Aug 26, 2019, 06:35 AM ISTભેંસાણ
તાલુકાના કરીયા ગામની વાડી વિસ્તારમાં યુવાન પર દિપડાએ હુમલો કરી ગંભીર ઇજા
પહોંચાડતા તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો
પરંતુ આંખ નજીક ગંભીર ઇજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો
હતો. સુત્રોમાંથી મળતી વિગત મુજબ ભેંસાણના કરીયા ગામે રહેતા કાનજીભાઇ ચૌહાણ
નામનો યુવાન શનિવારે જન્માષ્ટીમના દિવસે વાડી હોય તે દરમિયાન કાનજીભાઇ પર
દિપડાએ હુમલો કરતા બચવાના પ્રયાસો કરતા દિપડો ગંભીર ઇજા પહોંચાડી નાસી
છુટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવીલ
હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આંખ નજીક ગંભીર ઇજા પહોંચી
હોવાને કારણે વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. કરીયા ગામે
દિપડાના આંતકને લઇને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ
કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને દિપડાને પકડવા કર્મચારીઓ દ્વારા કવાયત હાથ
ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-deepa-assaults-young-man-at-kariyagam-in-bhansan-taluka-063508-5321661-NOR.html
No comments:
Post a Comment