DivyaBhaskar News Network | Last Modified - May 09, 2018, 03:20 AM IST
હજુ પણ 4 દીપડાનાં ધામા, ખેડુતોમાં ભય જોવા મળી રહ્યો છે
ઊનાનાં અંજાર ગામે ધવલ નર્સરી નામની આંબાવાડીમાં દીપડાઓએ રહેણાંક બનાવી
લીધું હોય એમ એકજ માસમાં ત્રણ દીપડા પાંજરે પુરાયા છે અને હજુ પણ ચાર
દીપડાનાં ધામા હોય ખેડુતો, મજુરોમાં સતત ભયનો માહોલ છવાયેલો રહેશે. ખેડુત
મુકેશભાઇ બીજલભાઇ વાજા પાણી વાળવા ગયેલ ત્યારે દીપડાનાં આંટાફેરા જોવા
મળતાં વનતંત્રએ 4 દિવસ પહેલા પાંજરૂ મુકતાં મંગળવારે વહેલી સવારે વધુ એક
દીપડો પાંજરે પુરાતાં જશાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલી અપાયો હતો. હાલ
કેરીની સીઝન અને રાત્રીનાં પાણી વાળવાનો સમય હોય ખેડુતો સતત ભય હેઠળ કામ
કરતાં હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-032002-1658747-NOR.html
No comments:
Post a Comment