DivyaBhaskar.com | Last Modified - Feb 23, 2018, 01:21 PM IST
ગીરગઢડા: ગીરગઢડા તાલુકો જગંલ બોર્ડરને અડીને આવેલો છે. આથી
સિંહો અવાર નવાર આસપાસના ગામોમા આવી જતા હોય છે. જગંલ બોર્ડર નજીકના
ગામોમાંથી સિંહોને સેહલાઇથી રેઢીયાળ ગાયો, નીલ ગાયો જેવા પશુઓનો શિકાર મળી
રહે છે. ત્યારે ગીરગઢડાના હરમડીયા ગામની સીમમા એક સિંહણે એક ગાયનું મારણ
કરી મીજબાની માણી હતી. સિંહણે કરેલા શિકારની વાત આજુબાજુના વિસ્તારમાં
પ્રસરી જતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા અને દ્રશ્યો મોબાઈલમાં કેદ
કર્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lioness-hunting-cow-in-harmadiya-village-of-girgadhada-gujarati-news-5818323-PHO.html
No comments:
Post a Comment