DivyaBhaskar News Network | Last Modified - Aug 02, 2017, 04:35 AM IST
અમરેલીમાંઆજરોજ સવારે 10 કલાકે અમરેલી સ્થિત મહેતા પોલીટેકનીક ખાતે 68માં
વન સંરક્ષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા અને
શહેરના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં
આવશે.
આજે દિવસેને દિવસે વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો વૃક્ષોનો નાશ
કરી રહ્યા છે. જેના કારણે વાતાવરણ પર તેની ખૂબ ગંભીર અસર જોવા મળે છે. તેથી
ફરી વૃક્ષોનું વાવેતર કરી વાતાવરણને થતી અસર અટકાવવા માટે અમરેલી
જિલ્લામાં તેમજ અમરેલી શહેરમાં ઘનિષ્ઠ વાવેતર ઝુંબેશ સંબંધિત વૃક્ષારોપણ
સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના મોટા ભાગના
તાલુકાઓમાં 68માં વન સંરક્ષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે.અમરેલી
શહેરમાં આવેલી મહેતા પોલીટેકનીક ખાતે આજરોજ સવારે 10 કલાકે 68માં વનસંરક્ષણ
મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં અમરેલી જિલ્લાના તેમજ શહેરના તમામ
મહાનુભાવો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે. મામલતદાર
ટહેલીયાણી, તાલુકા વિકાસ અધિકારી લેઉવા તેમજ રેન્જઆ ફોરેસ્ટા અધિકારી
રાઠોડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
No comments:
Post a Comment