Thursday, Feb 4th, 2010, 3:11 am
Bhaskar News, Amreli
ખાંભાના દલડી ગામની બજારમાં ગઇરાત્રે ચાર સાવજોએ નિરાંતે લટાર મારી સવાર સુધી અડ્ડો જમાવી એક સાથે ચાર પશુનું મારણ કર્યું હતું રાત્રિના ત્રણ વાગ્યે ચારેય સિંહો મહમદભાઇ સુમરાભાઇના ફળિયામાં ત્રાટક્યા અને બે ગાય તથા એક વાછરડાના રામ રમાડી દીધા.
આટલું ઓછું હોય તેમ મહમદભાઇ વલીભાઇની એક ગાયનું પણ સાવજોએ મારણ કર્યું અને ગાયને ઢસડીને ગામના પાદરમાં લઇ આવ્યા. મધરાત્રે ગાયોના ભાંભરડાથી ગામલોકો જાગી ગયા. પરંતુ સાવજો સવારે આઠ વાગ્યા સુધી પાદરમાંજ બેસી મારણ કર્યું હતું. આ બનાવને કારણે ગ્રામ જનોમાં ભારે ભયની લાગણી ફેલાયેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/04/100204031114_lion_in_daldi_bazar_at_amreli.html
No comments:
Post a Comment