- Bhaskar News, Veraval
- May 25, 2015, 00:01 AM IST
વેરાવળ: ગીર-સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળ નજીક આવેલ ઇણાંજ
ગામે આવેલ કાઠીયાવાડ અશ્રવ ઉછેર કેન્દ્રને સરકારે અશ્વોના ચરીયાણ માટે
ફાળવેલ જમીન કલેકટર દ્વારા શરતભંગની નોટીસ આપી પરત મેળવવા કાર્યવાહી હાથ
ધરતા અશ્વ પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી છે. એક તરફ સરકાર કાઠીયાવડી
અશ્વોની પ્રજાતીને લુપ્ત થતી બચાવવા કટીબધ્ધ છે તો બીજી તરફ જિલ્લા વહીવટી
તંત્રની કાર્યવાહીથી અનેક સવાલો ઉભા થયા છે.
1 of 3
- રાજયનાં એક માત્ર કાઠીયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રનાં અસ્તિત્વ પર જ સવાલ
- ગીર-સોમનાથનાં વેરાવળ નજીકનાં ઇણાંજ ગામે સરકાર દ્વારા ઇ.સ. 1994થી કાર્યરત
- ચરિયાણની જમીન અંગે વહિવટી તંત્રએ શરત ભંગની નોટીસ આપી
છેલ્લા છ દાયકામાં અશ્વોની સંખ્યામાં 82 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પ્રજાતીની લુપ્તતા સામે આપણે જાગૃત કરવા ઘંટડી સમાન છે અને પશુવૈવિધ્યતા માટે જોખમરૂપ છે. કાઠીયાવાડી અશ્વોની સંખ્યા ઘટાડી 10,000ની નીચે જતી રહેતા કેન્દ્ર સરકારે પણ તેને જોખમમાં મુકાયેલી પ્રજાતી જાહેર કરી છે. ગુજરાતમાં અશ્વોની કાઠીયાવાડી અને મારવાડી એમ બે પ્રખ્યાત પ્રજાતી આવેલી છે.
ગીર-સોમનાથ જિલ્લાના ઇણાંજ મુકામે આવેલ કાઠીયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રના મદદનીશ પશુ નિયામક ડો.મારૂએ માહિતી આપતા જણાવેલ કે, રાજા રજવાડાના સમયકાળથી કાઠીયાવડી અશ્વોની પ્રજાતી અસ્તિત્ત્વ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રજાતી લુપ્ત થતી હોવાની ગંભીરતાને ધ્યાને લઇ સરકાર દ્વારા કાઠીયાવાડી ઓલાદના અશ્વના સંર્વધન માટે કટીબધ્ધ બની રાજયના પશુપાલન વિભાગ હેઠળ રાજયમાં એક માત્ર કાઠીયાવાડ અશ્વોનું ઉછેર કેન્દ્ર ઇણાંજ ગામે ઇ.સ. 1994થી કાર્યરત થયેલ અને જે તે વખતે સરકારે અશ્વના ચરીયાણ અને ખેતી સંલગ્ન તેમજ સંવર્ધન અને સંવનનના હેતુ સબબ 62 હેકટર જમીન ફાળવી હતી.
હાલ આ કેન્દ્રમાં 66 ઘોડા અને 44 ઘોડીઓ છે તેમજ ગુજરાતભરમાં 10 પેટાવાલી ઘોડા કેન્દ્રો આવેલા છે. જેમાં દરેક કેન્દ્રોમાં એક-એક કાઠીયાવાડી નસલના ઘોડાને રાખવામાં આવેલ છે. હાલ, સરકારના 1000ના વાલી ઘોડાના લક્ષ્યાંક સામે 817નો લક્ષ્યાંક પુર્ણ થયેલ છે તેમજ 40 ઘોડીઓ પૈકી 30 ઘોડીઓ ગાભણ છે અને એકંદરે 30 ટકાના વધારો નોંધાય રહયો છે.
કુદરતી ચરીયાણ હશે તો અશ્વો ટકશે : અશ્વ પ્રેમીઓની લાગણી
રાજય સરકાર એક તરફ કાઠીયાવાડી ઓલાદના અશ્વોની પ્રજાતીને બચાવવા કટીબધ્ધ છે તો બીજી તરફ સરકારના જ સ્થાનીક જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહીથી અશ્વપ્રેમીઓમાં રોષ જોવા મળી રહયો છે અને ઇણાંજ અશ્વ ઉછેર કેન્દ્રને ફાળવેલ ચરીયાણની જમીન પરત લઇ લેવામાં આવે તો આ અશ્વોની કુદરતી ચરીયાણનો પ્રશ્ન સર્જાય તેમ હોય આ કાર્યવાહી અટકવી જોઇએ તેવી માંગણી અશ્વપ્રેમીઓ કરી રહયાં છે.
પશુપાલન વિભાગે નોટીસનો જવાબ આપ્યો
રાજયમાં એકમાત્ર ઇણાંજ સ્થિત કાઠીયાવાડ અશ્વ કેન્દ્રને સરકારે ફાળવેલ જમીનમાં કુદરતી ચરીયાણથી અશ્વોના સંવર્ધન અને સંવનનમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ એકાએક જિલ્લા કલેકટર દ્વારા ઇણાંજ અશ્વ ઉછેર કેન્દ્રને ફાળવેલ ચરીયાણ માટેની જમીન પરત મેળવવા શરતભંગની નોટીસ ફટકારી છે. જોકે, પશુપાલન વિભાગ દ્વારા નોટીસનો નિયમોનુસાર જવાબ આપી દેવામાં આવેલ હોવાનું મદદનીશ પશુ નિયામક ડો.મારૂએ જણાવેલ છે.
No comments:
Post a Comment