DivyaBhaskar News Network | Dec 29, 2016, 05:10 AM IST
16 જિલ્લાનાં 1030 ભાઇઓ અને 265 બહેનો ભાગ લેશે
ગિરનારપર્વતની અતિજોખમી સ્પર્ધાને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દર વર્ષે
જાન્યુઆરીનાં પ્રથમ રવિવારે સ્પર્ધા યોજાતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગ્રામ
પંચાયતની ચૂંટણીને લઇ બીજા રવિવારે ગિરનારની સ્પર્ધા યોજાશે. તા. 8
જાન્યુઆરી 2017નાં યોજનાર સ્પર્ધાને લઇ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી
દ્વારા રાજયભરમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. અંગે જયાબેન ખાંટે જણાવ્યું
હતું કે, રાજયનાં 16 જિલ્લામાંથી અરજીઓ આવી છે.જેમાં સિનિયર ભાઇઓ 547,
જુનિયર ભાઇઓ 483, સિનિયર બહેનો 117, જુનિયર બહેનો 148 મળી કુલ 1295
સ્પર્ધાકો ભાગ લેશે. સ્પર્ધાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગિરનાર
સ્પર્ધાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સ્પર્ધકો વધુને વધુ
ચીવટતાપૂર્વક પ્રેકટીસ પર ધ્યાન આપી રહ્યા છે.
No comments:
Post a Comment