Thursday, September 17, 2009

કેન્દ્રીય વનમંત્રી આગામી માસે જૂનાગઢ આવશે.

Bhaskar News, Junagarh
Thursday, September 17, 2009 01:55 [IST]

દિલ્હી ખાતે મળેલી બેઠકમાં મેયર, ડે.મેયર ઉપસ્થિત રહ્યા : કેન્દ્રનું હકારાત્મક વલણ

girnarગીરનાર રોપ-વે પ્રશ્ને આજરોજ નવી દીલ્હી ખાતે કેન્દ્રિય વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં ગીરનાર રોપ-વે અંગેનો નિર્ણય કેન્દ્રિય વનમંત્રી જૂનાગઢ અને ગીરનારની મુલાકાત બાદ લેનાર હોવાનું જાણવા મળ્યું છે.

વાઈલ્ડ લાઈફ બોર્ડની આજની બેઠક વખતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત જૂનાગઢના મેયર ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત રહ્યાં હતા. રોપ-વે પ્રશ્ને આ તકે ઘણી દલીલો થઈ હતી. જો કે, કેન્દ્રએ આ મામલે હકારાત્મક વલણ દાખવ્યાનું પણ જાણવા મળ્યું છે.

વર્ષોથી ટલ્લે ચડેલી ગિરનાર રોપ-વે યોજના અંગે આજે દિલ્હી ખાતે કેન્દ્રીય વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિઘ્ધાર્થ પટેલ, જૂનાગઢ મનપાનાં મેયર સતિષ કેપ્ટન, ડે.મેયર ગિરીશ કોટેચા, સંકલન ચેરમેન પ્રવિણટાંક વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. રોપ-વે પ્રશ્ને બપોરે ત્રણ કલાકે સુનાવણી હાત ધરવામાં આવી હતી. જેમાં ૩૦ થી ૩૫ જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠકમાં કેટલાક લોકોએ ગીધ પર્યાવરણ, અભ્યારણ્ય વગેરે મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી હતી. સામે તેટલી દલીલો પણ કરવામાં આવી હતી. અંતે કેન્દ્રીયવન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશ આગામી માસની તા.૮ અથવા ૯ ના રોજ જૂનાગઢ ખાતે આવશે અને જાત પરિક્ષણ કરશે તેવુ નક્કી થયું છે.

આ અંગે મેયર સતિષ કેપ્ટન તથા ડે.મેયર ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે, અમે બપોરે ૨ કલાકે જયરામ રમેશ સમક્ષ રોપ-વે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બાદ બેઠકમાં પણ રોપ-વેથી પર્યાવરણને કોઈ નુકસાન થવાનું નથી તેવી દલીલો પણ કરી હતી જેમાં પગલે તેઓએ હકારાત્મક વલણ દાખવ્યું છે અને જયરામ રમેશ આ માટે આગામી મહીને જૂનાગઢ આવી રહ્યાં છે. તેઓ સાસણ પણ જશે.

રોપવે સામે જામનગરના મહારાજના બહેને પણ વાંધો રજૂ કર્યોહોવાનું પદાધિકારીઓને કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી દ્વારા જાણવા મળ્યું છે.

રોપ-વે સામે અનેક વાંધા

મેયર સતિષ કેપ્ટને કહ્યું હતું કે, જયરામ રમેશે અમને જણાવ્યું હતું કે, રોપ-વે તરફેણમાં ઘણી અરજીઓ આપી છે. બીજી તરફ તેની સામે અનેક લોકોએ વાંધા પણ રજૂ કર્યા છે. ઘણા લોકોના મેઈલ પણ આવ્યા છે.

સિંહોના સ્થળાંતર અંગે યથાવત સ્થિતિ

આજની બેઠકમાં સોરઠના સિંહોને મઘ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં જયરામ રમેશે હાલ સિંહો અંગે કોઈ જ નિર્ણય કરવાનો નથી. તેમ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/09/17/090917015556_central_forest_minister_will_visit_junagarh_next_month.html

No comments: