DivyaBhaskar News Network | Last Modified - Jun 27, 2018, 03:00 AM IST
પ્રકૃતિની ગોદમાં વસેલા દંડકારણ્યવન ડાંગના પ્રવેશદ્વાર વઘઇથી માત્ર પાંચ જ
કિમીના અંતરે આવેલા સુપ્રસિધ્ધ ગીરા ધોધ વર્ષાઋતુના આગમન સાથે જ આકર્ષક
રૂપ ધારણ કરી વધુ મનભાવન બની ગયો છે. ચોમાસામાં અહીંનો નજારો જોવાલાયક હોય
છે. ચોમાસાની શરૂઆતથી જ આ વિસ્તાર અત્યંત હરિયાળો બની ગયો છે. છેલ્લા બે
દિવસથી વરસતા અનરાધાર વરસાદના લીધે પૂર્ણા નદી પણ બે કાંઠે વહેતી થઇ ગઇ
હતી. ડાંગ જિલ્લામાં પહેલા જ રાઉન્ડમાં વરસાદે તોફાની ઇનિંગ શરૂ કરતા
લોકમાતાઓ રાૈદ્ર સ્વરૂપ ધારણ કરી વહેવા લાગી છે. જેમાં અંબિકા ખાપરીનો પણ
સમાવેશ થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-030003-2061130-NOR.html
No comments:
Post a Comment