DivyaBhaskar News Network | Last Modified - Jun 07, 2018, 02:05 AM IST
અમરેલી | ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી સમગ્ર અમરેલી જિલ્લામાં
સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ત્યારે પ્રદેશ યુવા ભાજપની સૂચના અનુસાર
અમરેલી તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો દ્વારા અમરેલીમાં
મહાપુરુષ મૂર્તિની સફાઈ કરી તેમને ફુલહાર કરવામાં આવ્યા હતા. પ્રદેશ યુવા
ભાજપની સૂચના અનુસાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી તાલુકા યુવા ભાજપના
હોદ્દેદારો તેમજ આગેવાનો દ્વારા કોલેજ સર્કલ ખાતે આવેલ મહાપુરુષોની
પ્રતિમાઓની સફાઈ કરી તે પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવ્યા હતા. તસ્વીર- જયેશ
લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-1895041-NOR.html
No comments:
Post a Comment