Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 02:01 AM
અગાઉ પોતાના કાર્યકાળ વખતે ગિરકાંઠાના લોકો સાથે ઘરોબો કેળવી તેમને સાવજોની રક્ષાની ભૂમિકા માટે તૈયાર કર્યા હતા ...
ભૂતકાળમાં 4 વર્ષ સુધી ધારીમાં ડીએફઓ તરીકે ફરજ બજાવી ચૂકેલા
અંશુમન શર્માને આખરે સાવજોની રક્ષા માટે સરકારે ડેપ્યુટેશન પર ધારી મૂકતાં
સિંહપ્રેમીઓ રાજી થયા છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ તંત્ર પર ગજબની
પક્કડ ધરાવતા હતા. અને ગીરકાંઠાના લોકોને સાથે રાખી સાવજોની રક્ષાનું વલણ
અપનાવ્યું હતું. અગાઉ અહીં ડીએફઓ તરીકે અંશુમન શર્મા ફરજ બજાવતા હતા ત્યારે
તેઓએ ગીરકાંઠાના લોકો સાથે ઘરોબો કેળવી સાવજોની રક્ષાની ભૂમિકા સુપેરે
નિભાવી હતી. એટલું જ નહીં, કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ તેમની ગજબની પક્કડ
હતી. જેના કારણે ભ્રષ્ટ અને કામચોર કર્મચારીઓ સીધા દોર થઇ ગયા હતા. અહીના
સિંહપ્રેમીઓએ પ્રથમથી જ પોતાનો સુર વ્યકત કર્યો હતો કે, અંશુમન શર્મા ડીએફઓ
તરીકે અહી હોત તો આટલા સાવજોનાં મોત થયા ન હોત. જોકે ફરીથી તેઓને ધારીમાં
ડેપ્યુટેશન પર મૂકાતાં સિંહપ્રેમીઓ રાજી થયા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020119-2902765-NOR.html
No comments:
Post a Comment