અમરેલી:રાજુલા
તાલુકાના કાતર ગામે એક ખેડૂતની વાડીમાં ત્રણ દિવસથી રેડસ્નેક પડી ગયો હોય
સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખે જીવની પરવા કર્યા વગર 100 ફુટ ઉંડા કુવામાં
ઝંપલાવી આ બિનઝેરી સાપને સહી સલામત બહાર કાઢી મુક્ત કરી દીધો હતો.
રાજુલામાં સર્પ સંરક્ષણ મંડળ દ્વારા સરીસૃપો તથા વન્ય જીવોની રક્ષા માટે
પાછલા ઘણા સમયથી કામ કરવામાં આવી રહ્યુ છે.
રાજુલાના કાતર ગામે બારપટોળી રોડ પર આવેલ ગભરૂભાઇ શીયાળના કુવામાં છેલ્લા ત્રણ દિવસથી એક સાપ પડી ગયો હતો. 100 ફુટ ઉંડા આ કુવામાં બિનઝેરી રેડ સ્નેક પડયો હોય જીવીત બહાર નિકળે તેવી શક્યતા ઓછી હતી. આ અંગેની જાણ થતા સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અહિં દોડી ગયા હતાં. અશોકભાઇએ 100 ફુટ ઉંડા કુવામાં સાપને બચાવવા માટે ઝંપલાવી દીધુ હતું અને જીવના જોખમે તેને બહાર કાઢી ફરી પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધો હતો. અશોકભાઇએ આ રીતે અત્યાર સુધીમાં 447 સાપને બચાવ્યા છે.
No comments:
Post a Comment