અમરેલી: ખાંભાના નાના વિસાવદરના ખેડૂત પર સિંહણે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. નાના વિસાવદરના ખેડૂત સંદીપભાઈ પરષોત્તમભાઈ ફીણવીયા પોતાની વાડીમાં મકાઈ કપાતા હતા ત્યારે પાછળથી સિંહણે હુમલો કર્યો હતો.જેમાં પીઠના પાછળના ભાગે સિંહણે પંજો માર્યો તેમજ હાથમાં બે દાંત બેસાડી દીધા હતાં. યુવાન ખેડૂતને ખાંભા સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યો છે.

No comments:
Post a Comment