Bhaskar News, Visavadar
| Aug 07, 2013, 08:35AM IST
- વિસાવદરનાં મોટી મોણપરી પાસે કોઝવેનાં ભૂંગળામાંથી સિંહનો મૃતદેહ મળ્યો
- પખવાડીયા પહેલા સિંહની હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં આજ પંથકમાં વધુ એક મૃતદેહ મળતા સિંહ પ્રેમીઓમાં રોષ: મહા મહેનતે આ સિંહનાં મૃતદેહને બહાર કઢાયો, વન વિભાગ સામે પડકારરૂપ ઘટના
વિસાવદર પંથકમાં પખવાડિયા પૂર્વે એક સિંહની હત્યાનો ભેદ વન વિભાગ ઉકેલી શક્યું નથી ત્યાં આજે આ પંથકનાં મોટી મોણપરી ગામ પાસે નદીનાં કોઝવેનાં સિમેન્ટનાં ભૂંગળામાં વધુ એક સિંહનો મૃતદેહ મળી આવતા સિંહ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી છવાઇ છે. જ્યારે વન વિભાગને જાણ કરતાં ફસાયેલા સિંહનાં મૃતદેહને મહા મહેનતે બહાર કાઢી સાસણ પીએમ કાર્યવાહી માટે લઇ જવાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વિસાવદર તાલુકાનાં મોટી મોણપરીથી પિયાવાગીરી ગામ તરફ જતાં રોડ વચ્ચે મોણપરા નદીનાં બેઠા ઘાટનાં કોઝવેનાં સિમેન્ટનાં ભૂંગળામાં એક સિંહનો મૃતદેહ ફસાયેલો હોવાનું લોકોની નજરે ચડતાં આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વિસાવદર રેન્જનાં એ.સી.એફ. ઠુંમર, આરએફઓ એન.એન.જાડેજા ઘટનાસ્થળે પહોંચી જઇ પરિસ્થિતીનો તાગ મેળવી સાસણને પણ માહિતીગાર કરતા ત્યાંથી પણ રેસ્ક્યુ, ટ્રેકર્સ ટીમ તથા વેટરનરી તબીબી સહિત અહીં પહોંચ્યા હતા.
તસ્વીર : વિપુલ લાલાણી
આ ટીમોએ અહીં નિરીક્ષણ
કરતાં આ નર સિંહ હોવાનું, તેનું મોઢું અને આગળનાં બે પગ ભૂંગળાની બહાર તેમજ
શરીરનો ભાગ અંદર ફસાયેલો હોય તેથી પ્રથમ ભૂંગળામાંથી બહાર કાઢવા આગળનાં
પગે ઝાડા દોરડા બાંધી ખેંચ્યા પણ આ સિંહનો મૃતદેહ બહાર ન આવતાં ભૂંગળામાં
લાકડી ભરાવીને અને તેના શરીરમાં પ થી ૭ પંચર કર્યાં બાદ વન વિભાગ સહિત
સ્થાનિક ૧પથી ૨૦ લોકોએ આ સિંહનાં મૃતદેહને મહા મહેનતે બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ તેના શરીરનાં
અંગો, દાંત, નહોર સહિતની તપાસ કરતા બધુ સલામત હોવાનું જણાયા બાદ આ
મૃતદેહને સાસણ એનીમલ કેર સેન્ટરમાં પીએમ માટે લઇ જવાયો હતો. દરમિયાન વહેલી
સવારે મોટી મોણપરી પાસે સિંહનો મૃતદેહ મળ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને પણ
થતાં આજુબાજુ ગામનાં લોકોનાં ટોળાં અહીં આવી ગયા હતા. આજ પંથકમાં ૧પ દિવસ
પૂર્વે પ થી ૬ વર્ષનાં નર સિંહનો મૃતદેહ મળ્યા બાદ પાછળથી હત્યા થયાનું વન
વિભાગે કબૂલેલ પરંતુ હજુ સુધી આ કિસ્સામાં આરોપીને સગડ ન શોધી શકનાર વન
વિભાગની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત થઇ રહી હતી.
૨૪ કલાક આસપાસ મૃત્યુ થયું છે : ડીસીએફ
આ સિંહનો મૃતદેહ ભૂંગળામાં કેટલા દિવસથી ફસાયેલ હશે તે વિષે ડીસીએફ કે.રમેશ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ર૪ કલાક આસપાસ આ સિંહનું મોત થયું હોય કેમ કે, ૨૪ કલાક ઉપર સમય જાય તો તેનો મૃતદેહ કોહવાય જાય આ સિંહનો મૃતદેહ પીંછવીનાં તળાવમાં મળેલી સિંહણની જેમ કોહવાયો ન હતો બીજુ એ કે, ૨ દિવસ આમાં ફસાયેલો હોય અને કોઝવે ઉપરથી પાણી ચાલતુ હોય અને ડહોળું હોય જેથી આ મૃતદેહ કોઇની નજર ન ચડયો હોય અને આજે સવારે સ્વચ્છ પાણી વચ્ચે પુલ પરથી નીચે કોઇ ખેડૂતે આ સિંહનો મૃતદેહ જોયો છે.

સિંહનાં પીએમમાં રૂટીંન જવાબ
ડીસીએફ ડો.કે.રમેશે પીએમમાં કોઇ મોતનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી અને તેના વીસેરા એફએસએલમાં મોલવામાં આવ્યા છે તેવું આજે પણ કહ્યું હતું. અગાઉ પણ સિંહ-સિંહણનાં મોતમાં વન વિભાગનો આજ જવાબ રહ્યો છે. જ્યારે પખવાડીયા પહેલા નર સિંહનાં મળેલા મૃતદેહમાં પાછળથી વન વિભાગે આ સિંહની હત્યા થઇ હોવાનું જણાવ્યું હતું.

નર સિંહનાં મૃત્યુથી ચિંતા
હમણા થોડા સમયમાં સિંહ-સિંહણનાં મોતનાં કિસ્સામાં થઇ રહેલા વધારામાં વિસાવદર રેન્જમાં જુવાન તદુરસ્ત ૪થી પ સિંહોનાં મોત થયા છે. પ૧૧ સિંહોની વસ્તીમાં નર સિંહોની વસ્તી ઓછી છે અને આવા સંજોગોમાં નર સિંહોનાં કમોતથી સિંહ પ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

મૃત સિંહનું ગ્રૃપ જાણવા કવાયત
આ મૃત નર સિંહ કયાં ગ્રૃપમાં હતો ? કયાં વિસ્તારનો હતો ? કઇ દિશામાંથી આવેલ તેની તપાસ માટે વિસાવદર રેન્જમાં કાસીયા નાકા, ડેડકણી, રાઉન્ડનો સ્ટાફ તથા ટ્રેકર્સ પાર્ટી સાસણ નદી કાંઠાની સાઇડમાં આસપાસનાં ખેતરોમાં તપાસ શરૂ કરી છે. જો કે, તેમાં કોઇ સફળતા મળી નથી.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-lion-death-in-visavadar-4340923-PHO.html?OF13=

No comments:
Post a Comment