DivyaBhaskar.com | Last Modified - Mar 28, 2018, 05:48 PM IST
ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના ફરેડા ગામમાં જંગલના રાજાએ છેલ્લા કેટલાક
દિવસથી ધામા નાખ્યા છે. દિવસ દરમિયાન સિંહ ગામમાં આટાફેરા કરતો હોય
આજુબાજુના ગામના લોકો જોવા માટે ઉમટી પડે છે. સિંહના ધામાથી ગ્રામજનોમાં
ફફડાટ વ્યાપી ગયો છે. સિંહો જંગલ વિસ્તારમાં પાણીની તંગીને કારણે ગામડાઓ
તરફ વળ્યા છે. એક તરફ લોકોને સિંહદર્શન તો થાય છે પણ બીજી તરફ ભયનો માહોલ
પણ જોવા મળે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-reached-fareda-village-of-gir-gadhada-so-people-in-fear-gujarati-news-5839651-PHO.html
No comments:
Post a Comment