Friday, Feb 12th, 2010, 5:28 am [IST]
ભાસ્કર નેટવર્ક
ગુજરાતે ગીર એશિયન લાયન સેન્કચ્યુઅરી(અભયારણ્ય)ને મધ્યપ્રદેશના કુનો ટાઈગર રઝિર્વ ખાતે ખસેડવાની કેન્દ્રની દરખાસ્તનો ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જોરદાર વિરોધ કર્યો હતો.
નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતમાં ગીર ખાતેના અભયારણ્યમાંથી સિંહને અન્યત્ર ખસેડવા સામે ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મધ્યપ્રદેશ આ સિંહની યોગ્ય કાળજી લઈ શકશે નહીં, કારણ કે તે તેના પોતાના જ વાઘ માટેના અભયારણ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે.
ગુજરાત સરકાર વતી હાજર રહેલા સિનિયર ધારાશા±ાી મુકુલ રોહતગીએ મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલક્રશિ્નન, જસ્ટિસ બી.એસ. ચૌહાણ અને ચંદ્રમૌલી પ્રસાદની બેન્ચ સમક્ષ દલીલ કરતા કહ્યું હતું કે ‘તેમના (મધ્યપ્રદેશના) જ વાઘ મરી રહ્યા છે. આવા સંજોગોમાં કુનો રઝિર્વ ખાતે સિંહને ખસેડવા તે ગંભીર રીતે અયોગ્ય ગણાશે.’ મોદી સરકારે વધુમાં દલીલ કરતા કહ્યું હતું કે ગુજરાતની જનતાને સિંહ અભયારણ્ય હોવા અંગે ગર્વ છે અને તેને કુના રઝિર્વ ખાતે ખસેડવાના કોઈપણ પ્રયાસ થશે તો તે ‘ગુજરાતની જનતાની ઈચ્છાની વિરુદ્ધ ગણાશે.
બÌો રાજયો મળીને સમસ્યા ઉકેલે : સુપ્રીમ
સુપ્રીમ કોટેં ગુરુવારે ગુજરાત અને મધ્યપ્રદેશ બÌો રાજયોની દલીલ સાંભળ્યા બાદ કહ્યું હતું કે ગીર અભયારણ્યના એશિયાઈ સિંહોનું કુને ટાઈગર રઝિર્વમાં સ્થળાંતર કરવાના મામલે બન્ને રાજયો પરસ્પર મંત્રણા કરીને ઉકેલી નાખે. કોટેં બÌો રાજય સરકારોને આ માટે ચાર સ’ાહનો સમય આપ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/12/100212052802_275952.html
No comments:
Post a Comment