Thursday, Jan 21st, 2010, 8:39 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ.
મેંદરડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં એક સિંહ યુગલનાં આંટાફેરાથી લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે. વન વિભાગ સિંહયુગલનું લોકેશન મેળવી તેને જંગલ તરફ ખદેડી મુકે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
છેલ્લા થોડા ક દિવસોથી મેંદરડા તાલુકાનાં આલીધ્રા, મીઠાપુર, સમઢીયાળા, નાની ખોડીયાર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોની સીમોમાં સિંહ યુગલની અવર-જવરથી લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે. આ સિંહ યુગલે નાની ખોડીયાર ગામે એક પાડાનું મારણ પણ કયું હતું. ગઈકાલે બરવાળાથી મેંદરડા તરફ જતાં સમઢીયાળાનાં માર્ગે સિંહ યુગલ જોવા મળ્યું હતું. આ સિંહ યુગલનો કોઈ વ્યકિત ભોગ બને તે પહેલાં તેને જંગલ તરફ ખદેડવાની વન વિભાગ કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/21/100121083952_212679.html
No comments:
Post a Comment