DivyaBhaskar News Network | Dec 07, 2016, 02:35 AM IST
સ્થળ પર સારવાર આપી મુકત કર્યા
અમરેલીરેંજના બવાડીયા ગામે રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ બીટમા એક સિંહણ
અને સિંહ બિમાર હોવાનુ વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો
અને બંનેને સારવાર આપી સ્થળ પર મુકત કરી દીધા હતા. બિમાર સિંહ અને સિંહણને
સારવાર આપ્યાની ઘટના અમરેલી રેંજના બવાડીયા ગામે રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ
બીટમા બની હતી. સિંહણ અને સિંહ બિમાર હાલતમા આંટાફેરા મારતા હોય અંગે
વનવિભાગને જાણ થતા આરએફઓ વિઠ્ઠલાણી તેમજ સ્ટાફના મેરાભાઇ, પિયુષભાઇ,
એન.પી.સોલંકી, ડો.વામજા વિગેરે અહી દોડી ગયા હતા. સિંહ અને સિંહણને બેભાન
કરી સ્થળ પર સારવાર આપવામા આવી હતી. બંનેને ગુમડા થયા હોવાનુ વનવિભાગે
જણાવ્યું હતુ. બાદમાં બંનેને સ્થળ પર મુકત કરી દેવામા આવ્યા હતા. અત્રે
ઉલ્લેખનીય છે કે જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં અનેક વખત સિંહ, સિંહણ બિમાર
પડવાની ઘટનાઓ બનતી રહે છે.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Saturday, December 31, 2016
ગુજરાતના સિંહોનું નવું રહેઠાણઃ આંબરડીના વિસ્તારમાં જીવન માફક આવી ગયું
Bhaskar News, Amreli | Dec 12, 2016, 02:08 AM IST
સામાન્ય રીતે નવા વિસ્તારમા સાવજો જલદીથી સેટ થઇ શકતા નથી પરંતુ આશ્ચર્ય રીતે સાવજની આ ટોળીને હડાળાનુ જંગલ માફક આવી ગયુ છે અને અહી સેટ થઇ ગયા છે.હડાળાનુ મધ્યગીરમા આવેલુ આ જંગલ આમપણ અન્ય સાવજોનુ નિવાસ સ્થાન છે. ત્યારે અહી નવા સાવજોના આગમનથી તેમના વચ્ચે ઘર્ષણની પણ શકયતા જોવાતી હતી. હડાળાના જેનગર જંગલમા આંબરડી પાર્કથી લવાયેલા આ પંદર સાવજો અહીના વાતાવરણ સાથે અનુકુલન સાધી શકશે કે નહી.? તે પ્રશ્ન વનવિભાગના અધિકારીઓને પણ સતાવી રહ્યો હતો.
અને તેના કારણે જ અહી છોડાયેલા સાવજો પર દેખરેખ પણ રખાઇ રહી હતી. આ સાવજો આંબરડી પાર્ક વિસ્તારમા રેવન્યુ પંથકમા રહેવા ટેવાયેલા હતા. આ ઉપરાંત જંગલની ઝાડીઓ પણ તેનુ ઘર હતુ. તેના કારણે જ કદાચ તેમને આ નવો વિસ્તાર માફક આવી ગયો છે. વળી સૌથી મહત્વની વાત એ છે કે નવા વિસ્તારમા તેમને અન્ય સાવજો સાથે ઘર્ષણની કોઇ ઘટના બની રહી નથી. એકાદ માસથી નવા વિસ્તારમા આ સાવજો ફરી રહ્યાં છે.
આંબરડી વિસ્તારમાથી અહી લવાયેલા પંદર સાવજો પર વનવિભાગે અગાઉ પણ ઘણી દેખરેખ રાખવી પડી હતી કારણ કે આ સાવજ ગૃપે અગાઉ આંબરડી વિસ્તારમા ત્રણ લોકોનો શિકાર કર્યો હતો. જો કે આદમખોર ગણાતી મુખ્ય સિંહણને હજુ પણ કેદ રખાઇ છે.
વનવિભાગ રાખી રહ્યું દેખરેખ
અહી મુકત કરાયેલા સાવજો પર બાજ નજર રાખવી જરૂરી છે. હડાળા જંગલમા સાવજોને મુકત કરાયા ત્યારથી વનવિભાગ અહી તેમના પર સતત દેખરેખ રાખી રહ્યું છે. આજદિન સુધી નવા ઘરમા સાવજોને કોઇ તકલીફ પડી નથી કે તેમના પર ખતરો ઉભો થયો નથી.
અમરેલીઃ ધારી તાલુકાના આંબરડી ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમા આઠ
માસ પહેલા સાવજોની એક ટોળીએ હાહાકાર મચાવ્યો હતો. ટુંકાગાળામા એક પછી એક
ત્રણ લોકોને ફાડી ખાધા બાદ લાંબા સમય સુધી 16 સાવજોને આંબરડી પાર્કમા કેદ
કરી લેવામા આવ્યા હતા પરંતુ એકાદ માસ પહેલા તેને હડાળા જંગલમા મધ્યગીરમા
મુકત કરવાનો નિર્ણય લેવાયો હતો.
સામાન્ય રીતે નવા વિસ્તારમા સાવજો જલદીથી સેટ થઇ શકતા નથી પરંતુ આશ્ચર્ય રીતે સાવજની આ ટોળીને હડાળાનુ જંગલ માફક આવી ગયુ છે અને અહી સેટ થઇ ગયા છે.હડાળાનુ મધ્યગીરમા આવેલુ આ જંગલ આમપણ અન્ય સાવજોનુ નિવાસ સ્થાન છે. ત્યારે અહી નવા સાવજોના આગમનથી તેમના વચ્ચે ઘર્ષણની પણ શકયતા જોવાતી હતી. હડાળાના જેનગર જંગલમા આંબરડી પાર્કથી લવાયેલા આ પંદર સાવજો અહીના વાતાવરણ સાથે અનુકુલન સાધી શકશે કે નહી.? તે પ્રશ્ન વનવિભાગના અધિકારીઓને પણ સતાવી રહ્યો હતો.
અને તેના કારણે જ અહી છોડાયેલા સાવજો પર દેખરેખ પણ રખાઇ રહી હતી. આ સાવજો આંબરડી પાર્ક વિસ્તારમા રેવન્યુ પંથકમા રહેવા ટેવાયેલા હતા. આ ઉપરાંત જંગલની ઝાડીઓ પણ તેનુ ઘર હતુ. તેના કારણે જ કદાચ તેમને આ નવો વિસ્તાર માફક આવી ગયો છે. વળી સૌથી મહત્વની વાત એ છે કે નવા વિસ્તારમા તેમને અન્ય સાવજો સાથે ઘર્ષણની કોઇ ઘટના બની રહી નથી. એકાદ માસથી નવા વિસ્તારમા આ સાવજો ફરી રહ્યાં છે.
ત્રણ લોકોનો કર્યો હતો શિકાર
આંબરડી વિસ્તારમાથી અહી લવાયેલા પંદર સાવજો પર વનવિભાગે અગાઉ પણ ઘણી દેખરેખ રાખવી પડી હતી કારણ કે આ સાવજ ગૃપે અગાઉ આંબરડી વિસ્તારમા ત્રણ લોકોનો શિકાર કર્યો હતો. જો કે આદમખોર ગણાતી મુખ્ય સિંહણને હજુ પણ કેદ રખાઇ છે.
વનવિભાગ રાખી રહ્યું દેખરેખ
અહી મુકત કરાયેલા સાવજો પર બાજ નજર રાખવી જરૂરી છે. હડાળા જંગલમા સાવજોને મુકત કરાયા ત્યારથી વનવિભાગ અહી તેમના પર સતત દેખરેખ રાખી રહ્યું છે. આજદિન સુધી નવા ઘરમા સાવજોને કોઇ તકલીફ પડી નથી કે તેમના પર ખતરો ઉભો થયો નથી.
સાવજોને માફક આવી રહ્યો છે ગુજરાતનો આ દરિયાકાંઠો, જંગલ છોડી પહોંચ્યા સાગરકાંઠે
Jaidev Varu, Amreli | Dec 14, 2016, 19:35 PM IST
હવે આ જ સાવજો દરિયાકાંઠાને પણ અપનાવી રહ્યાં છે. જેમ જેમ સાવજોની વસતી વધી રહી છે તેમ તેમ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા આ સાવજો નવા નવા પ્રદેશ સર કરી રહ્યાં છે. કોઇ તેમને રોકવાવાળુ નથી. અને રોકવાની જરૂર પણ નથી. કારણ કે સામાન્ય સંજોગોમા આ સાવજો માણસ માટે કોઇ ખતરો પણ નથી. બલકે જંગલી પશુઓથી પાકને બચાવવા મથતા ખેડૂતો માટે સાવજો ઉપયોગી છે
સવાલ એ છે કે સાવજો કઇ દિશામા આગળ વધતા રહેશે. જેવી રીતે ક્રાંકચ અને આસપાસના વિસ્તારમા આગળ વધી રહ્યાં છે તેવી જ રીતે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પણ આ સાવજોએ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી દીધો છે. દરિયાકાંઠાના ગામોમા વસવાટ કરી લીધો છે. થોડા સમય પહેલા તો એક સાવજે જાફરાબાદના દરિયામા પણ ઝંપલાવી દીધુ હતુ. સાવજો સમુદ્રના પાણીમા પણ થોડો સમય તરી શકે છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોમા સાવજોના જુદાજુદા ગૃપ છે અને વારંવાર લોકેશન બદલતા રહે છે.
ગીરકાંઠા ઉપરાંત રેવન્યુ વિસ્તાર અને છેક દરિયાકાંઠા વિસ્તારમા સાવજોના પરિભ્રમણ પર દેખરેખ રાખવા માટે પુરતો સ્ટાફ નથી. સાવજો વારંવાર લોકેશન બદલતા રહે છે. ઉદ્યોગોના કારણે વાહન વ્યવહાર વધુ છે. રોડ અને રેલ અકસ્માતમા સાવજો મરી રહ્યાં છે પરંતુ સ્ટાફના અભાવે વનતંત્ર દેખરેખ માટે લાચાર છે.
દરિયાકાંઠે કયાં છે સાવજોની વસતી
અમરેલી,રાજુલાઃ
કુદકેને ભુસકે વધી રહેલા સાવજોની એ મજબુરી છે કે ગમે તેવા સંજોગોમા પણ
પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાની ક્ષમતા એ તો ભગવાન જ જાણે પરંતુ હકિકત એ છે
કે ગીરના અડાબીડ જંગલમા વસતા ડાલામથ્થાઓએ જંગલ છોડી અમરેલી જિલ્લાના
રેવન્યુ વિસ્તારમા વાડી ખેતરો અને સતત ધમધમતા રસ્તાઓ વચ્ચે પણ નવુ ઘર શોધી
લીધુ.
હવે આ જ સાવજો દરિયાકાંઠાને પણ અપનાવી રહ્યાં છે. જેમ જેમ સાવજોની વસતી વધી રહી છે તેમ તેમ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા આ સાવજો નવા નવા પ્રદેશ સર કરી રહ્યાં છે. કોઇ તેમને રોકવાવાળુ નથી. અને રોકવાની જરૂર પણ નથી. કારણ કે સામાન્ય સંજોગોમા આ સાવજો માણસ માટે કોઇ ખતરો પણ નથી. બલકે જંગલી પશુઓથી પાકને બચાવવા મથતા ખેડૂતો માટે સાવજો ઉપયોગી છે
સવાલ એ છે કે સાવજો કઇ દિશામા આગળ વધતા રહેશે. જેવી રીતે ક્રાંકચ અને આસપાસના વિસ્તારમા આગળ વધી રહ્યાં છે તેવી જ રીતે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પણ આ સાવજોએ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી દીધો છે. દરિયાકાંઠાના ગામોમા વસવાટ કરી લીધો છે. થોડા સમય પહેલા તો એક સાવજે જાફરાબાદના દરિયામા પણ ઝંપલાવી દીધુ હતુ. સાવજો સમુદ્રના પાણીમા પણ થોડો સમય તરી શકે છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોમા સાવજોના જુદાજુદા ગૃપ છે અને વારંવાર લોકેશન બદલતા રહે છે.
વનવિભાગ પાસે અપુરતો સ્ટાફ
ગીરકાંઠા ઉપરાંત રેવન્યુ વિસ્તાર અને છેક દરિયાકાંઠા વિસ્તારમા સાવજોના પરિભ્રમણ પર દેખરેખ રાખવા માટે પુરતો સ્ટાફ નથી. સાવજો વારંવાર લોકેશન બદલતા રહે છે. ઉદ્યોગોના કારણે વાહન વ્યવહાર વધુ છે. રોડ અને રેલ અકસ્માતમા સાવજો મરી રહ્યાં છે પરંતુ સ્ટાફના અભાવે વનતંત્ર દેખરેખ માટે લાચાર છે.
દરિયાકાંઠે કયાં છે સાવજોની વસતી
પીપાવાવ
ઉપરાંત નાગેશ્રી, લુણસાપુર, બાલાની વાવ, ભટ્ટવદર, વડ, ભેરાઇ, ઉચૈયા,
વાવેરા, આગરીયા, ઇકોમ્પ્લેક્ષ વિસ્તાર, ફોરવે, બાબરકોટ, કાતર, કંથારીયા,
બારપટોળી, ભંડારીયા રોડ વિગેરે વિસ્તારમા સાવજો પરિભ્રમણ કરે છે અને મારણ
પણ કરતા રહે છે.
સુત્રાપાડ પંથકમાં વાણિયાવાવની સીમમાંથી દીપડો પૂરાયો,લોકોમાં ભયનો માહોલ
Bhaskar News, Amreli | Dec 16, 2016, 02:29 AM IST
સુત્રાપાડાઃસુત્રાપાડામાં
વાણીયાવાવ સીમ વિસ્તારમાં દીપડો આટાંફેરા કરતો હોય અને સીમ શાળાની બાજુમાં
હરતો ફરતો જોવા મળતો હોય અને રોજ કુતરા તેમજ અન્ય પ્રાણીઓનો શિકાર કરતો
હોય જેને લીધે આજુબાજુ વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયેલ. જેથી
સુત્રાપાડા ફોરેસ્ટર વિભાગને અરજી મળતા સાથે ફોરેસ્ટર વિભાગ દ્વારા ગત
રાત્રીનાં દીપડાને પાંજરે પુરવા પાંજરૂ મુકેલ જેમાં રાત્રીનાં સમયે દીપડો
ખોરાકની શોધમાં આવેલ ત્યારે પાંજરે પુરાઇ જતા ઇન્ચાર્જ આરએફઓ ખુમાણભાઇ અને
ગાર્ડ વિરાભાઇ દ્વારા દીપડાને પાંજરે પુરી સાસણ એનિમલ હેલ્થકેર સેન્ટર ખાતે
મોકલી આપેલ હતો. દીપડો પાંજરે પુરાઈ જતા તંત્ર અને ખેડૂતોએ રાહતનો શ્વાસ
લીધો હતો.
દિપડાને સાસણ એનિમલ કેર ખાતે ખસેડાયો
રાત્રીનાં
સમયે દીપડો ખોરાકની શોધમાં આવેલ ત્યારે પાંજરે પુરાઇ જતા ઇન્ચાર્જ આરએફઓ
ખુમાણભાઇ અને ગાર્ડ વિરાભાઇ દ્વારા દીપડાને પાંજરે પુરી સાસણ એનિમલ
હેલ્થકેર સેન્ટર ખાતે મોકલી આપેલ હતો. દીપડો પાંજરે પુરાઈ જતા તંત્ર અને
ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નાના લીલીયા ગામની સીમમાં ચાર સાવજોએ રાતે કર્યું પાડરૂનું મારણ
Bhaskar News, Lathi | Dec 22, 2016, 02:44 AM IST
દેવળીયા, જરખીયાની સીમમાં પણ સાવજોના આંટાફેરા
લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા તો સાવજોની મોટી વસતી છે. પરંતુ હવે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ સાવજોના આંટાફેરા વધ્યા છે. થોડા દિવસ પહેલા લાઠી તાલુકાના દેવળીયા, જરખીયાની સીમમા સાવજોએ ચક્કર માર્યાના સગડ મળ્યાં હતા જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમા ફફડાટ ફેલાયો છે. રાત્રીના સમયે ખેડૂતોને સીમમા કામ કરવુ પડી રહ્યું છે અને રાત્રીના સમયે આ વિસ્તારના સાવજોના આંટાફેરા પણ રહે છે. આજે લીલીયા તાલુકાના નાના લીલીયા અને વાઘણીયા ગામની સીમમા ચાર સાવજના ટોળા દ્વારા એક પાડરૂનુ મારણ કરવામા આવ્યું હતુ. નાના લીલીયાના આદિલહુશેન અહેમદહુશેનની માલિકીનુ આ પાડરૂ સીમમા ચરી રહ્યું હતુ ત્યારે સાવજોએ તેને મારી નાખ્યુ હતુ. બનાવથી સીમમા કામ કરતા લોકોમા ફફડાટ છે.
લાઠી:
લીલીયા તાલુકાના નાના લીલીયા ગામની સીમમા આજે ચાર સાવજના ટોળાએ એક
માલધારીના પાડરૂનુ મારણ કરતા માલધારીઓમા ફફડાટ વ્યાપી ગયો છે. લાઠીના
દેવળીયા, જરખીયા વિગેરે વિસ્તારમા સાવજોના આંટાફેરા વધી ગયા છે.
દેવળીયા, જરખીયાની સીમમાં પણ સાવજોના આંટાફેરા
લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા તો સાવજોની મોટી વસતી છે. પરંતુ હવે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ સાવજોના આંટાફેરા વધ્યા છે. થોડા દિવસ પહેલા લાઠી તાલુકાના દેવળીયા, જરખીયાની સીમમા સાવજોએ ચક્કર માર્યાના સગડ મળ્યાં હતા જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમા ફફડાટ ફેલાયો છે. રાત્રીના સમયે ખેડૂતોને સીમમા કામ કરવુ પડી રહ્યું છે અને રાત્રીના સમયે આ વિસ્તારના સાવજોના આંટાફેરા પણ રહે છે. આજે લીલીયા તાલુકાના નાના લીલીયા અને વાઘણીયા ગામની સીમમા ચાર સાવજના ટોળા દ્વારા એક પાડરૂનુ મારણ કરવામા આવ્યું હતુ. નાના લીલીયાના આદિલહુશેન અહેમદહુશેનની માલિકીનુ આ પાડરૂ સીમમા ચરી રહ્યું હતુ ત્યારે સાવજોએ તેને મારી નાખ્યુ હતુ. બનાવથી સીમમા કામ કરતા લોકોમા ફફડાટ છે.
રાજુલાઃ રમત-રમતમાં સિંહ બાળ પડ્યું કુવામાં, 1 કલાકની જહેમતે બહાર કઢાયુ
Jaydev Varu, Rajula | Dec 23, 2016, 22:45 PM IST
સિંહ બાળને બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું
સિંહ બાળને બાબરકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું કેમ કે પાણી હોવાને કારણે સિંહ બાળને ઠંડી લાગી ગઈ હોવાને કારણે તાત્કાલિક બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું હતું પરંતુ ગામના આગેવાનો અને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગની કામગીરી બિરદાવી હતી બીજી તરફ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહો અને સિંહ બાળનો વસવાટ છે અગાવ પણ અનેક વખત વન્ય પ્રાણી કુવામાં ખાબક્યા હતા.
- નાગેશ્રી ગામે 3 માસનું સિંહ બાળ કુવામાં ખાબક્યું
રાજુલા:જાફરબાદ
તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં સિંહોનુ પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું
છે. ત્યારે નાગેશ્રી ગામ નજીક હમીરભાઈ પરમારની વાડીમાં બપોરે 3 માસનું સિંહ
બાળ કુવામાં ખાબકતા ગામના પૂર્વ સરપંચ અજયભાઈ વરૂ અને પ્રકૃતિ પ્રેમી
વિજયભાઈ વરૂ, સતુભાઈ વરૂ અહીં દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરતા
વનવિભાગ સ્ટાફ રાજ્યગુરૂ, સારલા સહીત રેસ્ક્યુ ટિમ નાગેશ્રી ગામ પોહચી
અંદાજીત 1 કલાક જેટલા સમયમાં રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહ બાળને બચાવી લેવામાં
આવ્યું હતુ.
સિંહ બાળને બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું
સિંહ બાળને બાબરકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું કેમ કે પાણી હોવાને કારણે સિંહ બાળને ઠંડી લાગી ગઈ હોવાને કારણે તાત્કાલિક બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું હતું પરંતુ ગામના આગેવાનો અને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગની કામગીરી બિરદાવી હતી બીજી તરફ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહો અને સિંહ બાળનો વસવાટ છે અગાવ પણ અનેક વખત વન્ય પ્રાણી કુવામાં ખાબક્યા હતા.
અમરેલી: ધારીમાં ઘૂસ્યા પાંચ સિંહો, 4 ગાયોનું મારણ કરી મિજબાની માણી
Jaidev Varu, Amreli | Dec 27, 2016, 01:36 AM IST
સાવજો દ્વારા ત્રણ પશુઓના મારણની આ ઘટના ધારીમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના વેકરીયાપરામા ખીચા રોડ પર નર્મદેશ્વર મહાદેવ મંદિર નજીક ગતરાત્રીના ચાર સાવજો આવી ચડયા હતા.
અહી સાવજોએ ત્રણ રેઢીયાર વાછરડાઓનુ મારણ કર્યુ હતુ. આ ઉપરાંત એક માલિકીની ગાયને ઇજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા વનવિભાગના વેટરનરી ડો.વામજા, ચાંદુભાઇ સહિતનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને ગાયને સારવાર આપી હતી. આ ઉપરાંત વનવિભાગે તપાસ હાથ ધરતા અહી બે સાવજોના સગડ મળ્યા હતા. સાવજો છેક પાદર સુધી આવી ચડતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો.
રાયડીમા બે પશુઓનુ મારણ
ખાંભા તાબાના રાયડી ગામની સીમમા ગતરાત્રીના ત્રણ સાવજો આવી ચડયા હતા. અહી પણ સાવજોએ એક ગાય અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. બાદમા સાવજોએ જંગલ તરફ વાટ પકડી હતી. સાવજો છેક ગામની સીમમા આવી ચડતા લોકોમા ભય ફેલાયો હતો.
- ગાયનું મારણ કરવામાં આવ્યું
ધારી:
ધારીમા વેકરીયાપરામા નર્મદેશ્વર મંદિર નજીક ગતરાત્રીના શિકારની શોધમા ચાર
સાવજો આવી ચડયા હતા. આ સાવજોએ અહી ત્રણ વાછરડાઓનુ મારણ કર્યુ હતુ જયારે એક
ગાયને ઇજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો.
સાવજો દ્વારા ત્રણ પશુઓના મારણની આ ઘટના ધારીમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના વેકરીયાપરામા ખીચા રોડ પર નર્મદેશ્વર મહાદેવ મંદિર નજીક ગતરાત્રીના ચાર સાવજો આવી ચડયા હતા.
અહી સાવજોએ ત્રણ રેઢીયાર વાછરડાઓનુ મારણ કર્યુ હતુ. આ ઉપરાંત એક માલિકીની ગાયને ઇજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા વનવિભાગના વેટરનરી ડો.વામજા, ચાંદુભાઇ સહિતનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને ગાયને સારવાર આપી હતી. આ ઉપરાંત વનવિભાગે તપાસ હાથ ધરતા અહી બે સાવજોના સગડ મળ્યા હતા. સાવજો છેક પાદર સુધી આવી ચડતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો.
રાયડીમા બે પશુઓનુ મારણ
ખાંભા તાબાના રાયડી ગામની સીમમા ગતરાત્રીના ત્રણ સાવજો આવી ચડયા હતા. અહી પણ સાવજોએ એક ગાય અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. બાદમા સાવજોએ જંગલ તરફ વાટ પકડી હતી. સાવજો છેક ગામની સીમમા આવી ચડતા લોકોમા ભય ફેલાયો હતો.
રાજુલાના યુવાને 100 ફૂટના ઉંડા કૂવામાં કૂદી સાપને સહી સલામત બહાર કાઢ્યો
Bhaskar News, Amreli | Dec 29, 2016, 01:51 AM IST
રાજુલાના કાતર ગામે બારપટોળી રોડ પર આવેલ ગભરૂભાઇ શીયાળના કુવામાં છેલ્લા ત્રણ દિવસથી એક સાપ પડી ગયો હતો. 100 ફુટ ઉંડા આ કુવામાં બિનઝેરી રેડ સ્નેક પડયો હોય જીવીત બહાર નિકળે તેવી શક્યતા ઓછી હતી. આ અંગેની જાણ થતા સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અહિં દોડી ગયા હતાં. અશોકભાઇએ 100 ફુટ ઉંડા કુવામાં સાપને બચાવવા માટે ઝંપલાવી દીધુ હતું અને જીવના જોખમે તેને બહાર કાઢી ફરી પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધો હતો. અશોકભાઇએ આ રીતે અત્યાર સુધીમાં 447 સાપને બચાવ્યા છે.
અમરેલી:રાજુલા
તાલુકાના કાતર ગામે એક ખેડૂતની વાડીમાં ત્રણ દિવસથી રેડસ્નેક પડી ગયો હોય
સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખે જીવની પરવા કર્યા વગર 100 ફુટ ઉંડા કુવામાં
ઝંપલાવી આ બિનઝેરી સાપને સહી સલામત બહાર કાઢી મુક્ત કરી દીધો હતો.
રાજુલામાં સર્પ સંરક્ષણ મંડળ દ્વારા સરીસૃપો તથા વન્ય જીવોની રક્ષા માટે
પાછલા ઘણા સમયથી કામ કરવામાં આવી રહ્યુ છે.
રાજુલાના કાતર ગામે બારપટોળી રોડ પર આવેલ ગભરૂભાઇ શીયાળના કુવામાં છેલ્લા ત્રણ દિવસથી એક સાપ પડી ગયો હતો. 100 ફુટ ઉંડા આ કુવામાં બિનઝેરી રેડ સ્નેક પડયો હોય જીવીત બહાર નિકળે તેવી શક્યતા ઓછી હતી. આ અંગેની જાણ થતા સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અહિં દોડી ગયા હતાં. અશોકભાઇએ 100 ફુટ ઉંડા કુવામાં સાપને બચાવવા માટે ઝંપલાવી દીધુ હતું અને જીવના જોખમે તેને બહાર કાઢી ફરી પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધો હતો. અશોકભાઇએ આ રીતે અત્યાર સુધીમાં 447 સાપને બચાવ્યા છે.
ચોકલીનાં છાત્રોઅે ગિરનાર પરિક્રમા રૂટની કરી સફાઇ
DivyaBhaskar News Network | Dec 25, 2016, 03:50 AM IST
સ્વચ્છતા અભિયાનમાં પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકને એકત્ર કર્યુ
જૂનાગઢનીચોકલી પ્રાથમિક શાળાના બાળકો તેમજ શિક્ષક સ્ટાફે પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે વનની સફાઇ કરી હતી. પરિક્રમા રૂટમાં જાંબુડી ડુંગર, ઉત્તર રેન્જ, જીણાબાવાની મઢી, હસ્નાપુર ડેમ પરથી પ્લાસ્ટિકનાં કચરાને દૂર કર્યો છે. અા કામમાં જાંબુડી રાઉન્ડ ફોરેસ્ટર પી.એલ.કોડિયાતર, ફોરેસ્ટ ગાર્ડ એસ.એ.મુળિયા, એ.વી.નંદાણિયા, ભરતભાઇ સોયગામા અને મેહૂલભાઇ મકવાણાએ પર્યાવરણની જાળવણી અંગે સમજ આપી હતી.

ગિરનાર ઉપર લાઇટ બંધ રહેતા યાત્રાળુઓને મુશ્કેલી
DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
પ્રવાસીઓનો ધસારો રહેતા અકસ્માતનો ભય
જૂનાગઢનાંગિરનાર પર્વત પર લાઇટો બંધ રહેવાને કારણે યાત્રાળુઅોને મુશ્કેલી પડે છે. ડીસેમ્બર માસનાં અંતિમ દિવસોમાં યાત્રાળુઓની સંખ્યા વધવાને કારણે જૈન મંદિરથી અંબાજી મંદિર સુધી પોલીસ બંદોબસ્ત મુકવાની માંગ ડોળી પ્રમુખે કરી છે.
જૂનાગઢ પ્રવાસન સ્થળ હોવાને કારણે વારતહેવારે પ્રવાસીઓ આવતા હોય છે. ડીસેમ્બર માસનાં અંતિમ દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. દિવસોમાં મીની વેકેશનનો માહોલ સર્જાતા શહેરનાં જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓની અવરજવર રહે છે. ગિરનાર પર્વત પર વહેલી સવારે હજારો શ્રદ્ધાળુઓ ચડતા હોય છે. પરંતુ લાઇટ બંધ હોવાને કારણે ભારે મુશ્કેલી પડે છે. તેમજ પ્રવાસીઓનાં ધસારાને કારણે જૈન મંદિરનાં 2500 પગથિયાથી અંબાજી મંદિરની ટુંક સુધી પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે. ડીસેમ્બરનાં છેલ્લા સપ્તાહ સુધી યાત્રિકોની સુખાકારી માટે પગલા ભરવા જોઇએ. તેમજ સમયમાં શાળાની પ્રવાસી ટુર આવતી હોવાને કારણે સુવિધા કરવી જોઇએ તેમ ડોળી એસોસીએશનનાં પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ જણાવ્યું છે.

જૂનાગઢમાં કેન્દ્રની મંજૂરી બાદ તૈયાર થશે સફાઇ પાર્ક,ટુરિઝમને વેગ મળશે
Bhaskar News, Junagadh | Dec 26, 2016, 00:57 AM IST
તેના માટે રાજય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી ત્રણ માસમાં કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ફોરેસ્ટ એરીયા ટુરિઝમનો પ્રોજેકટ ખુલ્લો મુકાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગિરનારનાં જંગલમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે.તેમજ આ જ પ્રકારે ધારીમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સફારી પાર્ક બનાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વેની કામગીરી પણ ઝડપ ભેર ચાલી રહી છે. આ કામ પણ બે વર્ષમાં પૂર્ણ થશે.
જૂનાગઢઃમુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારનાં ભેંસાણનાં ચણાકામાં
આવેલા રૂપાણી પરિવારનાં સૂરાપુરા અને કેળદેવીનાં દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તકે કહ્યું હતું કે, ગિરનારનાં જંગલમાં ટુંક
સમયમાં જ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તેવુ આયોજન રાજય સરકારે કર્યુ છે.
તેના માટે રાજય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી ત્રણ માસમાં કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ફોરેસ્ટ એરીયા ટુરિઝમનો પ્રોજેકટ ખુલ્લો મુકાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગિરનારનાં જંગલમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે.તેમજ આ જ પ્રકારે ધારીમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સફારી પાર્ક બનાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વેની કામગીરી પણ ઝડપ ભેર ચાલી રહી છે. આ કામ પણ બે વર્ષમાં પૂર્ણ થશે.
ગિરનારમાં 3 માસમાં સફારી પાર્ક બનશે : વિજય રૂપાણી
DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ રવિવારનાં ભેંસાણનાં ચણાકામાં આવેલા રૂપાણી પરિવારનાં સૂરાપુરા અને કેળદેવીનાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તકે કહ્યું હતું કે, ગિરનારનાં જંગલમાં ટુંક સમયમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તેવુ આયોજન રાજય સરકારે કર્યુ છે. તેના માટે રાજય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી ત્રણ માસમાં કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ફોરેસ્ટ એરીયા ટુરિઝમનો પ્રોજેકટ ખુલ્લો મુકાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગિરનારનાં જંગલમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે.તેમજ પ્રકારે ધારીમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સફારી પાર્ક બનાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વેની કામગીરી પણ ઝડપ ભેર ચાલી રહી છે. કામ પણ બે વર્ષમાં પૂર્ણ થશે. મુખ્યમંત્રી 9 નવેમ્બર 2016નાં જૂનાગઢ આવ્યા હતા. ત્યારે ગિરનાર દર્શનને લઇ કહ્યું હતુ કે, હજુ આગળ વધી રહ્યા છીએ.

વન રોજમદારોને કાયમી નહિ કરાય તો આંદોલન : યુનિયન
DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
26 દિવસ કામ કરાવી 19 દિવસનો પગાર અપાય છે
નોકરીનાંપ્રથમ વર્ષમાં 240 દિવસથી વધારે હાજરી હોય તેવા વન રોજમદારોને તા.17-10-1988નાં ઠરાવ મુજબ કાયમી કરવા અને વર્ગ4ને મળવા પાત્ર તમામ ભથ્થા આપવા એવો કોર્ટે ચુકાદો આપ્યા છતા છેલ્લા 10 થી 15 વર્ષથી કામ કરતા રોજમદારોને છુટા કરી દેવામાં આવ્યા છે. અને જે રોજમદારો કામ કરી રહ્યા છે તેને નિયમ મુજબ પગાર આપવામાં આવતો હોય રોષ પ્રવર્તી રહ્યો છે.
આજે જૂનાગઢ બહુમાળી ભવન, લેબર કોર્ટ ખાતે મળેલી ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયનની બેઠકમાં યુનિયન પ્રમુખને રોજમદારોએ એવી રજુઆત કરી હતી કે 26 થી 30 દિવસ સુધી તેઓ પાસે કામ કરાવવામાં આવે છે અને 299.20 પૈસા પગારને બદલે માત્ર 19 દિવસનાં 288.20 પૈસા રૂપિયા અપાાય છે એને જો રોજમદાર બાબતે અવાજ ઉઠાવે તો તેને મૌખિક છુટા કરી દેવાય છે અથવા એવી જગ્યાએ પોસ્ટ અપાય છે કે જે રોજમદારાને પોષાય તેમ નથી. સુપ્રિમકોર્ટનાં એસ.એલ.પીનં 13619/2012 અને 13620/2012નાં તા.09-07-2013નાં ચુકાદા મુજબ દરેક રોજમદારોને તા.15-09-2014નાં નવા ઠરાવ મુજબ વેતન અને સવલતો આપવામાં આવે એવી રજુઆત કરાઇ છે. વન રોજમદાર યુનિયનનાં પ્રમુખ પ્રવિણ આર.વ્યાસ અને મંત્રી શેનસિંહ જી.ડામોરે એવું જણાવ્યું હતું કે, આગામી જાન્યુઆરીમાં અમદાવાદમાં કારોબારીની બેઠક મળશે અને તેમા પ્રશ્નને ઉકેલ નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.
યુનિયન લીડર અને વન અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો રોજમદારોનો આક્ષેપ
જૂનાગઢબહુમાળી ભવન, લેબર કોર્ટ ખાતે મળેલી વનરોજમદારોની બેઠકમાં આવેલા ઘણા રોજમદારોએ એવો આક્ષેપ કર્યો હતો કે વન અધિકારીઓ અને અમારા યુનિયન લીડરો વચ્ચે સાંઠગાંઠ છે. દર વર્ષે સભ્ય ફી લેખે રૂપિયા ઉઘરાવી યુનિયન લીડરો ભાગ બટાઇ કરે છે અને વનઅધિકારીઓને બ્લેકમેઇલ કરીને તેની પાસેથી પણ રૂપિયા ખંખેરી રહ્યા છે. અને બેઠકમાં અમોને બધુ બરોબર થઇ જશે એવું ગાણું ગાઇ રહ્યા છે.

સાસણની હોટલોમાં ફૂડ વિભાગે 80 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો
DivyaBhaskar News Network | Dec 29, 2016, 05:05 AM IST
સાસણસહિત ભાલછેલ, હરીપુર ગામમાં આવેલ મોટા રીસોર્ટ, હોટલો અને રેસ્ટોરન્ટમાં આજે ફુડ વિભાગની ટીમ ત્રાટકી હતી અને ચેકિંગ દરમિયાન હાથ લાગેલ 80 કિલો અખાદ્ય ખાદ્ય વસ્તુનો નાશ કરી ખાન-પાનની વિવિધ ચીજોનાં સેમ્પલો લઇ વડોદરા ફુડ લેબોરેટરીમાં મોકલેલ. ફુડ વિભાગએ ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અંગેની મળતી વિગત મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જૂનાગઢનાં ઓફીસર જે.એચ.શાહ, ફુડ ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા સહિતની ફુડ વિભાગની ટીમએ સાસણ નાતાલનાં વેકેશનમાં આવતા પ્રવાસીઓને અખાદ્ય અને વાસી ખોરાક મળે તે માટે આજે ચેકિંગ હાથ ધરેલ ચેકીંગ દરમિયાન 80 કિલો અખાદ્ય ખોરાકનો નાસ કરેલ અને અનાજ, કઠોળ, તેલ, ઘી, ડ્રીન્કીંગ વોટર, મસાલા, તથા તૈયાર રાંધેલા ખોરાકનાં સેમ્પલો લઇ વડોદરા ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપેલ લેબોરેટરી તપાસમાં નમુનામાં ભેળસેળ કે હલકી ગુણવતા આવશે.
તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે હોટલ, રીસોર્ટ, રેસ્ટોરન્ટમાં હાઇઝીનીક કંડીશન, ચોખ્ખાઇ તથા એફએસએસએઆઇનાં નિયમોનું પાલન કરનાર રેસ્ટોરન્ટ, હોટલને નોટીસ આપવામાં આવશે.

પ્રકૃતિની રક્ષાનાં સંકલ્પ સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ કરાયો
DivyaBhaskar News Network | Dec 28, 2016, 04:05 AM IST
જૂનાગઢની સંસ્થા દ્વારા ચિરોડા કન્યાશાળામાં દલિત ઉદ્ધાર દિવસની કરાઇ ઉજવણી
જૂનાગઢઆર્ય સમાજ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી કરી હતી. તેમજ મેંદરડાનાં ચિરોડા કન્યાશાળામાં દલીત ઉદ્ધાર દિવસની ઉજવણી કરાઇ હતી.
જૂનાગઢમાં આર્ય સમાજે સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી કરી હતી. મેંદરડાનાં ચિરોડા કન્યાશાળામાં દલીત ઉદ્ધાર દિવસ તરીકે ઉજવણી કરી હતી. પ્રકૃતિને બચાવવાનાં સંકલ્પ સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યજ્ઞ બાદ 11 વિદ્યાર્થીઓએ સ્વામી શ્રદ્ધાનંદ વિશે ટૂંકું વકત્વય રજૂ કર્યુ હતું. દરેક વિદ્યાર્થીને આર્ય સમાજ દ્વારા વૈદિક સાહિત્ય, પેન, પોસ્ટર, નામ સ્લીપ, પ્રમાણપત્ર વગેરેથી પ્રોત્સાહિત કરાયા હતા. સ્વામી દ્વારા સામાજિક સુધારણાનાં કાર્યક્રમો જેવા કે, દલીત ઉદ્ધાર, સ્વતંત્રતા આંદોલન, સ્વદેશી અભિયાન, વેદ પ્રચાર અને નારી શિક્ષા જેવા વિષયોમાં યોગદાન હોવાનું જણાવ્યું હતું. પ્રસંગે પ્રવીણાબેન, દીપક આર્ય વગેરેેએ આર્યવીરદળની પ્રવૃતિ વિશે વિચારો રજૂ કર્યા હતા.

ગિરનાર સ્પર્ધાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ
DivyaBhaskar News Network | Dec 29, 2016, 05:10 AM IST
16 જિલ્લાનાં 1030 ભાઇઓ અને 265 બહેનો ભાગ લેશે
ગિરનારપર્વતની અતિજોખમી સ્પર્ધાને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દર વર્ષે જાન્યુઆરીનાં પ્રથમ રવિવારે સ્પર્ધા યોજાતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ બીજા રવિવારે ગિરનારની સ્પર્ધા યોજાશે. તા. 8 જાન્યુઆરી 2017નાં યોજનાર સ્પર્ધાને લઇ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા રાજયભરમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. અંગે જયાબેન ખાંટે જણાવ્યું હતું કે, રાજયનાં 16 જિલ્લામાંથી અરજીઓ આવી છે.જેમાં સિનિયર ભાઇઓ 547, જુનિયર ભાઇઓ 483, સિનિયર બહેનો 117, જુનિયર બહેનો 148 મળી કુલ 1295 સ્પર્ધાકો ભાગ લેશે. સ્પર્ધાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગિરનાર સ્પર્ધાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સ્પર્ધકો વધુને વધુ ચીવટતાપૂર્વક પ્રેકટીસ પર ધ્યાન આપી રહ્યા છે.

Subscribe to:
Posts (Atom)