ઉનાઃ ગીર ગઢડા તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા આસપાસના
ગામોમાં સિંહ પરિવારના આટાફેરા અને મારણની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે.
જાણે કે જગંલની સીમના ખેડૂતો અને સિંહો વચ્ચે કોઇ અનોકો નાતો હોય તેવા
દ્રશ્યો પણ જોવા મળે છે. ત્યારે ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામે એક સિંહણે
વાછરડીનું મારણ કરી મિજબાની માણી રહી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા
હતા.
ફરેડા
ગામે રહેતા ભરત ગીગાભાઇની વાડીમાં જંગલની રાણી એવી સિંહણ આવી ચઢી હતી,
તેણે દીલધડક રીતે વાછરડીનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. આ
વાતની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી ચઢ્યા હતા અને સિંહણને મિજબાની
માળતી નિહાળવાનો લ્હાવો લીધો હતો, તેમજ એ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી
હતી.
No comments:
Post a Comment