ઊનાનાં રામેશ્વર ગામની સીમમાં શેરડી કટાઇનું કામ કરતા શ્રમિક યુવાન પર દીપડાએ હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.
આ બનાવની મળતી વિગત મુજબ ઊનાનાં રામેશ્વર ગામની સીમમાં આજે બપોરનાં સુમારે
દિનેશભાઇ માંડણભાઇ બાંભણીયા (ઉ.વ.૧૮) નામનો શ્રમિક યુવાન શેરડી કટાઇનાં
કામમાં ગુંથાયેલો હતો. ત્યારે શેરડીનાં વાડમાં છુપાયેલા દીપડાએ અચાનક તેની
ઉપર હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં ઊના સરકારી દવાખાને સારવારમાં
ખસેડાયો હતો. ઊના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સંખ્યા વધુ હોવાથી
અવાર-નવાર વસાહત વિસ્તારમાં આવી ચઢી માલઢોરનાં મારણ કરી જાય છે.
ત્યારે હવે માનવ હુમલાનાં પણ બનાવો વધવા પામતાં ખેડૂતોમાં ભયની લાગણી છવાઇ
છે. તાજેતરમાં વેરાવળના ઊંબામાં દીપડાના તરખાટ બાદ ઊના પંથકમાં પણ કાતિલ
ઠંડીના મોજામાં દીપડાના હુમલાના બનાવથી ફફડાટ પણ પ્રસર્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-an-near-una-2704020.html
No comments:
Post a Comment