DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:50 AM IST
પોરબંદર તાલુકાના ભાવપરા ગામે છેલ્લા થોડા દિવસોથી આતંક મચાવ્યો હોય તેમ નાના વાછરડાઓ અને કૂતરાનો શિકાર કર્યો...
પોરબંદર તાલુકાના ભાવપરા ગામે છેલ્લા થોડા દિવસોથી આતંક મચાવ્યો હોય તેમ
નાના વાછરડાઓ અને કૂતરાનો શિકાર કર્યો હોવાના કારણે ગ્રામજનોમાં ભય સેવાઈ
રહ્યો છે.
પોરબંદર તાલુકાના ભાવપરા ગામની આસપાસ છેલ્લા ઘણાં દિવસથી દીપડાએ પડાવ
નાંખ્યો છે.અવારનવાર દીપડો વાડી-વિસ્તારમાં દેખા દઈ રહ્યો છે અને દીપડો
ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રવેશ કરતો હોય તેમ તાજેતરમાં જ ગામમાંથી કૂતરાનો
શિકાર કર્યો છે તેમજ વાડી વિસ્તારમાં નાના વાછરડાઓનો શિકાર કર્યો હોવાના
બનાવો બની રહ્યા છે.
છેલ્લા દોઢ મહિનાથી ભાવપરા પંથકમાં દીપડો નજરે ચડી રહ્યો હોવાને કારણે ગ્રામજનોમાં પણ ભય સેવાઈ રહ્યો છે.
વનવિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ
હાથ ધરવામાં આવી નથી તેવું ગ્રામજનો પણ જણાવી રહ્યા હતા. આમ ભાવપરા પંથકમાં
વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-025002-1553704-NOR.html
No comments:
Post a Comment