ઊનાનાં ખીલાવડ ગામની સીમમાં આજે સમી સાંજે ત્રણ સિંહણ નાઇટ વોકીગમાં નિકળતા તેને જોવા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતાં.
ઊનાનાં ખીલાવડ ગામની સીમમાં આજે સમી સાંજે ત્રણ સિંહણ નાઇટ વોકીગ કરવા આવી
પહોંચતા લોકોમાં કુતુહલ છવાયુ હતું. જંગલમાંથી આવી પહોંચી સુરજ ઢળે તે
પહેલા સિંહણોએ ધીમે-ધીમે સીમમાં ટહેલવાનું શરૂ કરતા અને આ વાત ગામમાં
વાયુવેગે પ્રસરી જતાં સિંહણોનું નાઇટ વોકીગ જોવા લોકોનાં ટોળે-ટોળા ઉમટી
પડ્યા હતાં. એક તરફ સિંહણોનું નાઇટ વોકીગ અને બીજી તરફ એક માલધારી પોતાના
ઘેટા ચરાવી રહ્યો હતો.
આ દ્રશ્ય તો ઊના પંથકમાં જ નિહાળવા મળે. સિંહણોએ લાંબા સમય સુધી ટહેલ્યા બાદ નિરાંતે આરામ ફરમાવી થોડી ગમ્મતો પણ કરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lioness-night-walking-near-una-2679620.html
No comments:
Post a Comment