DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ રવિવારનાં ભેંસાણનાં ચણાકામાં આવેલા રૂપાણી
પરિવારનાં સૂરાપુરા અને કેળદેવીનાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ તકે કહ્યું હતું કે, ગિરનારનાં જંગલમાં ટુંક સમયમાં પ્રવાસીઓ સિંહ
દર્શન કરી શકે તેવુ આયોજન રાજય સરકારે કર્યુ છે. તેના માટે રાજય સરકારે
તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી ત્રણ માસમાં કેન્દ્ર સરકારની મંજૂરી
બાદ ફોરેસ્ટ એરીયા ટુરિઝમનો પ્રોજેકટ ખુલ્લો મુકાશે. કેન્દ્ર સરકારની
મંજૂરી બાદ ગિરનારનાં જંગલમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે.તેમજ
પ્રકારે ધારીમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સફારી પાર્ક બનાવવામાં
આવશે. તેમજ મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વેની કામગીરી પણ
ઝડપ ભેર ચાલી રહી છે. કામ પણ બે વર્ષમાં પૂર્ણ થશે. મુખ્યમંત્રી 9 નવેમ્બર
2016નાં જૂનાગઢ આવ્યા હતા. ત્યારે ગિરનાર દર્શનને લઇ કહ્યું હતુ કે, હજુ
આગળ વધી રહ્યા છીએ.
No comments:
Post a Comment