Sunday, November 15, 2009 16:17 [IST]
danik bhaskar
Agency, Berlin
ચોર ગમે તેટલા ચાલક કેમ ન હોય, પંરતુ ક્યારેક ક્યારેક તેમની ચોરી તેમની માટે બહુ મોટી મુશ્કેલી બની શકે છે. આવી જ એક રસપ્રદ ઘટના જર્મનીમાં બની છે.
બન્યું એમ કે સર્કસની એક ગાડીમાં સિંહ ઊંધી રહ્યો હતો. ચોર આવ્યા અને ગાડી લઇને ભાગ્યા. પરંતુ આગળ જ્યારે તેમની ગાડી એક પથ્થર સાથે અથડાઇ ત્યારે ચોરોને સિંહની હાજરી બાબતે ખબર પડી.
જંગલના રાજાને જોતા જ ચોરો ગાડીને ત્યાં જ મૂકી પૂછડી દબાવીને ભાગ્યા. બાદમાં પોલીસ ગાડીને શોધતાં શોધતાં ત્યાં આવી ચડી. પોલીસને પણ ખબર નહોતી કે ગાડીની અંદર સાવજ છે. પાંચ વર્ષીય સીજર નામનો સાવજ આ ઘટનાક્રમથી અજાણ શાંતિથી ઊંધ માણી રહ્યો હતો.
દરમિયાન સિંહનો રિંગ માસ્ટર ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે ગાડી અને સિંહ સર્કસના છે. હાલ સિંહ સલામત છે અને સર્કસમાં ફરીથી પોતાના કરતબ દેખડવા તૈયાર છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/11/15/091115162321_thieves_take_lion_on_night_drive.html
No comments:
Post a Comment