DivyaBhaskar News Network | Last Modified - Apr 25, 2018, 02:05 AM IST
ચલાલાના મોરઝર ગામમાં રાત્રીનાં શિકારની શોધમા ત્રણ સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક સાથે ચાર ઢોરનું મારણ કર્યું...
ચલાલાના મોરઝર ગામમાં રાત્રીનાં શિકારની શોધમા ત્રણ સાવજો આવી ચડયા હતા.
અહી સાવજોએ એક સાથે ચાર ઢોરનું મારણ કર્યું હતુ જેને પગલે લોકોમા ભય ફેલાયો
હતો. ઘટનાની જાણ થતાની સાથે જ વન અધિકારીઓ દોડી ગયા હતા. અવારનવાર આવી
ઘટના બનવાથી તમામ પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હાલમાં ગરમીના સમયમાં ગીર વિસ્તારમાં, વાડી વિસ્તારમાં, સીમ
વિસ્તારમાં સિંહોનો ત્રાસ વધવા લાગ્યો છે. જેના કારણે ખેડૂતો તથા પશુ
પાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચલાલાના મોરજર ગામમાં રાત્રીના સીમ
વિસ્તારમાં અચાનક ત્રણ ડાલામથા સિંહ આવી ચડ્યા હતા. અને ચાર ઢોરનું મારણ
કર્યું હતું.
આ વાતની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે વન અધિકારીઓ દોડી ગયા હતા. આ
ઘટનાથી આ વિસ્તારના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અવાર નવાર સિંહો
ગામમાં તથા વાડી વિસ્તારમાં આવી ચડવાથી ખેડૂતો માટે આ ચિંતાનો વિષય બની
ચુક્યો છે. જેથી આ અંગે ઘટતું કરવા ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-chalala-news-020502-1539143-NOR.html
No comments:
Post a Comment