Bhaskar News, Madhavpur | Dec 17, 2012, 00:37AM IST
માધવપુરનાં ઘૂઘવતા સમુદ્રમાં ડોલ્ફિન માછલીઓનું આગમન લોકો માટે
આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ માછલી ક્યારેક સમુદ્રમાં પણ આવી ચઢે છે
ત્યારે કિનારે ઉમટેલા લોકો પણ આ નજારો જોઈ ખૂશખુશાલ બને છે.
શિયાળાની સીઝનમાં દર વર્ષે માધવપુરનાં સમુદ્રમાં ડોલ્ફીન માછલીઓ ચડી આવે
છે. ખાસ કરીને સવારનાં આઠ વાગ્યાથી બપોરનાં અગિયાર વાગ્યા સુધી ડોલ્ફીન
માછલીઓનો નજારો જોવા મળે છે અને સમુદ્રમાં ડોલ્ફિન માછલીઓ ઉછળકૂદ કરીને
જાણે મસ્તીમાં નાચગાન કરતી હોઈ તેવા દ^શ્ય સર્જાય છે. ક્યારેક તો બિલકુલ
દરિયા કિનારા પર પણ ડોલ્ફીન માછલીઓ સમુદ્રમાં દેખાઈ છે.
No comments:
Post a Comment