ધારીનાં
ખીસરી ગામમાં ઘુસી એક સાથે આઠ સાવજોનાં ટોળાએ બજારમાં આંટા મારી એક
વાછરડાનું મારણ કરતા ગામ લોકો ભયથી ફફડી ઉઠયા છે. ધારી તાલુકાનાં ખીસરી
ગામે આજે વહેલી સવારે એક સાથે આઠ સાવજોનું ટોળુ ધસી આવ્યું હતું. સવારે
સાવજો મારણની શોધમાં નીકળ્યા હતાં. પરંતુ સીમમાં ક્યાંય મારણ ન મળતા
સાવજોનું ટોળુ ગામમાં ઘુસી ગયુ હતું. સાવજોએ ગામની બજારમાં નિરાંતે આંટા
માર્યા હતા અને બાદમાં એક વાછરડીને ફાડી ખાધી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં લોકો વહેલી સવારે કામે લાગી જતાં હોય છે ત્યારે
ખીસરીમાં એક સાથે આઠ સાવજોનાં ધામાને પગલે ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો
હતો અને લોકો ઘરમાં જ ભરાઇ રહયાં હતાં. બાદમાં કેટલાક લોકોએ હાકલા પડકારા
કરી આ સાવજોને ગામ બહાર ખદેડયા હતાં. બાદમાં ખેડૂતો સીમમાં જતાં પણ ડરતા
હતાં. હજુ ગઇરાત્રે જ લીલીયાનાં ક્રાંકચ ગામમાં રાત્રે દસ વાગ્યે પાંચ
સાવજોએ ઘુસી બે પશુને મારી નાખ્યા હતાં. ત્યાં ખીસરી ગામે આવી જ ઘટના બની
હતી.
No comments:
Post a Comment