DivyaBhaskar News Network | Last Modified - Apr 26, 2018, 02:50 AM IST
જૂનાગઢમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોને જુદા-જુદા વિષયની તાલિમ આપવામાં આવી
રહી છે. ત્યારે જૂનાગઢની કન્યા શાળા નંબર 4માં ગણિત અને પર્યાવરણ વિષયનાં
શિક્ષકોને તાલિમ આપવામાં આવી હતી. તા. 23 એપ્રિલથી તેનો પ્રારંભ થયો હતો
અને તા. 25 એપ્રિલનાં પૂર્ણ થઇ હતી. ત્રણ દિવસીય તાલિમમાં 72 શિક્ષકો હાજર
રહ્યાં હતાં. તાલિમમાં રક્ષાબેન રાઠોડે મોનીટરીંગ કર્યુ હતું. આ તકે
તરૂણભાઇ કાટબામણા, હરસુખભાઇ ભાલોડિયા, સંજયભાઇ પટેલ, કેતનભાઇ ફુલેત્રા,
વી.ડી.ઝાલા સહિતનાં હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025002-1553715-NOR.html
No comments:
Post a Comment