DivyaBhaskar News Network | Last Modified - Apr 27, 2018, 04:15 AM IST
સાસણગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોટલમાં એક દિવસનું રોકાણનું આયોજન કરે
છે અને સેન્ચ્યુરી અથવા દેવળીયાની મુલાકાત કરી ત્રણ કલાકમાં સિંહ દર્શનનો
કાર્યક્રમ પૂર્ણ કરી બાકીનાં અડધા કલાકમાં મગર ઉછેર કેન્દ્રની મુલાકાત લે
છે. પ્રવાસન વિભાગ દ્વારા સાસણગીર આસપાસનાં વિસ્તારમાં વધુ મનોરંજન અને
સવલત મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી પ્રવાસીઓની માંગ છે.
પેન્ડિંગ પરમિટો પૂરી થઇ જશે : ડીસીએફ નાલા
હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે જેથી સાસણગીરમાં પ્રવાસીઓનો
ઘસારો પણ જોવા મળી રહ્યો છે. મે મહિનો નજીક આવતા પરમીટ ફુલ થઇ જશે તેવું
સાસણનાં ડીસીએફ ડો.રામરતન નાલાએ જણાવ્યુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-041503-1563694-NOR.html
No comments:
Post a Comment