DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 02:00 AM IST
ગીરપુર્વની દલખાણીયા પાણીયા રેંજના કરકડી રાઉન્ડમા આજે સવારના સુમારે બિમાર
સિંહનુ લોકેશન શોધી રહેલા વનકર્મી પર સિંહે હુમલો કરી દેતા તેને પ્રથમ
સારવાર માટે ધારી અને બાદમા વધુ સારવાર માટે જુનાગઢ દવાખાને રિફર કરાયો
હતો. વનકર્મી પર સિંહના હુમલાની આ ઘટના પાણીયા રેંજ કરકડી રાઉન્ડમા બની
હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી વનરક્ષક બી.ડી.ખાંભલા સ્ટાફ
સહિત બિમાર સિંહનુ લોકેશન મેળવી રહ્યાં હોય તે દરમિયાન એક સિંહે તેના પર
હુમલો કરી દઇ ઇજા પહોંચાડી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1797457-NOR.html
No comments:
Post a Comment