- Bhaskar News, Talala
- May 26, 2015, 00:43 AM IST
તાલાલા: સાસણ (ગીર) ખાતે આજથી 27 મે સુધી ત્રિદિવસીય સાસણ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેંગો ફેસ્ટિવલનાં સ્થાને પ્રવાસન વિભાગે સાસણ ફેસ્ટિવલ કરી નાંખતા ખેડુતોમાં નારાજગી પ્રસરી હોય ફેસ્ટિવલમાં ખેડુતો ફેસ્ટિવલમાં ફરકયા નહોતા.
સાસણનાં સ્થાનિક લોકો અમુક પ્રવાસીઓની હાજરીમાં પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા અને જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ ફેસ્ટિવલ ખુલ્લો મુકયો હતો. સાસણ ફેસ્ટિવલનાં પ્રારંભે સ્વાગત પ્રવચનમાં ડીએફઓ ડો.સંદીપકુમારે જણાવેલ કે એશિયાઇ સિંહોથી સાસણની દેશ-દુનિયામાં ઓળખ થઇ છે.સિંહોની હાજરીથી ગીરમાં સ્થાનિક લોકોની આર્થિક - સાંસ્કૃતિક વ્યવસ્થા સારી બની છે. ફેસ્ટિવલમાં કેરી ઉત્પાદક ખેડુતોની નહીંવત હાજરી હતી. સાસણ ગામનાં સ્થાનિક લોકો જંગલમાંથી પરત ફરેલા પ્રવાસીઓની હાજરીમાં ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો હતો.
ખેડૂતોના રોષથી બચવા નામ બદલાયું
મેંગો ફેસ્ટિવલ નામ બદલવા પાછળ કેસર કેરીનાં પાકને કમોસમી વરસાદથી ભારે નુકશાન થયું હોય સરકારે સર્વે કરાવ્યું. ખેડુતો પાસે ફોર્મ ભરાવ્યા પરંતુ સહાયનાં નામે ફદીયું ચુકવ્યું ન હોય ખેડુતોમાં ભારે રોષ હોય ફેસ્ટિવલ કેરી સાથે સાંકળવામાં આવે તો ખેડુતો દ્વારા દેખાવો થવાની શકયતાથી મેંગો ફેસ્ટિવલ નામ બદલાવી નખાયું.
ઢંગધડા વગરનું આયોજન
સાસણ ફેસ્ટિવલ ખુલ્લો મુકાયો પરંતુ ફેસ્ટિવલમાં લોકો કેરીની વિવિધ જાતો નિહાળી શકે તે માટેનાં સ્ટોલ લાગ્યા નથી. પ્રથમ સિંહ સદનમાં સ્ટોલ ઉભા કરાયેલ પરંતુ છેલ્લી ઘડીએ ભાલછેલ હેલીપેડ ખાતે આજથી સ્ટોલ ઉભા કરવાનું શરૂ થયું તો પણઆયોજનનાં ઠેકાણા નથી.
No comments:
Post a Comment