અમરેલી તા.૭
લીલીયાના ક્રાંકચના પાદરમાં જ ધોળા દિવસે સાત સિંહોના ટોળાએ એક ભેંસ, એક વાછરડી અને એક રોઝના મારણ કર્યું હતું. ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.શેત્રુંજી નદી પાસેના ક્રાંકચ ગામની સીમમાં અનેક સિંહ પરિવારનો વસવાટ છે. ગઈ કાલે બપોરના બે વાગ્યાના અરસામાં એકાએક સાત સાવજોનું ટોળુ પાદરમાં ધસી આવ્યુ હતું. પાદરમાં બેઠેલી જસુભાઈ ખુમાણની ભેંસ તેમજ કાંતિભાઈની વાછરડી ઉપર હુમલો કરી મારણ કરી મિજબાની ઉડાવી હતી. બાદમાં રોડ ઉપર એક નીલગાયનો પણ શિકાર કર્યો હતો. ગામમાં ધોળા દિવસે સાવજોની લટારથી ગ્રામજનોએ સિંહદર્શનનો લાભ લીધો હતો. વનવિભાગના કે.જી.ગોહીલે કાગળો કરી તપાસ કરી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=268942
No comments:
Post a Comment