Saturday, March 30, 2019

ઊના પંથકમાં આંબામાં રોગચાળો ફાટી નિકળ્યો

કાળી ફૂગ લાગી જતાં કેરીનો ફાલ ખરી ગયો, ધરતીપુત્રોમાં ચિંતા

Una News - the epidemic erupted in amba diocese in amba 040136
DivyaBhaskar News Network | Updated - Mar 30, 2019, 04:01 AM
ઊના પંથકમાં કેસર કેરીના બગીચાઓ વધુ પ્રમાણમાં હોય અને ઉત્પાદન પણ વધુ થતુ હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાની ભારે ઠંડી અને ઝાકળ તેમજ વાદળછાયા વાતાવરણમાં પલ્ટો આવતા આંબાના ઝાડમાં વિવિધ પ્રકારના રોગો ફાટી નિકળેલ હોય ત્યારે કેરીના પાકને નુકસાન થયા હોવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ કેસર કેરીના આંબામાં શિયાળાની ભારે ઠંડી અને ઝાકળના લીધે કાળી ફુગ લાગી જતાં આંબામાં મોર ફુટતા અને મીજ બંધાય તે પહેલાજ રોગ લાગી જતા આંબામાંથી ફાલ ખરી ગયેલ છે. ઊનાના સામતેર ગરાળ, કાણકબરડા, મોઠા, અંજાર, કોઠારી, રામેશ્વર, ઉમેજ, સંજવાપુર સહીત ગામોમાં આવેલા આંબામાં બેકાબુ રોગ થતાં ખેડૂતોને ભારે નુકશાન જોવા મળી રહ્યુ છે. આંબામાં રોગથી કેરીનું ઉત્પાદન સાવ ઓછુ થશે તેમજ પાકનો નાશ થઇ ગયેલ છે. હાલ તો આ સિઝનમાં પોતાના બગીચામાં ખાવા લાયક પણ કેરી ન થાઇ તેવી પરિસ્થીતી જોવા મળી રહી છે. ત્યારે આંબામાં રોગના કારણે ભારે નુકસાન થતા સરકાર દ્વારા આંબાના ખેડૂતોને સહાય ચુકવવા માંગ ઉઠી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-epidemic-erupted-in-amba-diocese-in-amba-040136-4223590-NOR.html

જામવાળાનાં બથેશ્વર મંદિરનો માર્ગ વનવિભાગે બંધ કરી દીધો

દર્શનાર્થીઓને 3 કિમી જંગલમાં ચાલીને જવું પડે છે


Una News - the road to the temple of jhama the temple of purnesh stopped 040132
DivyaBhaskar News Network | Updated - Mar 30, 2019, 04:01 AM

ગીરજંગલ વિસ્તારના ગીરગઢડા તાલુકાના જામવાડાથી ત્રણ કિ.મી. અંદર આવેલ પૌરાણીક બથેશ્વર મંદિર જવાનો માર્ગ અચાનક વનવિભાગ દ્વારા એક માસથી બંધ કરી દેવાતા મંદિર પર દર્શનએ આવતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. મંદિરમાં પુજારીના બાળકોને પણ અભ્યાસ હેતુ અવરજવર કરવા વનવિભાગનો ગેટ ઠેકી જવું પડતુ હોય આ બાબતે પુજારી અને દર્શનાર્થીઓએ ગેઇટ તાત્કાલીક ખોલવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

પૌરાણીક મંદિર બથેશ્વરના પુજારી બાવાજી વજેરામ જીણારામ હરીયાણીએ વનવિભાગ અને જેતે વિસ્તારના રાજકિય અગ્રણી અને તંત્રને રજુઆત કરી જણાવેલ કે વર્ષો જુના આ મંદિર જામવાળા ત્રણ કિ.મી. જંગલ વિસ્તારમાં આવેલ છે. અને માલીકીની સેટલમેન્ટની જમીનમાં પૌરાણીક મંદિર બથેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત હોવાથી મહાદેવના દર્શને અનેક ધર્મપ્રેમી અને વનવિભાગ સેટલમેન્ટમાં રહેતા લોકો પુજાપાઠમાં પુજારી અને તેના ત્રણ ભાઇઓના પરીવારનું કાયમી રહેઠાણ છે. જમીનમાં ખેતિકામ કરી પોતાના પરીવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. મંદિરે ધાર્મિક પ્રવૃતિ માટે આવતા દર્શનાર્થીઓને વન્ય વિભાગ દ્વારા અટકાવી પરેશાન કરવામાં આવે છે. આ વિસ્તારમાં વનવિભાગ શિબીરો પણ યોજે છે. પરંતુ મંદિરે જવાનો મુખ્ય ગેઇટ બંધ કરી આવવા જવાનો માર્ગ છેલ્લા એક માસથી બંધ કરવામાં આવેલ હોય ભારે મુશ્કેલી ઉભી કરી છે. આ માર્ગને કોઇપણ કારણોસર બંધ કરાતા આ અંગે વનવિભાગ કોઇ જવાબ ન આપતા બાળકોને ત્રણ કિમી ચાલી જવું પડતા વન્યપ્રાણીઓના ડરથી બાળકો ભય અનુભવી રહ્યા છે.

વનવિભાગમાં કોઇ સાંભળતુ નથી : પુજારી

બાવાજી પરીવારના ત્રણ ભાઇઓની સટેલમેન્ટની જમીનમાં પૌરાણીક મંદિર પણ હોય રસ્તો બંધ કરી દેવાતા આ પરીવારની રજુઆતો વનવિભાગને અન્ય તંત્ર સાંભળતુ ન હોવાના કારણે પરીવારનો ખેતીવાડી વ્યવસાય પણ નિષ્ફળ જતાં આર્થિક બેરોજગાર બની રહ્યા છે. તસવીર- જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-road-to-the-temple-of-jhama-the-temple-of-purnesh-stopped-040132-4223588-NOR.html

ગમે એટલો વરસાદ હોય, જમીન નિતારવાળી છે એટલે ગિરનારની કેરી બજારમાં વહેલી આવે છે


Vanthali News - whatever rain there is ground is tilted so girnar39s mango comes early in the market 040550

સીઝન

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2019, 04:05 AM
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં 100 બોક્સની 1000 થી 1500 નાં ભાવે હરરાજી થઇ. એ સાથેજ અહીં કેસર કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. આ કેરી ડુંગરપુરનાં આંબાવાડિયાની છે. વંથલીની કેરી છેક જુન મહિનામાં આવશે. ગિરનાર પાસેનાં આંબાવાડિયાની કેસર કેરી શા માટે બજારમાં સૌથી પહેલાં આવે છે એ સવાલ સહુને થાય એ સ્વાભાવિક છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ.નાં નિવૃત્ત પ્રાધ્યાપક અને કેરી પર સંશોધન કરનાર ડો. આર. આર. વીરડીયા કહે છે, ગિરનાર પર્વતની આસપાસ જે આંબાનાં બગીચાઓ છે એ બધી જ જમીનો પાણીનાં નિતારવાળી છે. એટલેકે, ગમે એટલો વરસાદ થયો હોય, પણ ચોમાસું જાય એટલે જમીનમાંથી ભેજ પણ જલ્દી ઓછો થઇ જાય છે. કારણકે, જમીનો મોરમવાળી અને ઢોળાવવાળી છે. એટલે આંબાને રેસ્ટીંગ પીરીયડ વધુ મળે અને તેના પર ફ્લાવરીંગ વ્હેલું આવે છે. ભેજ વ્હેલો ચાલ્યો જતાં આંબામાં કાર્બન-નાઇટ્રોજનનું પ્રમાણ મેન્ટેન થાય છે. આમ તાલાલા કરતાં 15 દિવસ વ્હેલી બજારમાં આવી જાય છે.

ભેજને લીધે વંથલીની કેરી છેલ્લે આવે છે

વંથલીની કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે. કારણકે, ત્યાં ચોમાસા પછીયે જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાયેલો રહે છે. આથી ફ્લાવરીંગ પણ મોડું થાય છે. અને કેરી છેક જુન માસમાં બજારમાં આવે છે. એમ ડો. વીરડીયાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-whatever-rain-there-is-ground-is-tilted-so-girnar39s-mango-comes-early-in-the-market-040550-4216501-NOR.html

વિસાવદરનાં પ્રેમપરાની દીપડાવાડીમાં 3 બચ્ચા સાથે સિંહણનાં ધામા

વિસાવદર પંથકનાં પ્રેમપરા ગામની સીમમાં આંબાજળ નદીનાં કાંઠે પરેશભાઇ ગાઠાણીનું ખેતર આવેલું હોય અને દીપડાનું...

DivyaBhaskar News Network | Updated - Mar 30, 2019, 04:16 AM
વિસાવદર પંથકનાં પ્રેમપરા ગામની સીમમાં આંબાજળ નદીનાં કાંઠે પરેશભાઇ ગાઠાણીનું ખેતર આવેલું હોય અને દીપડાનું રહેઠાણ હોવાથી દીપડાવાડી ઓળખાય છે. ત્યારે અહીંયા છેલ્લા બે દિવસથી સિંહણે તેના ત્રણ બચ્ચા સાથે ધામા નાંખ્યા હોય કુંડીમાં પાણી પીતા અને કેળનાં બગીચામાં બેસેલા નજરે પડી રહયાં છે. સિંહ પરિવારનું લોકો હેરાન ન કરે એ માટે વનતંત્રનાં સ્ટાફે પણ વોચ ગોઠવી દીધી છે. સિંહણે સુવરનું મારણ પણ કર્યુ હતું. સિંહણનાં વસવાટથી અહીંયાથી દીપડાઓ રફુચક્કર બની ગયા છે. તસવીર- ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-lioness-dhama-with-3-cubs-in-deepavadi-visavadar39s-love-affair-041656-4223591-NOR.html

અમરેલીનાં ખાંભા તાલુકામાં સિંહોએ એક જ રાતમાં 5 ગાયનું મારણ કરી મિજબાની માણી

Divyabhaskar.com | Updated - Mar 29, 2019, 04:03 PM

  • સિંહો ગામમાં ચડી આવતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી:ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ 5 જગ્યાઓ પર સિંહોએ મારણ કરી મીજબાની માણી હતી. સિંહોએ સરાકરડીયામાં 1, નિગાળામાં 3 અને ખાડધારમાં 1 ગાયનું મારણ કર્યું હતું. આ સિંહોએ એક જ રાતમાં આ 5 ગાયોનું મારણ કર્યું હતું. સિંહો મારણ કરવા માટે ગામમાં આવ્યા હોવાના સમચાર મળતાં જ ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે તમામ મારણ સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા હતા. મહત્વનું છે કે ભર ઉનાળામાં સિંહોને પુરતું પાણી અને ખોરાક ન મળતો હોવાથી ગામમાં આવી ચડતા હોય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-lions-group-5-cow-in-khamba-amreli-district-gujarati-news-6040530-NOR.html

Friday, March 29, 2019

ગીરના જંગલમાં શિકારની શોધમાં દીપડો વૃક્ષની ટોચ સુધી ચડી ગયો!


વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો

DivyaBhaskar.com | Updated - Mar 14, 2019, 11:59 AM
વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો જૂનાગઢ: સાસણ ગીરનાં દેવળિયા પાર્કમાં આવેલા એક રાયણનાં ઝાડ પર દીપડો શિકારની શોધ કરતો હોય તેવું જોવા મળ્યું હતું. ઝાડ પર ચડેલો આ દીપડો ચોતરફ નજર કરી આસાનીથી શિકાર કરી શકાય એવાં ચિત્તલ, સાબર, જેવાં પ્રાણીઓ ક્યાં છે અને તેના પર કેવી રીતે ઘાત લગાવી શકાય એની જાણે કે વ્યૂહરચના ગોઠવતો હોય એવું દ્રશ્ય જૂનાગઢની વનવિભાગની ડિવિઝન કચેરીનાં કચેરી અધિક્ષક અને વર્ષો સુધી લશ્કરમાં ફરજ બજાવનાર દિનેશભાઇ જાદવના મોબાઇલમાં કેદ થઇ ગયું હતું.
દીપડો મારણ કરવા ઝાડ પર ચઢ્યો: દીપડો સામાન્ય રીતે શિકારને શોધવા અને શિકાર કર્યા બાદ તેનું મારણ કરવા ઝાડ પર ચડી જવા માટે જાણીતો છે. દીપડાની બીજી એક ખાસિયત એ છે કે, તે ખુલ્લામાં નજરે નથી ચડતો. માનવીની હજુ તો નજર પડે ત્યાં તો ઝાડીમાં સરકીને અલોપ થઇ જાય. ત્યારે આ તસ્વીર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં કેટલી મહત્વની ગણાય એ સમજી શકાય એવું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-leopard-on-tree-at-gir-forest-gujarati-news-6034031-NOR.html

જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા

જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 02:56 AM 
જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી જતા હોય છે જેને લઇને ખેડુતોમાં ભય સેવાઇ રહે છે તે ઉપરાંત ખુલ્લા કુવામાં સિંહો પડવાના બનાવો બનતા રહે છે તેમ છતાં પણ વન વિભાગ દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. જૂનાગઢ ગીરનાર તેમજ આજુબાજુના ગામડાઓની વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં વન્યપ્રાણીઓ ખાબક્તા હોવાને કારણે મોત નિપજતા હોય છે તેમ છતાં પણ વન વિભાગ કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગતું નથી. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ગીરનારના જંગલમાં વસતા સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં ખેડુતોના ખેતરો સુધી પહોંચી જાય છે પરંતુ ખેતરોમાં રહેલા ખુલ્લા કુવાઓ સિંહો સહિતના વન્યપ્રાણીઓ માટે મોત બની રહે છે. કુવાઓમાં પડતા વન્ય પ્રાણીઅોને લઇને વન વિભાગ દ્વારા કુવાઓના કાંઠા બાંધવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ જૂનાગઢ વન વિભાગ આ કામગીરી માત્ર ચોપડામાં જ કરી છે. ગિરનાર વિસ્તારોમાં હજુ પણ ખુલ્લા કુવાઓને કારણે વન્ય પ્રાણીઓ ખાબકી રહ્યા છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lions-living-in-girnar-area-of-junagadh-walking-around-in-search-of-water-025610-4128136-NOR.html

નરસિંહ મહેતા તળાવમાં યાયાવરોનું સંમેલન


Junagadh News - convention on the occasion of yarawar in narasinh mehta lake 030054

જૂનાગઢ શહેરની મધ્યસ્થ આવેલા નરસિંહ મહેતા તળાવ ખાતે રોજનાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. આ પક્ષીઓનાં...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 03:00 AM
જૂનાગઢ શહેરની મધ્યસ્થ આવેલા નરસિંહ મહેતા તળાવ ખાતે રોજનાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. આ પક્ષીઓનાં કલરવથી તળાવનું વાતાવરણ પણ રમણીય બની જાય છે. ચોમાસામાં પડતા વરસાદથી આ તળાવ ભરાઇ જાય છે અને ઉનાળા સુધી પાણી રહેતું હોવાથી દેશ-વિદેશનાં પક્ષીઓ આવતા રહે છે. તસ્વીર - મેહુલ ચોટલીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-convention-on-the-occasion-of-yarawar-in-narasinh-mehta-lake-030054-4128152-NOR.html

ગિરનારનાં સિંહો ઉનાળામાં પાણીની શોધમાં કુવામાં ખાબકે છે : ખેડૂતો


Junagadh News - girnar lions fall in search of water in summer farmers 030108

વન વિભાગને ખુલ્લા કુવાનો સર્વે કર્યો, કામગીરી નહી ઉનાળો શરૂ થઇ ગયો તે છતાં સિંહોના પાણી માટે કોઇ સુવિધા નહી...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 03:01 AM
જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી જતા હોય છે જેને લઇને ખેડુતોમાં ભય સેવાઇ રહે છે તે ઉપરાંત ખુલ્લા કુવામાં સિંહો પડવાના બનાવો બનતા રહે છે તેમ છતાં પણ વન વિભાગ દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. જૂનાગઢ ગીરનાર તેમજ આજુબાજુના ગામડાઓની વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં વન્યપ્રાણીઓ ખાબક્તા હોવાને કારણે મોત નિપજતા હોય છે તેમ છતાં પણ વન વિભાગ કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગતું નથી.

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ગીરનારના જંગલમાં વસતા સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં ખેડુતોના ખેતરો સુધી પહોંચી જાય છે પરંતુ ખેતરોમાં રહેલા ખુલ્લા કુવાઓ સિંહો સહિતના વન્યપ્રાણીઓ માટે મોત બની રહે છે. કુવાઓમાં પડતા વન્ય પ્રાણીઅોને લઇને વન વિભાગ દ્વારા કુવાઓના કાંઠા બાંધવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ જૂનાગઢ વન વિભાગ આ કામગીરી માત્ર ચોપડામાં જ કરી છે. ગિરનારના આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ ખુલ્લા કુવાઓને કારણે વન્ય પ્રાણીઓ ખાબકી રહ્યા છે.

કુવાના કાંઠા ન બનાવતા ખેડુતોએ કાંટાળી વાડ કરી

જૂનાગઢ અને આજુબાજુના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં વન્ય પ્રાણીઅો પડી જતા હોય છે. વન વિભાગ કુવાના કાંઠા બાંધતા નથી ત્યારે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે અમે ખુલ્લા કુવાની ફરતે કાંટાની વાળ કરી દીધી છે જેથી કરીને કોઇ કુવા પડે નહી. રાજેશભાઇ રાદડીયા, ખેડુત

6 મહિના પહેલા સર્વે કરવા આવ્યા પણ હજુ સુધી કાંઇ થયું નથી : ખેડુત

કાથરોટા ગામની વાડી વિસ્તારમાં ખુલ્લા કુવાઓને કારણે વન્યપ્રાણીઓ પડતા હોવાના બનાવો બનતા રહે છે જેને લઇને વન વિભાગ દ્વારા 6 માસ પહેલા ખુલ્લા કુવાનો સર્વે કરવા આવ્યા હતા પરંતુ હજુ સુધી કુવાના કાંઠા બાંધવા આવ્યા નથી. જેને લઇને સિંહ સહિતના વન્ય પ્રાણીઓ કુવામાં ખાબકવાનો ભય રહે છે. સંજયભાઇ ચોવટીયા, ખેડુત
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-girnar-lions-fall-in-search-of-water-in-summer-farmers-030108-4128156-NOR.html

કોડીનારનાં હરમડીયામાં ખેડૂત પર સિંહણનો હુમલો, ઈજાગ્રસ્ત ખેડૂત સારવાર હેઠળ


ઈજાગ્રસ્ત ખેડૂત

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 03:24 PM
ઈજાગ્રસ્ત ખેડૂત

  • કેરી ઉતારતી વખતે સિંહણે હુમલો કર્યો

જૂનાગઢ:કોડીનારના હરમડીયામાં આંબાના બગીચામાં કામ કરતાં ખેડૂત પર સિંહણે હુમલો કર્યો હતો. જેમાં ખેડૂત યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ખેડૂત આંબાના ઝાડ પરથી કેરી ઉતારી રહ્યો હતો. ત્યારે અચાનક સિંહણ આવી ચડી હતી અને ખેડૂત પર હુમલો કર્યો હતો. હાલ ખેડૂત યુવાન સારવાર હેઠળ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-in-kodinar-lioness-attack-on-young-farmer-gujarati-news-6034633-NOR.html

પાંજરાપોળમાં પોપટ ક્યાંથી આવ્યા તેની તપાસ હાથ ધરાશે

પાંજરાપોળમાં વનવિભાગે રેડ કરીને 35 પોપટ અને 1 નીલગાય કબજે કરી છે. તે મામલે કાગળની કાર્યવાહી પત્યા બાદ દંડ માટે...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 03:01 AM
પાંજરાપોળમાં વનવિભાગે રેડ કરીને 35 પોપટ અને 1 નીલગાય કબજે કરી છે. તે મામલે કાગળની કાર્યવાહી પત્યા બાદ દંડ માટે શુક્રવારે નિર્ણય લેવામાં આવનાર હતો. તે માટે ડીસીએફ એમ.એમ. મુનિએ પાંજરાપોળના સંચાલકોને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે આ પોપટ ક્યાંથી આવ્યા. જવાબમાં જાણવા મળ્યું કે કોઇ ઘાયલ કે માંદા હોય ત્યારે લોકો મૂકી જતા હોય છે. જે લોકો પ્રાણીઓ મૂકી જાય છે તેમની વિગતો રાખવામાં આવે છે કે કેમ તે પૂછવામાં આવતા પાંજરાપોળના સંચાલકોએ વ્યવસ્થા હોવાની વાત કરી હતી આથી ડીસીએફએ તમામ પોપટ અને નીલગાય ક્યારે અને કોણ લઇ આવ્યું તે વિગતો મગાવી છે. આ અંગેની વધુ તપાસ એસીએફને તપાસ સોંપવામાં આવી હોવાનું તેમજ દિવ્યરાજ શાહના ફાર્મહાઉસ પરથી 3 મૃત કાચબાની ઢાલ મળી આવી છે જે શિડ્યૂલ-1 છે કે નહિ તેની ખરાઈ માટે એફએસએલમાં મોકલવામાં આવશે તેમ ડીસીએફ એમ.એમ.મુનિએ જણાવ્યું હતું.

પાંજરાપોળ અને કાળીપાટ સ્થિત દિવ્યરાજ શાહના ફાર્મ હાઉસ પરથી જે પશુ અને પક્ષીઓ વનવિભાગે કબ્જે લીધા છે તે તમામને જૂનાગઢના સકકરબાગ ઝૂમાં મોકલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-check-out-where-the-parrot-came-from-030112-4135087-NOR.html

તાલાલાનાં હરીપુરમાંથી 13 ચિત્તલનાં મૃતદેહ મળ્યા

દવા છાંટેલો ઉભો મોલ અથવા કેરી ખાઇ ગયાની આશંકા

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2019, 02:57 AM ગિર પશ્ચિમ વનવિભાગ હેઠળ આવતી તાલાલા રેન્જનાં હરિપુર રાઉન્ડના હરિપુર બીટનાં સાંગોદ્રા વિસ્તારમાં આજે બપોરે સ્થાનિક સ્ટાફ ફેરણામાં હતો. એ વખતે ચિત્તલનાં 13 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકમાં 2 પુખ્ત નર, 1 પાઠડો નર, 6 માદા અને 4 બચ્ચાં હતા. મૃતદેહો પર ઇજા કે અન્ય કોઇ નિશાનો નહોતા. વળી તે એકજ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. બનાવનું સ્થળ અભયારણ્યથી અઢી કિમી દૂર છે. બાજમાં હિરણ નદી વહે છે. અને 100 મીટર દૂર રેવન્યુ વિસ્તારમાં ખેતરો આવેલાં છે. જેમાં હાલ નવો મોલ ઉભો છે. આ ઘટનાનું વેટરનરી સર્જને સ્થળ પર પીએમ કર્યું હતું. અને નમુના મેળવી એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. તાલાલા રેન્જનાં આખા સ્ટાફે આખા વિસ્તારની તપાસ કરી સ્કેનીંગ કર્યું હતું. અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓ પર પણ નજર રાખી છે.

દરમ્યાન આસપાસનાં વાડી ખેતરોમાંથી વનવિભાગે પાણી, પાક અને આંબાવાડિયામાંથી કેરીનાં નમુના પણ લીધા છે. કદાચ આંબા પર નવી કેરી હોવાથી વધુ કેરી ખાઇ જતાં અથવા ઉભા પાકમાં દવા છાંટી હોય તો પણ મોત થઇ શકે. જોકે, જ્યાં સુધી પીએમ રીપોર્ટ ન આવે ત્યાં સુધી મોતનું કારણ કહેવું મુશ્કેલ છે. એમ પણ ડીસીએફ ડો. ધીરજ મિત્તલે જણાવ્યું હતું. વનવિભાગે શેને લીધે ચિત્તલનાં મોત થયાં છે એ જાણવા આસપાસનાં ખેતરોમાંથી પાણી, ઉભા પાક અને આંબા પરની કેરી સુદ્ધાંના નમુના લીધા છે. એમ પણ ડીસીએફ મિત્તલે જણાવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-13-cheetals-found-in-haripur-of-talala-025708-4143213-NOR.html

ભવનાથ જંગલમાંથી પ્રાણીઓએ ફાડી ખાધેલ આધેડનો મૃતદેહ મળ્યો

આત્મહત્યા કર્યા બાદ ઘટના બની હોવાનું તારણ

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2019, 03:00 AM
જૂનાગઢ ભવનાથના જંગલમાંથી પ્રાણીઓએ ફાડી ખાધેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થતી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ ભવનાથ પોલીસે હાથ ધરી છે.

ભવનાથ જિલ્લા પંચાયત પાછળ આવેલા જંગલમાં માથુ કપાેલી લાશ હોવાની જાણ થતા ભવનાથ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને મૃતદેહને તાત્કાલીક સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ મૃતદેહ મુળ જૂનાગઢના અને હાલ મહુવા રહેતા વિનયભાઇ મોહનભાઇ જોષીનો હોવાનું જાણવા મળ્યું હતું અને આત્મ હત્યા કરી હોવાને કારણે મૃતદેહ જંગલમાં પડી રહ્યો હોવાને કારણે જંગલી પ્રાણીઓએ મૃતદેહને ફાડી ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મૃતદેહનો પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ વધુ હકીકત સામે આવશે. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સાહિનભાઇ ચલાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-animals-from-the-forest-of-bhavnath-forest-got-a-corpse-030012-4143208-NOR.html

ગૃહિણી દર વર્ષે ચકલીના 700થી વધુ માળાનું કરે છે નિ:શુલ્ક વિતરણ

DivyaBhaskar News Network | Updated - Mar 19, 2019, 02:35 AM
શહેરના ઝાંઝરડા રોડ પર રહેતા એક ગૃહિણી છેલ્લા 7 વર્ષથી ચકલી બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત તેઓ દર વર્ષે ચકલીના 700થી વધુ માળા બનાવી લોકોને નિ:શુલ્ક વિતરણ કરે છે. ચકલી બચાવ અભિયાનના પ્રણેતા એવા ગીતાબેન રામભાઇ ભૂતીયાએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે આપણા આંગણામાં પક્ષીઓ આવતા અને તેના અવાજથી આપણું આંગણું ગુંજી ઉઠતું હતું. કૂકડે... કૂક ના અવાજ સાથે આપણી સવાર પડતી. પછી તો દિવસભર કાબર, ચકલી, મોર, પોપટ, મેના,કબૂતરના મધુર અવાજ સાંભળવા મળતા. અેમાંયે નાના એવા રૂપકડા પક્ષી ચકલીની ચી.. ચી સાંભળવા મળતા દિલ બાગબાગ થઇ જતું. હવે આપણે ઓરજીનલ જંગલ કાપીને વિકાસના નામે સિમેન્ટના જંગલ વધારવા લાગ્યા છે જેથી વૃક્ષો પર નિવાસ કરતા નાના એવા પક્ષીઓના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. આવું જ એક પક્ષી એટલે ચકલી જે હવે લુપ્ત થવાની અણી પર છે ત્યારે તેને બચાવવા માટે નાનકડો પ્રયાસ કરી રહી છું. છેલ્લા 7 વર્ષથી મારા ઘરે જ ચકલીના માળા બનાવી નિ:શુલ્ક વિતરણ કરૂં છું. દર વર્ષે 700થી વધુ માળાનું વિતરણ કરૂં છું. આ કાર્યમાં મારા પતિ અને પરિવારજનોનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે. મારા ખુદના ઘરે પણ 10 માળા છે જેમાં ચકલીઓ વસવાટ કરે છે.

કઇ રીતે બનાવે છે ?

આઇસ્ક્રીમના ખાલી ખોખા વેંચાતા લઇ તેના પર રંગબેરંગી આકર્ષક કાપડનું કવર ઘરે મશીન પર બનાવી તેના પર ચડાવવામાં આવે છે. બાદમાં તેનું ફ્રિમાં વિતરણ કરાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-housewife-carries-more-than-700-floors-of-spinning-every-year-for-free-delivery-023522-4153503-NOR.html

ભવનાથ સ્થિત મુચકુંદ ગુફા પાસેના જંગલમાં કચરાના ઢગમાં આગ ભભૂકી

જૂનાગઢ ફાયર વિભાગે 5000 લિટર પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી

DivyaBhaskar News Network | Updated - Mar 19, 2019, 02:36 AM
ભવનાથ સ્થિત મુચકુંદ ગુફા પાછળના જંગલમાં પડેલા કચરાના ઢગમાં સોમવારે બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ઘટનાની જાણ થતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે ફાયર વિભાગે આપેલી માહિતી મુજબ ભવનાથમાં દામોદર કુંડ નજીક આવેલ મુચકુંદ ગુફા પાછળના ભાગે કચરાના ઢગ પડયા હતા. શિવરાત્રી મેળા દરમિયાન કોઇએ કચરાના ઢગ રાખી દીધા હતા જેમાં અચાનક આગ લાગી હતી. દરમિયાન આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગના મુળુભાઇ ભારાઇ, ઉમેશ સોલંકી,રાજીવ ગોહિલ,રવિ ચુડાસમા,ભાવેશ વરૂ,રાહુલભાઇ વગેરે સ્ટાફ તુરત દોડી ગયો હતો અને 5000 લીટર પાણીનો મારો ચલાવી આશરે 30 મિનીટ બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. દરમિયાન ફાયર સ્ટાફે વધુમાં જણાવ્યું હતું કે જો આગ કાબુમાં આવી ન હોત તો જંગલમાં પ્રસરી જાત અને તો આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના હતી, કારણકે આગળનો રસ્તો અત્યંત સાંકડો છે જયાં મોટી ગાડી લઇ જઇ શકાય તેવી સ્થિતી જ નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-fire-brigade-in-the-trash-canopy-in-the-forest-near-the-muchkund-cave-located-in-bhavnath-023628-4153480-NOR.html

પાજોદ ગામમાં 3 હજારથી વધુ ચકલી ઘર અને પાણીનાં કુંડા મૂક્યા

છેલ્લા સાત વર્ષથી એક ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ પોતાના પૈસા ખર્ચી પક્ષીઓ માટે ઘર બનાવે છે અને પોતે જ લગાવી...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2019, 02:46 AM
સામાન્ય રીતે ઉનાળો આવતાની સાથે જ સૌ કોઇ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મુકવા માંડે છે જેથી પક્ષીઓને ઉનાળાના આકરા તાપમાં સરળતાથી પાણી મળી રહે પરંતુ માણાવદર તાલુકાના પાજોદ ગામના રમેશભાઇ કાસુન્દ્રા છેલ્લા સાતેક વર્ષથી પક્ષીઓ માટેના માળા, પાણીના કુંડા વગેરે બનાવી લોકોને વિતરણ કરી અનેરી સેવા પુરી પાડી રહ્યાં છે. અત્યાર સુધીમાં આજુબાજુના ગામડાઓમાં 12 હજાર થી વધુ ચકલીઘરનું વિતરણ કરી ચુક્યાં છે.

પાજોદ ગામ જાણે કે ચકલીઓનું ગામ બની ગયુ હોય તેમ ગામનાં ઘરે ઘરે તેમજ મંદિર, દુકાનો દરેક જગ્યાઓ પર તેઓએ ચકલી માટેના માળાઓ અને કબુતર માટે ટોપલીઓ લગાવી છે. આ અંગે રમેશભાઇ કાસુન્દ્રાના જણાવાયા અનુસાર, તેઓએ અત્યાર સુધીમાં 3 હજારથી વધુ ચકલી ઘર, 200 થી વધુ કબુતરની ડાલીઓ તેમજ 300 જેટલા પાણીના કુંડા મુક્યા છે. ચકલી એક એવુ પક્ષી છે જે માનવ વસાહતની વચ્ચે જ રહે છે. આ ચકલી એક સમયે લુપ્ત થવાને આરે હતી ત્યારે ચકલી બચાવો ઝુંબેશ પણ હાથ ધરાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-the-village-of-pahejad-more-than-3000-sparrows-were-kept-in-the-house-and-water-kundas-024559-4161653-NOR.html

પરીતળાવે 1 બચ્ચા સાથે દિપડી આવી ચઢી, કૂતરાનું મારણ કર્યું

ઉનાળાની ઋતુને કારણે જંગલમાં પાણી અને શિકાર ન મળતા હિંસક વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ વળ્યા છે જૂનાગઢ...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2019, 02:46 AM
Junagadh News - there was a hawk with a cubs in the village and they killed the dog 024607
જૂનાગઢ શહેર મધ્યે આવેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરીતળાવમાં આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં એક સિક્યોરિટી ગાર્ડે લોહીનાં નિશાન જોતાં તેનું પગેરું મેળવ્યું હતું.

આ પગેરું પરિતળાવમાંથી નિકળતા એક 100 ફૂટ લાંબા અને સાડા ત્રણ ફૂટ પહોળા પાઇપવાળા નાળા સુધી પહોંચ્યા હતા. નાળામાં જોતાં તેમાં એક દિપડી પોતાના એક બચ્ચા સાથે બેઠેલી જોવા મળતાં તેણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.

આ અંગે કૃષિ યુનિ. સત્તાવાળાઓએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગનો સ્ટાફ પાંજરા સાથે પરિતળાવ પહોંચ્યો હતો. અને દિપડીને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. જોકે, મોડી સાંજ સુધી દિપડી બચ્ચાં સાથે નાળાનાં ભૂંગળામાંજ બેસી રહી હતી. અને મોડી સાંજે 8 વાગ્યે તે પાછી જંગલ તરફ જવા નિકળી ગઇ હતી. આથી વનવિભાગનો સ્ટાફ પણ પરત ફર્યો હતો.

દરમિયાન દિપડાની હાજરીને પગલે પરિતળાવમાં લોકોની અવરજવર બંધ કરી દેવાઇ હતી. દિપડાને લીધે કર્મીઓમાં ભય ફેલાયો છે.

કર્મચારી બગીચામાં એકલા જતા નથી

કૃષિ યુનિવર્સિટી ખાતે ચીકુનો બગીચો આવેલો છે. આ બગીચામાં કર્મીઓ બગીચાની સારસંભાળ માટે જતા હોય છે. જોકે, દિપડાએ દેખા દેતાં કર્મીઓ એકલા જતાં પણ ડરે છે અને ત્રણ-ચાર કર્મીઓ સાથે જ જાય છે.

કર્મચારી સામે ઘુરકીયા કર્યા |કૃષિ યુનિ. માં થોડા દિવસ પહેલા પણ આ દિપડો ચડી આવ્યો હતો. દરમિયાન કૃષિ યુનિવર્સિટીમાં કામ કરી રહેલા એક સામે દિપડાએ ઘુરકીયા કર્યા હતા. જો કે આજુબાજુમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ હાકલા-પડકારા કરતા દિપડો નાસી છુટ્યો હતો.

દિવાળીથી અત્યાર સુધીમાં ચાર મોરનું મારણ કર્યું

કૃષિ યુનિવર્સિટીમાં મોરની સંખ્યા વધારે હોઇ દિપડાને આસાનીથી શિકાર મળી રહે છે. આથી તે અહીં અવારનવાર આવી ચઢે છે. દિવાળીથી અત્યાર સુધીમાં દિપડાએ અહીં 4 મોરનો શિકાર કર્યો છે. તેમજ કુતરાનો પણ શિકાર કરતો હોવાનું કર્મીઓમાં ચર્ચાઇ રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-there-was-a-hawk-with-a-cubs-in-the-village-and-they-killed-the-dog-024607-4161641-NOR.html

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શિકારની લાલચે દિપડો અવારનવાર ઘુસી આવે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શિકારની લાલચે દિપડો અવારનવાર ઘુસી આવે છે. દરમ્યાન ગત રાત્રિનાં સમયે એક બચ્ચા સાથે...

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2019, 02:52 AM
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શિકારની લાલચે દિપડો અવારનવાર ઘુસી આવે છે. દરમ્યાન ગત રાત્રિનાં સમયે એક બચ્ચા સાથે આવી ચઢેલી એક દિપડીએ એક કૂતરાંનું મારણ કર્યું હતું. આથી વનવિભાગને જાણ કરાતાં આખો દિવસ વનવિભાગે પાંજરું ગોઠવ્યું હતું. જોકે, દિપડી આખો દિવસ એક નાળાંના પાઇપમાં બેસી મોડી સાંજે પાછી જતી રહી હતી.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરીતળાવમાં આજે સવારે 8:30 વાગ્યાના અરસામાં એક સિક્યોરિટી ગાર્ડે લોહીનાં નિશાન જોતાં તેનું પગેરું મેળવ્યું હતું. આ પગેરું પરિતળાવમાંથી નિકળતા એક 100 ફૂટ લાંબા અને સાડા ત્રણ ફૂટ પહોળા પાઇપવાળા નાળા સુધી પહોંચ્યા હતા. નાળામાં જોતાં તેમાં એક દિપડી પોતાના એક બચ્ચા સાથે બેઠેલી જોવા મળતાં તેણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આ અંગે કૃષિ યુનિ. સત્તાવાળાઓએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગનો સ્ટાફ પાંજરા સાથે પરિતળાવ પહોંચ્યો હતો. અને દિપડીને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. મોડી સાંજ સુધી દિપડી બચ્ચાં સાથે નાળાનાં ભૂંગળામાંજ બેસી રહી હતી. અને મોડી સાંજે 8 વાગ્યે તે પાછી જંગલ તરફ જવા નિકળી ગઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-junagadh-agricultural-university-the-lion-will-often-come-under-the-hunt-of-prey-025238-4165841-NOR.html

12 વર્ષમાં ચકલીના 1 લાખથી વધુ માળાનું કરાયું નિ:શુલ્ક વિતરણ

નિસર્ગ નેચર કલબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ભૂલકાંઓએ ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં ગીત ગાયું

DivyaBhaskar News Network | Updated - Mar 21, 2019, 02:31 AM
જૂનાગઢમાં નિસર્ગ નેચર કલબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં ચકલી બચાવ અભિયાનનો પણ સમાવેશ થાય છે. આ અંગે નિસર્ગ નેચર કલબના ડો. પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ચબી ચિકસ પ્લે હાઉસ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નાના ભૂલકાઓએ હર્ષભેર ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહી, આવશો કે નહી ω ગીત ગાઇ ડાન્સ કર્યો હતો. બાદમાં બાળકોને ચકલી અંગે જાણકારી આપી તેમના બચાવ કરવાના સંકલ્પો લેવડાવી નિ:શુલ્કપણે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. પાર્થ ગણાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2008થી ચકલી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રતિ વર્ષ જૂનાગઢ તેમજ આજુબાજુના ગામડાઓમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 1 લાખથી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે અબોલ પશુ, પક્ષી માટે પીવાના પાણીના કુંડા રાખવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-free-delivery-of-more-than-1-lakh-floors-in-12-years-023118-4168592-NOR.html

ગિર જંગલની ડેડકડી રેન્જમાં વિચરતી સિંહણને શારિરીક અશક્તિ

જૂનાગઢ | ગિર જંગલની ડેડકડી રેન્જમાં વિચરતી સિંહણને શારિરીક અશક્તિ જણાતાં તેનું રેસ્કયુ કરી સાસણ એનિમલ કેર સેન્ટર...

DivyaBhaskar News Network | Updated - Mar 28, 2019, 03:07 AM
જૂનાગઢ | ગિર જંગલની ડેડકડી રેન્જમાં વિચરતી સિંહણને શારિરીક અશક્તિ જણાતાં તેનું રેસ્કયુ કરી સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

ગિર જંગલની ડેડકડી રેન્જમાં એક સિંહણને ગત વર્ષે શારિરીક અશક્તિ હોવાનું સ્ટાફનાં ધ્યાને આવ્યું હતું. આથી તેનું રેસ્ક્યુ કરી સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. સિંહણ એ વખતે 13 વર્ષની હતી. અને તેને ફેફસાંની બિમારી હતી. તેમજ ઉમરને લીધે તેની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી ગઇ હતી. આથી તેને સેન્ટરમાંજ સારવાર માટે રાખવામાં આવી હતી. દરમ્યાન આજે તેનું મોત થયું હતું. આ અંગે સાસણનાં ડીસીએફ ડો. મોહન રામે જણાવ્યું હતું કે, તેને સાજી કરવા છેલ્લા એક વર્ષથી સારવાર ચાલુ હતી. જોકે, તે વૃદ્ધાવસ્થાએ પહોંચી ગઇ હતી. અને ફેફસાં પણ નબળાં પડી ગયા હતા. આથી સારવાર કારગત નહોતી નિવડી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh-physical-impairment-to-devastating-lioness-in-the-dead-range-of-gir-forest-030657-4213230-NOR.html

જૂનાગઢ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં

જૂનાગઢ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં 100 બોક્સની 1000 થી 1500 નાં ભાવે હરરાજી થઇ. એ સાથેજ અહીં કેસર...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2019, 03:00 AM
જૂનાગઢ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં 100 બોક્સની 1000 થી 1500 નાં ભાવે હરરાજી થઇ. એ સાથેજ અહીં કેસર કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. આ કેરી ડુંગરપુરનાં આંબાવાડિયાની છે. જ્યારે તાલાલાની કેરી હજુ એકાદ મહિના પછી બજારમાં આવશે અને વંથલીની કેરી જુન મહિનામાં આવશે.

જૂનાગઢ કૃષિ યુનિ.નાં નિવૃત્ત પ્રાધ્યાપક અને કેરી પર સંશોધન કરનાર ડો. આર. આર. વીરડીયા કહે છે, ગિરનાર પર્વતની આસપાસ જે આંબાનાં બગીચાઓ છે એ બધી જ જમીનો પાણીનાં નિતારવાળી છે. એટલેકે, ગમે એટલો વરસાદ થયો હોય, પણ ચોમાસું જાય એટલે જમીનમાંથી ભેજ પણ જલ્દી ઓછો થઇ જાય છે. કારણકે, જમીનો મોરમવાળી અને ઢોળાવવાળી છે. એટલે આંબાને રેસ્ટીંગ પીરીયડ વધુ મળે અને તેના પર ફ્લાવરીંગ વ્હેલું આવે છે. વળી જમીનમાંથી ભેજ વ્હેલો ચાલ્યો જતાં આંબામાં કાર્બન-નાઇટ્રોજનનું પ્રમાણ મેન્ટેન થાય છે. આમ અહીંની કેસર કેરી તાલાલા કરતાં 15 દિવસ વ્હેલી બજારમાં આવી જાય છે. જ્યારે વંથલી ગિરનારથી તાલાલા કરતાંયે નજીક હોવા છત્તાં ત્યાંની કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે. કારણકે, ત્યાં ચોમાસા પછીયે જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાયેલો રહે છે. આથી ફ્લાવરીંગ પણ મોડું થાય છે. અને કેરી છેક જુન માસમાં બજારમાં આવે છે. એમ પણ ડો. વીરડીયાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-the-junagadh-yard-today-at-8-o39clock-kesar-mango-030005-4220965-NOR.html

ખાંભામાં ચંદન ચોર ગેંગે 60 વર્ષ જૂનાં ચંદનનાં વૃક્ષની ચોરી કરી, આરોપીઓ ફરાર

Divyabhaskar.com | Updated - Mar 05, 2019, 02:40 PM

ચંદનના ઝાડની ચોરી
ચંદનના ઝાડની ચોરી

  • ચંદનના વૃક્ષની અંદાજીત કિંમત 6-7 લાખ રૂપિયા છે

ખાંભા:ખાંભાના એક ખેડૂતની વાડીમાં 60 વર્ષ જુના ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 2 દિવસ પહેલા કેટલાક શખ્સોએ વાડીમાં ઘુસીને ઓટોમેટિક કટર દ્વારા વૃક્ષને કટ કરી ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. હાલ ખેડૂતે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

2 દિવસ પહેલા ચંદનના વૃક્ષની ચોરી

1.ઘટનાની વિગત અનુસાર ખાંભાના એક ખેડૂત નંદલાલ વરિયાએ 60 વર્ષ પહેલા ચંદનનો છોડ વાવ્યો હતો. જે વૃક્ષ અત્યારે ઘટાદાર બની ગયું હતું. હાલ ચંદનના ઝાડની બજાર કિંમત આશરે 6-7 લાખ રૂપિયા આસપાસ હતી અને તે આ ઝાડને વેચવા માંગતા ન હતાં. ત્યારે કેટલાક શખ્સોએ 2 દિવસ પહેલા વાડીમાં રહેલા ચંદનના ઝાડને ઓટોમેટિક કટર દ્વારા કટ કરી ચોરી કરીને લઈ ગયા હતા. જેથી ખેડૂતે સમગ્ર ઘટનાની ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેથી પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.  
ખેડૂતે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી
2.એક ખેડૂતના જણાવ્યા અનુસાર રાત્રી દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ અહીંથી પસાર થયો હતો. જો કે ચંદનનાં વૃક્ષની ચોરીમાં એક વ્યક્તિ નહીં પરંતુ ચારથી પાંચ વ્યક્તિ હોવાનું હાલ મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે તસ્કરો વજનદાર ચંદનનું થડ જ કાપીને તસ્કરો લઈ ગયા હતા અને ઉપરની ડાળી ઓને ત્યાં જ કાપીને છોડી દીધી હતી. બાદમાં ત્યાંથી થોડે દુર ચંદનના થડની ઉપરની બીન જરૂરી છાલ પણ કટર દ્વારા કાઢી નાખવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-some-people-thereat-chandan-tree-from-khambha-gujarati-news-6030327.html

ખાંભામાં 25 દિવસ સિંહણનો મૃતદેહ પડી રહ્યો છતાં અધિકારીઓ ઉંઘતા રહ્યા, સ્ટાફની ઘરે બેસી દેખરેખ

  • Divyabhaskar.com | Updated - Mar 02, 2019, 04:33 PM
    અધિકારીઓ 25થી 30 કિમિ દૂર વતનમાં રહી અપડાઉન કરે છે

ખાંભા:ભાણીયા રાઉન્ડમાં 25 દિવસ પડી રહેલા સિંહણના મૃતદેહ મામલે સ્ટાફની બેદરકારી સામે આવી છે. તુલસીશ્યામ રેન્જનાં ભાણીયા રાઉન્ડ વિડીનો સ્ટાફ દ્વારા ઘરે બેઠા બેઠા દેખરેખ રાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ભાણીયા રાઉન્ડનો સ્ટાફ હેડક્વાર્ટમાં રહેવાના બદલે પોતાના વતનમાંથી અપડાઉન કરતાં હોવાના કારણે વન્યપ્રાણીઓના મોતની 20 કે 25 દિવસે જાણ થઈ રહી છે.

વન્યપ્રાણીઓનાં મોતની જાણ 20-25 દિવસ બાદ થાય છે

1.ભાણીયા રાઉન્ડનો સ્ટાફ હેડક્વાર્ટર અને અનમાત વિડીથી 25થી 30 કિમિ દૂર વતનમાં રહી અપડાઉન કરે છે. સિંહણના મૃતદેહમાં જીવાત પડી જવી અને દુર્ગંધ આવતી હોય ત્યાં સુધી સ્ટાફ અહીં ડોક્યું પણ કરતો નથી. જે એક તપાસનો વિષય છે. વન્યપ્રાણીઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરીને  કેવી રીતે મેનેજ કરવુંતેમાં જ સ્ટાફની માસ્ટરી છે. જ્યારે વન્યપ્રાણીઓની દેખરેખ કરવામાં બિલકુલ રસ દાખવતા નથી. તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં 13 નખ ગુમ થવાના કેસમાં રાઉન્ડ સ્ટાફ પાસે ખુલાસા માંગ્યો હતો. તેમ ભાણીયા રાઉન્ડમાં પણ સિંહણના મોતને લઈને ખુલાસો માંગવામાં આવે. 
શું તંત્ર વનકર્મી પાસે ખુલાશો માંગશે?
2.તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં 5 દિવસ પહેલા આશરે 9 વર્ષની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ સિંહણના મોત થયાના આશરે 25 દિવસ પછી વનવિભાગને જાણ થઈ હતી અને સિંહણના મૃતદેહમાં મોટી સંખ્યામાં જીવાત પણ પડી ગઈ હતી અને મૃતદેહમાંથી અસંખ્ય દુર્ગંધ આવવા લાગી હતી. ત્યારે આ સિંહણનું મોત ક્યાં કારણોસર થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. બીજી તરફ ભાણીયા રાઉન્ડ અને તુલસીશ્યામ રેન્જના કર્મચારીઓની બેદરકારી પણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર ભાણીયા રાઉન્ડના વનકર્મી પાસે ખુલાશો માંગશે કેમ? સમગ્ર મામલે તપાસ કર થશે કે કેમ? આ એક મોટો સવાલ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-forest-staff-monitoring-from-his-home-in-khambha-gujarati-news-6029299.html

અમરેલી જિલ્લામાં 6996 હેક્ટરમાં આંબાવાડી, કેરીનો મબલખ પાક થવાની ધારણા, ખેડૂતો ખુશ

કેસર કેરી સૌરાષ્ટ્રની શાન છે. એવી રીતે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં કેસરનો પાક લેવાય છે તેવી જ રીતે અમરેલી...

DivyaBhaskar News Network | Updated - Mar 01, 2019, 02:00 AM
કેસર કેરી સૌરાષ્ટ્રની શાન છે. એવી રીતે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં કેસરનો પાક લેવાય છે તેવી જ રીતે અમરેલી જીલ્લામાં પણ મોટા પ્રમાણમાં તેનો પાક લેવાય છે. હાલમાં અમરેલી જીલ્લામાં 6996 હેક્ટરમાં કેસરનો પાક આવશે. ઓણ સાલ કેસર માટે હવામાન પણ સાનુકુળ છે. જેને પગલે આ વર્ષે પાકનો ઉતારો પણ ખુબ સારો રહેવાની ધારણા છે.

અમરેલી જીલ્લામાં કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો માટે હવામાન ખૂબ જ અગત્યની ભુમીકા ભજવે છે અને ચાલુ સાલે કમસેકમ અત્યાર સુધી કેસર કેરી માટે હવામાન સાનુકુળ રહ્યુ છે. અગાઉ કેસર કેરીમાં ખૂબ મોટા પ્રમાણમાં મોર જોવા મળ્યો હતો. જેથી ખાખડીઓ પણ ખૂબ સારી એવી સંખ્યામાં બંધાય છે. આંબાવાડીઓમાં આંબા પર વિપુલ પ્રમાણમાં ખાખડીઓ હોય ઓણ સાલ કેસર કેરીનો મબલખ પાક થવાની ખેડૂતોને આશા બંધાય છે. અલબત છેલ્લા ત્રણ-ચાર દિવસમાં હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો અને દરીયા કાંઠાના વિસ્તારમાં માવઠુ પણ થયુ હતું. પરંતુ કેસર કેરી જ્યાં પાકે છે તે વિસ્તારમાં સદનશીબે માવઠુ થયુ ન હતું.

અમરેલી જીલ્લામાં હાલમાં 6996 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ ઉભી છે. જીલ્લામાં સૌથી વધુ કેસરનો પાક ધારી તાલુકામાં લેવામાં આવે છે. અહિં 3097 હેક્ટરમાં ખેડૂતોએ આંબાવાડીઓ ઉભી કરી છે. ત્યારબાદ સાવરકુંડલા તાલુકામાં 2215 હેક્ટરમાં આંબાવાડી છે. રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકમાં પણ કેરીનો પાક ઠીક ઠીક પ્રમાણમાં લેવાય છે. જ્યારે અમરેલી, બાબરા, કુંકાવાવ, લાઠી જેવા વિસ્તારમાં કેરીની નામમાત્રની ખેતી થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-amravali-and-amreli-in-amreli-district-expected-to-be-a-rich-harvest-of-mangoes-farmers-happy-020039-4013308-NOR.html

ઊનાનાં સૈયદ રાજપરા ગામમાં શંકાસ્પદ હાલતમાં મળેલા સાવજનું ઇનફાઇટથી મોત


ફાઈલ તસવીર

Divayabhaskar.com | Updated - Feb 28, 2019, 10:28 AM
ફાઈલ તસવીર

  • ઉનાના સૈયદ રાજપરામાં મોટા સિંહે નાના સિંહને પતાવી દીધો હતો

ઊના:સૈયદ રાજપરા ગામના રહેણાંકીય વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક શંકાસ્પદ હાલતમાં સિંહનું મોત નિપજ્યું હતું. જેના પીએમ રિપોર્ટમાં સિંહનું મોત ઈનફાઈટથી થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ખેતર પાસે સિંહનું અચાનક શંકાસ્પદ મોત થયાની હકીકત વનવિભાગના અધિકારીને મળતા વનવિભાગના એસસીએફ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિંહના મૃતદેહને કબ્જે લઇ સિંહના મોતનું કારણ જાણવા પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ સિંહ સૈયદ રાજપરાના ગામ વચ્ચે આવેલા તળાવ નજીક ખેતર પાસે બે નર સિંહ નાનો તેમજ મોટો સિંહ બન્ને વચ્ચે ઇનફાઇટ થતાં નાના સિંહને ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેમનુ મોત થયુ હોવાનું રીપોર્ટ આધારે આરએફઓ પંડ્યાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-in-rajpara-village-lion-died-in-infight-pm-report-gujarati-news-6028245-NOR.html

ગીર નજીક ખેતરમાં બિમાર દીપડા સાથે શખ્સોએ શ્વાન જેવું વર્તન કર્યું, તસવીરો વાઇરલ


દીપડા સાથે જોવા મળેલો શખ્સ

DivyaBhaskar.com | Updated - Mar 12, 2019, 12:11 AM

દીપડા સાથે જોવા મળેલો શખ્સ

  • ગીર જંગલના ગ્રામ્ય પંથકની તસવીરો હોવાનું અનુમાન

અમરેલી: અમરેલીમાં એક વાડીમાં આવી ચઢેલા એક દીપડાના બચ્ચાં સાથે ખેત મજૂરની ધીંગામસ્તી અને ભાઈબંધી જેવા વ્યવહારના ફોટા આજે સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. આ તસવીરને લઇ દિવ્ય ભાસ્કરને તપાસ શરૂ કરી હતી. પરંતુ આ ફોટા ચોક્કસપણે ક્યાંના છે એની માહિતી મળી શકી નહોતી. વનવિભાગનાં સીસીએફ વસાવડાએ પણ તપાસ શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ફોટાનાં આધારે ચોક્કસ ક્યો વિસ્તાર કે વ્યક્તિ કોણ છે એનો ખ્યાલ ન આવી શકે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-few-person-click-photos-with-leopard-near-gir-forest-gujarati-news-6032906-NOR.html

ધારીના આંબરડી નજીક 12 સિંહો રોડ પર આવી ચડ્યા

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 01:59 PM

  • રાહદારીએ આ સિંહોનું ટોળુ જોતા જ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતાર્યો

અમરેલી: ધારીના આંબરડી નજીક આજે વહેલી સવારે 12 સિંહોનું ટોળુ રોડ પર આવી ચડ્યું હતું. 12 સિંહોમાં મોટાભાગે સિંહબાળો અને સિંહણો જોવા મળી હતી. જંગલમાં જતી વેળાએ કોઇ રાહદારીએ આ સિંહોનું ટોળુ જોતા જ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયોમાં વાઇરલ કર્યો હતો. 12 સિંહોએ દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થયાની ચર્ચાથી સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-12-lion-on-road-in-ambaradi-of-dhari-gujarati-news-6034494-NOR.html

સરંભડા વિસ્તારમાં દીપડાનો આતંક, રોજ અેક, બે બકરાંનું મારણ કરે છે

સીમમાં રહેતા મજુરોના જીવ જોખમમાં : દિપડાને પાંજરે પુરવા માંગ કરાઇ

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 02:01 AM
અમરેલી પંથકના સરંભડા વિસ્તારમાં આમ તો ઘણા સમયથી દીપડાનો વસવાટ છે. માલધારીઓ તથા સીમમાં રહેતા મજુરોના પશુઓને દીપડો અવારનવાર મારણ કરે છે. અથવા તો ઇજા પહોંચાડે છે. પરંતુ એકાદ સપ્તાહમા ગામના પાદરમાં આવેલી વાડીમાં દિપડો બકરાનુ મારણ કરી જાય છે.

અહી ગામમા ભાગીયુ રાખીને કામ કરતા અતુલ ચતુર દેવીપુજકના બકરાઓ ઉપર ત્રાટકીને બે બકરાનો શિકાર કરેલ હતો. વાડીમાં સહુ જાગી જતા અને દેકારા પડકારા કરતા દિપડો મરેલા બકરાને મુકીને ભાગી ગયો હતો. બે દિવસ પહેલા પણ આ જ મજુરના બે બકરાને દીપડો ઉઠાવી ગયો હતો. આમ છેલ્લા ચાર દિવસમા આ ગરીબ મજુરને તેના જીવ સમાન માલઢોરને ગુમાવતા મોટી આર્થિક નુકશાની ભોગવવી પડી છે. સરંભડા ગામની સીમમા દીપડાની રંજાડ ઘણા સમયથી છે. જંગલ ખાતાને પણ અનેકવાર જાણ અને રજુઆત કરેલ છે કે આ દીપડાને તાત્કાલિક પકડીને જંગલમા મુકી આવો પરંતુ જંગલ ખાતું ગંભીર હોય તેમ લાગતું નથી.

દિપડાને પકડવા એક પાંજરૂ ગોઠવાયું છે

જંગલ ખાતાને જાણ કરતા એક પાંજરૂ ગોઠવાયું છે. જંગલ ખાતાના ટ્રેકરો આંટો મારીને જતા રહે છે. જવાબદાર અધિકારીઓ હજુ સુધી આવ્યા નથી. જવાબદાર અધિકારીઓએ મુલાકાત લઇને એક બે વધારે પાંજરા મુકે અને જેમના માલઢોરનું નુકશાન થયેલ છે તેને તાત્કાલિક વળતર ચુકવે તેવી લોકોની માગણી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-terrible-terror-of-leprosy-in-the-area-of-parrots-every-day-carries-two-goats-020116-4130561-NOR.html

સાવરકુંડલાના આંબરડી ગામે વહેલી સવારે સિંહોએ 9 ગાયનું મારણ કર્યું


ગાયનું મારણ કર્યું

DivyaBhaskar.com | Updated - Mar 18, 2019, 11:08 AM

ગાયનું મારણ કર્યું

  • મિતિયાળા અભ્યારણ નજીક હોવાથી સિંહો આવી ચડે છે

અમરેલી: સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આજે વહેલી સવારે સિંહો દ્વારા 9 ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મિતિયાળા અભ્યારણ નજીક હોવાથી સિંહોનું ટોળુ ગામમાં આવી ચડ્યું હતું. સિંહોનું ટોળુ અવારનવાર અહીં આવે ચડે છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-lions-hunt-9-cow-in-anbaradi-village-of-savarkundala-gujarati-news-6035621-NOR.html

અમરેલીમાં વહેલી સવારે 10 સાવજોની સહેલગાહ જોવા મળી, વીડિયો વાઈરલ

Divyabhaskar.com | Updated - Mar 18, 2019, 05:29 PM

  • એક સાથે લટારમા મારતા સિંહો કેમેરામાં કેદ

અમરેલીઃઆંબરડી નજીક 10 સિંહોના ટોળાનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. વહેલી સવારે સિંહોએ આંબરડી નજીકના વિસ્તારમાં લટાર મારી હતી. આ દ્રશ્યો રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકે કેમેરામાં કેદ કરી દીધી હતી. વાઈરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, સિંહણ સાથે નાના નાના સિંહબાળ લટાર મારવા માટે નીકળી પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે નાના નાના સિંહબાળોને લઇને સિંહણએ આંબરડી નજીક ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક સાથે બાર સિંહો દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થતો નજરે ચડ્યો હતો. દલખાણીયામાં 23 સિંહોના મોત બાદ ધારી વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહોના ટાળા જોવા મળ્યાનો અદભુત નજારો સર્જાયો હતો.
‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-10-lion-caught-in-camera-in-amreli-at-morning-gujarati-news-6035781-NOR.html

તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો


પ્રતિકાત્મક તસવીર

DivyaBhaskar.com | Updated - Mar 19, 2019, 02:48 PM

પ્રતિકાત્મક તસવીર

  • વનવિભાગે ઇન્ફાઇટથી મોત થયાનું જણાવ્યું   

ખાંભા: તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડના સેન્ચુરી વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. અહીંના ઘાંચીગાળા વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ પડ્યો હોય કોઇ વન વિભાગને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. વનવિભાગના જણાવ્યા પ્રમાણે આ સિંહબાળની ઉંમર ત્રણ માસની હોવાની અને ઇન્ફાઇટથી મોત થયાનું બહાર આવ્યું છે. ભાણીયા રાઉન્ડના હેડક્વાર્ટરમાં સ્ટાફ રહેવાને બદલે અપડાઉન કરે છે. આથી સિંહોની સુરક્ષામાં વનવિભાગ વામણું પૂરવાર થઇ રહ્યું છે. તેમજ ગીર પૂર્વના વનવિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા છે.
સિંહના 13 નહોરની ઘટનાની તપાસ ઠેરની ઠેર: આ જ તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં અનામત વિડીમાં ફેબ્રુઆરી મહિનામાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ સિંહના 13 નહોર ગાયબ થઈ ગયા હતા. આ ઘટનામાં હજુ સુધી વનવિભાગના અધિકારીઓ 13 નહોર ગાયબની ઘટનાની તપાસમાં કાઈ જ ઉકાળી શક્યા નથી ત્યારે તુલસીશ્યામ રેન્જના અધિકારીઓ આવતા રાઉન્ડ સ્ટાફનો મનમેળના અભાવે હાલ તુલસીશ્યામ રેન્જ સિંહોની સુરક્ષામાં વામણું સાબિત થઇ રહ્યું છે.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-three-month-old-lion-cub-death-near-khanbha-gujarati-news-6036108-NOR.html

જિલ્લામાં જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેતરમાં લાઈટના સહારે પાકનું રક્ષણ

રોઝ અને ભુંડના ત્રાસથી ખેડૂતોને રાતવાસો ફરજીયાત બન્યો

DivyaBhaskar News Network | Updated - Mar 24, 2019, 02:00 AM
અમરેલી જિલ્લામાં જંગલી પ્રાણીઓનો ત્રાસ ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન થઈ ગયો છે. ત્યારે અમરેથી બગસરા રોડ પર રાત્રી દરમિયાન રોઝ અને ભુંડના ત્રાસથી ખેડૂતોને હવે ખેતરમાં લાઈટના સહારે પાકનું રક્ષણ મેળવવું પડે છે. લાઈટ હોવા છતાં પણ ખેડૂતોને રાતવાસો કરવો ફરજીયાત બન્યો છે.

અમરેલી જિલ્લો મોટાભાગે ખેતી આધારે નભી રહ્યો છે. ત્યારે જિલ્લાના જંગલ વિસ્તારમાં હાલ તો ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. રોઝ અને ભુંડનો ત્રાસ કારણ કે આ પ્રાણીઓનું એક ટોળુ જો ખેતરમાં પ્રવેશ કરી ગયું તો પાકનું નિકંદન કરી બહાર જાય છે. ત્યારે હાલ તો ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે રાતવાસો તો કરવો જ પડે છે.

પણ સાથે ખેડૂતોએ નવો કીમીયો પણ અપનાવી લીધો છે. જંગલી પ્રાણીઓને ખેતરમાં અટકાવવા માટે સમગ્ર ખેતરમાં રંગ બેરંગી લાઈટનો સહારો લઈ લીધો છે. ત્યારે આ લાઈટ લગાવવાથી ખેડૂતોનો રાતવાસો બંધ નથી થતો પણ લાઈટ પ્રકાશિત હોવાથી રોઝ અને ભુંડ જેવા પ્રાણીઓ દિશા બદલી શકે છે તેવું ખેડૂતોનું માનવું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-protection-of-crops-with-the-help-of-wild-animals-in-the-district-by-light-of-the-crop-020047-4179179-NOR.html

ચલાલાના સરંભડામાં સરપંચના ઘરે દીપડાએ ચોકીદારી કરી, દ્રશ્યો CCTVમાં કેદ

DivyaBhaskar.com | Updated - Mar 24, 2019, 12:57 PM

  • સરપંચના ઘરના ફળિયામાં દીપડાએ આંટા માર્યા

અમરેલી: ચલાલાના સરંભડામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચના ઘરે રાત્રિના દીપડાએ ચોકી કરી હતી અને ફળિયામાં આંટા માર્યા હતા. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. શિકારની શોધમાં દીપડા જંગલ છોડી ગ્રામ્ય વિસ્તાર તરફ વળતા લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-leopard-come-in-sarpanch-home-at-sarnbhada-village-of-chalala-gujarati-news-6038140-NOR.html

ગરમીનો પારો વધતા ગીરનાં સિંહો અકળાયા, અમરેલીમાં પાણીની શોધમાં 6 સિંહ રઝળતાં જોવા મળ્યાં

Divyabhaskar.com | Updated - Mar 25, 2019, 03:11 PM

  • પાણીની શોધમાં 6 સિંહો ખેતરમાં આંટા મારતા દેખાયા

અમરેલી:ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગરમીનો પારો વધતા સિંહો પણ અકળાય છે. અમરેલી જિલ્લાના લોકી અને જુનાસાવરની સીમમાં પાણીની શોધ અને ઠંડક મેળવવા માટે 6 સિંહો રસ્તા પર આવી ચડ્યા હતાં. પાણીની શોધમાં છેલ્લા 2 દિવસથી સિંહો આ વિસ્તારમાં આંટા મારે છે. ત્યારે આજે 6 સિંહો પાણી માટે શેત્રુન્જી નદી નજીકનાં ખેતરોમાં દોડતા જોવા મળ્યા હતાં. આ પહેલા પણ 4 સિંહો પાણીની શોધમાં આ વિસ્તારમાં જોવા મળ્યા હતાં.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-six-lion-see-in-amarelis-farm-video-viral-of-lion-gujarati-news-6038501-NOR.html

ગીરના ગામડામાં ઘૂસી બે સિંહોએ પશુનું મારણ કર્યું, લોકોએ અગાશી પર ચડી વીડિયો ઉતાર્યો

  • ગીર સોમનાથ જિલ્લાનો વીડિયો હોવાનું અનુમાન

અમરેલી: સિંહો પાણી અને સિકારની શોધમાં ગીરનું જંગલ છોડી ગામડાઓ તરફ વળ્યા છે. બે સિંહો ગીર નજીક એક ગામડામાં ઘૂસી પશુનું મારણ કરી મિજબાની માણી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં ગામડાની શેરીમાં બે સિંહોએ પશુનું મારણ કરી મિજબાની માણતા નજરે પડે છે. જેને લઇને ગ્રામજનો મકાનની અગાશી પર ચડી સિંહોનો મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ વીડિયો ગીરસોમનાથ જિલ્લાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-two-lion-hunt-of-animal-and-this-video-viral-on-social-media-gujarati-news-6039790-NOR.html