DivyaBhaskar News Network | Last Modified - May 25, 2018, 04:10 AM IST
માંગરોળ ચોપાટી ખાતે ગુજરાત ઈકો લોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ગીર ફાઉન્ડેશન
અને સંજીવની નેચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની
ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીજ્ઞાસા વિધાલયના વિધાર્થીઓ, વન વિભાગ,
પોલીસ તંત્ર, નગરપાલિકા સ્ટાફ, ચોરવાડ ગદ્રે મરીન, અંબુજા કંપનીનાં કર્મીઓ,
માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, વેલજીભાઈ મસાણી સહિત 700
જેટલા પર્યાવરણ પ્રેમીઓએ બીચની સફાઈ હાથ ધરી હતી. આ તકે કચરાને રીસાયકલ
કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતાના મહત્વ વિશે સમજણ
આપવામાં આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-041003-1795844-NOR.html
No comments:
Post a Comment