Saturday, February 26, 2011
Source: Bhaskar News, Dhari
- ધારીના દલખાણિયા ગામ નજીક ખેતરમાં ડાલામથ્થા ઘાયલ
- એકબીજા પર પંજાથી પ્રહાર કરતા બન્ને ડાલામથ્થા ઘાયલ થતાં પાંજરે પૂરી સારવાર આપવી પડી
પ્રેમના મામલે સાવજો મનુષ્ય કરતાં વધુ ઇમાનદાર હોય છે. પોતાની પસંદગીની પ્રેમિકા પર કોઇ નજર પણ નાખે તો ડાલામથ્થા તે સહન કરી શકતા નથી. આવી જ એક ઘટના ધારી નજીક આવેલા દલખાણિયા ગામની સીમમાં બની હતી.
એક સિંહ-સિંહણ મેટિંગ પીરિયડમાં મશગૂલ હતા ત્યારે અન્ય એક સાવજ ત્યાં આવી ચડતાં બન્ને નર સિંહ વચ્ચે મહાસંગ્રામ ખેલાયો હતો. દલખાણિયા ગામ નજીકના વિસ્તારમાં પાંચ સિંહ-સિંહણે ધામા નાખ્યા છે. દરમિયાન એક સિંહ યુગલ મેટિંગ પીરીયડમાં હતું. ત્યારે અન્ય એક નર સિંહે તેમાં ખલેલ પહોંચાડતા સિંહણ સાથે લાંબા સમયથી પ્રેમાલાપ કરતો કદાવર ડાલામથ્થો ગુસ્સે ભરાયો હતો અને તેની સાથે યુદ્ધે ચડ્યો હતો.
બન્ને સાવજો વચ્ચે ખૂંખાર જંગ ખેલાયો હતો. જેમાં બન્ને ઇજાગ્રસ્ત થયા હતા. ઇનફાઇટમાં બે સાવજો ઘાયલ થયાની જાણ થતાં બન્નેને પકડી લઇ ધારીના ભૂતબંગલે લાવીને સારવાર આપી બન્નેને જંગલમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-to-get-lioness-battle-between-two-lion-1884680.html
No comments:
Post a Comment