કુંડલા  માનવ મંદીર પાસે બે ભુંડનો શિકાર સાવજોએ કર્યો હતો.
     
    સાવજો શિકારની શોધમા ગામ સુધી આવી ચડે છે

    પર્યાવરણ વિદ્દ જયરાજભાઇ ખુમાણે જણાવ્યુ હતુ કે હાલ વરસાદી સિઝન છે જેમા સાવજોનો સંવન્નકાળ છે જેમા સાવજો ત્રણથી ચાર દિવસ સુધી પ્રજનનની પ્રક્રિયા કરે છે. જેના કારણે સાવજોની ભુખ પણ ઉખડી છે. સાવજો શિકારની શોધમા ગામ સુધી આવી ચડે છે. તાજેતરમા સાવરકુંડલા તાબાના અભરામપરામા એક મારણ કર્યુ હતુ. તેમજ ગતરાત્રીના રાયડી ગામની સીમમા ત્રણ સાવજોએ એક ગાયનુ મારણ કર્યુ હતુ.

    ખોડિયાણા ગામે પાદરમા બે ગાયોને સાવજોએ ફાડી ખાધી હતી. હાલ મારણની ઘટનાઓ વધુ બની રહી હોય વનવિભાગ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામા આવે તેવુ સ્થાનિક લોકો ઇચ્છી રહ્યાં છે. 

સાવરકુંડલા: બકરા ચરાવી રહેલ યુવક પર ત્રણ સિંહનો હુમલો, સારવાર હેઠળ

    સાવરકુંડલા: બકરા ચરાવી રહેલ યુવક પર ત્રણ સિંહનો હુમલો, સારવાર હેઠળ
  • Hirendrasinh Rathod, Khambha
  • Jul 13, 2016, 12:44 PM IST
    સાવરકુંડલા/ખાંભાઃ અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમાં સિંહ- દિપડાઓ દ્વારા માનવ પરના હુમલાઓના બનાવો વધતા જાય છે. હજુ ગઇકાલે સાવરકુંડલા તાબાના વંડા ગામની સીમમાં બકરા ચરાવી રહેલા એક કિશોર પર દિપડાએ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો ત્યા આજે બપોરના સુમારે સાવરકુંડલા તાબાના આદસંગ ગામે એક ભરવાડ યુવક પર ત્રણ સિંહોએ હુમલો કરતા તેને સારવાર માટે સાવરકુંડલા દવાખાને ખસેડાયો હતો. ઘટનાથી ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
     
    યુવકના માથા અને ગાળાના ભાગે ગંભીર ઇજા, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો
     
    ઘટનાની મળતી વિગતો આદસંગ ગામે બકરા ચારવાતા ભરવાડ યુવક પર ત્રણ સિંહોએ હુમલો કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા રેંજના મિતાયાળા રાઉન્ડના આદસંગના ભરવાડ યુવક વિનુભાઈ ગોબરભાઈ ગામરા પોતાના માલિકીનાં બકરા ઓઘડ રેવન્યુ વિસ્તારમાં ચરાવી રહ્યા હતા ત્યારે વાગ્યાની આસપાસ 3 સિંહો ત્યાં આવી ચડ્યા હતા. સિંહોએ અચાનક જ વિનુભાઈ ઉપર જાનલેવા હુમલો કરી દીધો હતો અને ગળાના ભાગે તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે બુમાબુમ કરી મુકતા આજુબાજુનાં લોકો તેમની મદદે દોડી આવ્યા હતા. તેમને સિંહના મોમાંથી છોડાવ્યા હતા. ખાંભા 108ને આ ઘટના અંગે જાણ થતા તેમને પળવારનો વિલંબ કર્યા વગર પહોંચી ગયા હતા. અને વિનુભાઈને સારવાર અર્થે સાવરકુંડલા ખસેડાયા હતા.

રાજુલાનાં ડુંગર નજીક પાણીના ટાંકામાં પડી શેઢાડી, વન વિભાગે બચાવી લીધી

  • Bhaskar News, Rajula
  • Jul 08, 2016, 01:19 AM IST
    રાજુલાનાં ડુંગર નજીક પાણીના ટાંકામાં પડી શેઢાડી, વન વિભાગે બચાવી લીધી
    (પ્રતિકાત્મક તસવીર)
    રાજુલા: રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક આવેલ ગેરવા ડુંગર નજીક આજે પાણીના ટાંકામાં અકસ્માતે એક શેઢાડી પડી જતા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગની રેસ્ક્યુ ટીમે દોડી જઇ આ શેઢાડીને બચાવી લીધી હતી. 

    પ્રકૃતિ પ્રેમીઓએ સમયસર જાણ કરતા થયો બચાવ

    ગીર કાંઠાના અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવા કે પાણીના ટાંકા વિગેરેમાં પડી જતા વન્ય પ્રાણીઓના મોતની ઘટનાઓ અવાર નવાર બને છે. આજે રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક ગેરવા ડુંગર પાસે એક સ્થળે પાણીના ટાંકામાં અકસ્માતે શેઢાડી (સાહુડી) પડી ગઇ હતી. અહિંના મંદિરના મહંત અને સેવકગણ દ્વારા સૌપ્રથમ આ શેઢાડીને બચાવવા પ્રયત્નો હાથ ધરાયા હતાં. નિવૃત શિક્ષક જોષી દ્વારા ઇકો ક્લબના સંયોજક પ્રવિણભાઇ ગોહિલને જાણ કરવામાં આવી હતી.

    જેને પગલે પ્રવિણભાઇએ તુરંત જ રાજુલા વન વિભાગના ફોરેસ્ટર ડી.આર. રાજ્યગુરૂ, રેસ્ક્યુ સ્ટાફ, રામકુભાઇ બોરીચા, આસીફભાઇ લલીયા, ટીલકદાસ ગોંડલીયા, ભાવેશ ઝાપડા, સંજય બારૈયા વિગેરે તાબડતોબ અહિં પહોંચી ગયા હતાં આ શેઢાડીને જીવતી બહાર કાઢી બચાવી લીધી હતી. બનાવના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઇ પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. જવલ્લે જ જોવા મળતુ શેઢાડી નિશાચર પ્રાણી છે અને કંદમુળ  તથા જીવોને ખોરાક તરીકે લે છે. સેઢાળીને સારવાર અપાયા બાદ જંગલમાં છોડી મુકવામાં આવી હતી.

ધારી: હડમતીયામાં મકાનના વાડામાં દિપડો ઘુસ્યો, રેસ્કયુ ટીમ દ્વારા પાંજરે પૂરાયો

  • Bhaskar News, Dhari
  • Jul 07, 2016, 00:33 AM IST
    ધારી: હડમતીયામાં મકાનના વાડામાં દિપડો ઘુસ્યો, રેસ્કયુ ટીમ દ્વારા પાંજરે પૂરાયો
    ધારી: ગીર પશ્ચિમના જામવાળા રેંજના ઘાટવડ રાઉન્ડ હડમતીયા ગામે એક મકાનના વાડામા દિપડો ઘુસી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા ધારીથી રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને દિપડાને બેભાન કરી પાંજરે પુર્યો હતો. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જામવાળા રેંજના ઘાટવડ રાઉન્ડના હડમતીયા ગામે  રહેતા પ્રતાપભાઇના વાડામા દિપડો ઘુસી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા ધારીથી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા તથા સ્ટાફના વનરાજભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખુમાણ, માનસીંગભાઇ પરમાર સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. 

    માથાના ભાગે ઇજા પહોંચતા વાડામાં ઘુસી ગયો હતો

    દિપડો મકાનના વાડામા ઘુસી જતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો. વનવિભાગે દિપડાને બેભાન કરી પાંજરે પુરી દીધો હતો. વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે આ દિપડો 14 થી 15 વર્ષનો અને ઉંમરલાયક હોય તેમજ માથાના ભાગે ઇજા અને અશકત હાલતમા હોય વાડામા ઘુસી ગયો હતો.

ગીર પંથકમાં ખેતરોમાં બિન્ધાસ્ત દેખાય છે સાવજો, સિંહની હાજરીમાં જ વાવણી

    ખેતરો-વાડીઓમાં બિન્ધાસ્ત આંટા મારતા સાવજો
  • Dilip Raval, Amreli
  • Jul 08, 2016, 12:38 PM IST
    ખેતરો-વાડીઓમાં બિન્ધાસ્ત આંટા મારતા સાવજો
    સાવરકુંડલાઃ ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા પણ મોટા પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. લીલીયા, અમરેલી, રાજુલા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમા પણ સાવજો વસવાટ કરી રહ્યાં છે. હાલ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી હોય ખેડૂતો દ્વારા વાવણી કાર્ય પણ પુરજોશમા ચાલી રહ્યું છે. તેવા સમયે સાવજો પણ વાડી ખેતરોમા આંટાફેરા મારી રહ્યાં હોય ખેડૂતોને સાવજોની હાજરી વચ્ચે પણ વાવણી કાર્ય કરવુ પડી રહ્યું છે.
     
    રામપરા કોવાયાની સીમમા સાવજોના વાડી ખેતરોમા બિન્ધાસ્ત આંટાફેરા
     
    સાવજોને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો ગીરના જંગલમા આવતા હોય છે. ખાસ કરીને જુનાગઢના સાસણ ખાતે સિંહ દર્શન માટે પર્યટકોની ભીડ વધુ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમા તો વાડી ખેતરોમા સાવજો મુકત મને વિહાર કરતા નજરે પડે છે. અહી અનેક લોકો સિંહ દર્શનનો લ્હાવો પણ લે છે. હાલ જિલ્લામા સારી એવી મેઘમહેર થતા ખેડૂતો પણ વાવણી કાર્યમા જોતરાયા છે.
     
    અહી સાવજો અવારનવાર વાડી ખેતરોમા આંટાફેરા મારતા નજરે પડે છે. ત્યારે રાજુલા તાબાના રામપરા અને કોવાયાની સીમમાં એક સિંહ યુગલે વાડી ખેતરોમા આંટાફેરા માર્યા હતા. અહી ખેડૂતોએ પણ વાવણી કાર્યની સાથે સાથે સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. જિલ્લામાં લીલીયા બૃહદગીર વિસ્તાર તેમજ સાવરકુંડલા અને રાજુલા જાફરાબાદ પંથકમાં પણ સાવજો મોટી સંખ્યામા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે.
     
    તસવીરોઃ દિલીપ રાવલ, અમરેલી

આમને-સામને થયા સિંહણ અને નીલગાય ને સિંહ પરિવારે બદલવો પડ્યો રસ્તો


 Jaydev Varu, Rajul
Jul 09, 2016, 00:28 AM ISTઆમને-સામને થયા સિંહણ અને નીલગાય ને સિંહ પરિવારે બદલવો પડ્યો રસ્તો


રાજુલાઃ અમરેલી જિલ્લામાં સાવજો બિન્દાસ્ત જંગલની બહારી આવીને ફરી રહ્યાં છે, જિલ્લામાં માનવો પર સિંહોના હુમલાઓ પણ ઘણા પ્રકાશમાં આવ્યા છે. સિંહની ડણકથી ભલભલા ફફડી જતાં હોય છે, પરંતુ જાફરાબાદ પંથકમાં કંઇક એવું થયું કે સિંહણે શિકાર કર્યા વગર પાછા ફરવું પડ્યું હતું. આ વખતે સિંહણને નીલગાયનું ટોળું ભારે પડ્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો છે.
 
 
જાફરાબાદ તાલુકાના કંથારિયા નજીક આવેલા ડુંગરા પર સિંહણ અને બે સિંહબાળ ફરી રહ્યાં હતા, એ જ સમયે ત્યાં નીલગાયનું નાનું ટોળું પણ આવી ચઢ્યું હતું. જેમાં 3 મોટી નીલગાય અને 3 નાના રોઝ બચ્ચા હતા. એક સમયે એવુ લાગી રહ્યું હતું કે સિંહણને આ વખતે તગડો શિકાર મળી ગયો છે. જોકે આ વખતે દ્રશ્ય કંઇક અલગ હતું, એક બાજુ સિંહણ અને સિંહ બાળ તો બીજી તરફ નીલગાયોનું ટોળુ જાણે કે બન્ને સામ-સામે યુદ્ધ ન કરવાના હોય, પગના પંજા બહાર કાઢીને સિંહ પરિવાર બેસી ગયો, જેથી સ્વાભાવિકપણે એવું લાગ્યું કે નીલગાયો ભાગી જશે, સિંહણે ડણક મારી પરંતુ આ વખતે નીલગાયોનું ટોળું ભાગ્યું નહી અને સિંહણ સામે નીલગાયે એવી હુંફ કરીને અવાજ કાઢ્યો કે સિંહણે રિતસર બે ડગ પાછળ જવું પડ્યું હતું. સિંહણના બચ્ચા નીલગાયના પગ પાસે પહોંચ્યા તો નીલગાયે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
 
જોવા માટે લોકોના ટોળા ઉમટ્યાં હતા
 
જોકે સિંહબાળો સમયસર ભાગી જતાં તેમને કોઇ ઇજા પહોંચી નહોતી. જેથી ગુસ્સે ભરાયેલી સિંહણે સિંહબાળો સાથે રોઝ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા રોઝ પણ નીલગાય પાસે જતાં રહ્યાં હતા. જેથી ફરી એકવાર બન્ને સામ-સામે આવી ગયા હતા. આ વખતે સિંહ પરિવાર હુમલો કરવામાં ડરતો જોવા મળ્યો હતો. આ ઘટનાક્રમ અંદાજે એક કલાક સુધી ચાલ્યો હતો. અને તેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યાં હતા. ફરી એકવાર બન્ને સામ-સામે બેસી ગયા હતા, પ્રથમ દ્રષ્ટિએ જોતા એવુ લાગી રહ્યું હતું કે નીલગાય એટલી ખુંખાર હતી કે જો બન્ને વચ્ચે ઝગડો થયો હોત તો નીલગાય શીંગડા સિંહણના પેટમાં ઘુસાડી દેવાની તૈયારી હતી. જોકે સિંહણે સ્થિતિ પારખી લીધી હતી અને બન્ને વચ્ચે યુદ્ધ થતું અટક્યું હતું.
 
સિંહણ ધારે તો નીલ ગાય પર સેહલાયથી હુમલો કરી શકતી હતી
 
આ ઘટના જોનારા સૌ કોઇ માની રહ્યાં છેકે સિંહણ અને તેના બચ્ચા બેઠા હતા ત્યાં નજીક જવા માટે નીલગાય હિંમત કરી રહી હતી અને નજીક પણ ગઇ હતી, જો સિંહણ ધારે તો નીલ ગાય પર સેહલાયથી હુમલો કરી શકતી હતી પરંતુ સિંહણ પહેલાથી જ ડરી ગઇ હતી અને તેથી તેણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ન હતો.
 
એક કલાક સુધી ચાલ્યો ખુંખાર જંગ

કંથારીયા નજીક ડુંગર પર સાવજો અને નિલગાય સામસામા થઇ જતા બન્ને વચ્ચે ખુંખાર જંગ જેવી સ્થિતી ઉભી થઇ હતી. અહિં છ નિલગાયે સાથે મળી સિંહણને હુમલાનો મોકો જ આપ્યો ન હતો. એક કલાક સુધી બન્ને વચ્ચે જંગ જેવી સ્થિતી રહી હતી.

વારંવાર સિંહણને પાછા હટવું પડયું

સિંહણ નિલગાય જેવા પ્રાણીનો શિકાર કરે જ છે. પરંતુ અહિં નિલગાય પોતાના બચાવ માટે જાણે સંગઠીત બની હતી. જેના કારણે હુમલો કરવાની સ્થિતીમાં આવ્યા બાદ પણ સિંહણને પાછા હટવુ પડયુ હતું.

અમરેલીઃ અભરામપરાના પાદરમા 24 કલાકથી સાવજના ધામા, ગાયનું કર્યું મારણ

    ગામડામાં ધામા નાખનાર સિંહો ગાયનું મારણ કર્યું હતું
  • Bhaskar News, Amreli
  • Jul 10, 2016, 01:00 AM IST
    ગામડામાં ધામા નાખનાર સિંહો ગાયનું મારણ કર્યું હતું
    અમરેલીઃ ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે સાવરકુંડલા તાબાના મિતીયાળા અભ્યારણ્ય નજીક આવેલ અભરામપરા ગામના પાદરમા ચોવીસ કલાકથી સાવજોએ ધામા નાખતા લોકોમાં ભય ફેલાયો છે. અહી સાવજોએ એક ગાયનુ પણ મારણ કર્યુ હતુ.
     
    સાવરકુંડલા તાબાના મિતીયાળા અભ્યારણ્ય નજીકના ગામોમાં સતત સિંહની હાજરીથી લોકોમાં ફફડાટ

    અભરામપરા ગામના પાદરમા ચોવીસ કલાકથી સાવજોએ ધામા નાખતા લોકોમા ભય ફેલાયો છે. અહી અવારનવાર સાવજો આવી ચડે છે અને માલધારીઓના કિમતી પશુઓનુ મારણ કરે છે. અહી ગુરૂવારની રાતથી એક થી વધુ સાવજોએ પાદરમા ધામા નાખ્યા છે. અહી સાવજોએ એક ગાયનુ મારણ કરી મિજબાની પણ માણી હતી.
     
    વનવિભાગના કર્મચારીઓ મોડે મોડેથી આવ્યા હતા

    ગામના સરપંચ વજુભાઇ પટેલે જણાવ્યું હતુ કે છેલ્લા બે દિવસથી અહી સાવજો આવી ચડયા છે. અને ગામના પાદરમા મારણ કર્યુ છે. અહી હજુ સુધી વનવિભાગના કોઇ કર્મચારી ડોકાયા નથી. આખી રાત સાવજો ગામના પાદરમા જ બેસી રહે છે. અહી મોડે મોડેથી વનવિભાગના કર્મચારીઓ આવ્યા હતા અને મારણને ઢસડીને અન્ય સ્થળે નાખી દીધુ હતુ. મારણ નાખવુ કે અન્ય જગ્યા પર ફેંકી દેવુ તે ગેરવ્યાજબી છે જે અંગે મારણ અહી ફેરવવાનો સેન્ટ્રલ ગવર્મેન્ટનો પરિપત્ર સાવરકુંડલાના વિજય મહેતા પાસે છે.
     
    મારણ ભરી બીજે નંખાતા વિવાદ

    તેઓની પણ લડાઇ હતી જે સબ ડીએફઓ મુનીના સમજાવટ અને જવાબો થયેલા છતા સાવરકુંડલાના અધિકારી દ્વારા અહીથી મારણ ભરી બીજે નાખી દેવામા આવતા સાવજોએ રાત્રે અહી આંટા માર્યા હતા. અને સાવજો કાંટમા જ રહ્યાં હતા. સાવજો દ્વારા કરાયેલા મારણને અન્ય ફેરવવાનુ બંધ કરવામા આવે તેમ પર્યાવરણ વિદ મંગળુભાઇ ખુમાણે જણાવ્યું હતુ.

ગીર પંથકનાં નેસડાનું સમાજ જીવન હજુ પણ 18 મી સદીનું, માત્ર 54 નેસ બચ્યા

માલધારીઓ પોતાના માલઢોર સાથે વસવાટ કરી રહ્યા છે
    એક સમયે જ્યાં 500થી વધુ નેસડાઓ હતાં તે ગીરમાં હવે માત્ર 54 નેસ રહ્યા છે
  • Bhaskar News, Amreli
  • Jul 10, 2016, 04:19 AM IST
    એક સમયે જ્યાં 500થી વધુ નેસડાઓ હતાં તે ગીરમાં હવે માત્ર 54 નેસ રહ્યા છે
    અમરેલી: તપોભુમી ગીરમાં હજારો વર્ષથી માલધારીઓ પોતાના માલઢોર સાથે વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ પોતાના પરિવારની સાથે સાથે માલઢોરનું પણ લાલન પાલન કરે છે અને પ્રકૃતિ તથા સાવજોની રક્ષા પણ કરે છે. એક સમયે જ્યાં 500થી વધુ નેસડાઓ હતાં તે ગીરમાં હવે માત્ર 54 નેસ રહ્યા છે. તેમની રહેણી કરણી પણ અનોખી છે. નેસનું જીવન સામાન્ય શહેરી માણસને આશ્ચર્ય પમાડે તેવુ છે. વિજળી કે નળમાં નિયમીત આવતુ પાણી અહિં નથી. સારા રસ્તા પણ નથી અને મોબાઇલ, ટીવી જેવી સુવિધા પણ નથી. બલ્કે તેઓ જે ઘરમાં રહે છે તે ઘરને બારી-બારણા પણ નથી હોતા.
     
    માલધારીઓને માળખાકીય સુવિધાઓ પણ નથી, જંગલ બહાર કાઢશે તો પ્રકૃતિનું ચક્ર ખોરવાશે

    મધ્ય જંગલમાં લાકડીઓની આડશ વડે બનેલી દિવાલો, છતમાં ઘાસ અને નાળીયેરીના તાલા નાખેલા હોય છે. જેને ઝુંપડુ પણ ન કહી શકાય અને મકાન પણ ન કહી શકાય તેવી સ્થિતીના આ ઘરોમાં બારી-બારણા પણ નથી હોતા. ખોરડા ફરતે કાંટાળીવાડ કે લાકડીઓની વાડ બનાવાય છે. જેને આ માલધારીઓ જોક કહે છે. આ જોકમાં માલધારીઓ તેના માલ-ઢોર રાખે છે. જોકમાં પશુઓ ખુલ્લામાં જ રહેતા હોવા છતાં ભાગ્યે જ કોઇ સિંહ-દિપડો તેમાં મારણ માટે પડે છે અને જ્યારે સિંહ આવુ મારણ કરે ત્યારે માલધારીઓ મારણના બદલામાં સરકાર દ્વારા અપાતા વળતરમાં જીવ નથી નાખતા. કારણ કે માલધારીઓ સમજે છે સિંહ જોકમાં પડતો નથી. જો બહુ દાડાનો ભુખ્યો હોય અને શિકાર મળ્યો ન હોય તો જ જોકમાં કુદે છે. વિશ્વમાં  બીજે ક્યાય પણ માણસ અને જંગલી પ્રાણીઓ આટલા નજીકથી સહજીવન ગાળતા નહી હોય.
     
    સાવજોના ખોરાકનો 35 થી 40 ટકા જેટલો હિસ્સો પાલતુ પશુઓ પર આધારીત

    અહિં નેસડામાં જીવાતુ જીવન બિલકુલ પ્રકૃતિ પર આધારીત છે. ઘરની દિવાલો પણ એવી છે કે જેમાં સાપ અને ઘો જેવા સરીસૃપો આરામથી તેમા અવર જવર કરી શકે છે. અત્યાર સુધીમાં સિંહ પર થયેલા સંશોધનોમાં એક વાત ચોખ્ખી બહાર આવી છે કે સાવજોના ખોરાકનો 35 થી 40 ટકા જેટલો હિસ્સો પાલતુ પશુઓ પર આધારીત છે. 2015માં થયેલી વસ્તી ગણતરી મુજબ 523માંથી બહુ મોટાભાગના સિંહો રેવન્યુ વિસ્તારમાં વિચરણ કરી રહ્યા છે. 1975માં ગીરને નેશનલ પાર્કનો દરજ્જો અપાયા બાદ જંગલખાતાનો જંગલ પરનો અધિકાર વધુ મજબુત બન્યો છે.
     
    માલઢોર ચરાવવા તેઓ દરરોજ ગીરમાં દસ-પંદર કીમી ફરે છે

    અહિં 500 જેટલા નેસથી સમૃધ્ધ ગીરને લગભગ ખાલી કરી નાખવામાં આવ્યુ છે. હવે માત્ર 54 નેસ બાકી છે. આ માલધારીઓને પણ બહાર ખસેડવામાં વનતંત્ર અવઢવની સ્થિતીમાં હોય તેવું લાગી રહ્યુ છે. ગીરના માલધારીઓ સપૂર્ણપણે શાકાહારી છે. જેથી ખોરાક બાબતે તેનો અને સિંહ વચ્ચે કોઇ સંઘર્ષ નથી. માલઢોર ચરાવવા તેઓ દરરોજ ગીરમાં દસ-પંદર કીમી ફરે છે. વન વિભાગનું ફેરણુ જ્યાં ન પહોંચી શકે ત્યાંની સિંહો અંગેની માહિતી તેઓ પુરી પાડે છે. આ માલધારીઓને સંપૂર્ણપણે જંગલ બહાર ખસેડવાનુ કામ જોખમભર્યુ છે.
માલધારીઓ પોતાના માલઢોર સાથે વસવાટ કરી રહ્યા છે
 
અહિંની પ્રજા સાચા અર્થમાં સિંહ સહિષ્ણુ છે

ગુજરાતી ભાષાના સાહિત્યમાં પણ માલધારીઓ અને સાવજોના સહજીવનના ઉત્તમ દ્રષ્ટાંતો મોજુદ છે. પછી તે ઝવેરચંદ મેઘાણીએ નઝરે જોયેલી ઘટનામાંથી નિપજેલી કવિતા ચારણ કન્યા હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલી કથા સાવજની ભાઇબંધી હોય. લોક સાહિત્યમાં પણ કવિ રાજભા ગઢવી જેવા અનેક કવિઓએ સિંહ – ગીર અને માલધારીઓના સગપણને બખુબી બિરદાવ્યુ છે. અહિંની પ્રજા સાચા અર્થમાં સિંહ સહિષ્ણુ છે. માલધારીઓને જંગલ બહાર કાઢી પ્રકૃતિનુ ચક્ર ખોરવવાનું કામ કરવા જેવુ નથી.

માલધારીઓને સરકાર પાસ કાઢી આપે છે

ગીરમાં હવે જે નેસ બચ્યા છે તેના માલધારીઓને સરકાર દ્વારા પાસ કાઢી આપવામાં આવ્યા છે. જેમાં માલઢોરની સંખ્યા અને કુટુંબીઓની વિગત વિગેરે હોય છે. આ પાસ પર નિયમીત મસવાળી વસુલ કરવામાં આવે છે. જો ત્રણ મહિનાથી વધુ સમય માટે કોઇ માલધારી જંગલ બહાર રહે તો તેનો પાસ રદ કરી દેવામાં આવે છે.
 
માલધારીઓને બહાર ખસેડવાની  છે યોજના

સાડા ચારસો જેટલા નેસના માલધારીઓને ગીર બહાર ખસેડી દેવામાં આવ્યા છે. હવે બાકી બચેલા નેસને પણ ગીરમાંથી બહાર ખસેડવા માટે યોજના બની છે. જેમાં કુટુંબ દીઠ 20 વિઘા જમીન અને રૂા. 10 લાખની રોકડ આપવાની વાત છે. જો કે સરકાર સફળ થાય છે કે કેમ ? તે તો સમય જ કહેશે.

તંત્ર પણ સિંહની માહિતી માલધારી પાસેથી મેળવે છે

કઇ બીટમાં કયો સાવજ કેટલા દિવસથી છે. કયો સાવજ બિમાર છે કે ઘાયલ છે. કયા સાવજો ઘણા દિવસથી દેખાયા નથી કયુ યુગલ મેટીંગ પીરીયડમાં છે. કઇ સિંહણ સુવાવડી છે. તેને કેટલા બચ્ચા છે. વિગેરેની સચોટ જાણકારી વનકર્મીઓ કરતા પણ માલધારીઓ પાસે વધુ પ્રમાણમાં હોય છે. વનકર્મીઓ પણ માલધારીઓ પાસેથી આ માહિતી મેળવતા રહે છે.

1965 માં ગીર ક્ષેત્ર અભ્યારણ્ય જાહેર થયુ

આઝાદીકાળમાં ગીર જંગલ રેઢા પડ જેવુ હતું. 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરાયુ હતું. સાથે જ 1970 આસપાસ માલધારીઓને અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી. 1975માં ગીરના એક ક્ષેત્રને નેશનલ પાર્કનો દરજ્જો અપાયો, ત્યારથી લઇ અત્યાર સુધીમાં જંગલની સ્થિતી ઘણી બદલાઇ ગઇ છે.

ખાંભાઃ અભ્યારણ્યમાં પ્રતિબંધ છતાં ગેર કાયદે સિંહ દર્શન કરતા પાંચ શખ્સો ઝડપાયા


સવારે બે વાગ્યાના સુમારે તંત્રએ ઝડપી લીધા હતા.

  • Bhaskar News, Khambha
  • Jul 11, 2016, 13:15 PM IST
સવારે બે વાગ્યાના સુમારે તંત્રએ ઝડપી લીધા હતા.
ખાંભાઃ ખાંભા તાબાના ડેડાણ ગામની સીમમા ગેરકાયદે સિંહ દર્શન કરી રહેલા ભાવનગરના પાંચ શખ્સોને વનવિભાગે દંડ ફટકાર્યો હતો.
 
તળાવ વિસ્તાર નજીક રાત્રીના બે વાગ્યાની ઘટના

ખાંભા તુલશીશ્યામ રેંજમા ઘણા સમયથી લોકો સિંહ દર્શન કરવા માટે બહારગામથી પણ આવતા હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા ગતરાત્રીના ખાંભા તાલુકાના ડેડાણ ગામે રેવન્યુમા તળાવ વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન ગેરકાયદે સિંહ દર્શન કરી રહેલા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તળાવ વિસ્તાર નજીક રાત્રીના બે વાગ્યાના સુમારે કાર નંબર જીજે 4 જે 5822મા બેસી ભાવનગર રહેતા મોહસીન હારૂન શેખ, જાહિદ વાહિદ શેખ, સુલતાન
ફકીરમહંમદ ખોખર, કાળુ ઉશુફ ફસારીયા, હિમત ગુલાબ કુરેશી નામના શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરી રહ્યાં હતા.
 
20 હજારના દંડની સ્થળ પર જ વસુલાત

ડીએફઓ કરૂપ્પાસામી તેમજ એસીએફ ગેહલોતની સુચનાથી ઇન્ચાર્જ આરએફઓ વાળા, એમ.એસ.પલાસ, વિક્રમભાઇ કોટવાલ, સાહિદ પઠાણ સહિતે ઘટના સ્થળે દોડી જઇ આ શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પર જ 20 હજારના દંડની વસુલાત કરી હતી.

ધારી: ગીરપૂર્વની માનીતિ બુસી સિંહણનું બીમારીથી મોત, વિધિવત્ અગ્નિદાહ અપાયો

Bhaskar News, Dhari
Jul 06, 2016, 10:38 AM IST
ધારી: ગીરપૂર્વની માનીતિ બુસી સિંહણનું બીમારીથી મોત, વિધિવત્ અગ્નિદાહ અપાયો
ધારી: આજના વર્તમાન યુગમા સગી જનેતા પણ પોતાના બાળકની હત્યા કરતા અચકાતી નથી તેમજ અનેક કિસ્સામા બાળકને તરછોડી દે છે. માનવી સંબંધ અને લાગણીઓ ભુલી રહ્યો હોય તેવુ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગીરપુર્વના જંગલમા એક બુસી નામની સિંહણે પોતાની જીંદગી આન, બાન અને શાનથી જીવી જાણી છે. ધારી ગીર પુર્વની જસાધાર રેંજમા 12 સાવજોનુ એક ગૃપ વસવાટ કરી રહ્યું છે. હાલ તો આ ગૃપમા વધારે સાવજો હશે. આ ગૃપમા બુસી નામથી ઓળખાતી એક સિંહણ પણ હતી. આ સિંહણનો સ્વભાવ પણ શાંત હતો. 15 વર્ષની ઉંમરની આ સિંહણ બે થી ત્રણ વખત જ બિમાર પડી હતી. તે ઇનફાઇટમા પણ કયારેય ઇજાગ્રસ્ત હોવાનુ જોવા મળ્યું ન હતુ. 
 

30 થી 35 બચ્ચાઓનો તેણે ઉછેર કર્યો હતો અને માની ખોટ પૂર્ણ કરી હતી 

આ સિંહણે અન્ય સિંહણે ત્યજી દીધેલા બચ્ચાઓનો પણ ઉછેર કર્યો હતો. જે બચ્ચાવાળી સિંહણોના મોત નિપજયા હોય તેના બચ્ચાને આ સિંહણ અપનાવી લઇને તેનો ઉછેર કરતી અને તેને માની ખોટ સાલવા ન દેતી. અત્યાર સુધીમા તેમણે 30 થી 35 જેટલા બચ્ચાઓનો ઉછેર કર્યો હતો. આ સિંહણ તેના મરણ સુધી આન, બાન અને શાનથી જીવી હતી. બે દિવસ પહેલા આ સિંહણે એક મારણ પણ કર્યુ હતુ. સિંહણના મોત થયાની જાણ થતા વનવિભાગના સ્ટાફ દ્વારા જસાધારના જાંબુડી વિસ્તારમાથી તેના મૃતદેહને લઇને જસાધાર લાવવામા આવ્યો હતો અને પીએમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. માનિતી સિંહણનું મોત થઈ જવાને કારણે વન વિભાગના કર્મીઓમાં પણ દુખનું મોજું ફરી વળ્યું હતું. તેમણે ઘેરા દુ:ખ સાથે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

માનીતિ સિંહણને વિધિવત્ અગ્નિદાહ અપાયો

ગીરપુર્વની માનિતી એવી બુસી સિંહણને જસાધાર ખાતે વિધિવત અગ્નિદાહ દેવામા આવ્યો હતો. એસીએફ પ્રિયંકા ગેહલોત, આરએફઓ જે.જી.પંડયા, ડો. હિતેષ વામજા સહિત સ્ટાફ હાજર રહ્યો હતો. આ સિંહણ ઉંમર લાયક હોય તેનુ મોત નિપજયાનુ વનવિભાગે જણાવ્યું હતુ. ડીએફઓ કરૂપ્પાસામીએ સિંહણના મોતથી દુખની લાગણી વ્યકત કરી હતી.

ખાંભાના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી થકી કેળનું કર્યું મબલખ ઉત્પાદન


ખાંભાના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી થકી કેળનું કર્યું મબલખ ઉત્પાદન

  • Bhaskar News, Khambha
  • Jul 03, 2016, 23:58 PM IST
ખાંભાઃ જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો ખેતીપાકમા અવનવા સંશોધનો કરી પાકનુ વધુ ઉત્પાદન મેળવે છે ત્યારે ખાંભા તાલુકાના પીપળવા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક અને ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી કેળની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.
 
ગાયનું છાણ અને ગૌમુત્રનો ખાતર તરીકે ઉપયોગ કર્યો, છ વિઘા જમીનમા વાવેતર થકી કરી લાખોની કમાણી
 
પીપળવા ગામે રહેતા ગોવિંદભાઇ પોપટભાઇ પાનેલીયા નામના ખેડૂતે આજથી એકાદ વર્ષ પહેલા ગાયનુ છાણ અને ગૌમુત્રનો ઉપયોગ કરી કેળની ખેતી કરવાનુ મનોમન નક્કી કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે છ વિઘા જમીનમાં સાથે ટપક સિંચાઇ પધ્ધતિનો પણ ઉપયોગ કર્યો હતો.  કેળના ઉછેરમા જરૂરિયાત મુજબ ખાતર દવા માટે ગોવિંદભાઇએ ઓર્ગેનિક પધ્ધતિ અપનાવી અને ગાયનુ છાણ અને ગૌમુત્ર અને માટીના ઉપયોગ દ્વારા ખાતર બનાવી છંટકાવ કરવામા આવ્યો હતો.
 
ગોવિંદભાઇએ એક વર્ષમા એક લાખ રૂપિયાનુ કેળના વાવેતર પાછળ ખર્ચ કર્યો હતો. ત્યારે મબલખ પાક આવતા તેમને કેળાના પાકમાથી છ લાખની આવક આવવાની આશા છે. પીપળવા ગામના પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઇની કેળાની ખેતી નિહાળવા ખડાધાર, ખાંભા, સમઢીયાળા, ઇંગોરાળા વિગેરે ગામોના ખેડૂતો પણ માહિતી મેળવવા માટે આવે છે.

અમરેલીઃ સોરઠની ધરતી પર ઈન્દ્રધનુષ, આજે આકાશને મળી રહી છે


અમરેલીઃ સોરઠની ધરતી પર ઈન્દ્રધનુષ, આજે આકાશને મળી રહી છે

 Bhaskar News, Amrel
Jul 02, 2016, 00:50 AM IST
અમરેલીઃ શુક્રવારે સાંજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં પૂર્વ દિશામાંથી વીજળીના કડાકા સાથે વાદળાં ઊમટી પડ્યાં હતાં. થોડી વારમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારે પશ્ચિમમાંથી આવતા સુરજના તડકાના કારણે ઇન્દ્રધનુષ ર્સજાયું હતું. જેને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર દિલીપ જીરૂકાએ કેમેરામાં કેદ કર્યુ હતું.