તાલાલા, તા.૬
તાલાલામાંથી પસાર થતી હિરણ નદીમાં રહેતા મગરો પૈકી એક મગર શનિવારે મોડી રાત્રે હિરણ નદીમાંથી બહાર નિકળી સાસણ રોડ પર આવી ગઈ હતી. મગરને જોવા સાસણ રોડ પરની બજારમાં લોકોની ભારે ભીડ જામી હતી. બનાવની જાણ થતા આવેલ જંગલખાતાની કચેરીનો સ્ટાફ બનાવના સ્થળે દોડી આવ્યો હતો. અને મગરને મહા જહેમતથી પકડી હતી. પકડાયેલી મગરને જંગલખાતાના સ્ટાફે સાસણ (ગીર) ખાતેના મગર ઉછેર કેન્દ્રમાં મોકલી આપી હતી. તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીમાં મગરો આવી ચડી હોઈ નદીના કાંઠા ઉપર કપડા ધોવા જતી મહિલોઓએ સાવચેત રહેવું જરૃરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=268684
No comments:
Post a Comment