Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/
ચિન્કારા કેસ આમિરને ફરી મુશ્કેલીમાં મુકશે
એજન્સી,ભુજ
Sunday, August 05, 2007 14:29 [IST]
Aamir Khanચીન્કારા કેસ ફરી આમીર ખાન માટે મુશ્કેલી ઉભી કરશે તેમ જણાઈ રહ્યું છે. મહિનાઓ સુધી નિષ્ક્રિય રહ્યાં બાદ હવે કચ્છ જંગલ વિભાગ લગાન ફિલ્મ માટે ગેરકાનુની રીતે ચીન્કારાનું શુટિંગ કરવા બદલ બોલીવુડ અભિનેતા વિરુધ્ધ કોર્ટમાં જવા માટે મંજુરી માંગી છે.
બોલીવુડ અભિનેતા ફરી મુશ્કલીમાં મુકાશે,કેમ કે ચીન્કારા કેસમાં ફરી કાર્યવાહી આગળ વધી રહી છે. વન વિભાગના અધિકારીઓએ ખાન વિરુધ્ધ કોર્ટમાં જવા માટે મંજુરી માંગી છે. ગયા વર્ષે જુલાઈમાં ગુજરાત વન વિભાગે આમિર ખાન સામેનો કેસ ફરી ખોલ્યો હતો. ફરિયાદી ગીર નેચર કલબે આરોપ મુક્યો છે કે શુટિંગ દરમિઆન ચીન્કારાને ઈજા થઈ હતી. ચીન્કારા એ દુર્લભ પશુ હોવાથી તે ચિંતાજનક બાબત છે. ચીન્કારાની વીડિયોગ્રાફી કરવા માટે મંજુરી મેળવવી પડે છે. જો કે ફિલ્મના નિર્માતાઓ દાવો કરે છે કે તેમણે મંજુરી મેળવી હતી. જો કે વન વિભાગ એ વાત નકારે છે કે તેમણે આ ફિલ્મ ક્રુને મંજુરી આપી હતી.
અધિકારી આર એલ મીનાએ જણાવ્યું હતું કે તેમને ક્યારેય મંજુરી આપવામાં આવી નથી. આ બાજુ આ કેસમાં અનેક નોટિસ મોકલવામાં આવી હોવા છતાં પણ અભિનેતા અને નિર્માતા આમિર ખાન રૂબરૂ હાજર પણ થયો નથી.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે આમિર સીવાય દિગ્દર્શક આશુતોષ ગોવારીકર અને ખાનની ભુતપૂર્વ પત્ની રીના દત્તા પણ આ કેસમાં સંડોવાયેલા છે. રીનાને રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગોવારીકરે જણાવ્યું હતું કે તેઓ તેમની ફિલ્મના શુટિંગને લઈને ખુબ જ વ્યસ્ત છે. જો કે વન વિભાગ હવે આમિર સામે કડક પગલાં લેવા માંગે છે તેઓ ઈચ્છે છે કે આમિર આ મુદ્દે મૌન રહે તે ચલાવી લેવામાં આવશે નહીં.
No comments:
Post a Comment