તાલાલા:તાલાલા
પંથકમાં આજે પાંચ લોકોને ઝેરી મધમાખીએ ડંખ મારતા સારવારમાં ખસેડવામાં આવતા
ધાવા ગામનાં પ્રવિણભાઇ જેરામાઇ સાંગાળી, બોરવાવ રોડ ખાતે આવેલી વાડીથી
આવતા હતા. જેથી મધમાખીઓ કરડી ગયેલ હતી. ગામનાં મહંમદ આમદ (ઉ.વ.70), સુલેમાન
ફતે મહંમદ (ઉ.વ.40) જંગલનાં રસ્તે કટડી વિસ્તારમાં ઢોર ચરાવવા જતા હતા.
ત્યારે મધમાખીઓ ત્રાટકતા ઇજાગ્રસ્ત થયેલ. કેશોદથી તાલાલા તરફ આવી રહેલ
મગનભાઇ કરશનભાઇ (ઉ.વ.70) રે.કેશોદ વાળાને સાસણ પાસે મધમાખીએ ડંખ મારી ઇજા
કરેલ જયારે જંગલમાં આવેલ જાંબુડીનાં તારાબેન રામભાઇ (ઉ.વ.70) ઉપર પણ
મધમાખીઓ ત્રાટકતા ઇજા થતા તાલાલ સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં
આવેલ જયાં ફરજ પરનાં તબીબ ડો.આશિષ માંકડીયાએ સારવાર આપતા મધમાખીનાં ડંખથી
રાહત થઇ હતી.
No comments:
Post a Comment