Bhaskar News, Khambha
| Jul 02, 2013, 01:34AM IST- ઉનાળામાં ખાવા દોડતા ડુંગરાઓ રળિયામણા બન્યા : જોતજોતામાં જંગલ બન્યું ગાઢ
હજુ એક માસ પહેલા જ જે ડુંગરાઓ સુખાભઠ્ઠ હતા અને ઉનાળાના તાપમાં ધખતા હતાં.
તે જ ડુંગરાઓ મેહુલીયાના આગમન સાથે જાણે નંદનવન બન્યા છે. લીલીછમ્મ
હરીયાળીએ લોકોનું મન મોહી લેવાનું કામ કર્યું છે. ગીરનું જંગલ અને ગીરકાંઠો
સોળેકળાએ ખીલ્યો છે. અહિંની લીલોતરી આંખોને ઠંડક આપી રહી છે. કારણ કે
વનરાજી ખીલી ઉઠી છે.
ગીરનું જંગલ ચોમાસુ આવતા જ લીલીછમ્મ ચાદર ઓઢી લે છે. ઉનાળામાં આ જંગલ પાંખુ
બની જાય છે કારણ કે અહિંના ઝાડ-વેલાઓ સુકા હવામાનમાં મૃત જેવી અવસ્થામાં
પહોંચી જાય છે. ઘાસના તણખલાનું તો જાણે નામોનીશાન રહેતુ નથી. ઉનાળાની આગમાં
જંગલ ખુબ જ તપે છે. અહિંના ડુંગરઓ પણ જાણે ખાવા દોડે છે. ઝાડના ઠુંઠાઓને
સાચવતા આ ડુંગરા સુકાભઠ્ઠ લાગે છે. પરંતુ વરસાદનુ આગમન થતા જ ચિત્ર સમુળગુ
બદલાઇ જાય છે.
No comments:
Post a Comment