- Bhaskar News, Talala
- May 28, 2015, 02:31 AM IST
તાલાલા: તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની 19 મે થી હરાજી શરૂ
થયા બાદ નવ દિવસમાં કેરીના બે લાખ એંસી હજારને છસ્સો દસ બોક્સ વેચાણમાં
આવ્યા છે. પ્રતિ બોક્સના સરેરાશ ભાવ 280 થી 300 રૂપિયા રહેતા ખેડૂતોને ગત
વર્ષની તુલનામાં સારા ભાવ મળી રહ્યા છે. શુક્રવારને 29 મેએ ભીમ અગિયારસના
દિવસે યાર્ડમાં કેરીનું વેચાણ નહીં થાય અગિયારસ બાદ કેરીની આવક વધવા લાગશે.
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝન શરૂ થયાના નવ દિવસમાં કેરીની
પુષ્કળ આવક રહેતા 10 કિલોવાળા 2,80,610 બોક્સ વેચાણમાં આવેલ સિઝનની
શરૂઆતમાં આવક ઓછી રહેતી હોય પરંતુ કેરીનો પાક પાછતરો હોય 25 મેથી રોહિણી
નક્ષત્ર બેસતા કેરી પાક ઉપર આવવા લાગતા કેરીની આવક વધવા લાગી છે. કેરીનો
છૂટક વેપાર કરતા વેપારીઓ ઉપરાંત કેસર કેરીમાંથી આઇસક્રીમ, સોફ્ટ ડ્રીંકસ,
595 બનાવતી કંપનીઓ અને કેનિંગ પ્લાન્ટો દ્વારા કેરીની તાલાલા યાર્ડમાં
ખરીદી શરૂ થતા કેરીના ભાવ પણ વધ્યા છે. 400 રૂપિયાથી લઇ 175 રૂપિયાનાં ભાવ
છે. સરેરાશ ભાવ 280 થી 300 રૂપિયા રહેતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
શુક્રવારે ભીમ અગિયારસના દિવસે યાર્ડ બંધ રહેશે. ભીમ અગિયારસ બાદ કેરીની
આવક વધવા લાગશે અને સિઝન સંભવત 20 મી જૂન સુધી ચાલશે.
બજારમાં મોડી આવેલી રસદાર કેસરની માગ યથાવત
સોરઠની શાન અને સ્વાદના શોખીનોની જાન સમાન કેસર કેરી ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે બજારમાં મોડી આવી હતી. ચાલુ વર્ષે માવઠાથી કેરીના પાકમાં નુકસાન પણ વધુ થયું હતું આમ છતાં તાલાલા યાર્ડમાં કેસરની હરરાજી શરૂ થયા બાદ તેની માંગમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. અત્રે નોંધનીય છે કે ચાલુ વર્ષે કેરીના પાકની ગુણવતા થોડીક હલકી હોવાનું વેપારી સુત્રો જણાવી રહ્યા છે.
No comments:
Post a Comment