Dec 12,2010
ધારી તા.૧૧ :
ધારી તાલુકાના અનેક ગામોમાં અચાનક સિંહો આવી ચડવાના બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા દલખાણીયામાં સિંહોએ મારણ કર્યા બાદ ફરી આવે મીઠાપુર નક્કી ગામમાં ત્રણ સિંહો ઘૂસી ગયા હતા. અને આખો દિવસ ગામમાં આંટાફેરા કરી બાદમાં એક વાછરડીને દબોચી લઈ એને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દલખાણીયા અને આસપાસના વિસ્તારમાં હવે વનરાજો જંગલ છોડીને માનવ વસાહતમાં અવારનવાર ઘૂસી જાય છે. ગઈ કાલે મીઠાપુર રોડ પર ધાર પાસે નીલગાયનું મારણ કર્યુ હતં. એ પછી મીઠાપુર ગામમાં ત્રણ સિંહોએ ઘૂસી જઈ ભારે ત્રાડો નાંખીને ભય ફેલાવી દીધો હતો. એ પછી રમેશભાઈ જશાભાઈ મકવાણાના ફળિયામાં બાંધેલી ચાર માસની વાછરડી પર હુમલો કરી દબોચી દીધી હતી. આ સમયે વાછરડી ભાંભરડા નાંખવા લાગતા ઘરધણી જાગી ગયા હતા. અને સિંહોને નસાડવા હાકલા પડકારા કરતા સિંહો નાસી ગયા હતા. પણ વાછરડીનું મોત નિપજ્યું હતં.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=245871
No comments:
Post a Comment