લીલીયા
તાલુકાના ક્રાંકચ ગામના પાદરમાં આજે વહેલી સવારે સાવજનું એક ટોળુ માધ્યમિક
શાળામાં ઘુસી ગયુ હતું. બાદમાં સાવજનુ આ ટોળુ ગામની અંદર પણ ઘુસ્યુ હતું
અને રામજી મંદિર પાસે વાછરડીનું મારણ કર્યું હતું.
ખારા પાટ વિસ્તારમાં વસતા સાવજો મારણની લ્હાયમાં છેક ગામડાઓની અંદર ઘુસી
જતા પણ ખચકાતા નથી. આજે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામમાં વહેલી સવારે સાવજોએ
લટાર મારી હતી.
સૌ પ્રથમ સાવજો ગામના પાદરમાં આવેલી માધ્યમિક શાળામાં ઘુસ્યા હતાં. બાદમાં સાવજોનું આ ટોળુ ગામમાં ઘુસ્યુ હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-group-came-in-school-near-krankach-village-2697663.html
No comments:
Post a Comment